Food Ingredients India & Health Ingredients (Fi India & Hi) અને ProPak India તેમની વર્ચ્યુઅલ આવૃત્તિ લોન્ચ કરવા માટે તૈયાર છે
- Informa Markets in India દ્વારા ખોરાક, આરોગ્ય અને પેકેજીંગ માટે ભારતીય ઉપખંડોનો સૌથી વ્યાપક B2B શો
મુંબઈ, ઇન્ડિયા, Oct. 13, 2020 /PRNewswire/ -- Informa Markets in India આ વર્ષે Food Ingredients India & Health Ingredients (Fi India & Hi) અને ProPak Indiaના એક્સ્પો વર્ચ્યુઅલ ફોર્મેટમાં લાવવા માટે બધી રીતે તૈયાર છે. એકંદરે, બંને B2B શો ઉદ્યોગના ખેલાડીઓને ખોરાક અને આરોગ્ય ઘટકો, પ્રક્રિયા, તકનીકી અને પેકેજિંગથી સંબંધિત ઉત્પાદનો અને ઉકેલોની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. Fi India & Hi જયારે ઉદ્યોગને ઉચ્ચ ગુણવત્તાવાળા ઘટકોના સ્રોતની તક આપે છે ત્યારે ProPak India તેના ક્ષેત્રમાં દવાઓ, કોસ્મેટિક્સ, ઉપકરણો, ઓદ્યોગિક સિસ્ટમો અને મશીનરી જેવા ઉત્પાદનો માટે પેકેજીંગ સોલ્યુશન્સ લાવે છે.
આ ડિજીટલ કાર્યક્રમ Informa Markets in Indiaના 'વર્ચ્યુઅલ B2B ઉજવણી'નો એક ભાગ છે, જે 2020ના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ડિજિટલ એક્સપોઝ અને ઇ-કોન્ફરન્સનો શક્તિશાળી એરે છે. વર્ચ્યુઅલ B2B ઉજવણીની પહેલ જયારે અર્થતંત્ર પોતે પાટા પર પાછા આવવા માટે તૈયાર છે ત્યારે સંબંધિત સમુદાયોને અને વ્યવસાયોને લોકડાઉનની મર્યાદાઓને દૂર કરવા, વ્યવસાયિક ધ્યેયો પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને શક્તિશાળી ધાર પૂરી પાડશે.
Association of Food Scientists & Technologists (INDIA) (AFST - Mumbai Chapter), Indian Flexible Packaging & Folding Carton Manufacturers Association (IFCA), Authentication Solution Providers' Association (ASPA), All India Food Processors' Association (AIFPA), SIES School of Packaging, Indian Institute of Food Processing Technology (IIFPT), Suman Consultants, Health Foods and Dietary Supplements Association (HADSA) દ્વારા સમર્થિત Fi India and Hi અને ProPak Indiaનો વર્ચ્યુઅલ એક્સ્પો ખોરાક, આરોગ્ય અને પેકેજીંગ સમુદાયોથી સંબંધિત પ્રખ્યાત બ્રાન્ડ્સ, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને સાથે લાવશે. વર્ચ્યુઅલ ઉદ્દઘાટનમાં Smt. Rita Teotia, ચેરપર્સન - FSSAI; Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India અને Mr. Rahul Deshpande, ગ્રુપ ડિરેક્ટર - Ingredients Portfolio, Informa Markets in Indiaની હાજરી ચિન્હિત કરવામાં આવશે.
Fi India & Hi અને ProPak India Virtual Expoની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India, એ કહ્યુ, "કોવિડ-19ની વિકસિત અસરો સમુદાયમાં ફેલાય છે, અને વ્યવસાયોની દુનિયા અને કાર્યસ્થળો રોગચાળમાંથી બહાર નીકળવાનું તેમની મુસાફરીનો હાલમાં એક મહત્ત્વનો મુદ્દો છે. રોગચાળાને લીધે ગ્રાહકોની ખાદ્ય પસંદગીઓના સંદર્ભમાં ઝડપી ફેરફારોનું નિદર્શન પણ કરવામાં આવ્યું છે. ખાવાની રીત, ખાદ્ય વપરાશ પ્રત્યેની સંપૂર્ણ ભૂખ, સ્વચ્છતાની આસપાસ ફરતી નવી ચિંતાઓ, વ્યક્તિગત સલામતી અને સામાજિક અંતરનાં ધારાધોરણોએ સીધા અને આડકતરી રીતે ખાદ્ય પદાર્થોના ઉદ્યોગને અસર કરી છે. આ ફેરફારો સાથે, અમે આવતા વર્ષોમાં તેજી જોવા માટે આરોગ્ય, પોષક અને રોગપ્રતિકારક શક્તિવાળા ખોરાકનું પૂર્વાનુમાન કરીએ છીએ. જ્યારે ભારતને સંપૂર્ણ કૃષિ આબોહવા, નવીનતા, તકનીકી, માનકીકરણ અને અનુકૂળ પર્યાવરણના આશીર્વાદ મળ્યા છે,કે જે હજુ પણ સમયની જરૂરિયાત છે. લાંબાગાળે, ભારતને ભારત સરકારની આત્મનિર્ભારતા યોજનાથી ઉત્પન્ન થતી ઘણી તકો પણ મળશે જેમકે તે અનુકૂળ વાતાવરણ બનાવશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિઓ અને ઇક્વિટીની દ્રષ્ટિએ વધુ સ્નાયુ શક્તિ પ્રદાન કરશે. આ વર્ષે તેના વર્ચુઅલ અવતારમાં Fi India & Hi માટેનો ઉદ્દેશ ફૂડ પ્રોસેસિંગ તકનીક અને ખાદ્ય પદાર્થોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની રજૂઆત કરવાનો છે અને બદલામાં, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ભારતના વ્યાપક અને વિશાળ કાચા માલના આધારને લાભ આપવામાં મદદ કરવાનો છે."
"પેકેજીંગ ઉદ્યોગ, ખાસ કરી ખાદ્ય ક્ષેત્રમાં, રોગચાળા વચ્ચે સ્વચ્છતા અને ટકાઉપણું અંગે ધ્યાન ખેંચ્યુ છે. 2 દિવસીય ProPak India વર્ચ્યુઅલ એક્સ્પો કે જે Fi India and Hi સાથે સહ-સ્થિત છે તે વિશ્વની વર્તમાન પરિસ્થિતિ માટે સમયસર અને યોગ્ય છે, કે જયારે આ સમય દરમિયાન પેકેજિંગ ઉત્પાદકો વિશ્વના ઘણા ભાગોમાં સાઇટ પર ઉત્પાદન ઘટાડવાની સાથોસાથ સપ્લાય ચેઇન વિક્ષેપનો સામનો કરી રહ્યા છે. એક્સપોઝ વિવિધ નેટવર્કિંગ પ્રવૃત્તિઓ દ્વારા સતત જોડાણ સુનિશ્ચિત કરશે અને ખાદ્ય પદાર્થો, પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગોમાં વિકસિત પડકારો અને ઉકેલોની કોન્ફરન્સિસ દ્વારા ચર્ચા કરશે." એમ તેમણે ઉમેર્યુ.
Fi India and Hi
Fi India and Hi, બે દિવસીય વર્ચુઅલ એક્સ્પોમાં ટોચના ઉત્તમ બ્રાન્ડ્સ દર્શાવશે જેમકે Ajanta Chemical Industries, Ajanta Food Products Company, Azelis (India) Private Ltd, Brenntag Ingredients (India) Pvt Ltd, Cargill India Pvt. Ltd., Gujarat Enterprise, Hexagon Nutrition Pvt Ltd, Mintel (Consulting) India Pvt Ltd, Roquette India Pvt Ltd અને Universal Oleoresins. એક્સ્પો ખાતેના ઉત્પાદનોમાં ખોરાક અને આરોગ્ય ઘટકો, સ્પાઇસ ઓઇલ્સ, ઓલિઓર્સિન્સ, નેચરલ કલર, પ્લાન્ટ આધારિત સ્પેશિયાલિટી ફૂડ અને પોષણ તત્વો વગેરેનો સમાવેશ થાય છે.
સતત વિકસિત ખાદ્ય ઉદ્યોગ ખાદ્ય પદાર્થોના ઉદ્યોગને હકારાત્મક અસર કરી રહ્યો છે. કાર્યાત્મક ખાદ્ય પદાર્થોના બજારમાં વધતી નવીનતાઓ અને વિકાસ સાથે બજારનો વિકાસ થઈ રહ્યો છે. Fi India and Hi પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વકતાઓની સાથે એક્સ્પોની સાથેસાથે 2 દિવસની કોન્ફરન્સિસ અને અગ્રણી બ્રાન્ડ દ્વારા પ્રોડક્ટ શોકેસ અને વર્કશોપ્સનું આયોજન કરશે. કોન્ફરન્સિસ ખાતે ધ્યાનમાં લેવામાં આવનાર વિષયો હશે: ' તંદુરસ્ત હાર્દિક નાસ્તો : ફોર્મ્યુલેશન દ્વારા નવીનતા'; 'પ્લાન્ટ આધારિત ક્રાંતિ અને ભારત માટે તક'; ' ન્યુટ્રાસ્યુટિકલ ઉદ્યોગ પર ગ્રાહક વર્તણૂકની અસર- રોગચાળાની વચ્ચે અને પછી'; 'પ્લાન્ટ આધારિત પૂરક અને અર્કના વર્તમાન પ્રવાહો અને ભવિષ્યની સંભાવના'; 'કોવિડ-19 પછીના વિશ્વમાં સ્વાસ્થ અને સુખાકારી'; 'ખાદ્ય ઉદ્યોગમાં બ્લોકચેન'; 'AFSTIદ્વારા ક્યુરેટ કરેલ ખાદ્ય ઉત્પાદનમાં નવા ઘટકો અને તેમની એપ્લિકેશન'; 'ઘટકોમાં શરૂઆત'; 'ન્યુટ્રાવા સાઇટ્રસ ફાઇબર- એક સ્વચ્છ લેબલ સોલ્યુશન'; 'પ્લાન્ટ આધારિત સોલ્યુશન્સનું બૂન - પ્લાન્ટ પ્રોટીન, ખાંડ વિકલ્પો અને ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્બ્સ પર ફોકસ કરવું'; 'તમારા ખાદ્ય ઉત્પાદનો માટે તેજસ્વી, સારો અને નવો દેખાવ'; જેવા અમુક.
કોન્ફરન્સિસ ખાતેના અમુક મુખ્ય વક્તાઓમાં સમાવિષ્ટ છે Dr. J L N Shastri - સીઈઓ-મેડિસનલ પ્લાન્ટ બોર્ડ, ભારત સરકાર; Mr. Vinay Kumar - વીપી - તકનીકી અને નિયમનકારી, Amway India; Mr. Barney LIU, કન્ટ્રી મેનેજર એશિયા, Brenntag; Dr. Vaibhav Kulkarni- સિનિયર ડિરેક્ટર, Abbott Nutrition; Dr. Arun Gupta - હેડ - તબીબી બાબતો અને ક્લિનિકલ સંશોધન, Dabur India Ltd જેવા અમુક.
ProPak India
ProPak વર્ચ્યઅલ એક્સ્પો આ કંપનીઓ દર્શાવશે જેમકે - V-Shapes, Koch Pac-System / Uhlmann India Pvt. Ltd., Mespack India અને Emerge Glass. તેમાં ઉત્પાદનોના એકીકૃત પ્રક્રિયા સહિતના ઉત્પાદનો અને ખોરાક, ફાર્મા, વ્યક્તિગત કાળજી, કોસ્મેટિક્સ, ઓદ્યોગિક અને ગ્રાહક માલ ઉદ્યોગ માટેના ઉત્પાદનોના અંતિમ પેકેજિંગ સુધીના ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવશે.
ProPakમાં પણ બે દિવસીય ક્ન્ફરન્સિસનો સમાવેશ થશે જે Fi India and Hi સાથે સમાંતર ચાલશે. તે નીચેના મુદ્દાઓને હાઇલાઇટ કરશે જેમકે ' ડિહાઇડ્રેશન ટેકનોલોજી અને વૈશ્વિક તકો'; 'આત્મનિર્ભાર ભારત હેઠળ સહયોગ અને તકનીકી સ્થાનાંતરણની તકો'; 'કોરોના રોગચાળો દ્વારા પડકારો અને તકો'; 'નિયમો અને ટકાઉ પેકેજિંગ' જેવાં અમુક.
કોન્ફરન્સિસા ખાતેના અમુક મુખ્ય વક્તાઓમાં અમાનો સમાવેશ થાય છે - Mr. Sagar Kurade - એમડી, Suman Food Consultants; Dr Sauro Mezzetti, માન. કોન્સ્યુલ, Consulate General of Italy (South East India), ચેરમેન - Indo-Italian Chamber of Commerce and Industry (Southern Region); Mr. Rajesh Nath, મેનેજીંગ ડિરેક્ટર, VDMA India; Mr. Mark A. Rosmann - કૃષિ જોડાણ, U.S. Department of Agriculture; Dr. Irmia Katamgari. આસિસ્ટન્ટ ડિરેક્ટર, FSSAI; Mr. Vinay Bhardwaj – વાઇસ પ્રેસિડેન્ટ, Siegwerk India અને Mr. Arvind Sekhar - સીઈઓ, Sai Packaging જેવાં અમુક.
રજીસ્ટર કરવા માટે, મહેરબાની કરી નીચેની લિંક પર ક્લિક કરો - https://bit.ly/36OqqP9
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની
મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - https://www.informamarkets.com/en/regions/asia/India.htmlની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે મહેરબાની કરી અહીં સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1310045/Fi_India_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1310048/ProPak_India_Logo.jpg
Share this article