મુમ્બઈ, December 8, 2015 /PRNewswire/ --
ગત વર્ષ કરતાં 4થી આવૃત્તિ 30% વધુ મુલાકાતીઓની સાક્ષી બની
UBM India એ બૉમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે 26મી અને 27મી નવેમ્બર, 2015ના રોજ આયોજિત બે-દિવસીય સુરક્ષા શૉ - Occupational Safety & Health (OSH) Indiaનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. આ શૉ એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રદર્શનકારો, કન્સલટન્ટ્સ, બિઝનેસ એક્સપર્ટ્સ અને પ્રમુખ સરકારી અધિકારીઓને કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્યમાં સૌથી મુશ્કેલ પડકારોમાંના કેટલાંકના ઉકેલો શોધવા માટે વિશ્વભરના શ્રેષ્ઠ અભ્યાસોની ચર્ચા કરવા માટે એક મંચ પર એકઠાં કર્યાં હતાં.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151201/10135722-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20151201/10135722-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150810/10128411 )
OSH India 2015નું ઉદ્ઘાટન Yogesh Mudras, Managing Director, UBM India, મુખ્ય અતિથી Shri Jayendra M Motghare, નિયામક - ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય નિયામકની કચેરી, શ્રમ મંત્રાલય મહારાષ્ટ્ર સરકાર; Dr Avneesh Singh, ડિરેક્ટર જનરલ, Directorate General Factory Advice Service and Labour Institutes (DGFASLI), શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર; Dr. Anup Rakshit, કાર્યકારી નિયામક, ઇંડિયન ટેક્નિકલ ટેક્ષટાઇલ એસોસિએશન, ટેક્ષટાઇલ મંત્રાલય, ભારત સરકાર; Mr. Varun Budhiraja, નિયામક, Euro Safety Footwear India Pvt Ltd.; Ms. Kirsty Iliffe - IOSH Framework Strand Leader અને Mr. Reinhold Eisenbarth, રીજિયોનલ સેગ્મેન્ટ મેનેજર, માઇનિંગ, મધ્ય પૂર્વ/આફ્રિકા/દક્ષિણ પશ્ચિમ એશિયા અને રીજિયોનલ માર્કેટિંગ મેનેજર, Drager South Africa Pty Ltd ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
OSH India 2015, વિશ્વભરમાંથી આરોગ્ય અને સુરક્ષા આપૂર્તિકારો અને સેવા પ્રદાતાઓને વિપુલ પ્રમાણમાં વણખેડાયેલા ભારતીય બજારના ઔદ્યોગિક પરિવેશમાં તેમનાં નવીનીકરણો અને જ્ઞાનનું પ્રદર્શન કરવાની તક આપવાની સાથે સાથે, કંપનીઓને તેમના કાર્યબળનું આરોગ્ય અને સુરક્ષામાં રોકાણ કરીને, તેના બદલામાં તેમના સંગઠન અને મોટા પ્રમાણમાં અર્થતંત્રના કારોબારી લાભો અને નોંધપાત્રતાની પુનરૂચ્ચાર કરતાં કંપનીઓ માટે વ્યાવસાયિક સુરક્ષા અને આરોગ્ય માટેની ઝુંબેશ ચલાવવા બે-દિવસીય સંમેલનની પણ પ્રસ્તુતિ કરે છે.
એક્ષ્પોની સફળતાપૂર્ણ આવૃત્તિ પર બોલતાં, Mr. Yogesh Mudras, Managing Director, UBM India Pvt. Ltd., એ જણાવ્યું હતું કે,"છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય સંગઠનોએ વ્યાવસાયિક આરોગ્ય અને સુરક્ષા અનુપાલનોની નોંપાત્રતા પ્રત્યેની સભાનતા માટે સઘન વૃદ્ધિનો સાક્ષાત્કાર કર્યો છે. સરકાર દ્વારા સાતત્યપૂર્ણ રીતે આંતરમાળખાને વિકસાવવા અને કાર્યસ્થળ પરની સુરક્ષા પૂરી પાડવા પર મૂકવામાં આવતો ભાર અને આ ક્ષેત્રે વૈશ્વિક રોકાણોમાં થઈ રહેલી વૃદ્ધિની સાથે, વિશ્વભરના આપૂર્તિકારો અને સેવા પ્રદાતાઓ માટે તેમના ઉત્પાદનો અને તેમનાં દ્વારા પૂરા પાડવામાં આવતાં ઉકેલોના પ્રદર્શન માટેની વિશાળ તકો રહેલી છે. OSH India મારફતે, આ તકને વાસ્તવિકતામાં ફેરવી નાંખવા અમે ઉદ્યોગને એક સાચું મંચ ઉપલબ્ધ કરાવ્યું છે."
સમગ્ર ઉદ્યોગમાંથી સહભાગી બનેલાં અગ્રણી પ્રદર્શનકારોએ એક ઉદ્યોગ પ્રસંગ તરીકે OSH Indiaની જરૂરિયાત અને ધ્યાન કેંદ્રણનું ફરી પુનરૂચ્ચાર કર્યો હતો. આમાં Euro Safety Footwear (India) Pvt. Ltd. (પ્રસ્તુતિ ભાગીદાર પણ); Acme Safetywears Limited, Acme Fabrik Plastic Co, BATA India Limited, Drager Safety India Pvt Ltd, Joseph Leslie & Co. LLP, Jayco Safety Products Pvt Ltd, Karam Industries, Kimberly Clark Hygiene Products, Lifegear Safetech Pvt Ltd, Honeywell Safety Products, Rahman Industries Ltd, Venus Safety & Health Pvt Ltd, Shree Lalita, E.I.Dupont India Pvt Ltd, Arvind Limited, Fall Arrest Systems & Technologies Pvt. Ltd, Teijin India Pvt Ltd, Mallcom safety Pvt Ltd અને Sure Safety નો મુખ્ય પ્રદર્શનકારો તરીકે અને IOSH અને NEBOSHનો કાર્યશિબિર ભાગીદારો તરીકે સમાવેશ થાય છે.
Sure Safety (India) Private Limited, વડોદરા સ્થિત ઔદ્યોગિક સુરક્ષા ઉપકરણ અને ઉકેલોની પ્રદાતા અને OSH India 2015 ખાતે પ્રમુખ પ્રદર્શનકારોમાંના એક, પ્રથમ ભારતીય સ્પેસસૂટ, તકનીકી રીતે ISRO માટેની એડવાન્સ્ડ ક્રુ એસ્કૅપ સૂટની રચના કરવા માટે તેના સ્પેસ કેપ્સ્યુલ રીકવરી એક્સ્પરિમેન્ટને લઈને Indian Space Research Organisation (ISRO) સાથેની તકને જડપી લીધી હતી. કંપનીએ આ સ્પેસ સૂટને તેની પાસે જે કંઈ સામગ્રી ઉપલબ્ધ હતી તેમાંથી આલેખિત કરી હતી અને તેનાં વિકાસનું કાર્ય એક વર્ષ સુધી ચાલ્યું હતું.
પ્રમુખ ભાગીદાર તરીકે તેમનાં જોડાણ પર બોલતાં, Mr. Kamal Jha, General Manager India, Honeywell Industrial Safety (PPE & Gas Detection) એ જણાવ્યું હતું કે, "Honeywell શરૂઆતથી જ OSH India સાથે પ્રદર્શન કરી રહ્યું છે. OSH India એક ઉત્કૃષ્ટ મંચ પ્રદાન કરે છે જે આરોગ્ય અને સુરક્ષાના મહત્વ વિશે સભાનતા રચવામાં અને નવા તેમજ પ્રવર્તમાન ગ્રાહકો સાથે જોડાવા માટે મદદ કરે છે. OSH 2015 ખાતે, Honeywell એ સુરક્ષિત કાર્ય વાતાવરણને પ્રોત્સાહિત કરવાના અને ભારતમાં સુરક્ષા સંસ્કૃતિ ઊભી કરવાના આશયથી તેનાં સુરક્ષા પૉર્ટફોલિયો અને ઉકેલોની વિસ્તૃત શ્રેણીનું પ્રદર્શન કર્યું હતું. અમે બજારના વલણો અને વૃદ્ધિના સંભવિત વિસ્તારોને સમજવા માટે છેવાડાના વપરાશકર્તાઓ અને ચૅનલ પાર્ટનર્સની સાથે સંલગ્ન થવાની આશા પણ રાખીએ છે."
ઉદ્યોગ પર બોલતા Mr. Varun Budhiraja, Director, EURO Safety Footwear (I) Pvt. Ltd. એ જણાવ્યું હતું કે, "ભારતમાં નિર્માણ અને બાંધકામ ક્ષેત્ર મજબૂત બનવાની સાથે આપણે રક્ષણાત્મક સાધનોની જરૂરિયાતને વધતી જોઈ છે. સરકાર પણ ઔદ્યોગિક ક્ષેત્રોમાં PPE ના નિયંત્રણ માટે વધુ ચિંતા દર્શાવી રહી છે અને કંપનીઓ માટે તેમનાં કામદારોને સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ ઉપકરણોના ઉપયોગ કરવા અંગેના નિયમોને વધુ મજબૂત કરી રહી છે. ભારતમાં, સેફ્ટી શુ એ એટલું વાણિજ્યિક ઉત્પાદન નથી કે કોઇ તેને વેબસાઇટ પર કે શૉપિંગ મૉલમાં વેચી શકે; PPE નિર્માતાઓ પાસે તેમનાં ખરીદદારોને મળી શકવાનો એકમાત્ર માર્ગ આ પ્રકારના પ્રદર્શાનો છે. ભારતમાં ઉત્પાદિત કરવામાં આવતાં 90% સુરક્ષા પગરખાંની નિકાસ કરવામાં આવે છે, આ ઘરેલૂ બજારમાં એટલી જગ્યા છોડે છે જે ઉત્પાદકોને ભારતીય બજારમાં વિસ્તરણ અને સેવાની તક પૂરી પાડે છે. ઘરેલૂ બજારને સ્પર્શવાની જરૂરિયાત સાથે, અમે યુરોસેફ્ટી ફૂટવેર ખાતે અમારી બ્રાંડ 'EURO SECURITY'ને ભારતમાં પ્રારંભ કરવાની જાહેરાત કરતા ગર્વ અનુભવીએ છીએ, કેમ કે અમે સુરક્ષિત ભારતના સૌગંધ લીધાં છે."
આ પ્રસંગે Nikil Rao, Country Manager, Dräger Medical India Pvt. Ltd. Dräger Safety India Pvt. Ltd. એ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, "માનવ જીવનના સંરક્ષણ અને બચાવ માટે સુરક્ષા એક આંતરિક તત્ત્વ છે. ભારતની વિસ્તરતી જતી ઔદ્યોગિક ક્ષિતિજોએ કાર્યબળમાં છુટોછવાયો વધારો જોયો છે. તેણે સુરક્ષા ઉકેલો પર સભાનતા ઊભી કરવાની જરૂરિયાતને વધારી દીધી છે. OSH India જે લોકો માટે જરૂરી છે અને એવાં લોકો જે તેમનાં સહ-કાર્યકરોની સુરક્ષાની સંભાળ રાખે છે તેમની સાથે, સુરક્ષાના તકનીકી વલણોની ચર્ચા માટે મંચ પૂરો પાડે છે. સુરક્ષાને વધુ સશક્ત બનાવવા માટે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સાથેના જોડાણમાં Dräger એ "મિશન સુરક્ષા"ની શરૂઆત કરી છે, જે સુરક્ષા વિશેની સભાનતા ઊભી કરવા માટે ભારતના અંતરિયાળ દૂરસ્થ સ્થળો સુધીનું ટ્રક દ્વારા પ્રવાસ કરતો એક રોડ શૉ છે."
ગત વર્ષ કરતાં નોંધણીમાં 27% ના વધારાની સાથે, એશિયામાં NEBOSH લાયકાતોની માંગ સતતપણે વધતી હોવાથી, હવે દેશમાં કુલ સુડતાલીસ NEBOSH માન્યતાપ્રાપ્ત અભ્યાસક્રમ પ્રદાતા સ્થિત છે. તેનાં પ્રતિધ્વનિ રૂપે Stuart Naylor, NEBOSH International Manager એ જણાવ્યું હતું કે, "ભારતમાં NEBOSH લાયકાતોની વધેલી માંગ એ આ વર્ષની મુંબઈ ખાતેના OSH India સંમેલનમાં હાજરી આપવા તેમજ સમર્થન આપવા અંગેના અમારા નિર્ણયને નક્કી કરતું કે પ્રમુખ પરિબળ હતું."
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plc ની છે, જે લન્ડન સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ છે. UBM Asia, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Priya Badshah
[email protected]
+91-22 6172 7353
Share this article