મુંબઈ, February 12, 2016 /PRNewswire/ --
UBM દ્વારા દક્ષિણ એશિયાનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રી એક્સપો
ભારતીય ફાર્માશ્યુટિકલ ઉદ્યોગ દેશનો સૌથી મોટો ફાર્મા કાર્યક્રમ CPhI અને P-MEC 2016નો અનુભવ કરવા માટે તૈયાર છે, જે મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (BEC) અને બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ (BKC) ખાતે એક સાથે યોજવામાં આવશે. પ્રવર્તમાન વર્ષે આ એક્સપો ત્રણ દિવસનાં પ્રદર્શનથી વધીને એક સપ્તાહ સુધીનો શો ફાર્મા વીક (17મી નવેમ્બરથી 23 નવેમ્બર, 2016) કરવામાં આવ્યો છે. CPhI India CPhI વર્લ્ડવાઇડની સિસ્ટર બ્રાન્ડ છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160211/10140020 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
CPhI India ના એક દાયકાની ઊજવણી કરતી વખતે ફાર્મા વીક 12 કરતા પણ વધુ કાર્યક્રમોનું આયોજન કરશે અને તે મંબઈ શહેરમાં હાથ ધરવામાં આવશે, જે મુખ્યત્વે ફાર્માનાં ક્ષેત્રમાં કારોબાર, જ્ઞાન, નેતૃત્ત્વ, નવીનીકરણ અને માન્યતા પર ધ્યાન કેન્દ્રીત કરશે. પ્રવર્તમાન વર્ષે મુંબઈમાં બે સ્થળો - બોમ્બે એક્ઝિબિશન સેન્ટર અને બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષની સાથે CPhI અને P-MEC 2016 એક્ઝિબિટર શોકેસ, ઇનોવેશન ગેલેરી, સ્પીડ મિટિંગ્સ અને લાઇવ એન્ટરટેઇન્મેન્ટને સામેલ કરશે.
CPhI India API, જિનેરિક્સ, એક્સિપિએન્ટ્સ અને ડ્રગ ફોર્મ્યુલેશન, ઉચ્ચ કક્ષાના રસાયણો, બાયોસિમિલર્સ, ફિનિશ્ડ ફોર્મ્યુલેશન્સ, પ્રયોગશાળાનાં રસાયણો અને બાયોટેકનોલોજીના CRO, CMO અને ઉત્પાદકો માટેનું ઉદ્યોગ મંચ છે. P-MECમાં ફાર્મા મશિનરી અને ઉપકરણો, એનાલિટિકલ ઉપકરણ, ઓટોમેશન અને રોબોટિક્સ, પેકેજિંગ ઉપકરણ અને સપ્લાઇઝ, પ્લાન્ટ/ફેસિલિટ ઉપકરણ, ઓટોમેશન અને કન્ટ્રોલ્સ, પ્રોસેસિંગ ઉપકરણ, RFID, ટેબ્લેટિંગ/કેપ્સ્યુલ ફિલર્સ, ક્લિન રૂમ ઉપકરણ, ફિલિંગ ઉપકરણ અને પ્રયોગશાળાની પ્રોડક્ટ્સના ઉત્પાદકોનો સમાવેશ થાય છે.
UBM India અંગેઃ
UBM India પ્રદર્શનનું આયોજન કરતી ભારતની અગ્રણી કંપની છે, જે ઉદ્યોગને પ્રદર્શનોના પોર્ટફોલિયો, વિષય આધારિત સભાઓ અને પરિષદો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકારોને એકત્ર કરવાનું મંચ પૂરું પાડે છે. UBM India દર વર્ષે દેશભરમાં મોટા પાયે 25 પ્રદર્શનો અને 40 સભાનું આયોજન કરે છે; જેને લીધે ઉદ્યોગના બહુવિધ ક્ષેત્રોમાં વેપાર સક્ષમ બને છે. UBM Asiaની કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઇમાં ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plc ધરાવે છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થઈ છે. UBM Asia એશિયામાં પ્રદર્શનનું આયોજન કરતી અગ્રણી કંપની છે અને ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વાણિજ્ય આયોજક છે. વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લોઃ ubmindia.in.
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article