COVID-19 સંબંધિત નિયંત્રણ પગલાં માટે British Safety Councilના વૈશ્વિક બેંચમાર્કોને પહોંચી વળવા Panchshil Realty ઓફિસ પોર્ટફોલિયો APACમાં પ્રથમ
પૂણે, ભારત,, Aug. 6, 2020 /PRNewswire/ -- Panchshil Realty અને British Safety Councilએ આજે ભારતમાં
COVID-19ના સંદર્ભમાં અને કામ પર પરત ફરવા માટે સલામતી માટે ભારતમાં કોર્પોરેટ રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં કાર્યસ્થળ સલામતીમાં એક નવું લક્ષ્ય જાહેર કર્યુ છે.
Panchshil Realtyએ British Safety Council દ્વારા નિર્ધારિત કડક વૈશ્વિક સલામતી ધોરણો સામે તેના કામ સ્થળોએ તેના COVID-19 સંબંધિત નિયંત્રણ પગલાઓને સ્વતંત્રરૂપે માન્યતા આપી ભારતનું પ્રથમ અને એકમાત્ર રીઅલ એસ્ટેટ જૂથ બની ગયુ છે અને સમગ્ર એશિયા-પેસેફિક પ્રદેશમાં બેંચમાર્ક રાખ્યો છે.
સખત ઓડિટીંગ પ્રક્રિયાને પગલે, British Safety Councilનું ખાતરી નિવેદનની પુષ્ટિ કરે છે કે ઓડિટના સમયે Panchshil Realtyએ તેની ઓફિસ પાર્ક્સના પોર્ટફોલિયોના 15 મિલિયન ચોરસફૂટની આજુબાજુ, કાર્યસ્થળની અંતર્ગત COVID-19 ના નિયંત્રણ સંબંધિત યોગ્ય અને પૂરતી નીતિઓ, કાર્યવાહી અને વ્યવસ્થાઓ લાગુ કરી છે.
પૂણેમાં Panchshil Realtyના ઓફિસ પોર્ટફોલિયોમાં પ્રોજેક્ટ જેવાં કે ઇઓન ફ્રી ઝોન, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બિઝનેસ બે અને આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે, અને તેના કેમ્પસ અગ્રણી વૈશ્વિક કોર્પોરેશનોનું ઘર છે જેમકે Allianz, Citibank, Cognizant, Concentrix, Credit Suisse, Deutsche Bank, HSBC, MasterCard, Michelin, T-Systems, UBS, VMWare અને Vodafone અન્યો ઘણાની સાથે.
British Safety Councilનું ખાતરી નિવેદન કહે છે કે,"Panchshil Realtyના વરિષ્ઠ નેતૃત્વએ COVID-19 ના પ્રસારણનું સંચાલન, અટકાવવા અને નિયંત્રણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને લોકડાઉન પૂર્ણ થવા પર કર્મચારીઓ અને ભાડૂતોને તેમના સંબંધિત કાર્યસ્થળો પર સલામત પરત ફરવાની ખાતરી આપી છે. દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા થઈ તે પહેલાં જ માર્ચ 2020ની શરૂઆતમાં જ, યોગ્ય આરોગ્ય અને સલામતીનાં પગલાં ઓપરેશનલ પ્રવૃત્તિઓના પ્રકૃતિ અને ધોરણ સાથે સુસંગત હતા."
"Panchshilએ ભારત સરકાર અને British Safety Councilના માર્ગદર્શિકા અનુસાર કાર્યસ્થળ અને તેની સાથે સંકળાયેલ ઓપરેશનલ પ્રવૃત્તિઓ વચ્ચેના COVID -19 સંબંધિત જોખમોનું યોગ્ય અસરકારક સંચાલન કર્યુ છે," એમ તેણે ઉમેર્યુ.
Vijitsingh Thopte, વાઇસ પ્રેસિડેન્ટ- Panchshil Realty ફેસિલીટી મેનેજમેન્ટે કહ્યુ, "આ અભૂતપૂર્વ રોગચાળા વચ્ચે, અમારા સ્ટાફ, સહયોગીઓ અને તેનાથી જોડાયેલા હોદ્દેદારોનું આરોગ્ય અને સુખાકારી અમારી અગ્રતા છે. અમારા દ્વારા લેવામાં આવેલા ચોવીસથી વધુ પગલાઓમાં, નોંધપાત્ર પગલાં સમાવિષ્ટ છે અમારી સુવિધાઓ અને કાર્યસ્થળો માટે પ્રવેશ, નિર્ગમન, ઇમર્જન્સી ઇવેન્ટ મેનેજમેન્ટ, PPE, સફાઇ શાસન, એલિવેટર્સનો ઉપયોગ, આજુબાજુની અંદરની વ્યક્તિઓની હિલચાલ અને પ્રવાહ, કચરો વ્યવસ્થાપન, સામાજિક અંતર નિયંત્રણ, કલ્યાણ, સ્વચ્છતા નિયંત્રણ અને એના જેવા બીજાને અનુલક્ષીને યોગ્ય ભૌતિક ગોઠવણો કરવી."
British Safety Council માર્ગદર્શન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી માહિતી - ભારત સરકારના માર્ગદર્શિકા, World Health Organisation (WHO), Organisation for Economic Co-operation and Development (OECD) અને UK Health and Safety Executive (HSE) સહિત વર્તમાન સારી પ્રેક્ટિસ્ની ગણતરી કરે છે.
Panchshil Realtyને વૈશ્વિક સલામતી બેન્ચમાર્ક પર અભિનંદન પાઠવતાં, Mike Robinson, CEO, British Safety Councilએ કહ્યુ, "જેમ લોકડાઉન હળવું થઈ રહ્યું છે અને વધુને વધુ લોકો કામ પર પાછા ફરવા લાગ્યા છે, તે યોગ્ય છે કે કામદારો અને નોકરીદાતાઓને વિશ્વાસ હોવો જોઇએ કે કાર્યસ્થળોને સુરક્ષિત રાખવા માટે દરેક શક્ય પગલું લેવામાં આવ્યું છે. COVID-19 ખાતરી નિવેદન સાથે, Panchshil Realtyએ બતાવ્યું હતું કે સમીક્ષા સમયે તેમના પ્રોટોકોલ અને સંબંધિત નિયંત્રણ વ્યવસ્થા વર્તમાન સરકાર અને સેક્ટરની વિશિષ્ટ માર્ગદર્શિકા અનુસાર હતી અને તેની અસરકારકતા માટે સતત દેખરેખની વ્યવસ્થાઓ યોગ્ય સ્થાને હતી."
British Safety Councilનું COVID-19 ખાતરી નિવેદન સંસ્થાઓને મજબૂત અને સંબંધિત પ્રોટોકોલ વિકસાવવા અને અમલમાં મૂકવા માટે અને COVID-19 ના સંક્રમણના જોખમને અસરકારક રીતે સંચાલિત કરવા માટે માળખા પ્રદાન કરે છે કે જયાં રચાયેલ ગોઠવણીઓ જ્યાં સુધી તેમના કાર્યસ્થળમાં વ્યાજબી રીતે વ્યવહારુ હોય છે.
COVID-19 માટે લેવાયેલ જોખમ વ્યવસ્થાપન પ્રક્રિયાઓમાં સમાવેશ થાય છે, જોખમોનું મૂલ્યાંકન, નિયંત્રણ પગલાંની યોજના, ભૂમિકાઓ અને જવાબદારીઓની ફાળવણી, નિયંત્રણોનો અમલ અને જાળવણી, સંદેશાવ્યવહાર અને તાલીમ, દેખરેખની અસરકારકતા અને સમીક્ષાઓ અને જ્યારે જરૂરી હોય ત્યારે સમીક્ષાઓની સુધારણા.
1957માં સ્થાપનાથી, British Safety Councilએ કામદારોને અકસ્માતો, જોખમો અને અસુરક્ષિત પરિસ્થિતિઓથી બચાવવા માટે અથાગ અભિયાન ચલાવ્યું છે, અને સ્વાસ્થ્ય અને સલામતીના કાયદાના સીમાચિહ્ન સ્વીકારવાની પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે. 60 થી વધુ દેશોમાંથી તેના સભ્યો દુરસ્ત અને સલામત કાર્યનું વાતાવરણ વ્યવસાય માટે પણ સારું છે એમ માની, કામદારોની સુખાકારીની સુરક્ષા અને સુધારણા માટે પ્રતિબદ્ધ છે.
Panchshilનો વ્યપાર – મુખ્ય હાઇલાઇટ Highlights
- Panchshil Realtyનો કુલ પૂર્ણ થયેલ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો લગભગ 23 મિલિયન ચોરસ ફૂટ છે અને બાકીના 20 મિલિયન ચોરસ ફૂટ વિકાસ હેઠળ છે.
- Panchshil Realtyના ત્રણ મુખ્ય વ્યપાર સ્તંભો વ્યવસાયિક ઓફિસ જગ્યાઓ, હોસ્પિટાલીટી અને રહેણાંક્નો સમાવેશ કરે છે.
- Panchshil Realty ઓફિસ પોર્ટફોલિયોનો નોંધપાત્ર ભાગ Blackstone Group LP દ્વારા પ્રાયોજીત અને સંચાલિત Blackstone Real Estate Private Equity Fund દ્વારા એન્કર કરવામાં આવ્યુ છે.
Panchshil Realty વિશે
2002માં સ્થાપિત, Panchshil Realty ભારતની શ્રેષ્ઠ લક્ઝરી રીઅલ એસ્ટેટ બ્રાન્ડ્સમાંની એક છે. રીઅલ એસ્ટેટ વિકાસમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત, ગ્રુપનો અભિગમ આયોજિત વિકાસ, મૂલ્ય સંપત્તિ બનાવવી અને ડિઝાઇન અને આર્કિટેક્ચર દ્વારા જીવનશૈલીના અનુભવોની રચના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. વધુ માહિતી માટે, કૃપા કરી www.panchshil.comની મુલાકાત લો.
વિડીઓ: https://www.youtube.com/watch?v=B37utRtiLjQ
ફોટો: https://mma.prnewswire.com/media/1223626/Safety_Procedures_in_Panchshil.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1223625/Panchshil_BSC_Logo_Logo.jpg
Share this article