મુંબઈ, March 15, 2016 /PRNewswire/ --
UBM India દ્નારા ભારતનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ પ્રોડક્ટ્સ બિઝનેસ એક્સ્પો
ત્રણ સફળ આવૃત્તિ પછી UBM Indiaએ અનન્ય શૈલીમાં ચાઈલ્ડ, બેબી એન્ડ મેટરનિટી એક્સ્પો ઈન્ડિયા (CBME India)ની 4થી આવૃત્તિની જાહેરાત કરી છે. મુંબઈ ખાતે બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 20થી 22 એપ્રિલ, 2016 દરમિયાન CBME India 2016નું આયોજન થશે. ભારતમાં બાળકો અને માતાઓને લગતી પ્રોડક્ટનો આ સૌથી મોટો બિઝનેસ એક્સ્પો છે. જે કારોબારી બંધુઓને એકજૂથ થવામાં, નવા વિચારોના આદાન-પ્રદાન કરવામાં અને એક છત હેઠળ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં નેટવર્કિંગ પ્લેટફોર્મ પુરૂં પાડશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160314/10142066 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
80થી વધુ પ્રદર્શનકર્તાઓ, 150 વૈશ્વિક અને ભારતીય બ્રાન્ડ્સ તથા 4,000થી પણ વધુ મુલાકાતીઓ ધરાવતા CBME India 2015ની સફળતાએ તેની ચોથી આવૃત્તિમાં ઉદ્યોગજગતની અપેક્ષાઓ પુરી પાડે છે. CBME Indiaની વર્તમાન આવૃત્તિ રીટેઈલ અને ટ્રેડ ઉદ્યોગમાં 300 બ્રાન્ડ્સનું પ્રદર્શન કરનારા 100થી વધુ પ્રદર્શનકર્તાઓને વિશાળ સ્તર પુરૂ પાડશે. 3 દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં સેમિનાર, વર્કશોપ તથા ઈ-કોમર્સ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ પર પેનલ ડિસ્કશન્સ જેવા એન્ટરએક્ટિવ ફોરમ્સ પુરા પાડશે તથા વ્યુહાત્મક કારોબારી જોડાણ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. J L Morrison, Mother Care, Me and Moms Pvt Ltd., Little's (India), Bonny Products, TOONZ Retail, Chicco, Lovi અને Smitten Baby જેવી વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડ્સ વ્યાપક શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી પુરી પાડશે. આ વ્યાપાર મેળામાં ચીન, હોંગકોંગ, બેલ્જિયમ, ઈટલી, મલેશિયા, તાઈવાન, થાઈલેન્ડ, અમેરિકા અને અન્ય દેશો ભાગ લેશે.
ભારતની કુલ વસ્તીમાં બાળકોની સંખ્યા 39 ટકા છે અને તેથી તે CBME જેવા પ્લેટફોર્મ માટે અનુકૂળ બજાર છે જે આધુનિક છૂટક કારોબારો, ઈ-કોમર્સ પોર્ટલ્સ, કેટલોગ રીટેઈલર્સ અને અન્યોમાંથી છૂટક વિક્રેતાઓ, ઉત્પાદકો, પુરવઠાકારો, આયાતકારો અને નિકાસકર્તાઓ, જથ્થાબંધ વેપારીઓ, પ્રભાવકો, નિર્ણાયકો અને વ્યાપારી વડાઓ જેવા ઉદ્યોગજતના હીતધારકોને તકો પ્રદાન કરશે.
આ વર્ષની આવૃત્તિમાં આ પ્રકારની પ્રથમ એવી કૂલ કિડ્ઝ ફેશન ઈન્ડિયાના પ્રારંભનો સમાવેશ થાય છે જે જાણીતા અને ઉભરતા ડિઝાઈનર્સ, બ્રાન્ડ્સ અને ઉત્પાદકોની પ્રીમિયમ કિડ્સ ફેશનને હાઈલાઈટ કરશે. આ ઘટના ભારતને કિડ્ઝ ફેશન ઉદ્યોગમાં સ્થાન અપાવશે. કૂલ કિડ્ઝ ફેશન ઈન્ડિયા બાળકોના વસ્ત્રો અને માલસામાન (ઉંમર 0-14)ની સંપૂર્ણ ઝાંખી કરાવશે તથા બાળકો માટેની ફેશન ડિઝાઈન કોન્ટેસ્ટ પ્રીમિયમ એક્ઝિબિશન, ટ્રેન્ડ ફોરમ લોન્ચ પેડ, કિડ્ઝ ફેશન ગેલરી તથા વ્યાપાર અને સ્ટાઈલિંગ પરની વર્કશોપ્સ જેવી વિશેષતાનું પણ પ્રદર્શન કરશે. આ એક્સ્પો ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રિઝ દ્વારા સમર્થન પ્રાપ્ત છે.
લોન્ચ સમયે સંબોધન આપતા UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, "સ્થાનિક બેબી અને ચાઈલ્ડકેર માર્કેટ મોટી તેજી માટે સજ્જ છે અને વૈશ્વિક કંપનીઓનો આકર્ષક એવા ભારતીય બજારમાં ઘસારો વધી રહ્યો છે. CBME India 2016 સાથે બેબી અને ચાઈલ્ડકેર અંગે જાગૃતિને વેગ આપી રહ્યાં છીએ તથા સાથે સાથે સંપૂર્ણ ખરીદદાર અને વેચાણકર્તા સમૂદાયને એક મંચ પર લાવી રહ્યાં છીએ."
UBM India વિશે
UBM India ભારની અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગજગતને એવું પ્લેટફોર્મ પુરુ પાડે છે કે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકારોને એક્ઝિબિશન્સ, કન્ટેન્ટ આધારીત પરિસંવાદ અને સંમેલનોના પોર્ટફોલિયો મારફત એક પ્લેટફોર્મ પર લાવે છે. UBM India દર વર્ષે 25થી વધુ મોટા પાયાના એક્ઝિબિશન્સ અને 40 સંમેલનોનું આયોજન કરે છે અને તેમ કરીને વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં વ્યાપારની તકો પુરી પાડે છે. UBM Asia કંપનીની શાખા UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઈ ખાતે ઓફિસો છે. UBM Asiaની માલિકી UBM plc ધરાવે છે કે જે લંડન સ્ટોક એક્સચેંજ ખાતે લિસ્ટેડ છે. UBM Asia એ એશિયામાં અગ્રણી એક્ઝિબિશન આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે કૃપા કરી મુલાકાત લો http://www.ubmindia.in.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India Pvt. Ltd.
Share this article