Facilities Show India તેની વર્ચ્યુઅલ આવૃત્તિની શરૂઆત કરે છે
- ફેસિલિટી મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ અને સેવાઓ માટે Informa Markets in India દ્વારા ઇન્ટરનેશનલ ફેસિલીટીઝ મેનેજમેન્ટ એસોશિયેશન સાથે ભાગિદારીમાં ભારતનો પ્રિમિયર એક્સ્પો અને કોન્ફરન્સિસ
મુંબઈ, ભારત, Nov. 25, 2020 /PRNewswire/ -- Informa Markets in India (ભૂતપૂર્વ UBM India), ભારતના અગ્રણી B2B કાર્યક્રમ આયોજકે યુકેના 'Facilities Show'ની ભારતમાં વર્ચ્યુઅલ શરૂઆતની જાહેરાત કરી છે. 26મી -27મી નવેમ્બર 2020 માટે ફેસિલીટી મેનેજમેન્ટ સપ્લાયર ઉદ્યોગ માટે આયોજીત, 'Facilities Show India' સુવિધાઓ અને ક્ષેત્ર સેવા વ્યવસ્થાપન વ્યાવસાયિકો માટે હજારો મુલાકાતીઓને ક્ષેત્રની અંદર નવીનતાઓ, ઉકેલો અને વિચારોની રજૂઆત કરી અને ઉદ્યોગના નેતાઓ સાથે તેમને જોડવામાં વૈશ્વિક કેન્દ્ર તરીકે કાર્ય કરશે.
FM તરીકે પણ ઓળખાતા, Facilities Management બનેલ વાતાવરણનું કાર્ય, આરામ, સુખાકારી, સલામતી અને ઉત્પાદકતા - ઇમારતો અને આધારો, માળખાકીય સુવિધાઓ અને સ્થાવર મિલકતને સુનિશ્ચિત કરવા માટે વિવિધ શાખાઓ અને સેવાઓનો સમાવેશ થાય છે. FMને બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે – હાર્ડ ફેસિલીટી મેનેજમેન્ટ અને સોફ્ટ ફેસિલીટી મેનેજમેન્ટ સેવાઓ. હાર્ડ FM પ્લમ્બિંગ, હીટિંગ અને કૂલિંગ, એલિવેટર જેવી ભૌતિક સંપત્તિ સાથે કામ કરે છે. સોફ્ટ FM કસ્ટોડિયલ સેવાઓ, લીઝ એકાઉન્ટિંગ, કેટરિંગ, સિક્યુરિટી, આધાર બનાવવા જેવા લોકો દ્વારા કરવામાં આવતા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અસોશિયેસન જેવાંકે TELMA અને APSA, વર્ચુઅલ શો સ્થાનિક અને વૈશ્વિક ઉત્પાદકો, સપ્લાયર્સ, કન્સલ્ટન્ટ્સ, સર્વિસ પ્રોવાઇડર્સ અને વિવિધ સુવિધાઓ મેનેજમેન્ટ ક્ષેત્રના નિર્ણય કરનારાઓને એકસાથે લાવશે કે જે બજાર શોધશે અથવા નવીનતમ ઉત્પાદનો અને સેવાઓ મેળવશે. તે કારકિર્દીના વિકાસ, નેટવર્કિંગ અને ઓફિસ ડિઝાઇન અને જાળવણીથી લઈને સ્માર્ટ ઉર્જા અને લાઇટિંગ સુધીના ક્ષેત્રોમાં સોર્સિંગ માટે ખર્ચ અસરકારક ઉકેલોને સરળ બનાવશે. ગ્રીન એનર્જી વ્યવસ્થાપન અને સ્માર્ટ ઇમારતો જેવી નવી તકનીકીઓથી તકોની સંપત્તિ ઉભી કરે છે, આ શો વ્યાવસાયિકોને શિક્ષણ અને વિચારશીલ નેતૃત્વની પહોંચ આપશે જેથી તેઓ સતત બદલાતાં પરિદ્રશ્ય સાથે જોડાઈ શકે.
વર્ચ્યુઅલ સ્વરૂપમાં Facilities Show Indiaના લોન્ચ પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "ફેસિલીટી મેનેજમેન્ટ ઉદ્યોગ રોકાણ પર મહત્તમ વળતર આપવાનું છે. વિશ્વભરની કંપનીઓ તેમની સંપત્તિ વધારવા, ગ્રાહક સંબંધોને સુધારવા અને તેમના કાર્યસ્થળોને વધુ આનંદદાયક અને ઉત્પાદક બનાવવા માટે તેમજ તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે વારંવાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેના મૂળમાં, સુવિધા વ્યવસ્થાપન ઉદ્યોગ રોકાણના મહત્તમ વળતર અંગેનો છે. વર્તમાન સ્થિતિમાં, કંપનીઓ સતત વૃદ્ધિ માટે જરૂરી સાધનોમાં રોકાણ કરવામાં કચાસ રાખતી નથી. ભારતીય ફેસિલીટી મેનેજમેન્ટ બજાર 2019 માં 150 અબજ ડોલરની કિંમત પર પહોંચી ગયું છે. 2020-2025 ની આગાહી અવધિમાં ઉદ્યોગ ઝડપી ગતિથી વૃદ્ધિ થવાની અપેક્ષા છે, 2025 સુધીમાં 20% CAGRથી વધીને 406 અબજ ડોલરની કિંમત સુધી પહોંચવાની અપેક્ષા છે. આવા વધતા જતા વિસ્તરણ સાથે, ફેસિલીટી મેનેજમેન્ટને સ્પોટલાઇટમાં મૂકવું તે અમારા માટે સંપૂર્ણ અર્થપૂર્ણ છે. ફેસિલીટી શોની વર્ચ્યુઅલ આવૃત્તિ ભારત દેશમાં લાવવું એ સુવિધાઓ મેનેજમેન્ટના નિર્ણાયક મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વ્યવસાયિક કામગીરીને સુવ્યવસ્થિત કરવા Informa Markets in Indiaના ઘણા પ્રયત્નો પૈકી એક છે. આ શો જ્ઞાનના અંતરને પૂર્ણ કરશે અને સુવિધા સંચાલનની ઘણી સમજઓ કે જેને હજી સ્પર્શ પણ નથી થયો તે ઓફર કરશે."
વર્ચ્યુઅલ એકસ્પો ટોપની નોચ બ્રાન્ડ જેમકે WEWORK, 3M INDIA, MALLCOM, HELIX SENCE, ABACUS INFOTECH, 75 F, MoveInSync વગેરેને દર્શાવશે અને IFMA Global 2020ની વર્ચ્યુલ આવૃત્તિ પણ જોશે. ઉચ્ચ સ્તરીય વર્ચુઅલ કોન્ફરન્સ સ્થાનિક અને વૈશ્વિક ચિંતન નેતાઓ અને નિષ્ણાતોને સંગઠિત સંસ્કૃતિ, વ્યવસાય સાતત્ય, કાર્યસ્થળમાં પરિવર્તન, કર્મચારીની સુખાકારીના સંદર્ભમાં વિવિધ સંગઠિત ક્ષેત્રો પર તેમની આંતરદૃષ્ટિ શેર કરવા માટે ભેગા કરશે. મહત્વના ક્ષેત્રોમાં સમાવિષ્ટ છે : કામનું ભવિષ્ય, કાર્યસ્થળ પરિવર્તન દ્વારા કર્મચારીનો અનુભવ અને સંગઠનાત્મક સંસ્કૃતિનું નિર્માણ, વ્યાપાર સાતત્ય, નવી દુનિયામાં FM કેવી રીતે પહોંચાડવામાં આવશે, આરોગ્ય સંભાળ: કાર્યસ્થળ પર કામ કરવાની, આરોગ્ય અને સુખાકારીની નવી રીતો, કાર્ય અને કાર્યસ્થળની ડિઝાઇનનો બદલાતો ચહેરો – ફેસિલીટીના ભવિષ્ય માટે નવીનીકરણ, અગ્રણી અને વિકાસશીલ ઉભરતા FM, FM વિશેષતા - ફેરફારો અને નવીનતાઓનું અન્વેષણ.
કોન્ફરન્સ ખાતે અગત્યના વકતાઓમાં સમાવિષ્ટ છે : Mr. Peter Ankerstjerne, FM & Experience Services JLL, IFMA બોર્ડના અધ્યક્ષ; Mr. Sandeep Sethi, મેનેજીંગ ડિરેક્ટર, Corporate Solutions - West Asia, JLL; Mr. Mahantesh Mali, સિનિયર વીપી – રિયલ એસ્ટેટ ઓપરેશન, Nucleus Office Parks, Blackstone Portfolio Company; Mr. Sumeet Sharma, ગ્લોબલ કોન્ટ્રાક્ટ્સ ડિરેક્ટર, Capgemini ગ્રુપ ખાતે કાર્યસ્થળની સેવાઓ; Mr. Aman Dutta, EY Consulting ભાગીદાર, Chris Hood, Advanced Workplace Associates (AWA)ના ડિરેક્ટર; Maj. Bijay Mukherjee - હેડ - Corporate Workplace Solutions, Cognizant Technologies; Dr. Shalini Lal - સંસ્થાકીય સલાહકાર; Mr. Shravan Bendapudi – સ્ટુડિયો ડિરેક્ટર, Gensler; Mr. Parthajeet Sarma, કાર્યસ્થળ પરિવર્તન નિષ્ણાત, Workplace Evolutionaries (WE) હબ લીડ, Chevening scholar; Mr. Asan Dasari, સિનિયર ડાયરેક્ટર, Global Real Estate, NTT Data Services; Mr. Peter Andrews; એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, CBRE Workplace Strategy Centre of Excellence, APAC; Mr. Arunjot Singh Bhalla મેનેજીંગ ડિરેક્ટર India, RSP Architects Planners Engineers; Mr. Keith Monteiro- વરિષ્ઠ ઉપપ્રમુખ, Reliance Industries Ltd.; Mr. Amitabh Satyam, ચેરમેન, Smart Transformations અન્યોની સાથે.
શો અને ઉદ્યોગની જાહેરાત પર બોલતાં, Mr. Peter Ankerstjerne, ગ્લોબલ લીડ, FM & Experience Services JLL & Board IFMAના ચેરમેને કહ્યુ, "ફેસિલીટી મેનેજમેન્ટના વ્યવસાયિકો માટે નેતૃત્વ દર્શાવવા માટે આનાથી સારો સમય બીજો ક્યારેય નથી રહ્યો. ટકાઉપણું અને સુખાકારી પર ભાર મૂકતાં આપણા વ્યવસાયો અને સમુદાયોના નિર્માણમાં અમારો ઉદ્યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. કોવિડ-19એ આપણી જીંદગી અને કાર્ય કરવાની રીત માટે મૂળભૂત પ્રશ્નો ઉભા કર્યા છે. પરિણામે, આપણી પાસે અર્થપૂર્ણ પ્રગતિ કરવાની સામૂહિક ઇચ્છા છે. મુખ્ય ફેરફાર ક્યારેય સરળ નથી હોતાં; જ્યારે આપણે ટીમ તરીકે કામ કરીએ ત્યારે નવા આધારો પર કામ કરવાનું હળવું બને છે. રોગચાળાના લાંબા ગાળાની અસરો આપણને પણ સમાન જ અસર કરે છે – ભારતથી લઈ, નેધરલેન્ડ, થી વોશિગ્ટન ડીસી - જે આપણા વ્યવસાયને નવી, ભાવિ સ્થિતિ સાથે મળીને તૈયાર કરવાની તક સાથે આપે છે."
"આ વર્ચુઅલ એક્ઝિબિશન અને ઇ-કોન્ફરન્સ માર્કેટ બદલાવોને પહોંચી વળવા, પડકારોને સંબોધવા અને જોડાણ કરવા, પ્લેટફોર્મ પ્રદાન કરી વ્યૂહરચનાને આગળ ધપાવવાનો પ્રયાસ છે." એમ તેણે ઉમેર્યુ.
હાલના ઉદ્યોગના રિપોર્ટ મૂજબ, Facilities Management ઉદ્યોગ ભારતમાં ઇન-હાઉસ ક્ષેત્ર દ્વારા પ્રભૂત્વ ધરાવે છે; આમછતાં, આ સેવાઓ વધુને વધુ આઉટસોર્સ કરવામાં આવી રહી છે. સંકલિત ફેસેલિટી મેનેજમેન્ટ માટેની વધતી માંગ પણ ઉદ્યોગની વૃદ્ધિ તરફ દોરી રહી છે. જ્યારે હાલમાં, ઉદ્યોગ ખૂબ જ ખંડિત છે અને અસંગઠિત નાના ઓપરેટરો દ્વારા તેના પર વર્ચસ્વ છે, આગામી વર્ષોમાં ઉદ્યોગ વધુ સંગઠિત બને તેવો અંદાજ છે. કોર્પોરેટ ઓફીસો જેમકે, IT, BPO, અને BFSI વિભાગો ઝડપથી તેમની સેવાઓ આઉટસોર્સિંગ કરવા તરફ વધી રહ્યા છે, આમ, ભારતમાં ઉદ્યોગ વૃદ્ધિ તરફ જાય છે. આ ઉદ્યોગ મુખ્યત્વે ટાયર 1 અને મેટ્રો શહેરોમાં કેન્દ્રિત છે. પૂણે અને મુંબઇમાં ઉદ્યોગમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. વૈશ્વિક પણ, કંપનીઓ દ્વારા સેવાઓના વધતા આઉટસોર્સિંગ દ્વારા સંચાલિત, ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. ઉદ્યોગને એશિયા પેસિફિક ક્ષેત્રમાં સંકલિત ફેસિલીટી મેનેજમેન્ટ માટેની વધતી માંગ દ્વારા પણ ટેકો મળી રહ્યો છે. ભારત અને ચીન જેવા વિકસતા અર્થતંત્ર દ્વારા સંચાલિત એશિયા પેસિફિક ક્ષેત્ર પણ ઉદ્યોગ માટે સૌથી ઝડપથી વિકસિતું ક્ષેત્ર છે. આ ક્ષેત્રોમાં ઝડપથી વધતી વસ્તી બજારના વિકાસને પણ વેગ આપે છે.
રજીસ્ટર કરવા માટે, મહેરબાની કરી નીચેની લિંક પર ક્લિક કરો - https://bit.ly/3fbdEN5
Facilities Show India ખાતે ઉદ્યોગના બોલ:
Raghuvinder Singh Pathania, હેડ ઓફ ઓપરેશન, WeWork India
"કંપનીઓ જે રીતે તેમના કાર્યસ્થળોનો ઉપયોગ કરે છે તેને રોગચાળાએ ચોક્કસપણે અસર કરી છે. એમ કહ્યા પછી, અમે માનીએ છીએ કે પ્રવર્તમાન કટોકટીએ નવીન ઉકેલો અને કાર્ય પ્રથાને જન્મ આપ્યો છે, અને ફેસિલીટી મેનેજમેન્ટે તેને સક્ષમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું IFMA અને Facilities India Virtual Expo સાથે આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વિકાસની ચર્ચા કરવા કે જે કાર્યના ભાવિને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં મદદ કરશે તેને માટે ભાગીદારી કરવા આતુર છું."
Mr. Gaurav Burman, APAC પ્રેસિડેન્ટ - 75F
"જેમ વિશ્વ કોવિડ- પછી વિશ્વ ધીમે ધીમે તેમની સુવિધાઓ ફરી શરૂ કરવા તરફ આગળ વધવા તરફ પ્રગતિ કરે છે, તેમ ટેકનોલોજી અને સહકાર બદલાયો છે. Facilities Virtual Expo જેવું ડિજીટલ પ્લેટફોર્મ કે જે ફકત જ્ઞાન અને અમારી આધુનિકતા જ શેર કરવા નહિ પરંતું સાથે સાથે બધા FM ભાગીદારોને શીખવા અને અપગ્રેડ થવા્ની તક આપે છે. આ વ્યહવારિક કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છીએ!"
Mr. Jatin Mehta - સીઈઓ, Abacus Infotech
"આ રોગચાળાની પરિસ્થિતિમાં વર્ચુઅલ એક્સ્પો ખૂબ જ સારો વિચાર છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ગ્રાહકો અને વિક્રેતાઓને એક જ પ્લેટફોર્મ પર જોડી શકાય છે. ગ્રાહકો તેમના ડેસ્ક પર જ નવીનતમ ટેકનિકલ અપડેટ મેળવી શકે છે. આ તેમના મુસાફરીનો સમય બચાવશે અને મર્યાદિત વિક્રેતાઓ સાથે યોગ્ય ઉત્પાદનો / ટેકનિકલ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વર્ચુઅલ એક્સ્પોમાં બૂથના લોકોની સંખ્યા પર કોઈ પ્રતિબંધ હોતો નથી, તેથી વિક્રેતા દરેક ગ્રાહક માટે માર્કેટિંગ વ્યક્તિને સોંપી શકે છે, અને તેઓ ઓનલાઇન દરેક ગ્રાહકની પૂછપરછમાં હાજર રહી શકે છે. મને લાગે છે કે દરેકને નવી ટેકનોલોજી સાથે કામ કરવું પડશે અને મને ગાઢ વિશ્વાસ છે કે આ એક્સ્પોનો લાભ ગ્રાહકો તેમજ કંપની કે જેઓ આ એક્સ્પોમાં ભાગ લઈ રહ્યા છે તેમને બધાને થશે. આપ સૌને શુભેચ્છાઓ અને આ કાર્યક્રમને સફ્ળતા મળે એવી અમને આશા છે."
Mr. Rana Rajvinder Singh, ઓપરેશન અને ગ્રાહક સફળતા ડિરેક્ટર, Helix Sense Technologies Pvt. Ltd.
"Facilities Virtual Expoએ કોવિડ-19 હોવા છતાં, FM/PM સમુદાય માટે જોડાણ કરવા અને તેમની ક્ષમતાઓ દર્શાવવા શાનદાર તક ઉભી કરી છે, અમે આ કાર્યક્રમનો ભાગ બની સફળ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઇએ છીએ."
Mr. Rana Das, સહયોગી ઉપ પ્રમુખ - બ્રાન્ડેડ વેચાણ, Mallcom India Ltd.
"Mallcom, અગ્રણી ઉત્પાદકો, નિકાસકારો અને વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોની વ્યાપક શ્રેણીના વિતરક IFMA ગ્લોબલ ઇન્ડિયા સાથે સહયોગી થવા અને 26મી-27મી નવેમ્બર 2020 Facilities India Virtual Expoના સિલ્વર સ્પોન્સર બનવામાં ગર્વ અનુભવે છે."
Mr. Deepesh Agarwal, સહ-સંસ્થાપક અને સીઈઓ, MoveInSync Technology Solutions.
"કોવિડ-19એ ફેસિલીટીઝ મેનેજમેંટને આજે દરેક સંગઠનનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું છે. અમને પણ આ જ દુવિધાનો સામનો કરવો પડ્યો અને નવીન સમાધાન શોધવા પણ દબાણ મળ્યુ. હું અમારૂ પોતાનું સોલ્યુશન, હાઇબ્રીડ કાર્યસ્થળોનું સંચાલન કરવા માટે, WorkInSync શેર કરવા માટે Facilities Virtual Expoની રાહ જોઉં છું. અમે WorkInSync શોકેસ કરવા માટે વધુ સારા તબક્કાની રાહ જોઇ શક્યા ન હતાં."
Mr. Pawan Kumar Singh, દેશના વ્યાપારિક નેતા, TEBG, 3M India Ltd.
"Virtual Expo કોવિડ-19ની સ્થિતિમાં ઉદ્યોગ અને સમુદાયને સાંકળવાનો નવો માર્ગ છે. અમે Facilities India Virtual Expo | 2020 ખાતે સફળ વર્ચ્યુઅલ કાર્યક્રમ માટે સુવિધા સંચાલન વ્યવસાયિકો સાથે ભાગ લેવાં અને જોડાવા માટે રાહ જોઇએ છીએ."
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - www.informa.com ની મુલાકાત લો
IFMA વિશે
IFMA India સુવિધા વ્યવસ્થાપન બજારની વધતી માંગને પહોંચી વળવા સહાય માટે શૈક્ષણિક, માહિતીપ્રદ અને નેટવર્કિંગ સેવાઓ, પ્રોગ્રામ્સ અને લાભો લાવે છે. IFMA બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી અને મુંબઇમાં સ્થાનિક ચેપ્ટર નેટવર્કિંગ જૂથો છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં એસોસિએશનના ગ્લોબલ હેડક્વાર્ટરના કર્મચારીઓ સાથે સીધા જ જોડાનારા બેંગાલુરુ સ્થિત કર્મચારી છે. તમારી પાસે સુવિધા મેનેજર તરીકે વર્ષોનો અનુભવ હોય કે વ્યવસાયમાં નવા હોવ, તમે IFMA દ્વારા તમને તમારી કારકિર્દી અને વ્યવસાયમાં વૃદ્ધિ માટે મૂલ્યવાન તકો મળશે.
કોઇપણ મિડિયા પ્રશ્નો માટે, મહેરબાની સંપર્ક કરો:
Roshni Mitra - [email protected]
Mili Lalwani - [email protected]
લોગો: https://mma.prnewswire.com/media/1339726/Facility_Virtual_Expo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article