હૈદરાબાદ, ભારત, December 11, 2015 /PRNewswire/ --
Presenters of Renewable Energy India Expo (REI India)ના પ્રસ્તુતકર્તાઓ વતી
UBM India હૈદરાબાદના હિટેક્સ ખાતે બે દિવસ (17-18 ડિસેમ્બર, 2015) રિન્યૂએબલ એનર્જી ટ્રેડ શો RenewX 2015ની પ્રથમ એડિશનનું આયોજન કરશે. તેના મુખ્ય Renewable Energy India Expo (REI India)ના વારસા દ્વારા વધુ સંવર્ધિત RenewX 2015 મારફતે UBM India દક્ષિણ ભારતના રિન્યૂએબલ ઊર્જા બજારમાં મૂડીકરણ કરવા અને પ્રવેશવા સંગઠનો માટે ઉદ્યોગ પ્લેટફોર્મ પ્રદાન કરશે. એક્ષ્પોમાં દક્ષિણ ભારતનો ગ્રીન ઇકોનોમી સમુદાય ઉદ્યોગના પ્રવાહો, પડકારો અને ભારતીય નિયમનકારી માળખા સહિત બજારની બારીક બાબતોની ચર્ચા કરવા એકત્ર થશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
RenewX 2015ને તેલંગાણા સરકાર, ઊર્જા વિભાગ અને Solar Power Producers Association, Indian Biomass Association (IBA), Indo German Energy Forum (IGEF), New & Renewable Energy Development Corporation (NREDCAP), Electronic Industries Association A.P. (ELIAP), Federation of Telangana and Andhra Pradesh Chambers of Conference and Industry (FTAPCCI) સહિત એસોસિએશનનો ટેકો છે.
ઉત્પાદનો, EPC અને સેવા પ્રદાતાઓને એક મંચ પર લાવીને RenewX 2015 મુખ્ય સહભાગી પ્રદર્શકો ધરાવે છે, જેમાં Government of Telangana - State Pavilion, Mytrah Energy (India) Limited, Sova Power Limited, Waaree Energies Ltd, Surana Solar Limited, Chemtrols Solar Private Limited, Nuevosol Energy Pvt. Ltd, Premier Solar Systems Pvt Ltd, Goldi Green Technologies Pvt Ltd, Cirus Solar Private Limited, Galileisolar India Pvt Ltd, Fronius India. and Topsun Energy Limited સામેલ છે.
એક્ષ્પોના મુખ્ય આકર્ષણમાં પાવર-પેક બે દિવસીય કોન્ફરન્સ છે, જેની થીમ "એ સનરાઇઝ રિજન ધેટ ટેમ ધ વિન્ડ" છે, જે સામનો કરવા પડતા પડકારો અને ઉદ્યોગ દ્વારા ઇચ્છનિય સોલ્યુશન રજૂ કરશે.
Yogesh Mudras, Managing Director, UBM India જાહેરાત પર બોલતા કહ્યું હતું કે, "તેલંગાણા રાજ્ય તેની સ્થાપનાથી આક્રમકપણે સૌર ઊર્જાને સમર્થન આપે છે અને દક્ષિણ ભારતના અન્ય રાજ્યો આક્રમકપણે અક્ષય ઊર્જાને પ્રોત્સાહન આપે છે. પ્રદેશ આ ક્ષેત્ર માટે તેની આકર્ષક અને અનુકૂળ સરકાર તેમજ ઔદ્યોગિક નીતિઓ ધરાવે છે. તેના પરિણામે વિસ્તારના આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય રસ મોટા પાયે જોવા મળ્યો છે અને મોટા પ્રોજેક્ટ્સના લોંચ સાથે રોકાણમાં વધારો થયો છે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને RenewX 2015 દક્ષિણ ભારતમાં રિન્યૂએબલ એનર્જી ઉદ્યોગની વૃદ્ધિને વેગ આપવાનો અને દેશના ટકાઉ આર્થિક વિકાસમાં પ્રદાન કરવાનો ઇરાદો ધરાવે છે."
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mutual PR
Anagha Raut
[email protected]
+91-9930375203
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India Pvt. Ltd.
Share this article