નવા વર્ષમાં ASUS બે મેગા જાહેરાતની છડી પોકારનાર છે
મુંબઈ, December 21, 2015 /PRNewswire/ --
જબરજસ્ત 2015 કે જેમાં ZenFestival ખાતે, ASUS દ્વારા બહુવિધ નવા ઉત્પાદનો, ખાસ કરીને ZenFone 2 Laser, ZenFone Selfie, ZenFone 2 Deluxe અને ટેબ્લેટ્સની ZenPad શ્રેણી રજૂ કરવામાં આવી હતી ત્યાર પછી, ASUS હવે વધુ સારાં અને મોટા 2016ની માટે સજ્જ થઈ રહ્યું છે. આ લાઇન-અપ માટે 550 શહેરોમાં 30 હજાર પૂર્વ-ઑર્ડર્સ અને તેનાં પ્રારંભના 3જા દિવસે જ વેચાણ થઈ ગયેલા ZenFone 2 Laser સાથે, થોડાં મહિનાઓ અગાઉ ASUSએ તેની 'મેક ઇન ઇન્ડિયા' યોજનાની પણ જાહેરાત કરી હતી. ASUS હવે સ્લીક, સ્ટાઇલિશ અને તેમ છતાં પણ પાવરફૂલ એવી બે નવી બ્રાંડનો પ્રારંભ કરવાની અપેક્ષા ધરાવે છે જે તકનીકીના માપદંડોની પુનર્વ્યાખ્યા કરશે.
અન્ય તમામ ASUS પ્રોડક્ટ્સની જેમ જ, આ નવી પ્રસ્તાવિત પ્રોડક્ટ્સ પાથ-બ્રેકિંગ લાક્ષણિકતાઓ સાથે સૌંદર્યલક્ષી આકર્ષક ડિઝાઇનમાં પેક્ડ હોવાની અપેક્ષા રાખવામાં આવે છે, જે તેને ઉદ્યોગમાં શ્રેષ્ઠ કાર્યદેખાવ અને સારા દેખાતા સ્માર્ટ ઉપકરણ બનાવશે.
CY2016ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય બજારોમાં આવવા માટે નિર્ધારિત, આ ગેજેટ્સ પોષણક્ષમ ભાવ પર લક્ઝરી પૂરી પાડવાની કંપનીની નેમને આગળ લઈ જશે.
ASUS વિશે
ASUS વિશ્વભરમાં કંઝ્યુમર નૉટબુકના ત્રણ શ્રેષ્ઠ વિક્રેતાઓમાંથી એક અને વિશ્વના સૌથી શ્રેષ્ઠ વેચાણ ધરાવતા, સૌથી વધુ પુરસ્કારો જીતનારા મધરબૉર્ડ્સના નિર્માતા છે. નવા ડિજિટલ યુગમાં અગ્રણી ઉદ્યોગ સાહસિક એવાં, ASUS એવી ડિઝાઇનો તૈયાર કરે છે અને ઉત્પાદનોનું નિર્માણ કરે છે જે આજના વિસ્તૃત પૉર્ટફોલિયો કે જેમાં સામેલ છે મધરબૉર્ડ્સ, ગ્રાફિક્સ કાર્ડ્સ, ઑપ્ટિકલ ડ્રાઇવ્સ, ડિસ્પ્લેઝ, ડેસ્ક્ટૉપ અને ઑલ-ઇન-વન પીસીઝ, નૉટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ ઉકેલો, નેટવર્કિંગ ઉપકરણો, ટેબલેટ્સ, સ્માર્ટફોન્સ, અને વિઅરેબલ્સ સાથે ડિજિટલ ઘરો, અને ઑફિસોની જરૂરિયાતને પૂરી પાડે છે. નવીનીકરણ દ્વારા પ્રેરિત અને ગુણવત્તાની સાથે કટિબદ્ધ, 2014માં ASUS 4,326 પુરસ્કાર જીતી ચુક્યું છે અને તેનાં Eee PC™ સાથે PC ઉદ્યોગમાં સમુળગી ક્રાંતિ લઈ આવવા બદલ વિસ્તૃત આવકાર મેળવી રહ્યું છે. ASUS વિશ્વભરમાં 5,200ની વિશ્વકક્ષાની R&D ટીમ સહિત 16,000 કર્મચારીઓ ધરાવે છે. વર્ષ 2014 માટે કંપની કુલ આવક અંદાજે US$14.5 બિલિયન હતી.
વેબસાઇટ: http://www.asus.com/in/
મીડિયા સંપર્ક:
Manoj Kumar
[email protected]
91-9818520082
ASUS India Pvt Ltd
Share this article