મુમ્બઈ, April 18, 2016 /PRNewswire/ --
19મી - 20મી ઑગસ્ટ માટે પુનર્નિર્ધારિત કરવામાં આવ્યું
UBM India, દક્ષિણ એશિયાના અગ્રણી ટ્રાવેલ ટ્રેડ શૉ SATTE ના આયોજકોએ, SATTE મુમ્બઈ વેસ્ટના 5મા સંસ્કરણના સ્થળમાં ફેરફારની ઘોષણા કરી હતી. આ એક્સ્પો વસ્તુત: વર્લ્ડ ટ્રેડ સેન્ટર, મુમ્બઈ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને હવે પશ્ચિમ ક્ષેત્રની યાત્રા-પ્રવાસ બિરાદરીની વિનંતીને ધ્યાનમાં લઈને ખસેડીને Bombay Convention & Exhibition Centre (BCEC), મુમ્બઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ શૉ હવાઈ 19મી-20મી ઑગસ્ટ, 2016ના રોજ પુનર્નિધારિત કરવામાં આવ્યો છે.
(લોગો: (Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160414/10144055 )
BCEC, જે ગોરેગાંવમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની સાથે સ્થિત છે, દેશમાં સૌથી મોટાં અને કાયમી પ્રદર્શન કેન્દ્રોમાનું એક છે.
તે મુંબઈના વેપારી કેન્દ્રની મધ્યમાં આવેલું છે, જે હૉટેલો, તેમજ આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ હવાઈમથકની સાથે સારી રીતે
જોડાયેલું છે.
SATTE મુંબઈ વેસ્ટ, જે પ્રાથમિક રીતે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોઆ અને અન્ય ગંતવ્યોના યાત્રા વેપાર સમુદાયને વ્યવસ્થાઓ પૂરી પાડતું હતું, તે હવે અન્યની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન મંડળો, DMCs, એરલાઇન્સ, OTAs, હૉટેલ્સ અને રીઝોર્ટ્સ અને આઇટી કંપનીઓ તરફથી પણ સહભાગિતને જોઇ રહ્યું છે. ઉદ્યોગના વિશિષ્ટ ઉત્પાદન અને સેવા પ્રદાતાઓ પણ આ મંચ દ્વારા આ વિસ્તારની અંદર સંભવિત કારોબારી સહયોગીઓ સાથે જોડાવા અને મજબૂત ભાગીદારીની રચના માટે સહભાગી બનશે. આ પ્રસંગને Indian Association of Tour Operators (IATO), Travel Agents Association of India (TAAI), Association of Domestic Tour Operators (ADTOI), Maharashtra Tour Organiser's Association (MTOA) - International Association of Travel and Tourism Professionals દ્વારા સમર્થન આપવામાં આવશે.
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plc ની છે, જે લન્ડન સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ છે. UBM Asia, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક
આયોજનકાર છે.
વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો. [http://www.google.com/url?q=http%3A%2F%2Fubmindia.in&sa=D&sntz=1&usg=AFQjCNHf8BmEa7mihkv-JlGwYNzooZFU_A ]
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Senior Manager - External Communications
UBM India
Share this article