ડ્યુપોન્ટ વોટર સોલ્યુશન્સ ભારતમાં ટેપટેક™ પ્લસ એચએફ લોન્ચ કરે છે
- ટેપટેક™ પ્લસ એચએફ, ઝડપી ટાંકી ભરવાના લાભ સાથે ગાળવાની પ્રક્રિયા સાથે સમાધાન કર્યા વગર ૨૫ ટકા વધારે પ્રવાહ આપે છે, જે <૨000 પીપીએમ ટીડીએસ બજારમાં એક શ્રેષ્ઠ ઉપ્તાદન છે
મુંબઇ, ભારત, Feb. 1, 2021 /PRNewswire/ -- ડ્યુપોન્ટ સેફટી એન્ડ કંસ્ટ્રક્શનના એક બિઝનેસ યુનિટ – ડ્યુપોન્ટ વોટર સોલ્યુશન્સ દ્વારા ભારતીય બજારમાં ડિસેમ્બર, ૨૦૨૦ માં ટેપટેક™ પ્લસ એચએફ લોન્ચ કરવામાં આવ્યું. ડ્યુપોન્ટ™ ટેપટેક™ પ્લસ નિવાસી જળ શુદ્ધિકરણની બધી બ્રાન્ડો સાથે સુસંગત છે અને ઘરના શુદ્ધ પાણી સાથે ઉચ્ચ ગુણવત્તાભર્યા જીવનની ઇચ્છા ધરાવનાર સમજુ ગ્રાહકો માટે શુદ્ધિકરણનો અંતિમ ઉકેલ છે.
ગ્રાહકો આજે રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) સિસ્ટમવાળા ફિલ્ટરો પસંદ કરે છે જે દૂષણો, રોગ પેદા કરનારા બેક્ટેરિયા અને પાણીજન્ય વાયરસને દૂર કરવા માટે સૌથી અસરકારક ટેકનોલોજી ધરાવે છે. જો કે, આ ફિલ્ટરોની કેટલીક મોટી તકલીફો છે જેમ કે પાણીનો પ્રવાહ ઓછો હોય છે, ફિલ્ટરને વારંવાર બદલવું પડે છે અને વીજળીની ખપત વધુ થાય છે.
ટેપટેક™ પ્લસ એચએફ એક પાતળી-ફિલ્મ મેમ્બ્રેનમાંથી બનાવવામાં આવે છે જે કામગીરી માટે વિશ્વસનીયતા તથા મૂલ્યનું એક અનન્ય સંતુલન પ્રદાન કરે છે. ટેપટેક™ પ્લસ એચએફ એક લાંબા સમયગાળા સુધી ચાલતું મેમ્બ્રેન છે જે ૨૦૦૦ ટીડીએસ સુધીના ફીટ વોટર માટે ચાલે છે અને ઝડપી સ્થિરતા સાથે ૯૮ ટકા સુધીનું રિજેક્શન આપે છે. ગ્રાહકો હવે, ડ્યુપોન્ટ હોમ વોટર એપ પર લોગઇન કરી શકે છે અને તેમના ખરીદેલા ટેપટેક™ પ્લસ એચએફ ની મૌલિકતા તેમ જ વિશ્વસનીયતા માટે સ્કેન કરી શકે છે.
એક વર્ષ પહેલાં વૈશ્વિક સ્તરે ડ્યુપોન્ટ દ્વારા ટેપટેક™ ૭૫ આરઓ એલેમેન્ટનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. ટેપટેક™ શૃંખલાની અ નવી આવૃત્તિ અત્યારે ભારતભરમાં અધિકૃત વિતરક, મેક્સપ્યોર વોટર સિસ્ટમ્સ પાસે ઉપલબ્ધ છે. ડિસેમ્બર, ૨૦૨૦ માં લોન્ચ થયા પછી, ભાગીદારો અને ગ્રાહકો પાસેથી આવતા સકારાત્મક પ્રતિભાવો સાથે આ ઉત્પાદનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
ડ્યુપોન્ટ વોટર સોલ્યુશન્સ ઇંડિયાના બિઝનેસ લીડર ક્રિસ ફર્નાન્ડિઝે કહ્યું, "આ નવા ટેપટેક™ પ્લસ એચએફ આરઓ એલેમેન્ટનો ઉપયોગ કરવા બદ્દલ અમે તમારો આભાર માનીએ છીએ જેની ડિઝાઇન પાછલા વર્ષમાં તમારા તરફથી વ્યાપક પ્રતિભાવ લીધા પછી કરવામાં આવી હતી. તમારા પ્રતિભાવથી અમને એક નવું ઉત્પાદન બનાવવામાં મદદ થઇ છે જે ઉચ્ચ રિજેક્શન તેમ જ ઉચ્ચ પ્રવાહ પ્રદાન કરે છે. ટેપટેક™ પ્લસ એચએફ આ નવા પ્રકારના ઉત્પાદન વડે તમે પાણીની વિવિધ પરિસ્થિતિઓ માટે અને પાણીની વિવિધ પ્રકારની જરૂરીયાતો માટે એવા જ આરઓ નો ઉપયોગ કરી શકો છો."
અધિકૃત વિતરક, મેક્સ પ્યોર વોટર સિસ્ટમ પ્રા. લિ. ના નિયામક રાહુલ ઝાબક કહે છે,"પાછલા ૩ વર્ષથી અમે ડ્યુપોન્ટ સાથે સંકળાયેલા છીએ, અને ટેપટેક™ પ્લસ એચએફ માટે અમને ગ્રાહકોનો શ્રેષ્ઠ પ્રતિભાવ મળ્યો છે. તેઓ તેની કામગીરી સાથે ખૂબ જ ખુશ છે અને ભવિષ્યમાં ડ્યુપોન્ટ તરફથી આવા અનેક શ્રેષ્ઠ ઉત્પાદનોની આશા રાખીએ છીએ."
ડ્યુપોન્ટ સેફટી એન્ડ કંસ્ટ્રક્શન વિશે
પાણી, આશ્રય અને સલામતીમાં જીવનની આવશ્યક જરૂરીયાતો માટે નવા પ્રકારના ઉત્પાદનો આપવામાં ડ્યુપોન્ટ સેફટી એન્ડ કંસ્ટ્રક્શન એક વૈશ્વિઅક આગેવાન છે; જે પોતાના ગ્રાહકોને અનન્ય ક્ષમતાઓ, વૈશ્વિક પ્રમાણ અને ડ્યુપોન્ટ™ કોરિયનâ, કેવલારâ, નોમેક્સâ, ટાયવેકâ, ગ્રેટ સ્ટફ™, સ્ટાયરોફોમ™ અને ફિલ્મ ટેક™ સહિત આઇકોનિક બ્રાન્ડ મારફતે પ્રાપ્ત કરવા માટે સક્ષમ કરે છે. ડ્યુપોન્ટ વોટર સોલ્યુશન્સ વિશે વધુ જાણકારી https://www.dupont.com/water પર મેળવી શકાય છે.
ડ્યુપોન્ટ વિશે
ડ્યુપોન્ટ (એનવાયએસઇ: ડીડી) એક વૈશ્વિક ઇનોવેશન આગેવાન છે જે ટેકનોલોજી-આધારિત સામગ્રીઓ, ઘટકો અને ઉકેલો સાથે ઉદ્યોગોમાં અને દૈનિક જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરે છે. અમારા કર્મચારીઓ ગ્રાહકોને તેમના શ્રેષ્ઠ વિચારોને આગળ વધારવામાં તેમ જ ઇલેક્ટ્રોનિક્સ, પરિવહન, બાંધકામ, પાણી, આરોગ્ય અને સુખાકારી, આહાર અને કામદાર સલામતી સહિતના મુખ્ય બજારોમાં આવશ્યક ઇનોવેશન પુરૂં પાડવામાં વિવિધ વિજ્ઞાન અને કુશળતા લાગુ કરે છે. વધુ જાણકારી www.dupont.com પર મેળવી શકાય છે.
ડ્યુપોન્ટ™, ડ્યુપોન્ટ ઓવલ લોગો, અને તમામ ઉત્પાદનો, જ્યાં સુધી સૂચવવામાં ન આવે ત્યાં સુધી,™, અથવા ® વડે દર્શાવવામાં આવેલ, આ તમામ ડ્યુપોન્ટ ડી નેમોર્સ, ઇન્ક. ની સહકારી કંપનીઓના ટ્રેડમાર્ક, સર્વિસ માર્ક અથવા નોંધણીકૃત ટ્રેડમાર્ક છે.
વધુ જાણકારી માટે સંપર્ક કરો: ઇમેલ: [email protected]
Photo: https://mma.prnewswire.com/media/1429392/DuPont_Water_Solutions_TapTec.jpg
Share this article