દિલ્હી, December 16, 2015 /PRNewswire/ --
છેલ્લાં વર્ષ કરતાં 9મા સંસ્કરણમાં 25% કરતાં વધુ મુલાકાતીઓની હાજરી જોવામાં આવી
UBM India એ દિલ્હી ખાતે ત્રિ-દિવસીય (10મી-12મી ડિસેમ્બર) સિક્યુરિટી એન્ડ ફાયર સેફ્ટી શૉ, 9મી International Fire & Security Exhibition and Conference (IFSEC) India Expo 2015નું સફળતાપૂર્વક સમાપન કર્યું. આ શૉમાં આંતરરાષ્ટ્રીય લબ્ધપ્રતિષ્ઠિત પ્રદર્શનકારો, પરામર્શદાતાઓ, કારોબારી નિષ્ણાતો અને પ્રમુખ સરકારી અધિકારીઓને વૈશ્વિક શ્રેષ્ઠ અભ્યાસોની ચર્ચા માટે તેમજ સિક્યુરિટી અને ફાયર સેફ્ટી ઉદ્યોગમાં કેટલાંક સૌથી વધુ મૂંઝવતા પડકારોના ઉકેલો શોધવા માટે એક સમાન મંચ પર એકત્રિત કરવામાં આવ્યા હતાં.
(Logo: http://photos.prnewswire.com/prnh/20141104/10110098 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
"આપણને વધુ સારી સિક્યુરિટી સિસ્ટમ્સની જરૂર છે, આ આજના પરિદૃશ્યમાં મહદઅંશે ફરજિયાત બનતી જતી બાબત છે. આ પ્રકારના શૉ આપણને એકજ છત નીચે વિસ્તૃત વર્ણપટમાંથી પસંદગીની તક પૂરી પાડે છે. હું ચોક્ક્સપણે એ અનુભવી શકું છું કે અહીં એવાં રસપ્રદ ઉપકરણો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે જેને હોમ સિક્યુરિટી અને પબ્લિક સેફ્ટી નેટ માટે ગંભીરતાથી ગણતરીમાં લઈ શકાશે," શૉના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં દિલ્હી સરકારમાં નાયબ મુખ્ય મંત્રી Shri Manish Sisodia એ જણાવ્યું હતું.
આ એક્ષ્પો ઉપરાંત, UBM Indiaએ પૅનલ ચર્ચાની સાથે 'સુરક્ષિત શહેરો'ની થીમ પર આધારિત એક-દિવસીય સમ્મેલનની મેજબાની પણ કરી હતી.
એક્ષ્પોના સફળતાપૂર્ણ સંસ્કરણ પર બોલતાં Yogesh Mudras, Managing Director, UBM Indiaએ જણાવ્યું હતું કે,"ભારતના આજના ભૂપરિવેશમાં, ઔદ્યોગિક, વાણિજ્યિક અને રહેણાંક સંસ્થાનોમાં સિક્યુરિટિ અને સર્વેલન્સના ત્વરિત સંવર્ધનની જરૂર છે. IFSEC India 2015, IFSEC Globalની એક પ્રશાખા જે 40 વર્ષનો વારસો ધરાવે છે, તેનાં માટે આ જરૂરિયાતને તેમજ તેનાં પ્રતિભાવમાં આ સંસ્થાનોમાં સિક્યુરિટિને સશક્ત કરવા માટે નવી ટેક્નોલૉજી પર આધારિત પ્રસ્તુત કરવામાં જરૂરી ઉકેલોને આગળ લઈ આવવાનો UBM Indiaનો ઉદ્દેશ્ય છે. તેનાં પાછલાં સંસ્કરણોની સફળતાથી પ્રેરિત, અમને ખાતરી છે કે IFSEC Indiaનું 2015નું આ સંસ્કરણ જે આજે નિ:શંકપણે વૈશ્વિક સિક્યુરિટિ અને ફાયર ઇન્ડસ્ટ્રી પર વિશિષ્ટ સત્તા બની ચુક્યું છે, તે ઉદ્યોગની અપેક્ષાઓને વટાવી જશે."
આ પ્રસંગને Asian Professional Security Association (APSA), ASIS International, British Security Industry Association (BSIA) અને Electronic Security Association of India (ESAI) દ્વારા સમર્થન પ્રાપ્ત છે.
સિક્યુરિટી અને ફાયરના 2015ના સંસ્કરણમાં જુદાં જુદાં 20 દેશોની 300 કરતાં વધુ કંપનીઓએ ભાગ લીધો હતો, પ્રીમિઅર પ્લસ પાર્ટનર્સમાં Aditya, Autocop, Dahua, Enter, Hi-Focus, Hikvision, Lookman, Secureye, Securico, Tech Smart, Uniview and Zebronicsનો સમાવેશ થાય છે. પ્રીમિઅર પાર્ટનર્સમાં Acsys, Advik, Avtron, Com-Sur, Godrej Security Solutions, Honeywell, Infinova, Keeper, Messung, Milestone, MR Impex, Nitgen, Ozone, Panasonic, Starex Global and Wavesightનો સમાવેશ થાય છે.
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plc ની છે, જે લન્ડન સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ છે. UBM Asia, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Priya Badshah
[email protected]
+91-22-61727000
UBM India
Share this article