Cosmoprof India 2021માં પુનઃનિર્ધારિત થવા જઈ રહ્યુ છે
Cosmoprof India દ્વારા સિગ્નેચર કાર્યક્રમ - ભૌતિક અને વર્ચુઅલ એક્સ્પોનું અનન્ય સંયોજન - 22-23 ફેબ્રુઆરી 2021ના રોજ રાખવામાં આવશે
મુંબઈ, ભારત, Oct. 22, 2020 /PRNewswire/ -- Cosmoprof India, Cosmoprof નેટવર્કનો એક કાર્યક્રમ, કે જે સૌદર્ય અને કોસ્મેટિક માર્કેટને સમર્પિત છે, તે મૂલતવી રાખવામાં આવેલ છે. શો હવે 'સિગ્નેચર ઇવેન્ટ બાય Cosmoprof India' નામે હાઇબ્રીડ સ્વરૂપમાં - ભૌતિક અને વર્ચુઅલ એક્સ્પોનું અનન્ય સંયોજન, 22-23 ફેબ્રુઆરી 2021ના રોજ Hotel Sahara Star, મુંબઈ ખાતે રાખવામાં આવશે, ઉદ્યોગ માટે વિશિષ્ટ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ બનાવવા કે જ્યાં ઉદ્યોગના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ખેલાડીઓ ભાગ લઈ શકે છે અને વાતચીત કરી શકે છે. આ એક્સ્પો COVID-19 ના આક્રમણ હેઠળ બનાવવામાં આવેલ રદબાતલને તોડી ઉદ્યોગને તેમના હાલના જોડાણોને પુનર્જીવિત કરી અને નવા બનાવીને ઉભો કરશે. ફ્લેગશિપ આવૃત્તિ 2021 ના ઉત્તરાર્ધમાં થશે. BolognaFiere અને Informa Markets કાર્યક્રમના આયોજકો ભેગા મળી Cosmoprof Indiaની બીજી આવૃત્તિ, ઉપસ્થિતોને ઉચ્ચ-સ્તરના અને સલામત વ્યવસાય અનુભવની ખાતરી આપવા માટે ફરી નિર્ધારિત કરશે. ગૃહમંત્રાલય (MHA), ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં SOP સાથે B2B પ્રદર્શનો યોજવાની મંજૂરી આપવાનું શરૂ કરાયા પછી આ જાહેરાત તરત જ કરવામાં આવી છે.
લોકડાઉન શરૂ થયા પછી તરત જ, Cosmoprof Indiaના આયોજકો COVID-19 ને લીધે વિક્ષેપનો સામનો કરી રહેલ પડકારો અને મુશ્કેલીઓ દૂર રાખવા માટે ઉદ્યોગના મુખ્ય હોદ્દેદારો, ભાગીદારો અને સ્થાનિક સરકાર સાથે સતત ચર્ચામાં રહ્યા છે.
ફેબ્રુઆરીમાં સિગ્નેચર ઇવેન્ટનું આયોજન કરવાથી બજારમાં પાછા ફરવા માટે સામાન્યતા અને આત્મવિશ્વાસ માટે વધુ સમય મળશે અને પ્રદર્શકો અને મુલાકાતીઓને તેમાં વ્યસ્ત રહેવા માટે વધુ સારી પરિસ્થિતિઓ મળશે. આયોજકોના આરોગ્ય અને સલામતીના ધોરણો અનુસાર ટ્રેડશોનું પણ આયોજન કરવામાં આવશે. ઉન્નત પગલાંનો વિગતવાર સમૂહ, આ કાર્યક્રમમાં ઉચ્ચતમ સ્તરની સ્વચ્છતા અને સલામતી પ્રદાન કરશે, અને દરેકને ખાતરી અને વિશ્વાસ છે કે તેઓ સલામત અને નિયંત્રિત વાતાવરણમાં ભાગ લઈ રહ્યા છે.
"દેશમાં રોગચાળાનો વિકાસ અને વિશ્વભરમાં મુસાફરી પ્રતિબંધો હજી લાગુ છે જેણે Cosmoprof Indiaને ફરી નિર્ધારિત કરવા અમે પ્રોત્સાહિત કર્યા છે, સ્થાનિક ઓપરેટરો અને ખેલાડીઓ સાથેની અપોઇન્ટમેન્ટ 2021 સુધી મુલતવી રાખી," એમ Gianpiero Calzolari, BolognaFiereના પ્રમુખે કહ્યુ, જેમણે ઉમેર્યુ, "અમારું ધ્યેય 50 વર્ષથી વધુ સમયથી વિશ્વભરમાં Cosmoprof બ્રાન્ડને અલગ પાડનાર ગુણવત્તા અને વ્યાવસાયીકરણ સાથે મુંબઈમાં જોડાતા કોસ્મેટિક ઉદ્યોગને ખાતરી આપવાનું છે."
Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India મુજબ, "ભારત વૈવિધ્યસભર ગતિશીલતાવાળા સૌંદર્ય અને સૌંદર્ય પ્રસાધનોના ક્ષેત્ર માટેનું વિશાળ, વિશિષ્ટ બજાર છે. બજારના કદે તેની સુંદરતા અને સુખાકારી બજારને આગળ ધપાવ્યું છે કે જે લગભગ 18%ના CAGR દરે વધે છે. રોગચાળો અને ત્યારબાદના લોકડાઉનથી ક્ષેત્ર પર નોંધપાત્ર અસર થઈ હતી અને 30-35%ની વચ્ચે જેટલી આવકની ખોટ થવાની સંભાવના છે અને અમારું માનવું છે કે અમારી સમયસરની હસ્તાક્ષર આવૃત્તિથી ઉદ્યોગને પાછો ટ્રેક પર લાવવામાં મદદ મળશે."
"સુંદરતાના વલણોનું વિશ્લેષણ દર્શાવે છે કે નૈતિક વ્યવહાર, સુખાકારી, તેમજ ઝેરી-મુક્ત, સલામત અને કાર્બનિક તત્વોથી બનેલા ફોર્મ્યુલેશનના આધારે ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે પસંદગી કરવામાં આવશે. અમારો શો ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વલણો, વ્યક્તિગત સંભાળની રચનાના પડકારો, નવીનતાઓ અને નવી પ્રોડક્ટ્સ બનાવવાની આસપાસની તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે સૌંદર્ય અને વ્યક્તિગત સંભાળ કંપનીઓ અને ભાગીદારો સાથે તેમના વ્યવસાયિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને હિસ્સેદારો અને નવા ખેલાડીઓ વચ્ચે વધુ દૃશ્યતા મેળવવા ઇચ્છુક વ્યાવસાયિકો માટે એક ઉત્તમ મંચ હશે," એમ તેમણે ઉમેર્યુ.
BolognaFiere Group (www.bolognafiere.it) વિશે
BolognaFiere Group કોસ્મેટિક્સ, ફેશન, આર્કિટેક્ચર, મકાન, કલા અને સંસ્કૃતિમાં વિશ્વનો અગ્રણી ટ્રેડ શો આયોજક છે અને અને વિશ્વના સૌથી અદ્યતન પ્રદર્શન કેન્દ્રોમાંથી એક ધરાવે છે. BolognaFiere Group ત્રણ પ્રદર્શન કેન્દ્રો (બોલોગ્ના, મોડેના અને ફેરરા) ઇટાલી અને વિદેશમાં 80 થી વધુ ઇવેન્ટ્સના પ્રદર્શન પોર્ટફોલિયો સાથે સંચાલિત કરે છે. BolognaFiere Groupમાં ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે જે ઇવેન્ટ સેવાઓની વિસ્તૃત શ્રેણી પ્રદાન કરે છે અને તેના પ્રદર્શનોમાં સફળતાપૂર્વક ભાગ લેવા માટે જરૂરી તમામ વિશિષ્ટ સેવાઓ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ સાથેની કંપનીઓને પ્રદાન કરે છે.
BolognaFiere Cosmoprof (www.cosmoprof.com) વિશે
BolognaFiere Cosmoprof, Cosmoprof Worldwide Bolognaને BolognaFiere Groupના ભાગ તરીકે વિશ્વભરમાં આયોજન કરતી કંપની છે. Cosmoprof Worldwide Bologna સુંદરતા વ્યાવસાયિકો માટે વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ મીટિંગ સ્થળ છે, જેની સ્થાપના 1967માં થઈ હતી કે જે બોલોગ્ના ઈટલીમાં સ્થિત છે. 2019ની આવૃત્તિ માટે, Cosmoprofમાં 150 દેશોમાંથી 265.000થી વધુ ઉપસ્થિતોની હાજરી નોંધ કરવામાં આવી હતી, 10% વિદેશી વ્યવસાયિકો અને 70 દેશોમાંથી 3,033 પ્રદર્શકો સાથે. Cosmoprof પ્લેટફોર્મ, બોલોગ્ના, લાસ વેગાસ, મુંબઇ અને હોંગકોંગ, ચીન (Cosmoprof Worldwide Bologna, Cosmoprof North America, Cosmoprof India, અને Cosmoprof Asia સાથે) સમગ્ર વિશ્વમાં વિસ્તર્યુ છે. તાજેતરમાં નેટવર્કનું પાંચમું પ્રદર્શન જાહેર કરવામાં આવ્યું છે: થાઇલેન્ડમાં Cosmoprof CBE ASEAN, દક્ષિણ-પૂર્વ એશિયામાં કોસ્મેટિક ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. Cosmoprof પ્લેટફોર્મ જર્મન ગ્રુપ આરોગ્ય અને સૌન્દર્યના સંપાદનના આભારી યુરોપમાં, Beauty Fair -Feira Internacional De Beleza Profissional સાથે સહયોગથી દક્ષિણ અમેરિકામાં અને એશિયામાં તેના પ્રભાવને મજબૂત બનાવશે.
Informa Markets વિશે
Informa Markets Beautyનું એશિયાના 11 શહેરોમાં (બેંગકોક, ચેંગ્ડુ, હો ચી મિન્હ સિટી, હોંગકોંગ, જકાર્તા, કુઆલા લંપુર, મનિલા, મુંબઇ, શંઘાઇ, શેનઝેન, ટોક્યો) B2B ઇવેન્ટ્સ દ્વારા સંચાલિત એક વિસ્તૃત નેટવર્ક છે, વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું માર્કેટ. તેની શક્તિને વધુ વિસ્તૃત કરીને, બ્યૂટી પોર્ટફોલિયોમાં હવે મિયામી 2021 માં નવી B2B ઇવેન્ટ શામેલ છે જે પૂર્વ કોસ્ટ અને યુએસએ, દક્ષિણ અમેરિકા અને કેરેબિયન ટાપુઓ પ્રદેશોમાં સેવા આપે છે. Informa Markets વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે ઉદ્યોગો અને નિષ્ણાત બજારો માટે પ્લેટફોર્મ બનાવે છે. અમે સામ-સામે પ્રદર્શનો, લક્ષિત ડિજિટલ સેવાઓ અને એક્ઝેનેબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તક સાથે વિશ્વભરના બજારના સહભાગીઓને પ્રદાન કરીએ છીએ. અમે ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ, મેડિકલ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ખરીદદારો અને વેચાણકર્તાઓને એક ડઝનથી વધુ વૈશ્વિક ક્ષેત્રોમાં જોડીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - www.informamarkets.com/en/regions/asia/India.html ની મુલાકાત લો
મિડિયા સંપર્ક
એશિયા: Informa Markets in India:
Ms. Roshni Mitra
[email protected]
Ms. Mili Lalwani
[email protected]
વિશ્વભરમાં: BolognaFiere Cosmoprof Spa:
Mr. Paolo Landi
[email protected]
Ms. Arianna Rizzi
[email protected]
અમને ફોલો કરો! www.cosmoprofindia.com l Facebook l LinkedIn l Instagram
લોગો: https://mma.prnewswire.com/media/1316281/BolognaFiere_and_Informa_Markets_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1316282/Cosmoprof_India_logo.jpg
Share this article