CPhI & P-MEC Indiaની 14મી આવૃત્તિ હવે જાન્યુઆરી 27-29, 2021ના રોજ અનુસૂચિત કરવામાં આવી છે
- Informa Markets in India દ્વારા એશિયાની સૌથી વિશાળ ફાર્મા ઇવેન્ટ નેતૃત્વ, વ્યવસાય, જ્ઞાન, નેટવર્કિંગ અને નવીનતાની વિશિષ્ટ લાઇન-અપ સાથે ઉદ્યોગ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે
નવી દિલ્હી, Oct. 6, 2020 /PRNewswire/ -- Informa Markets in India, ભારતના અગ્રણી B2B કાર્યક્રમના આયોજકોએ, તેનો મુખ્ય કાર્યક્રમ CPhI & P-MEC Indiaની જાહેરાત કરી છે, જે 27 - 29 જાન્યુઆરી, 2021ના રોજ ઇન્ડિયા એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઇડા, દિલ્હી-એનસીઆર ખાતે યોજવામાં આવશે. આ શો, એશિયાની સૌથી વિશાળ ફાર્મા ઇવેન્ટ, મૂળ પહેલાં 25-27 નવેમ્બર, 2020ના રોજ આયોજીત કરવામાં આવી હતી. આ જાહેરાત ગૃહ મંત્રાલય (MHA), ભારત સરકારએ B2B પ્રદર્શનોને લાગુ SOP સાથે યોજવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું પછી તરત કરવામાં આવી હતી. અનલોક 5.0 માટેના આ નવા નિર્દેશને ધ્યાનમાં લેતા કે જે હવે અમલમાં આવ્યા છે, CPhI & P-MEC Indiaએ ઉદ્યોગ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરવા અને અર્થવ્યવસ્થાને ઝડપથી શરૂ કરવામાં મદદ કરવા માટેના તમામ પ્રયત્નો
આદર્યા છે.
લોકડાઉન શરૂ થયુ ત્યારથી, CPhI & P-MEC India એક્સ્પોના આયોજકોએ કોવિડ-19 ને લીધે વિક્ષેપનો સામનો કરી રહેલા પડકારો અને મુશ્કેલીઓ દૂર રાખવા માટે ઉદ્યોગના મુખ્ય હોદ્દેદારો, ભાગીદારો અને સ્થાનિક સરકાર સાથે સતત ચર્ચા કરી છે. નવી તારીખો બજારમાં પાછા ફરવા માટે સામાન્યતા અને આત્મવિશ્વાસ માટે વધુ સમય આપશે અને પ્રદર્શકો અને મુલાકાતીઓને શામેલ થવા માટે વધુ સારી સ્થિતિઓ પ્રદાન કરશે. CPhI & P-MEC India Informaના બધા સુરક્ષિત આરોગ્ય અને સલામતી ધોરણો મૂજબ આયોજીત કરવામાં આવશે. વિશ્વના અગ્રણી ઇવેન્ટ આયોજક તરીકે, Informaએ તેની ઇવેન્ટમાં ઉચ્ચતમ સ્તરની સ્વચ્છતા અને સલામતી પૂરી પાડવા માટે ઉન્નત પગલાંનો વિગતવાર સેટ વિકસાવ્યો છે, દરેકને ખાતરી અને આત્મવિશ્વાસ પ્રદાન કરવા કે તેઓ સલામત અને નિયંત્રિત વાતાવરણમાં ભાગ લઈ રહ્યા છે.
CPhI & P-MEC India એક્સ્પોની નવી તારીખો પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "આવેલ મહામારી દ્વારા સર્જાયેલ કટોકટીના સંદર્ભમાં અમારી મુખ્ય ઇવેન્ટની મોડી આવૃત્તિની જાહેરાત કરવામાં અમને આનંદ થાય છે. નિઃશંકપણે આ ઘોષણાથી આ ક્ષેત્રના અને મોટા ઉદ્યોગના મનોબળમાં વધારો થશે, અને અમે અનલોક 5.0ની શરૂઆત સાથે સરકાર દ્વારા B2B વેપારના સંપર્કમાં કાર્ય કરવા દેવામાં આપવામાં આવેલા પ્રોત્સાહનોનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારીએ છીએ. નવી તારીખો, અમારા મુખ્ય હોદ્દેદારો સાથે ગાઢ પરામર્શ કર્યા પછી લેવામાં આવી છે, કે જે સુનિશ્ચિત કરશે કે ભારતનું સૌથી મોટું ફાર્મા માર્કેટ પોતાને ફરીથી બનાવવા માટેના ઉદ્યોગના પુનર્નિમાર્ણની દિશા તરફ ધ્યાન આપશે અને કોવિડ-19ની અસરોને નકારી કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરશે."
એમણે ઉમેર્યુ, "હંમેશાની જેમ, CPhI & P-MEC Indiaની આસપાસ કાર્યોક્રમોનું આયોજન અમે કરીશું, જેમકે Pharma Connect, Women in Pharma, India Pharma Awards અને CEO રાઉન્ડ ટેબલ કે જે પ્રખ્યાત વક્તાઓ, જ્ઞાનની વહેંચણી અને અપ્રતિમ નેટવર્કિંગ તકોથી ભરપૂર હશે. અમે અમારા ભાગીદારોનો સમગ્ર મહામારીમાં તેમના ટેકા, પ્રોત્સાહન અને ભલામણો માટે અને આગળ તકો માટે આભાર માનીએ છીએ."
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની
મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - www.informamarkets.com/en/regions/asia/India.htmlની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે મહેરબાની કરી સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
Informa Markets in India
લોગો: https://mma.prnewswire.com/media/1307067/CPhI_PMEC_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article