Children Baby Maternity Expo India, તેની 7 મી આવૃત્તિમાં અજોડ વ્યાપાર તકો પ્રદાન કરવા માટે તૈયાર છે
મુંબઈ, April 1, 2019 /PRNewswire/ --
UBM India દ્વારા અનન્યપણે સ્થાનિત B2B એક્સ્પો
10 મી થી 12 મી એપ્રિલ, 2019 ના બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, ગોરેગાંવ, મુંબઇ ખાતે અનન્યપણે સ્થાનિત Children Baby Maternity Expo India (CBME India) ની 7મી આવૃત્તિ તમારી સમક્ષ લાવવા માટે UBM India સજ્જ છે. CBME India, ભારતમાં બાળકો અને મેટરનિટી ઉત્પાદનો માટેનો સૌથી મોટો B2B એક્સ્પો, બાળકો માટેના ઉપ્તાદનોના સ્થાનિક અને વૈશ્વિક ઉત્પાદકોને પસંદગીના વિક્રેતાઓ, આયાતકારો, ડીલરો, પ્રભાવકો અને આધુનિક રિટેલ વ્યવસાયો, ઑનલાઇન રિટેલર્સ, એગ્રેગરેટર્સ, સેવા પ્રદાતાઓ, વ્યવસાય રોકાણકારો અને ફ્રેન્ચાઇઝી શોધકો માંથી મર્ચેન્ડાઇઝના વડાઓ સાથે જોડાવાની, નેટવર્ક નિર્માણ કરવાની અને વ્યાપાર સંચાલિત કરવાની એક અજોડ તક પ્રદાન કરશે. આ વ્યાવસાયિકો શિશુ, બાળકો માટેના કપડાં, બાળકોના શૂ સ્ટોર્સ, મેટરનિટી વસ્ત્રોની દુકાનો, રમકડાંની દુકાનો, સુપરમાર્કેટ, હાઇપરમાર્કેટ, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, પ્રી-સ્કૂલ, નર્સિંગ હોમ, વ્યક્તિગત ખરીદદારો, સેવા કંપનીઓ, ડિઝાઇનર્સ, એસોસિએશન્સ અને કૉન્સ્યુલેટ્સની જરૂરિયાતો પૂરી પાડે છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/843470/CBME_Logo.jpg )
ત્રણ દિવસનો એક્સ્પો China, Korea, Hong Kong, Australia, Canada, Germany, Japan, Singapore, Russia અને Taiwan જેવા 10 પ્રદર્શક દેશોમાંથી 100 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકારોની ઉત્સાહપૂર્ણ સહભાગિતાની સાક્ષી પૂરશે. ઉદ્યોગોના આ ખેલાડીઓ બાળકોની સંભાળ અંગેના ઉત્પાદનો, રમકડાં, બાળકના ખોરાક, કાર્બનિક કપડાં, ન્યુટ્રાસ્યુટીકલ્સ, એર્ગોનોમિક ફર્નિચર, લાઇસન્સિંગ બ્રાંડ્સ, સ્ટેશનરી, ભેટો, શિશુ સલામતી તકનીક અને મગજના વિકાસ માટેના સાધનોની સાથે અન્ય ગુણવત્તાની સમૃદ્ધ શ્રેણી, તકનીકી રીતે અદ્યતન અને સૌંદર્યલક્ષી આકર્ષક આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોની 450 થી વધુ બ્રાન્ડ્સની એક વ્યાપક શ્રેણીને પ્રદર્શિત અને લૉન્ચ કરશે. સૌથી નોંધપાત્રપણે, આ ઇવેન્ટ All India Association of Industries (AIAI); Indian Imports Chamber of Commerce and Industry (IICCI); Franchising Association of India and Licensing Industry Merchandisers' Association (LIMA) જેવા પ્રમુખ સંગઠનો દ્વારા સમર્થિત છે.
કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રદર્શકોમાં અન્યો ઉપરાંત Artsana India Pvt Ltd - Chicco, Nobel Hygiene Pvt Ltd, Mitsui & Co. India Pvt. Ltd. - Merries, PUR Thailand, Tiny Twig Apparel Pty Ltd., Softsens Consumer Products Private Limited, NOVATEX GmbH, First Care India Private Limited - BuddsBuddy, Azafran Innovacion Ltd., American Hygienics Corporation, Mother and Babycare Inc. - Little Angel, Indify Ventures - OK Baby & BEABA, Maiden Distributors નો સમાવેશ થાય છે જેઓ વિશિષ્ટ ઇન્ડસ્ટ્રી માટે ટ્રેન્ડીંગ અને નવીનતમ ઉત્પાદનો પ્રસ્તુત કરશે.
આગામી CBME 2019 અંગે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ભારતમાં મેટરનિટી અને બાળ સંભાળ ઉત્પાદનોની ઇન્ડસ્ટ્રી 2020 સુધીમાં અંદાજે 17% (CAGR) નો પ્રોજેકેટડ વૃદ્ધિ દર ધરાવે છે અને તાજેતરના વર્ષોમાં તે સંપૂર્ણ નવીન કાયાકલ્પમાંથી પસાર થઇ રહી છે, જે અન્ય ઉભરતા રાષ્ટ્રો વચ્ચે આવા ઉત્પાદનો માટે ભારતને એક યોગ્ય માર્કેટ બનાવે છે. અગાઉ, આ ઇન્ડસ્ટ્રી અવિકસિત તબક્કામાં હતી અને ભારતીય પરિપ્રેક્ષ્યથી તેને વિશિષ્ટ માનવામાં આવતી હતી પરંતુ હવે નવી શતાબ્દીના આધુનિક માતા-પિતા દ્વારા માંગમાં વધારો થયો છે, જેઓ બજારમાં તાજેતરના બાળ સંભાળ અંગેના સાધનોનો ઉપયોગ કરવા આતુર છે, તેઓ આ મહાન સ્વરૂપાંતર માટે તૈયાર છે. તદનુસાર, નવી તકનીકો અને અદ્યતન માર્કેટિંગ અભિગમોનો ઉપયોગ કરીને, બજાર વિસ્તૃત કરવા માટે મહત્ત્વના વિકાસમાં પ્રમુખ ખેલાડીઓ સતત સામેલ રહે છે."
"આ રીતે CBME જાગરૂકતા નિર્માણ કરીને અને નવીનતમ પેદાશો માટેની માંગ દ્વારા આ માર્કેટમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે જે માતૃત્વ અને પિતૃત્વને સાચા અર્થમાં સરળ અને આનંદમય બનાવે છે. તે સંપૂર્ણ ખરીદનાર અને વિક્રેતા સમુદાયને પણ એકત્રિત કરે છે, અને વધુ વ્યવસાય નિર્માણ કરવા માટે તે દેશમાં બાળક, માતૃત્વ અને બાળ સંભાળ ઉત્પાદનોની પહોંચ અને પ્રસારમાં વધારો કરે છે." તેવું તેમણે ઉમેર્યું હતું.
CBME 2019 ના 3 દિવસ દરમિયાન, બે દિવસના પાવર પેક્ડ જ્ઞાન સત્રો, સેમિનાર, નવા વલણો અંગે ચર્ચા અને વિવિધ આંતરરાષ્ટ્રીય પેવેલિયન સહિતના અનેક મુખ્ય લક્ષણોનો સમાવેશ થશે, જે ભારતમાં ઝડપથી વિસ્તરણ પામી રહેલા અને વૈવિધ્યસભર રિટેઇલ સેક્ટરમાં વૃદ્ધિનો સંચાર કરશે. LIMA દ્વારા વિશેષ લાઇસન્સિંગ પેવેલિયન સંખ્યાબંધ લાઇસન્સિંગ ઇન્ડસ્ટ્રીની હાજરી સાથે મુલાકાતીઓને આકર્ષિત કરશે. આ સુવિધા વિશ્વભરમાં લાઇસન્સિંગના વિકાસ અને વિસ્તરણને પ્રોત્સાહિત કરશે, લાઇસન્સ પ્રેક્ટીશનર્સ માટે વ્યાવસાયીકરણનું સ્તર વધારશે અને ભારતીય વ્યવસાય સમુદાયને લાઇસેંસિંગના ફાયદાઓ વિશે વધુ જાગૃતતા પ્રદાન કરશે. પેવેલિયન ગ્લોબલ બ્રાંડ લાઇસન્સિંગથી સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે લાઇસન્સિંગ નિષ્ણાતોને હાજર રાખશે અને વિવિધ લાઇસન્સિંગ તકોનું પ્રદર્શન કરશે. અન્ય એક વિશિષ્ટતામાં WGNS દ્વારા પ્રસ્તુતિઓ અને સેમિનારનો સમાવેશ થાય છે, જે CBME India 2019 માટેના ટ્રેન્ડ પાર્ટનર છે, તેઓ બાળકોની ફેશનના વલણો, રમકડાના વલણો અને રીટેલની પરિકલ્પના અંગે ચર્ચા કરશે. બે દિવસની કોન્ફરન્સમાં 'ફાસ્ટ ફેશન ઇમ્પેક્ટ ઑન ધ કિડ્ઝ વેર માર્કેટ' અને 'હાઉ બ્રાન્ડ્સ આર એડેપ્ટિન્ગ ક્લોઝ્ડ લૂપ રિસાયક્લિંગ ટૂ ઇન્કોર્પોરેટ સસ્ટૈનેબિલિટી' વિશે ઇન્ડસ્ટ્રીના સ્પીકર્સ દ્વારા સત્રો થશે.
UDAAN સાથેના જોડાણમાં એક્સ્પો Cool Kids Fashion India પણ હોસ્ટ કરશે જે જાણીતા અને ઉભરતા ડિઝાઇનરો, બ્રાન્ડ્સ અને ઉત્પાદકો તરફથી બાળકોની પ્રીમિયમ ફેશન એસેસરીઝ અને કપડાં (વય 0-14 વર્ષ) ને હાઈલાઈટ કરશે.
900 થી વધુ શહેરોમાં 3 લાખ થી વધુ રિટેલરો સુધીની પહોંચ સાથે Udaan એ દેશના સૌથી મોટા અપેરલ (તૈયાર કપડાં) વિતરણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં તેના જોડાણને મજબૂત કરવા માટે Udaan સતત કાર્યરત છે, અને CBME India ને સંપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઓળખી કાઢ્યું છે. "બાળકો માટેના અપેરલ Udaan માટે આવશ્યક ગ્રાહક કેટેગરી છે. દર મહિને 1 મિલિયન કરતા વધારે એકમોનું વેચાણ કરીને અમે ત્રિમાસિક દરે 100% વૃદ્ધિ પામીએ છીએ. 2019 ના અંત સુધીમાં અમે 1.5 લાખથી વધુ બાળકોના કપડાઓના સ્ટોર સાથે ભાગીદારી કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ જે Udaan ને દેશમાં કિડ્ઝ વેર બ્રાન્ડ્સ માટેનું સૌથી વધુ પસંદગીનું વિતરણ પ્લેટફોર્મ બનાવે છે," તેવું Udaan - અપેરલ્સ એન્ડ એક્સેસરીઝના બિઝનેસ હેડ, Ankit Agarwal જણાવે છે.
પ્રદર્શકો અને મુલાકાતીઓ માટે એક સમાન અનન્ય અને નવીનતમ મૂલ્ય પ્રસ્તાવો પ્રદાન કરવાની તેની શોધમાં, આ વર્ષે CBME India, Korea Federation of Clothing Merchant Federation & a Hong Kong Children Babies Maternity Industries Association (HKCBMIA) પેવેલિયન દ્વારા Korea પેવેલિયનની સાક્ષી પૂરશે.
CBME India વિશે:
CBME India નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જૂન 2018 માં Informa PLC સાથે જોડાણ સાધ્યું છે. CBME India વિશે વધુ માહિતી માટે કૃપા કરીને (http://www.cbmeindia.com) ની મુલાકાત લો અને એશિયામાં અમારી હાજરી માટે https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
Share this article