મુંબઈ, February 10, 2016 /PRNewswire/ --
ઓફર 8 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી, 2016 સુધી માન્ય
પ્રવર્તમાન વર્ષની શરૂઆતમાં પ્રાપ્ત થયેલા જબરદસ્ત પ્રતિસાદને પગલે Zenfone Zoom અને Zenfone Max રજૂ કર્યા બાદ ASUS #SameGiftSyndromeનો ઇલાજ કરવામાં મદદ થાય તે માટે વેલેન્ટાઇન્સ ડેની ઓફર જાહેર કરી હતી. આ યોજના હેઠળ ZenPad, ZenFone 2 Laser અથવા ZenBook ખરીદનારા ગ્રાહકો આકર્ષક ભેટ જીતવાની તક પ્રાપ્ત કરશે. ASUS પ્રથમ 200 ગ્રાહકોને વપરાશકારના કાનમાં યોગ્ય રીતે બંધબેસે એવા ઇર્ગોનોમિકલી ડિઝાઇન કરેલા ઇઅરફોન ZenEars આપશે અને ત્યાર પછીના 100 ગ્રાહકો power-packed, ક્રેડિટ કાર્ડનાં કદની 10,050 mAh બેટરી power banks ASUS ZenPowers જીતશે. આ ઉપરાંત 100 ભાગ્યશાળી વિજેતાઓને વાયર્ડ માઉસ આપવામાં આવશે અને 50ને Flipkartના રૂ. 1,000 સુધીના વાઉચર્સ આપવામાં આવશે. આ વિજેતાઓને લકી ડ્રોને આધારે પસંદ કરવામાં આવશે. આ ઓફર 8 ફેબ્રુઆરીથી માન્ય થશે અને તે 14 ફેબ્રુઆરી, 2016ના રોજ બંધ થશે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160209/10139775 )
ASUS India માટેના દક્ષિણ એશિયા અને કન્ટ્રી મેનેજર Peter Chang જણાવ્યું હતું કે "અમે અમારા જીવનમાં ખાસ લોકો પ્રત્યે અમારી કદર પ્રદર્શિત કરવા માટે વેલેન્ટાઇન્સ ડે ઊજવણી કરી રહ્યા છીએ. લાગણીઓને જાળવી રાખીને અમે અમારા ગ્રાહકો માટે વિશેષ ક્ષણનું સર્જન કરવા માગીએ છીએ અને ASUS માટે ભારતીય બજાર જે મહત્ત્વ ધરાવે છે તે પ્રતિબિંબિત કરે એવું કશુંક કરવા ઇચ્છીએ છીએ. મને આત્મવિશ્વાસ છે કે અમારા ગ્રાહકો ઉપકરણો પર અમારી સંખ્યાબંધ આકર્ષક ઓફર્સ માટે રોમાંચ અનુભવશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "હાઇ-એન્ડ પ્રોડક્ટ્સ અને સ્પર્ધાત્મક ભાવ ઓફર કરીને અમારા ગ્રાહકોનું વૈભવી સત્કાર કરવા અંગે અમે હંમેશાં વચન આપ્યું છે અને અમે હંમેશાં આવું કરતા રહીશું."
વધુ વિગતો અને ઓફર રિડેમ્પ્શન માટે
ઓફર માટે લાયક બનવા ગ્રાહકોએ http://asus.in/valentines-offer/ પર નોંધણી કરવી આવશ્યક છે
પ્રોડક્ટની મુખ્ય વિગતોઃ
ZenPad:
ZenPad ચાર આવૃત્તિઓ - ZenPad 8.0, ZenPad 7.0, ZenPad C 7.0 (ઇન્ટેલ ક્વાડ-કોર પ્રોસેસર સાથે) અને ZenPad C 7.0 (મીડિયાટેક ક્વાડ-કોર પ્રોસેસર સાથે)માં ઉપલબ્ધ છે. 20.3 સેન્ટિમીટરનું ડિસ્પ્લે કદ ધરાવતું ZenPad 8.0 ક્વોલકોમ MSM8929 64-બિટ ઓક્ટા કોર પ્રોસેસર અને 16GB ઇન-લિબ્ટ મેમરી સાથે આવે છે. આ ઉપકરણ 8 MP ઓટો-ફોકસ મુખ્ય કેમેરા ધરાવે છે, જેની મુખ્ય વિશેષતાઓમાં મોટા એપરચર, વધુ ઉજ્જવળ ફોટો માટે પિક્સલ માસ્ટર કેમેરા, ઝીરો શટર લેગ અને મેન્યુઅલ મોડ સપોર્ટ અને 140 ડિગ્રી સેલ્ફી પેનોરામા સાથે 2 MP ફ્રંટ કેમેરાનો સમાવેશ થાય છે. ZenPad 7.0 ડિસ્પ્લેનું 17.7 સેન્ટિમીટર્સનું કદ ધરાવે છે અને તેમાં ઇન્ટેલ એટમ x3-C3230 ક્વાડ કોર પ્રોસેસર સામેલ છે. ZenPad 7.0ની અન્ય વિશેષતાઓમાં 16GB આંતરિક મેમરી, અને ઓટો-ફોકસ સાથે 8 MP મુખ્ય કેમેરા, મેન્યુઅલ મોડ, IR ફિલ્ટર અને 2 MP ફ્રંટ કેમેરા સામેલ છે. ZenPad C 7.0 ZenPad 7.0 જેવું ડિસ્પ્લે કદ ધરાવે છે અને બે આવૃત્તિ ધરાવે છે, જેમાં એક ઇન્ટેલ 64-બિટ x3-C3230 ક્વાડ-કોર પ્રોસેસર સાથે આવે છે અને બીજી આવૃત્તિ MediaTek MT8382V/W ક્વાડ-કોર પ્રોસેસર સાથે આવે છે. આ ઉપકરણ 5 MP મુખ્ય કેમેરા અને 0.3 MP ફ્રંટ કેમેરા ધરાવે છે. તમામ ZenPadના ઉપકરણો Android 5.0 Lollipop પર સંચાલિત છે.
ZenFone 2 Laser:
Android 5.0 Lollipopથી સક્ષમ ZenFone 2 Laser શ્રેષ્ઠ હાઇ-ડેફિનેશન (HD) 1280 x 720-પિક્સલ રિઝોલ્યુશન આપે છે. તે બે ગણા ફાસ્ટર ફોકસ માટે લેઝર ઓટો ફોકસ સાથે 5 MP ફ્રંન્ટ કેમેરા અને 13 MP રિઅર કેમેરા ઓફર કરે છે. ફોન અવાજની વધુ સારી ગુણવત્તા અને ડીપર બાસની ખાતરી આપતી 3000 mAh લાઇ-પોલિમર રિમુવેબલ બેટરી ASUS Sonic Master અને 3 GB RAM સાથે આવે છે. ફોન સુપર એન્ટિ-સ્ક્રેચ કોર્નિંગ ગોરિલા ગ્લાસ 4 સાથે આવે છે, જે બજારમાં ઉપલબ્ધ કોઇ પણ સ્માર્ટફોન્સ માટેની કોઇ પણ પ્રોટેક્શન ફિલ્મ સામે વધુ સારું સ્ક્રેચ રેસિસ્ટન્સ ધરાવે છે. અન્ય કેટલીક વિશેષતાઓમાં ડ્યુઅલ-SIM, 4G LTE અને ક્વાલકોમ 64-બિટ ઓક્ટાકોર પ્રોસેસર સ્નેપડ્રેગન 615 સામેલ છે.
ZenBook:
માત્ર 12.3mm પર Asus ZenBook UX305LA વિશ્વનું સૌથી સ્લિમ 13.3 ઇંચ QHD અલ્ટ્રાપોર્ટેબલ લેપટોપ છે, જે ઇન્ટેલ પ્રોસેસર્સ એટલે કે Core™ M, Core™ i5 અને Core™ i7ની સંપૂર્ણ શ્રેણીથી સક્ષમ છે અને તે કાળા, સફેદ અને ગોલ્ડ જેવા બહુવિધ રંગોના વિકલ્પોમાં ઉપલબ્ધ છે. QHD ડિસ્પ્લે, 8GB RAM, 512GB સોલિડ-સ્ટેટ ડિસ્ક અને 10 કલાક સુધીની બેટરી લાઇફ ધરાવતું ZenBook UX305LA પાવર વપરાશકારો માટે અલ્ટિમેટ અલ્ટ્રાપોર્ટેબલ લેપટોપ છે. UX305LA શ્રેષ્ઠ દેખાવ અને કાર્યક્ષમતાનું આદર્શ સમતુલન છે, જે Windows 10 કોમ્બિનેશન સાથે શક્તિશાળી દેખાવ આપે છે. ભારતીય ગ્રાહકો અલ્ટ્રાપોર્ટેબલ પ્રોડક્ટ્સ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે અને એકદમ હળવું ZenBook UX305LA વાસ્તવિક દેખાવ આપે છે, જે આ સેગમેન્ટને પાતળી નાજુક ડિઝાઇન સાથે પુનઃવ્યાખ્યાયિત કરે છે. આ કેટેગરીમાં આ ઉપકરણ સૌથી વધુ પરવડી શકે એવી પ્રોડક્ટ્સ પૈકીની એક છે અને અમે ખરો વિશ્વાસ ધરાવીએ છીએ કે આ તમારા પ્રિયજન માટે વેલેન્ટાઇન્સ ડેની ભેટ માટેના વિકલ્પોમાં સૌથી અગ્રેસરનાં સ્થાનને લાયક છે.
ZenEar:
ZenEar વ્યવહારું ઓડિયો આઉટપુટ પૂરો પાડવા માટે ડ્રાઇવર ટેકનોલોજિસ અને સોનિક માસ્ટર 2.0નું નવીન ફ્યુઝન છે. ઇર્ગોનોમિકલી ડિઝાઇન ધરાવતા આ ઇઅરફોન્સ વપરાશકારના કાનમાં યોગ્ય રીતે બંધબેસ છે અને તે પ્રતિબિંબિત થયેલા ધ્વનિને અસરકારક રીતે શોષે છે, જેને લીધે વિક્ષેપ ઘટે છે અને સંગીતની વધુ વિગતોને રિસ્ટોર કરે છે. તે સ્પષ્ટ અને વિગતો ધરાવતી ધ્વનિ પૂરી પાડવા માટે ડિઝાઇન કરેલી પેટન્ટ્ડ ડેમ્પિંગ સિસ્ટમ અને ટ્રાન્સમિશન ટ્યુબ ધરાવે છે.
ZenPower:
માત્ર 215 ગ્રામ વજન ધરાવતી ZenPower 10050mAh બેટરી સાથે ઉચ્ચ ક્ષમતા ધરાવતી પાવર બેંકથી સજ્જ છે, જે માત્ર એક જ નહીં, પરંતુ બહુવિધ ઉપકરણોને ચાર્જ કરવા અને આગળ વધવા માટે નોંધપાત્ર ક્ષમતા પૂરી પાડે છે. ક્રેડિટ કાર્ડ જેટલું કદ ધરાવતું આ ઉપકરણ કોઇ પણ સ્માર્ટ ઉપકરણને સંપૂર્ણ ચાર્જ કરવા માટે આદર્શ છે અને તેનો ઇર્ગોનોમિક અનુભવ અને સુંવાળું, શ્રેષ્ઠમ ફિનિશ તેને સમૃદ્ધ દેખાવ આપે છે.
ASUS અંગે
ASUS વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ નોટબુકની વિક્રેતા અને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ વેચાણ ધરાવતા અને અવોર્ડ વિજેતા મધરબોર્ડની ઉત્પાદક કંપની છે. નવા ડિજિટલ યુગમાં અગ્રણી સાહસિક ASUS આજના ડિજિટલ મકાન અને ઓફિસની જરૂરિયાતોને આદર્શપણે પૂરી કરે એવી પ્રોડક્ટ્સની ડિઝાઇન અને તેનું ઉત્પાદન કરે છે અને તેના વ્યાપક પોર્ટફોલિયોમાં મધરબોર્ડ્સ, ગ્રાફિક્સ કાર્ડ, ઓપ્ટિકલ ડ્રાઇવ્સ, ડીસપ્લે, ડેસ્કટોપ અને ઓલ-ઇન-વન PCs, નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુશન્સ, નેટવર્કિંગ ઉપકરણો, ટેબ્લેટ્સ, સ્માર્ટફોન્સ અને વિઅરેબલ્સનો સમાવેશ થાય છે. નવીનીકરણનું ચાલકબળ ધરાવતી અને ગુણવત્તા માટે વચનબદ્ધ ASUS 2014માં 4,326 એવોર્ડ્સ જીત્યા હતા અને તેણે તેના Eee PC™ સાથે PC ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા અંગે વ્યાપકપણે પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે. ASUS 5,200 એન્જિનિયર્સની વિશ્વકક્ષાની આરએન્ડડી ટીમ સાથે વિશ્વભરમાં 16,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે. કંપનીની 2014 માટેની આવક લગભગ 14.5 અબજ ડોલર નોંધાઇ હતી.
વધુ વિગતો માટે http://www.asus.com/in/ ની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Manoj Kumar
[email protected]
+91-9818520082
Asus India Pvt Ltd
Share this article