INDEX FAIRS 2016ના ઉદ્ઘાટનમાં ઉદ્યોગજગત
મુંબઈ, February 19, 2016 /PRNewswire/ --
INDEX FAIRS જેવા અગ્રગણ્ય કાર્યક્રમના આયોજક UBM Index fairs આર્કિટેક્ટ, ડીઝાઈન તથા બિલ્ડર્સ સાથે અગ્રણી ઉદ્યોગપતિઓ અને પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય મહાનુભાવોને 19 ફેબ્રુઆરીના રોજ મુંબઈની ટ્રાઈડેન્ટ ખાતે યોજાનાર INDEX FAIRS 2016ના ઉદ્ઘાટન સમારોહમાં એકસાથે લઈ આવશે.
(લોગો: http://photos.prnewswire.com/prnh/20151008/10132188 )
2016 માટેના ઈન્ડેક્સ ફેર્સની યોજનાઓની ઉદ્ઘાટન સાથે ભારતીય આર્કિટેક્ચરની સૌથી મોટી બ્રાન્ડ ગણાતા Ar. Hafeez Contractorનું સન્માન કરવામાં આવશે. તેમણે તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા અપાતા સર્વોચ્ચ પુરસ્કારો પૈકી એક પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત થયો હતો. આ સંમેલનમાં સર્જનાત્મક મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેઓ આ ચોક્કસ ક્ષેત્રની નવા પાસાં અંગે ચર્ચા કરશે. 'ઉદ્યોગને વેગ આપવામાં પ્રદર્શનનોનું મહત્વ' પર મહાનુભાવો મંત્રણા હાથ ધરશે અને ત્યારબાદ પ્રશ્નોત્તરી સત્રનું આયોજન થશે.
પ્રખ્યાત ઉદ્યોગ મહાનુભાવોમાં જાણીતા Ar. Prem Nath, Ar. Mujib Ahmed, Ar. Lalita Tharani, Ar. Ninad Tipnis, Ar. Annkur Khosla, Ar. Sunil Gambani, Ar. Sanjay Puri, Ar. Nina Puri, A. Ajay Nahar, Mr. Gogtuk Bayri- Trade Commissioner, Turkey, Juan Alcazar- Trade Commissioner, Spain, Mr Saut Siringoringo- Consul General, Indonesia, Ms. Lerato Mashile, Consul-Political, South Africa, Ms. Gabriele Boner, Deputy Consul General, Germany, Ms. Li Fanghui- wife of Consul General, China and Mr Elden Husaini B N Mohd Hashim- Consul General, Malaysia આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ઈન્ડેક્સ ફેર્સ કે જેમાં 500થી વધુ બ્રાન્ડ્સને પ્રમોટ કરતી 300 કંપનીઓ ઉપસ્થિતિ નોંધાવે છે તે ફર્નિચર અને ફિટિંગ્સ, ઓઈએમ વ્હાઈટ ગૂડ્ઝ, માલ-સામાન, લાઈટિંગની પ્રોડક્ટ્સ સાથે આર્કિટેક્ટ્સ, ઈન્ટિરિયર, ડિઝાઈનર્સ, બિલ્ડર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ, કન્સલ્ટન્ટ્સ તેમજ હોસ્પિટાલિટી, કોર્પોરેટ અને સરકારી ક્ષેત્રો, કિચન અને બાથ ઉપકરણોની લેવડ-દેવડ માટે ખરીદદારો અને વેચાણકારોને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે.
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગજગતને એવું પ્લેટફોર્મ પુરુ પાડે છે કે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકારોને એક્ઝિબિશન્સ, કન્ટેન્ટ આધારીત પરિસંવાદ અને સંમેલનોના પોર્ટફોલિયો મારફત એક પ્લેટફોર્મ પર લાવે છે. UBM India દર વર્ષે 25થી વધુ મોટા પાયાના એક્ઝિબિશન્સ અને 40 સંમેલનોનું આયોજન કરે છે અને તેમ કરીને વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં વ્યાપારની તકો પુરી પાડે છે. UBM Asia કંપનીની શાખા UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઈ ખાતે ઓફિસો છે. UBM Asiaની માલિકી UBM plc ધરાવે છે કે જે લંડન સ્ટોક એક્સચેંજ ખાતે લિસ્ટેડ છે. UBM Asia એ એશિયામાં અગ્રણી એક્ઝિબિશન આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે કૃપા કરી મુલાકાત લો ubmindia.in
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
સ્ત્રોત: UBM India Pvt. Ltd.
Share this article