મુંબઈ, December 4, 2015 /PRNewswire/ --
ASUS દ્વારા આજે એ પુષ્ટિ કરવામાં આવી હતી કે ZenTalk, ASUS મોબાઇલ પ્રોડક્ટ્સ વિશે વાતચીત કરવા, સંલગ્ન થવા, તેમના વિચારો, અભિપ્રાયો અને અનુભવોની ચર્ચા કરવા માટે ZenFans માટે સંરચિત કરવામાં આવેલ ફોરમ ભારતમાં 70K સબસ્ક્રાઇબર્સનું લક્ષ્ય હાંસલ કર્યું છે. ZenFans હવે ASUS' મોબાઇલ પ્રોડક્ટ્સ સહિત ZenFones, PadFones, FonePads, ZenPad series અને ZenUIથી સંબંધિત ગમે તે બાબતની ચર્ચા આ ફોરમ પર કરી શકશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20151203/10135944 )
ZenTalk સૌપ્રથમ વખત સપ્ટેમ્બર 2014માં શરૂ કરવામાં આવ્યું હતું અને વિશ્વભરમાં તેનાં 284,015 સક્રિય વપરાશકર્તાઓ હતાં. ભારતમાં, આ ફોરમને અધિકૃત રીતે માર્ચ 2015માં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેનાં પ્રત્યે જબરજસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ લક્ષ્ય પર ટિપ્પણી આપતાં, Mr. Peter Chang, Regional Head - South Asia & Country Manager - System Business Group - ASUS India એ જણાવ્યું હતું કે, "તે અમારા માટે મોટું છે. ભારતમાં 70K સબસ્ક્રાઇબર આધાર એટલે ભારતીયોની એક મોટી સંખ્યા અમારા ઉપકરણો અને સેવાઓનો ઉપયોગ કરી રહી છે જે વાજબી કિંમતો પર હાઇ-એન્ડ ઉત્પાદનોની લાક્ષણિકતાઓ અને ડિઝાઇન સંવેદનશીલતાઓ સાથે ઉપલબ્ધ છે. અમારા માટે ચોક્ક્સપણે આ એક ઉત્સાહજનક સમય છે અને ભારતમાં અમારી બ્રાન્ડ માટેની સમજશક્તિનું સમર્થન છે."
ZenTalkની પ્રમુખ લાક્ષણિકતાઓ:
વધુ માહિતી માટે, http://www.asus.com/zentalk/in/index_in.php ની મુલાકાત લો.
ASUS India Pvt. Ltd. વિશે
ASUS એ વિશ્વભરમાં ટોચની ત્રણ નોટબુકના વિતરક છે અને વિશ્વમાં સૌથી વધુ વેચાતા, સૌથી વધુ પુરસ્કારો જીતનારા મધરબૉર્ડ્સના નિર્માતા છે. નવા ડિજીટલ યુગમાં એક અગ્રણી ઉદ્યમ, ASUS એવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને સંરચના તૈયાર કરે છે જે આજના ડિજિટલ ઘરો અને કાર્યાલયોની જરૂરિયાતોને સંપૂર્ણ રીતે પૂરી પાડે છે અને તે પણ એવાં વિસ્તૃત પૉર્ટફોલિયો સાથે કે જેમાં મધરબૉર્ડ્સ, ગ્રાફિક્સ કાર્ડ્સ, ઑપ્ટિકલ ડ્રાઇવ્સ, ડિસ્પ્લેઝ, ડેસ્કટૉપ અને ઑલ-ઇન-વન પીસીઝ, નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ ઉકેલો, નેટવર્કિંગ ઉપકરણો, ટેબલેટ્સ, સ્માર્ટફોન્સ અને વિઅરેબલ્સનો સમાવેશ થાય છે. નવીનીકરણથી પ્રોત્સાહિત અને ગુણવત્તાને કટિબદ્ધ, ASUSએ 2014માં 4,326 પુરસ્કારો જીત્યાં છે અને તેનાં Eee PC™ સાથે પીસી ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે વિસ્તૃતપણે બિરદાવવામાં આવ્યું છે. ASUS વિશ્વકક્ષાના 5,200 એંજિનિયર્સની આર એન્ડ ડી ટીમ સાથે વિશ્વભરમાં 16,000 કરતાં વધુ કર્મચારીઓ ધરાવે છે. વર્ષ 2014માં કંપનીની આવક અંદાજે US$14.5 બિલિયન હતી.
મીડિયા સંપર્ક:
Manoj Kumar
[email protected]
+91-9818520082
Asus India Pvt Ltd.
Share this article