બેંગલોર, December 7, 2015 /PRNewswire/ --
- માનવીય જૈવ-સક્રિય પરિબળો સાથે તેનાં પ્રકારની સૌપ્રથમ ભારતીય સ્કિનકેઅર પ્રૉડક્ટ જે એન્ટિ-એજિંગ સારવારમાં ક્રાંતિ લાવશે.
- 5 વિશિષ્ટ લાભો ધરાવે છે એટલે કે (1) ઝીણી રેખાઓ અને કરચલીઓમાં ઘટાડો (2) ઘેરા ડાઘાઓમાં ઘટાડો/ગોરા બનાવે છે (3) ત્વચાના રંગની એકરૂપતા (4) ત્વચાની સ્થિરતામાં સુધારો (5) ત્વચાના હાઇડ્રેશનમાં સુધારો
- આંતરરાષ્ટ્રીય હવારહિત પેકમાં આવે છે જે ઉત્પાદનના ઉપયોગ દરમિયાન તેની અસરકારકતાને સુનિશ્ચિત કરે છે. ઠંડી અને સૂકી પરિસ્થિતિઓમાં આ ઉત્પાદન અઢાર મહિનાઓ સુધી સ્થિર રહે છે.
Cipla Ltd, એક વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપનીએ આજે જાહેરાત કરી હતી કે તેમણે એક નવીન '5 ઇન 1' એન્ટિ-એજિંગ સ્કિન કૅર પ્રૉડક્ટ Cutisera™ નો પ્રારંભ કર્યો છે જે Stempeutics દ્વારા વિકસિત કરવામાં આવી છે. Cutisera™ ને વૃદ્ધ થતી ત્વચાના કાયાકલ્પ માટે માનવ પુખ્ત સ્ટેમ સેલ્સમાંથી તારવેલા જૈવ-પ્રવૃત પરિબળોના ઉપયોગ વડે વિકસિત કરવામાં આવી છે. સક્રિય ઘટકોને ઇન વિટ્રો તેમજ ઇન વિવો અસરકારકતા માટે તપાસવામાં આવ્યાં છે. આ પ્રૉડક્ટને ડર્મેટોલૉજીકલ રીતે 3 મહિનાના સમયગાળા માટે વૃદ્ધ થતી ત્વચાના લક્ષણો ધરાવતાં માનવ સ્વયંસેવકો સાથે પરિક્ષણ કરવામાં આવી છે, જેમાં આ પ્રૉડક્ટને દિવસમાં બે વખત લગાવવામાં આવતી હતી. આ માનવીય અભ્યાસે Cutisera™ની અસરકારકતાને એક શક્તિશાળી અને તેમ છતાં શાંત એન્ટિ-એજિંગ સ્કિન કૅર પ્રૉડક્ટ જે ભારતીય મૂળની બધા જ પ્રકારની ત્વચા માટે યોગ્ય છે. આ ફૉર્મ્યુલેટેડ પ્રૉડક્ટ કોઇ સ્ટેમ સેલ ધરાવતી નથી.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150903/263587LOGO)
(Logo: http://photos.prnewswire.com/prnh/20150323/735846)
Cutisera™ ના પ્રારંભ પર ટિપ્પણી આપતાં, Mr. Chandru Chawla, Head of Cipla New Ventures, જણાવ્યું હતું કે, "Cutisera™ - આગામી પેઢીની બાયો-એંજિનિયર્ડ સ્કિન-કૅર પ્રૉડક્ટનો પ્રારંભ કરતાં અમે ખૂબ ઉત્તેજિત છીએ. જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ અને પર્યાવરણીય તનાવકારી કારકોના સંસર્ગમાં આવીએ છીએ, ત્વચાની અંદર રહેલાં માનવીય વૃદ્ધિના પરિબળોનું ઉત્પાદન ક્ષીણ બને છે, જે ત્વચાને વૃદ્ધ બનાવનારા લક્ષણોમાં વધારો કરે છે. Cutisera™ના રોજિંદા અનુપ્રયોગ દ્વારા આ પરિબળોને પુન: સ્થાપિત કરીને, નુકસાન પામેલા ત્વચાના કોષો રીપેર થાય છે જે ત્વચાના કાયાકલ્પમાં પરિણમે છે."
"અમે અમારા JV ભાગીદાર Cipla મારફત Cutisera™ નું માર્કેટિંગ કરતા આનંદ અનુભવીએ છીએ," Mr. BN Manohar, CEO of Stempeutics જણાવ્યું હતું. "ફિઝિશ્યન અને ગ્રાહકોનો ઉત્સાહ Cutisera™ માં પહેલાં જ ખૂબ ઉંચો હતો. Cutisera™ ને અનન્ય અને પ્રોપરાઇટરી પેટન્ટ-પેન્ડિંગ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવી છે જે એક પછી એક એમ દરેક બૅચમાં ચોક્કસ માત્રામાં વૃદ્ધિ પરિબળો અને સાઈટોકિન્સ ધરાવતાં સ્થિર પ્રમુખ ઘટકોનું ઉત્પાદન કરે છે. સાતત્યપૂર્ણ ઉચ્ચ ગુણવત્તા ઉત્પાદનમાં આ પરીણામોએ વૈશ્વિક સીમાચિહ્નો
સ્થાપ્યાં છે."
Dr. Jaideep Gogtay, Chief Medical Officer of Cipla એ, જણાવ્યું હતું, "સુધારવામાં આવેલ ટેક્નોલૉજી અને વધેલી સભાનતા લોકોને તેમની ત્વચા પ્રત્યે વધુ ચિંતિત બનાવી રહી છે, આ તેમને ત્વચાની સંભાળ લેનાર એવાં ઉત્પાદનો તરફ દોરી જાય છે જે માત્ર વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડે છે પરંતુ લાંબા સમય સુધી તેમના જુવાન દેખાવને પણ જાળવી રાખે છે. પહેલાં એ સમજવું જરૂરી છે કે વૃદ્ધત્વનું કારણ શું છે અને ત્યારબાદ તેની અંદર રહેલા કારણોની સાથે વ્યવહાર કરવો. Cutisera™ બરાબર એ જ કરે છે. તે નુકસાન પામેલી ત્વચાની સારવાર કરવામાં શરીરની કુદરતી જૈવિક મરામત પ્રકિયાને સહાયરૂપ બને છે અને વધુ નુકસાન થતું અટકાવે છે."
Cipla Limited વિશે:
Cipla એક વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની છે જે બધાં જ દર્દીઓની રોજિંદી જરૂરિયાતોને પૂરી પાડવા માટે અદ્યતન તકનીકી અને નવીનીકરણનો ઉપયોગ કરે છે. 80 વર્ષથી, Cipla ભારતમાં તેજ 150 કરતાં વધુ દેશોમાં સૌથી વધુ આદરણીય ફાર્માસ્યુટિકલ નામોમાંથી એક છે. અમારા પૉર્ટફોલિયોમાં વૈશ્વિક રીતે એક ગુણવત્તા માનક સાથે ઉપચારાત્મક શ્રેણીમાં 1500 કરતાં વધુ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. લાંબા ગાળાના ટકાઉક્ષમ કારોબાર કરતા કરતા, Cipla પોસાય તેવી દવાઓ પૂરી પાડવાની તેની ફરજને ધ્યાનમાં રાખે છે. દરદીઓ માટેની પહોંચ અંગે Cipla દ્વારા HIV/AIDSની સારવાર માટે સર્વપ્રથમ ફાર્માસ્યુટિકલ કંપની જે એક પ્રતિ દિવસ એક ડૉલર કરતાં ઓછા ખર્ચે આફ્રિકામાં ટ્રિપલ સંયોજન એન્ટિ-રેટ્રોવાઇરલ (ARV) પૂરી પાડવા અને તે રીતે 2001થી લાખો દરદીઓને સારવાર આપવા માટેની તેની ભૂમિકાને વૈશ્વિક માન્યતા મળી છે. Ciplaનું સંશોધન અને વિકાસ નવીન ઉત્પાદનો અને ઔષધ વિતરણ પ્રણાલીઓને વિકસિત કરવા પ્રત્યે ધ્યાન કેંદ્રિત કરે છે.
Stempeutics વિશે:
Stempeutics એ એક વિકસિત ચિકિત્સીય તબક્કાની બેંગલોર સ્થિત બાયોટેક કંપની છે. તેની સ્થાપના 2006માં Manipal Education and Medical Group (MEMG) દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર પછીથી 2009માં Cipla સાથે વ્યૂહાત્મક જોડાણમાં પ્રવેશી હતી. Stempeuticsની તાકાત અદ્યતન સંશોધન દ્વારા નવીનીકૃત સ્ટેમ સેલ ઉત્પાદનોને વિકસિત કરવામાં અને તેની ઉચ્ચ લાયકાત ધરાવતી ટીમના સમર્પિત પ્રયાસો દ્વારા ચિકિત્સકીય અનુપ્રયોગો છે. તેનું લક્ષ્ય ભારત પ્રથમ વિશ્વ પછીના અભિગમ સાથે અત્યાર સુધી પ્રાપ્ત નહીં થઈ શકેલી તબીબી જરૂરિયાતોના સંબોધન દ્વારા નવાં સ્ટેમ સેલ ઔષધો વિકસિત કરવાનું છે.
Manipal Education & Medical Group વિશે:
Manipal Education and Medical Group (MEMG) દેશમાં, શિક્ષણ અને આરોગ્યની સંભાળ સેવાઓના ક્ષેત્રે, વિશ્વભરમાં પોતાની પદછાપ ધરાવતાં અગ્રણી છે. MEMG, તેની સહાયક સંસ્થાઓ દ્વારા ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. તે મેડિકલ કૉલેજો, શિક્ષણ આપતી હોસ્પિટલો, અને તબીબી વિજ્ઞાન અને તકનીકી સંસ્થાઓ સહિત વિશ્વવિદ્યાલયો અને વ્યાવસાયિક સંસ્થાઓનું સંચાલન કરે છે જેના દ્વારા તે વિવિધ પ્રવાહોમાં સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી કાર્યક્રમો પૂરાં પાડે છે. તે એક સુવિધા વ્યવસ્થાપન કંપની પણ સંચાલિત કરે છે, Manipal Integrated Services (MIS) વિદ્યાર્થીઓના આવાસ અને છાત્રાલય વ્યવસ્થાપન અને અન્ય કેટલીક સેવાઓ સહિત ભોજન અને કેટરિંગ; એંજિનિયરિંગ અને જાળવણી અને સુરક્ષા અને હાઉસકીપિંગને આવરી લે છે. કંપની સ્વાસ્થ્ય સંભાળ સંસ્થાઓ, સુપર-સ્પેશ્યાલિટી કેર હોસ્પિટલો, ગ્રામ્ય મેટરનિટી અને બાળ કલ્યાણ ગૃહોનું પણ સંચાલન કરે છે. વધુમાં, કંપનીના સંશોધન કરે છે અને વિવિધ તબીબી તેમજ સારવાર ક્ષેત્રે સ્ટેમ સેલ તકનીકીઓને વિકસિત કરે છે. Manipal Education and Medical Group International India Pvt. Ltd ની સ્થાપના 1953માં કરવામાં આવી હતી અને તે બેંગલોર, ભારત સાથે શિક્ષણ કોલેજો અને પરિસરો સાથે એંટિગુઆ, દુબઈ, મલેશિયા અને નેપાળમાં ખાતે સ્થિત છે.
મીડિયા સંપર્કો:
Corporate Communications
Cipla
Charlotte Chunawala
Mobile: +91 7506257377
E-Mail: [email protected]
Pallavi Golar
Mobile: +91 9833641788
E-Mail: [email protected]
Vijayaraghavan
[email protected]
Mobile - +91-9535688118
General Manager - HR & Shared Services
Stempeutics Research Pvt. Ltd.
Share this article