હૈદરાબાદ, ભારત, December 18, 2015 /PRNewswire/ --
દક્ષિણ ભારતમાં રિન્યુએબલ એનર્જી માટેનું ઉદ્યોગ મંચ
UBM India એ Hitex, હૈદરાબાદ ખાતે આજે RenewX 2015, બે-દિવસીય (17મી-18મી ડિસેમ્બર 2015) રીન્યુએબલ એનર્જી ટ્રેડ શૉનો શુભારંભ કર્યો હતો. તેનાં પ્રમુખ Renewable Energy India Expo (REI India)ના વારસા દ્વારા વધુ સંવર્ધિત, RenewX 2015 મારફત UBM Indiaએ, દક્ષિણ ભારતના આકર્ષક રીન્યુએબલ એનર્જી બજારમાં મૂડીકરણ અને પ્રવેશ માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડ્યો છે. આ એક્ષ્પો ઉદ્યોગ વલણો, પડકારો અને બજારની આંતરદૃષ્ટિઓ સહિત ભારતીય નિયમનકારી કાર્યરેખાની ચર્ચા માટે દક્ષિણ ભારતના હરિત આર્થિક સમુદાયના એકત્રીકરણનું સાક્ષી બન્યો છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151217/10137002-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20151217/10137002-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
RenewX 2015નો ઉદ્ઘાટન સંમારંભ Shri Arvind Kumar, ઉર્જા સચિવ, તેલંગાણા સરકાર; Mr. Bharat Bhushan Agrawal, વરિષ્ઠ વિશ્લેષક, ભારત - સોલાર, Bloomberg New Energy Finance; Mr. Kameswara Rao, ભાગીદાર, Energy & Utilities, PriceWaterhouseCoopers અને Mr. Rajneesh Khattar, Group Director, UBM India Pvt. Ltd.ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
RenewX 2015ને તેલંગાણા સરકાર, ઉર્જા વિભાગ, Telangana New Renewable Energy Development Corporation Ltd (TNREDCL) અને સહયોગીઓ સહિત Solar Power Producers Association, Indian Biomass Association (IBA), Indo German Energy Forum Support Office (IGEFSO), New & Renewable Energy Development Corporation (NREDCAP), Electronic Industries Association A.P. (ELIAP), Federation of Telangana and Andhra Pradesh Chambers of Conference and Industry (FTAPCCI) નું સમર્થન પ્રાપ્ત છે.
નિર્માતાઓ, EPCs અને સેવા પ્રદાતાઓને એક સાથે લઈ આવીને RenewX 2015 પ્રમુખ સહભાગી પ્રદર્શનકારો ધરાવે છે જેમાં તેલંગાણા સરકાર- રાજ્ય પેવિલિયન, Mytrah Energy (India) Limited, Sova Power Limited, Waaree Energies Ltd, Surana Solar Limited, Chemtrols Solar Private Limited, Nuevosol Energy Pvt. Ltd, Premier Solar Systems Pvt Ltd, Goldi Green Technologies Pvt Ltd, Cirus Solar Private Limited, Galileisolar India Pvt Ltd, Fronius India અને Topsun Energy Limited સહિત અન્યોનો સમાવેશ થાય છે.
એક્ષ્પોની હાઇલાઇટ્સમાં ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતાં પડકારો અને તેના માટેના ઉકેલો પર આધારિત વિષય 'A Sunrise Region that tamed the Wind' પર એક પાવર-પેક્ડ બે-દિવસીય સમ્મેલનનો સમાવેશ થાય છે. તેમાં સત્રોમાં ઉદ્યોગ વિષયો જેમ કે ભારતના કચરાને ઉર્જા સંભવિતતા તરફ પુનરૂદ્ધાર, કૃષિ શક્તિ - આપણી સંસ્કૃતિમાં કચરાનું સંકલન, દક્ષિણ ભારત: વિકાસકર્તાનો ઉલ્લાસ, સોલાર પાર્ક: વિકાસકાર અને રાજ્ય પરિપ્રેક્ષ્ય, ધ રૂફટૉપ એક્સપિરિયન્સ: શાઇનિંગ ઇન સાઉથ ઇંડિયા, ઑપન ઍક્સેસ: ચેલેન્જીસ ઇન્વૉલ્વડ એન્ડ સૉલ્યુશન્સ ઈવૉલ્વડ અને નિર્માણ, સપ્લાઈ એન્ડ સર્વિસિઝ ઈકોસિસ્ટમ: ઇન્ક્રિઝિંગ એફિશ્યન્સીનો સમાવેશ થાય છે.
શુભારંભ પ્રસંગે પોતાના વ્યક્ત્વ્યમાં, Mr. Rajneesh Khattar, Group Director, UBM India Pvt. Ltd. એ જણાવ્યું હતું કે, "તેલંગાણા રાજ્યની સાથે, તેની સ્થાપનાના સમયથી જ, સૌર ઉર્જાને આક્રમક રીતે સમર્થન આપવામાં આવ્યું છે અને દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં રીન્યુએબલ એનર્જીને આક્રમક રીતે પ્રોત્સાહન પુરું પાડવામાં આવી રહ્યું છે, આ વિસ્તાર તેની આકર્ષક સરકારી અને ઔધોગિક કાર્યનીતિઓ સાથે આ ક્ષેત્ર માટે વચનબદ્ધ રહ્યો છે. પરિણામસ્વરૂપ, આ વિસ્તારમા આ ક્ષેત્રએ આંતરરાષ્ટ્રીય રસનો ધસારો જોયો છે અને બદલામાં પ્રમુખ પરિયોજનાઓ માટે વિપુલ પ્રમાણમાં રોકાણો પ્રાપ્ત થયાં છે. આ ભૂપરિદૃશ્યોની સામે, RenewX 2015 દક્ષિણ ભારતમાં રીન્યુએબલ એનર્જી ઉદ્યોગના વિકાસને ગતિવાન બનાવવાની અને દેશના ટકાઉક્ષમ આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપવાની ઇચ્છા ધરાવે છે."
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM PLc ની છે, જે London Stock Exchange ખાતે લિસ્ટેડ છે. UBM Asia, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક
Priya Badshah
[email protected]
022-61727000
UBM India
Share this article