મુંબઈ, March 8, 2016 /PRNewswire/ --
ફાર્માસ્યુટિકલ કોન્ફરન્સ પર અનેક સફળ સેમિનારનું આયોજન કરનાર UBM Indiaનું ડિવિઝન CPhI કોન્ફરન્સીસે નવી મુંબઈમાં ધ વેસ્ટ ખાતે 9મી માર્ચથી 11મી માર્ચ, 2016 વચ્ચે પાંચમી વાર્ષિક IPR કોન્ફરન્સની જાહેરાત કરી છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160307/10141644 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
આ કોન્ફરન્સ અમેરિકા, યુરોપ, બ્રાઝિલ, આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા 15થી વધારે દેશોના પેટન્ટ અને બૌદ્ધિક સંપત્તિ (IP) કાયદાઓ અને ઇન્ડિયન ફાર્મા ઉદ્યોગ પર તેની અસરો પરની સમજણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સેમિનાર ઉદ્યોગને નવા અને વણખેડાયેલા બજારોમાં પ્રવેશ કરવામાં પણ મદદ કરશે.
સૌથી મોટા IP પ્લેટફોર્મ બનવાની ખાતરી ધરાવતી આ કોન્ફરન્સમાં બૌદ્ધિક લોકોની હાજરી જોવા મળશે, જેઓ આ ઉદ્યોગના નવા પાસાં, પ્રવર્તમાન મુદ્દા અને ભવિષ્ય પર ચર્ચા કરશે. તેમાં ફાર્મા અને બાયો-ફાર્મા પેટન્ટ્સ પર અભ્યાસ ચર્ચા પણ થશે તેમજ અમેરિકામાં જટિલ જેનેરિક્સ અને 'મૂવિંગ ઇન્ડિયન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ઇનટુ ઇન્નોવેશન' માટે IP સ્ટ્રેટેજીસ પર મહાનુભાવો દ્વારા પેનલ ચર્ચા થશે અને ત્યારબાદ પ્રશ્ર-જવાબ સત્ર યોજાશે.
ચાલુ વર્ષની એડિશનમાં કોન્ફરન્સમાં વિશિષ્ટ Moot Court Session પ્રસ્તુત થશે, જે કોર્ટ રૂમ જેવો અનુભવ આપશે, જેમાં પેટર્ન વકીલો કાયદાકીય મુદ્દાઓ અને વાસ્તવિક પ્રક્રિયાના પાસાંની ચર્ચા કરશે. તેમાં હાજર રહેનાર લોકોને IPRમાં કાયદાકીય પડકારોને ઊંડાણપૂર્વક સમજવા કેસ સંબંધિત સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પ્રશ્રો પૂછવાની તક મળશે.
આ ત્રણ-દિવસ કોન્ફરન્સમાં ઉદ્યોગના પ્રસિદ્ધ વક્તાઓ સામેલ થશે, જેમાં ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના ઇન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટી મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ Taranpreet Singh Lamba; Intas Pharmaceuticals Ltd ના ગ્લોબલ IP હેડ Alpesh Pathak; MSF - Access Campaign ના સાઉથ એશિયાના રિજનલ હેડ Leena Menghaneyની; Wockhardt Ltd ના ગ્લોબલ આઇપી અને કોર્પોરેટ સ્ટ્રેટેજીના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ Mandar Kodgule; Panacea Biotec Ltd ના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સેલના વાઇસ પ્રેસિડન્ટ Mahalaxmi Andheria; Sterne Kessler Goldstein & Fox ના ફાર્મા વિભાગના ડિરેક્ટર Dennies Varughese; Mcandrews ના શેરધારક Aaron F Barkoff; HGF ના પાર્ટનર Jonathan Atkinson; Greenblum & Bernstein, P.L.C., અમેરિકાના પાર્ટનર - Ph.D. એક્સ્ક Paul A Braier વગેરે સામેલ થશે.
http://www.pharmaipr-india.com/
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia Company, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે.
વધુ વિગત મેળવવા કૃપા કરીને મુલાકાત લો: ubmindia.in
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India Pvt. Ltd.
સ્ત્રોત: UBM India Pvt. Ltd.
Share this article