મુંબઈ, February 12, 2016 /PRNewswire/ --
ભારતના મોબાઇલ વિભાગના માર્કેટિંગ ડિરેક્ટર તરીકે Marcel Camposની નિમણુક
ભારતમાં પોતાની હાજરીને મજબૂત કરવા અને સંકલિત માર્કેટિંગ બંધારણનું નિર્માણ કરવાની દિશામાં પગલું ભરીને ASUS આજે દેશમાં મોબાઇલ વિભાગના માર્કેટિંગ ડિરેક્ટર તરીકે Marcel Camposની નિમણૂક કરી હતી. Marcel માર્કેટિંગ અને બ્રાન્ડિંગનાં ક્ષેત્રોમાં 15 વર્ષનો મજબૂત અનુભવ ધરાવે છે અને તેઓ ASUSની કારોબારની યોજનાઓને ટેકો આપે એવી સંકલિત વ્યુહરચનાઓ રજૂ કરવા અને અમલ કરવા માટે જવાબદાર હશે, જેને લીધે કંપની વિશ્વનાં સ્માર્ટફોનનાં અગ્રણી બજારો પૈકીના એકમાં પસંદગીની ખેલાડી બનાવા માટે સક્ષમ બનશે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160212/10140064)
ભારતના મોબાઇલ વિભાગના માર્કેટિંગ ડિરેક્ટર Marcel Campos જણાવ્યું હતું કે "ભારત વૈશ્વિક સ્તરે સૌથી ચર્ચાસ્પદ બજારો પૈકીનો એક બન્યો છે. જીવનશૈલીમાં ફેરફાર, ઇન્ટરનેટનું વધેલું પ્રસરણ અને મોબાઇલ ટેલિફોનીમાં થયેલા સુધારાઓને લીધે દેશભરમાં સ્માર્ટફોનના વપરાશકારોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. ભારતમાં ગ્રાહકો એવી બ્રાન્ડ્સ શોધે છે જે તેમને પરવડી શકે કિંમતે વૈશ્વિક ધોરણો સમકક્ષ બનવામાં મદદ કરે. હું ભારત જેવા વિભિન્નકૃત્ત, વૈવિધ્ય ધરાવતા અને ગતિશીલ બજારનો ભાગ બનીને આનંદ વ્યક્ત કરું છું અને ASUSને વધુ વૃદ્ધિ કરવા માટે મદદરૂપ થાય એવી કેટલીક નવીન વ્યુહરનાનો અમલ કરવા માટેની અપેક્ષા રાખું છું."
Marcel દક્ષિણ અમેરિકાના મોબાઇલ વિભાગના પણ માર્કેટિંગ ડિરેક્ટર છે અને તેઓ અગાઉ બ્રાઝિલ સ્થિત હતા. તેમણે સંકલિત ડિજિટલ વ્યુહરચના મારફતે ASUS ની Zenfone ફેમિલિને રજૂ કરવામાં આગેવાની ધરાવી હતી અને દેશમાં બાજી પલટાવનારી ઇ-માર્કેટિંગ પહેલનો શ્રેય પણ તેમને આપવામાં આવ્યો છે. બ્રાઝિલમાં સફળ થયેલી 'ચેગા દે મી મી મી' (બહું થયું હવે મી મી મી) ઝુંબેશ પાછળની બુદ્ધિશક્તિ પણ તેઓ છે. Zenfone 5 અને Zenfone 6નાં અન્ય સ્પર્ધાત્મક બ્રાન્ડ્સની સરખામણીએ ઓછી કિંમત પર વેચાણને સામેલ કરતા પ્રમોશને ગ્રાહકોને એક ખાસ દિવસે અને સમય પર પ્રમોશન માઇક્રોસાઇટની લિન્ક માટે ASUS બ્રાઝિલના Facebook પેજને એક્સેસ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા ટેકો પ્રાપ્ત થતા આ ઝુંબેશ ASUS ને 2 મિનિટથી પણ ઓછા સમયમાં 1000 સ્માર્ટફોન્સનું વિક્રમજનક વેચાણ નોંધાવવામાં મદદરૂપ થઈ હતી.
માર્સલ ASUS માં 2008માં જોડાયા હતા અને ત્યારથી તેમની રચનાત્મક યુક્તિઓ અને અખંડ અમલને લીધે ASUS દક્ષિણ અમેરિકા પ્રદેશમાં સ્માર્ટફોનની અગ્રણી કંપનીઓ પૈકીની એક બની છે. બ્રાઝિલ જેવા મુશ્કેલ બજારમાં ASUSના હાઇ-એન્ડ સ્માર્ટફોન્સ આજે કુલ વેચાણનો લગભગ 50 ટકા હિસ્સો ધરાવે છે.
ઓગસ્ટ 2015માં Phenomenon Z એક કાર્યક્રમ મારફતે Zenfone 2ના આગમનની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં 800થી પણ વધુ લોકોએ હાજરી આપી હતી. કેટલીક ઓનલાઇન માર્કેટિંગ સક્રિયતાની સાથે આ ઉપકરણનાં આગમન અંગે 100 કરતા પણ વધુ સેલિબ્રિટિઝે પોસ્ટ કરવાની સાથે આ કાર્યક્રમે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત Marcelની બહુવિધ પાસા ધરાવતી વ્યુહરચનાઓનું ચાલકબળ ધરાવતા ASUS બ્રાઝિલનાં Facebook ફેન પેજના પ્રશંસકોની સંખ્યા 400,000થી વધીને 2.7 મિલિયન થઈ છે, જે તાઇવાનની કંપનીના વૈશ્વિક પેજ સહિત કંપની જે દેશોમાં કામગીરી ધરાવે છે તે તમામ દેશોમાં સૌથી મોટી સંખ્યા છે.
Marcel અગાઉ બ્રાઝિલમાં Intel, Myatech, One Digital અને Tufone જેવી કંપનીઓમાં એક્ઝિક્યુટિવ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ UNIP (પોલિસ્તા યુનિવર્સિટી)માંથી માર્કેટિંગમાં સ્નાતક છે.
ASUS અંગે
ASUS વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ નોટબુકની વિક્રેતા અને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ વેચાણ ધરાવતા અને અવોર્ડ વિજેતા મધરબોર્ડની ઉત્પાદક કંપની છે. નવા ડિજિટલ યુગમાં અગ્રણી સાહસિક ASUS આજના ડિજિટલ મકાન અને ઓફિસની જરૂરિયાતોને આદર્શપણે પૂરી કરે એવી પ્રોડક્ટ્સની ડિઝાઇન અને તેનું ઉત્પાદન કરે છે અને તેના વ્યાપક પોર્ટફોલિયોમાં મધરબોર્ડ્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુશન્સ, નેટવર્કિંગ ઉપકરણો, ટેબ્લેટ્સ, સ્માર્ટફોન્સ અને વિઅરેબલ્સનો સમાવેશ થાય છે. નવીનીકરણનું ચાલકબળ ધરાવતી અને ગુણવત્તા માટે વચનબદ્ધ આસુસે 2014માં 4,326 એવોર્ડ્સ જીત્યા હતા અને તેણે તેના Eee PC™ સાથે PC ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા અંગે વ્યાપકપણે પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે. ASUS 5,200 એન્જિનિયર્સની વિશ્વકક્ષાની આરએન્ડડી ટીમ સાથે વિશ્વભરમાં 16,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે. કંપનીની 2014 માટેની આવક લગભગ 14.5 અબજ ડોલર નોંધાઇ હતી.
વધુ વિગતો માટે http://www.asus.com/in/ ની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Manoj Kumar
[email protected]
+91-9818520082
Asus India Pvt Ltd
Share this article