ASUS નવા સ્તરના સ્માર્ટફોન ઇમેજિંગ પ્રસ્તુત કરશે
મુંબઈ, January 7, 2016 /PRNewswire/ --
- ZenFoneની રેન્જ વધારવા તેનો સૌથી અત્યાધુનિક ફોટોગ્રાફી-કેન્દ્રિત સ્માર્ટફોન પ્રસ્તુત કર્યો
- ઉદ્યોગમાં અગ્રણી કેમેરા વિશેષતાઓ સાથે 3X ઓપ્ટિકલ ઝૂમ હોવાનો નવા ફોનનો દાવો
પોતાની વિશેષતાઓથી સજ્જ ZenFone રેન્જ સાથે ડિજિટલ ઇમેજિંગમાં નવા માપદંડો સ્થાપિત કર્યા પછી ASUS સ્માર્ટફોન ફોટોગ્રાફીને નવેસરથી વ્યાખ્યાયિત કરવા સજ્જ છે. ચાલુ મહિનાના અંતે ભારતીય બજારમાં લોંચ થનાર ASUSની વિસ્તરણ પામતી સ્માર્ટફોન રેન્જનો આ નવો ફોન ઇમેજિંગ-માસ્ટરપીસ છે, જે 'See The World Up Close' ('દુનિયાને નજીકથી જોવા યુઝર્સ')ને ખરા અર્થમાં સક્ષમ બનાવશે.
જ્યારે ફોટોગ્રાફરને આનંદ આપવા બનાવવામાં આવેલ આ નવો ફોન સ્માર્ટફોન મારફતે અત્યાર સુધી લેવામાં આવેલી સ્પષ્ટ અને તીવ્ર ઇમેજ માટે અભૂતપૂર્વ હાર્ડવેર ટેકનોલોજી સાથે સજ્જ હશે, ત્યારે ASUS સાથે એવોર્ડવિજેતા સુંદરતા જાળવે છે.
નવા ફોનની કેટલીક મુખ્ય વિશેષતાઓમાં સામેલ હશેઃ
- શ્રેષ્ઠ ઇમેજ ગુણવત્તા માટે 3X ઓપ્ટિકલ ઝૂમ, લેઝર ઓટો ફોકસ અને OIS સાથે 10 લેન્સ સાથે 13 MP પ્રાઇમરી કેમેરા
- સ્લીક, સ્ટાઇલિશ ફોર્મ ફેક્ટરમાં 4 GB RAM વેરિઅન્ટ સાથે હાઇ-પર્ફોર્મિંગ ક્વાડ-કોર પ્રોસેસર
ASUSની ZenFoneની રેન્જ પિક્સેલમાસ્ટર કેમેરા જેવી ક્લટર-બ્રેકિંગ ટેકનોલોજી મારફતે અન્ય કેટેગરી વચ્ચે ફોટોગ્રાફીમાં સતત નવા માપદંડો ધરાવે છે, જે સ્પષ્ટતા, લેઝર ઓટો ફોકસ સાથે દરેક શોટ લે છે, જે ઇમેજની સ્થિરતા વધારે છે અથવા ઉદ્યોગમાં અગ્રણી લો-લાઇટ મોડ ધરાવે છે, જે નો-ફ્લેશ લો-લાઇટ શોટ્સ માટે 400 ટકા સુધી લાઇટ સેન્સિટિવિટી વધારે છે.
વધુ જાણકારી માટે અમારી સાથે રહો.
ASUS વિશે
ASUS દુનિયાની ટોચની ત્રણ કન્ઝ્યુમર નોટબુક વિક્રેતા છે અને વિશ્વમાં સૌથી વધુ વેચાતા, સૌથી વધારે એવોર્ડ-વિજેતા મધરબોર્ડ્સની ઉત્પાદક છે. નવા ડિજિટલ યુગમાં અગ્રણી કંપની ASUS હાલના ડિજિટલ ઘર અને ઓફિસની જરૂરિયાતોને પૂર્ણ કરે તેવા ઉત્પાદનોને ડિઝાઇન કરે છે અને તેનું ઉત્પાદન કરે છે. કંપની મધરબોર્ડ્સ, ગ્રાફિક્સ કાર્ડ્સ, ઓપ્ટિકલ ડ્રાઇવ્સ, ડિસ્પ્લે, ડેસ્કટોપ અને ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ (PC), નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુશન્સ, નેટવર્કિંગ ઉપકરણો, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન્સ જેવા ઉત્પાદનોનો વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે. નવીનીકરણ અને ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત ASUSને 2014માં 4,326 એવોર્ડ મળ્યા હતા અને તેની Eee PC™ સાથે PC ઉદ્યોગમાં ક્રાંતિ કરવાનો શ્રેય તેને જાય છે. વૈશ્વિક કક્ષાના સંશોધન અને વિકાસ માટે 5,200 ઇજનેરોની ટીમ સાથે ASUS સમગ્ર વિશ્વમાં 16,000થી વધારે કર્મચારીઓ ધરાવે છે. વર્ષ 2014માં કંપનીની કુલ આવક અંદાજે 14.5 અબજ ડોલર થઈ હતી.
વેબસાઇટ: http://www.asus.com/in
મીડિયા સંપર્ક:
Manoj Kumar
[email protected]
+91-9818520082
Asus India Pvt Ltd
Share this article