Delhi Jewellery and Gems Fair તેની 8મી આવૃત્તિમાં ચળકાટ પાથરે છે
જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગની 650 થી વધુ અગ્રણી બ્રાન્ડ્સ અને 300 થી વધુ પ્રદર્શકો સાથે એક સાથે આવ્યા
નવી દિલ્હી, Oct. 15, 2019 /PRNewswire/ -- ઉત્તર ભારતના સૌથી મોટા ત્રણ દિવસીય Delhi Jewellery & Gems Fair (DJGF) 2019 નું, ભારતમાં Informa Markets (અગાઉ UBM India) - અગ્રણી B2B ઇવેન્ટ્સના આયોજક દ્વારા આયોજિત, 30 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં સફળતાપૂર્વક સમાપન થયું. આ ઇવેન્ટમાં 10 દેશોના 300 થી વધુ પ્રદર્શકો અને 650 બ્રાન્ડની સહભાગિતા નોંધાઈ હતી.
આ એક્સ્પોનું ઉદઘાટન વિશિષ્ટ મહેમાનો દ્વારા કરાયું હતું જેમાં બોલિવૂડ સેલિબ્રિટી Radhika Apte; Mr. Yogesh Singhal - પ્રેસિડેન્ટ, The Bullion and Jewellers Association; Mr. Michael Duck - એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ Asia Informa Markets Group ચીન માટેના મુખ્ય પ્રતિનિધિ; Mr. Yogesh Mudras, ઉત્તર ભારત, GJEPC ના રિજનલ ચેરમેન; Mr. Yogesh Mudras, ભારતમાં Informa Markets ના મેનેજિંગ ડિરેક્ટર અને Mr. Abhijit Mukherjee - ભારતમાં Informa Markets ના ગ્રુપ ડિરેક્ટર શામેલ હતા.
ફેરના ઉદ્ઘાટન વખતે અભિનેત્રી Radhika Apte એ કહ્યું હતું કે, "મોટા ભાગની સ્ત્રીઓની જેમ મને પણ જવેલરી ગમે છે. હું મારી માતા અને દાદી પસંદ કરતા હતા તેવી વિન્ટેજ્ ટચ ધરાવતી જૂની જવેલરી પસંદ કરું છું. આ વર્ષે પણ, પરંપરાગત અને ક્લાસિક જવેલરી સાથે તેના વિવિધ પ્રકારો સાથેના ક્લાસિક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિવિધ ડિઝાઇનમાં નૅકલેસીસ, એન્કલેટ્સ, કમરના પટ્ટા ઘણી ઊંચી ડિમાન્ડમાં છે. આધુનિક સમયમાં, જવેલરી વિકસિત થઈ છે અને હવે તેનું મહત્વ ભાવનાત્મક મૂલ્ય, ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ નિર્માણ કરવાનું છે. તેથી, યોગ્ય જવેલરી પસંદ કરવી આવશ્યક છે. ફેશનના વલણો વારંવાર બદલાતાની સાથે, તમારે ક્લાસિક અને ટાઈમલેસ (કાલાતીત) જવેલરીની માલિકી ધરાવવી જરૂરી છે, જે વૈવિધ્યસભર કપડા સાથે પહેરી શકાય."
"ઉત્તર ભારત હંમેશાં પરંપરાગત, ક્લાસિક અને બોલ્ડ ડિઝાઇનને પસંદ કરે છે, DJGF ખાતે તમે નવીનતમ શૈલીઓ ચકાસી શકો છો, જે એક સુંદર સુમેળ સાધે છે." તેવું આપ્ટેએ વધુમાં ઉમેર્યું હતું.
શોમાં બોલતા, ભારતમાં Informa Markets ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ કહ્યું હતું કે, અમે Delhi Gems & Jewellery Fair ની 8 મી આવૃત્તિનું ઉદ્ઘાટન ખૂબ જ યોગ્ય સમયે કર્યું. જીએસટી ટેક્સ દરમાં ઘટાડાને સમાવિષ્ટ કરવાના તાજેતરના સુધારાત્મક પગલાંઓ નિ:સંશયપણે નાણાં પ્રધાનની તહેવારો માટેની એક ઝળહળતી ભેટ છે. જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં કટ અને પોલિશ્ડ સેમી-પ્રેશિયસ વસ્તુઓ પરના જીએસટીના હાલના 3 ટકાથી ઘટાડીને 0.25 ટકા કરવામાં આવશે અને અમને આશા છે કે ક્ષેત્રની માંગ વધારવામાં આનાથી મદદ મળશે."
"આ સુધારાત્મક પગલાંઓ ઘણી રીતે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં ચમક પાછી લાવશે તેવી અપેક્ષા છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગોમાંના એક તરીકે, જે દેશના જીડીપીના 7 ટકા અને ભારતની કુલ વેપારી નિકાસમાં 15.71 ટકા જેટલો ફાળો આપે છે, આ પગલાંઓ ઉદ્યોગને તેની તકોમાં વિવિધતા, પ્રમાણિકતા અને પારદર્શિતા પ્રદર્શિત કરવાનો વિશ્વાસ પ્રદાન કરશે અને નાના અને નવા ખેલાડીઓને ક્રેડિટ બેનિફિટ્સ આપશે. તે સંગઠિત જવેલરી ક્ષેત્રમાં વધેલા રોકડ પ્રવાહને પાછો લાવશે. આ સૌથી ઝડપથી વિકસતા, નિકાસલક્ષી અને મજૂર સઘન જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં ઘણાં મોટા પ્રમાણમાં ફોરેન એક્સચેન્જ લાવે છે અને સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં 4.64 મિલિયનથી વધુ કામદારોને રોજગાર આપે છે," તેવું તેમણે ઉમેર્યું હતું.
"DJGF 2019 એ ફક્ત આંતરરાષ્ટ્રીય જ્વેલર્સ અને વેપારી માટે જ નહીં, પરંતુ આપણા ભારતીય જ્વેલર્સ અને કારીગરો માટે પણ તેમની બ્રાન્ડ્સ અને ડિઝાઇન્સને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે નેટવર્ક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. ભારતીય જેમ્સ અને જ્વેલરી માર્કેટની કિંમત 7500 કરોડ રૂપિયા છે અને નજીકના ભવિષ્યમાં ઉંચા પાયે વૃદ્ધિ પામવાની મોટી ક્ષમતા ધરાવે છે. તે આપણી કંપનીઓ અને આયાત અને નિકાસ વેપારીઓને વૃદ્ધિ અને વિસ્તરણનો મોટો અવકાશ આપે છે, તેવું Mr. Mudras એ જણાવ્યું હતું.
ટ્રેન્ડિંગ જ્વેલરીની માંગ અને તેની ડિઝાઇન વિશ્વભરના ક્ષેત્રના વિકાસને અનુરૂપ વધી છે. DJGF, ભારતની ફેશન, જીવનશૈલી, મેન્યુફેક્ચરિંગ અને રિટેલ ઇન્ડસ્ટ્રીઝને ભારતમાં વ્યવસાયની તક સ્થાપિત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને ભારતમાં નિર્ણયકર્તાઓ, સ્પષ્ટકર્તાઓ અને અંતિમ વપરાશકર્તાઓના સૌથી મોટા મેળાવડા સાથે જોડે છે.. ત્રણ દિવસીય ફેરમાં અનન્ય અને ટ્રેન્ડિંગ જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દુબઇ, સિંગાપોર, નેપાળ, મલેશિયા અને ચીનમાંથી ખરીદદારોની સહભાગિતા નોંધાઈ હતી.
આ ફેરમાં અનેક વૈશ્વિક કક્ષાની વર્કશોપ, અને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા આંતર-દૃષ્ટિ પ્રદાન કરનારા વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રમુખ હિતધારકો દ્વારા હાજરી પૂરાવવામાં આવી હતી. ફેરમાં રિટેલ જવેલર્સ ગિલ્ડ એવોર્ડ્સ (આરજેજીએ) ની પાંચમી આવૃત્તિ પણ જોવા મળી હતી.
આ વર્ષે અન્યો સાથે અગ્રણી પ્રદર્શકોની યાદીમાં Shree Balaji Gold, Beera Jewellers, I P Jewellers, The Bank Street Jewellers, Vijay Enterprises, Goel Jewellers, N.K. Chain Pvt. Ltd., Unique Chain, Swaranshilp, Vikas Chain & Jewellery Pvt. Ltd., Uphaar, Zar, Rohtak Chain & Jewellery, Royal Chain, Blue Stone અને Vimal Diamond, Kundan દ્વારા Zeya સમાવિષ્ટ હતા. શરૂઆત તરીકે, ભારતમાં Informa Markets એ ઉત્તર ભારતીય શહેરો જેવા કે હલ્દવાની (યુકે), વારાણસી (યુપી), અંબાલા (હરિયાણા) માં જવેલરી સમુદાય માટે શ્રેણીબદ્ધ સફળ રોડ શોઝનું આયોજન કર્યું હતું અને તેને ગ્વાલિયર (એમપી), જોધપુર (રાજસ્થાન) અને મેરઠ (યુપી) માં આયોજિત કરવાની પણયોજના છે ભારતભરના 150 થી વધુ શહેરોમાં વાસ્તવિક સ્થળે પ્રત્યેક દુકાને થનાર પ્રવૃત્તિઓ પણ પ્રી-ઇવેન્ટની પ્રવૃત્તિઓનો એક ભાગ હતો.
આ ફેરને એકંદરે ઉદ્યોગ દ્વારા જ્વેલરી ક્ષેત્રના અભિન્ન અંગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 150 થી વધુ એસોસિએશનોનું સમર્થન છે, જેમાં મુખ્ય જેવા કે - The Bullion & Jewellers Association; Delhi Jewellers Association; Maliwara Jewellers Association, Delhi; Karol Bagh Jewellers Association અને Meerut Traders Association છે.
તેની પ્રથમ આવૃત્તિમાં નોંધપાત્ર સફળતા પછી, Informa Markets એ, રિટેલ જ્વેલરી સેગમેન્ટ માટે ઈન્ડિયાઝ મોસ્ટ પ્રિફર્ડ (આઇએમપી) પહેલનું આયોજન કર્યું. આઇએમપી પહેલ, જે એક વિશેષ રચિત અભિયાન છે, જેમાં ભારતની સૌથી લોકપ્રિય જ્વેલરી બ્રાન્ડ્સની રાષ્ટ્રવ્યાપી શોધનો સમાવેશ થાય છે, અને તેમને બે વર્ષ માટે પ્રતિષ્ઠિત આઈએમપી લોગોનું લાઇસન્સ પ્રદાન કરવાનું આયોજન છે.
Informa Markets વિશે
Informa Markets વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે ઉદ્યોગો અને વિશિષ્ટ બજારો માટે પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. અમારા પોર્ટફોલિયોમાં 550 થી વધુ આંતરરાષ્ટ્રીય B2B ઇવેન્ટ્સ અને અન્યો ઉપરાંત હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને રીઅલ એસ્ટેટ, ફેશન એન્ડ અપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજ, અને હેલ્થ અને ન્યૂટ્રિશન સહિતના બજારોમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારોને ફેસ-ટુ-ફેસ પ્રદર્શનો, વિશિષ્ટ ડિજિટલ વિષયવસ્તુ અને કાર્યવાહીયોગ્ય ડેટા સોલ્યુશન્સ મારફતે જોડાણ સાધવાની, અનુભવ પ્રાપ્ત કરવાની અને વ્યવસાય કરવાની તકો પ્રદાન કરીએ છીએ. વિશ્વમાં પ્રદર્શનોના અગ્રણી આયોજક તરીકે, અમે વિશિષ્ટ બજારોની વૈવિધ્યસભર શ્રેણીને જીવંત કરીએ છીએ, તકોને ઉપલબ્ધ બનાવીએ છીએ અને વર્ષના 365 દિવસ તેમની વૃદ્ધિમાં મદદ કરીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને www.informamarkets.com જુઓ.
Informa Markets અને ભારતમાં અમારા વ્યવસાય વિશે
Informa Markets ની માલિકી Informa PLC ધરાવે છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ આયોજક છે.ભારતમાં Informa Markets (અગાઉ UBM India) એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે, જેઓ પ્રદર્શનો, ડિજિટલ વિષયવસ્તુ અને સેવાઓ, અને કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા સ્થાનિક અને વિશ્વભરના વિશિષ્ટ બજારો અને ગ્રાહકોના સમુદાયોને, વેપાર, નવીનીકરણ અને વિકાસ માં મદદ કરવા પ્રત્યે સમર્પિત છે. દર વર્ષે, અમે દેશભરમાં ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ, અને તાલીમ સાથોસાથ 25 થી વધુ, મોટા પ્રદર્શનો, 40 કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ; જે બહુવિધ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ વચ્ચે વેપારને સક્ષમ બનાવે છે. ભારતમાં, Informa Markets મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇ ખાતે ઑફિસો ધરાવે છે.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
ભારતમાં Informa Markets
ફોટો: https://mma.prnewswire.com/media/1009572/Radhika_Apte_Yogesh_Mudras_DJGF.jpg
લોગો: https://mma.prnewswire.com/media/960525/DJGF.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article