ભારતના સૌથી મનપસંદ જ્વેલર્સ (IMP) ની 2 જી આવૃત્તિ પાછી આવી ગઈ છે
ભારતના પ્રિય રિટેલ જ્વેલર્સને ઓળખવા અને ઉજવવા માટે દેશવ્યાપી એકમાત્ર નિર્ણાયક શોધ
નવી દિલ્હી, Aug. 8, 2019 /PRNewswire/ -- તેની પ્રથમ આવૃત્તિમાં નોંધપાત્ર સફળતા પછી, ભારતમાં રિટેલ જ્વેલરી સેગમેન્ટની પહેલ માટે Informa Markets (અગાઉ UBM India તરીકે ઓળખાતું) ભારતના અગ્રણી B2B ઇવેન્ટ્સના આયોજક, ઈન્ડિયાસ મોસ્ટ પ્રિફર્ડ (IMP) ને હોસ્ટ કરવા માટે સજ્જ છે.
આ વિશિષ્ટપણે રચાયેલા અભિયાન દ્વારા, Informa Markets ભારતમાં જ્વેલરી પોર્ટફોલિયોમાં તેના વાર્ષિક કાર્યક્રમોની સૂચિમાં ઉમેરો કરે છે, જે પ્રદર્શનોના વ્યવસાયમાં અજોડ છે.
IMP પહેલમાં ભારતની સૌથી લોકપ્રિય જ્વેલરી બ્રાન્ડ્સ માટે દેશવ્યાપી શોધનો સમાવેશ થાય છે, અને બે વર્ષના ગાળા માટે તેમને પ્રતિષ્ઠિત ÍMP લૉગોનું લાઇસન્સ અપાવવાનો વિશિષ્ટ લહાવો ધરાવે છે.
તેમની તમામ માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે ઉપભોક્તા પ્રેમની ઉત્કૃષ્ટ રચના કરેલ છાપનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે ઑનલાઇન કેમ્પેઈન, હોર્ડિંગ્સ, પ્રેસ ઘોષણાઓ, ઉત્પાદન પેકેજિંગ અને જાહેરાત. આ અતિશય પ્રિય બ્રાન્ડ્સ, તેમની પ્રેરણાદાયક વૃદ્ધિની વાર્તાઓ, તેમણે કેવી રીતે પોતાનું સ્થાન બનાવ્યું છે અને લોકપ્રિયતા સૂચકાંકમાં આગળ આવ્યા છે અને ભવિષ્ય માટે તેમની દ્રષ્ટિનું રેખાચિત્ર દર્શાવતી એક અત્યાધુનિક કૉફી ટેબલ બુકનું નિર્માણ પણ કરવામાં આવશે.
નોંધપાત્ર રીતે, અપેક્ષિત માનકોને સફળતાપૂર્વક હાંસિલ કરનારા જ્વેલર્સનું ગાલા ઇન્ડિયાના 'મોસ્ટ પ્રિફરર્ડ અનવેઇલિંગ' શોમાં, ઇન્ડસ્ટ્રીના આગેવાનો વચ્ચે સ્ટાઇલ, આંતરદૃષ્ટિ, મનોરંજન અને ઉજવણી સાથેની ગ્લેમરસ ટેલિવાઇઝ કરાયેલ સાંજે સન્માન કરવામાં આવશે. આ ગાલા નાઇટ 28 મી સપ્ટેમ્બર, 2019 ના રોજ Delhi Jewellery & Gem Fair ના 1 લા દિવસે The Lalit, નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવશે.
ભારતમાં જેમ્સ એન્ડ જવેલરી (G&J) બજાર ખૂબ જ વિઘટિત છે, અને તેમાં 5,00,000 થી વધુ ખેલાડીઓ છે. જો કે, સામાજિક-આર્થિક પરિબળોની સાથે ગ્રાહકની રૂપરેખામાં ફેરફાર, પરિણામે વૈશ્વિક, રાષ્ટ્રીય અથવા પ્રાદેશિક બ્રાન્ડ્સની વધતી સંખ્યાને સમાવવા માટે ડોમેનમાં ઝડપથી પરિવર્તન આવ્યું છે.
IMP પહેલ તે સમુદાયને જોડવામાં અને તેની અંદર શ્રેષ્ઠ ધોરણો સ્થાપિત કરવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ હેઠળ સૂચિબદ્ધ ભારતની એકમાત્ર બજાર સંશોધન સંસ્થા MRSS ના સહયોગથી સૌથી વધુ પસંદીદા બ્રાન્ડ્સ શોધવા માટે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. ભારતભરના 20 થી વધુ શહેરોમાં હાથ ધરવામાં આવેલા, સર્વે રિસ્પૉન્ડન્ટ પ્રોફાઇલમાં SEC A1 અને A2 નો સમાવેશ થાય છે, જેમાં વાર્ષિક ઘરેલું આવક ભારતીય રૂપિયા 12 લાખ કે તેથી વધુ હોય. આ સર્વેક્ષણ જ્વેલર અંગેનું વિશ્વાસ પરિબળ, સંગ્રહ અને ઉત્પાદનોની શ્રેણી, બ્રાન્ડ ભલામણ, ઉત્પાદન અને સેવાની ગુણવત્તા, એકંદરે બ્રાન્ડ માન્યતા અને રિકૉલ જેવા પરિબળો પર આધારિત હશે. એકવાર ભારતની સૌથી પસંદગીની બ્રાન્ડ તરીકે પસંદ થઈ ગયા પછી, બ્રાન્ડ્સને લૉગો લાઇસન્સિંગ વિશેષાધિકાર આપવામાં આવશે, જે તેમની શ્રેષ્ઠતાને સરળતાથી ઓળખી શકાય તેવું લેબલ આપશે.
ભારતની સૌથી વધુ પસંદગીની પહેલની શરૂઆત અંગે ટિપ્પણી કરતા, ભારતના Informa Markets ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ કહ્યું કે, "જવેલરી ક્ષેત્રની અમારી કુશળતા દ્વારા, અમે શહેરી, સમૃદ્ધ મિલેનિઅલ્સ, જે વૈશ્વિક, રાષ્ટ્રીય અથવા પ્રાદેશિક બ્રાન્ડની તરફેણ કરે છે, તેમની પસંદગીમાં ઝડપી પરિવર્તન જોયું છે. અમે ગ્રાહકનો વર્તમાન મૂડ ઓળખવા અને તે અંગે જાણવા માટે ખૂબ ઉત્સુક હતા, કે તેમની પસંદીદા બ્રાન્ડ કઈ છે અને શા માટે? IMP દ્વારા, અમે જોયું કે વિશ્વાસ પરિબળ, સંગ્રહ, બ્રાન્ડ રિકૉલ અને માન્યતા તેમની પસંદગીની બ્રાંડ કઈ હશે તે નક્કી કરવામાં નિર્ણાયક પરિબળો છે.
પ્રદર્શનો, પુરસ્કારો, પરિષદો, રોડ શો અને લક્ઝરી અને મિનિ શો દ્વારા જવેલરી ક્ષેત્ર માટે મનોરંજન પૂરું પાડવા સાથે આ અભિયાનના રૂપમાં આ અનન્ય સમર્પક ઉદ્યમશીલતા પ્રક્રિયા અત્યંત યોગ્ય છે."
Informa Markets વિશે
Informa Markets વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે ઉદ્યોગો અને નિષ્ણાત બજારો માટે પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. અમારા પોર્ટફોલિયોમાં અન્ય સાથે 550 થી વધુ આંતરરાષ્ટ્રીય B2B ઇવેન્ટ્સ અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કંસ્ટ્રક્શન અને રીઅલ એસ્ટેટ, ફેશન અને અપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજ, અને આરોગ્ય અને પોષણ સહિતના માર્કેટ્સમાં બ્રાન્ડ્સ શામેલ છે. અમે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારોને ફેસ-ટુ-ફેસ (વ્યક્તિગત) પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ વિષયવસ્તુ અને ક્રિયાશીલ ડેટા સોલ્યુશન્સ દ્વારા જોડાણ સાધવા માટે, અનુભવ મેળવવાની અને વ્યવસાય કરવાની તકો સાથે પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી પ્રદર્શન આયોજક તરીકે, અમે વિશિષ્ટ માર્કેટ્સની વૈવિધ્યસભર શ્રેણીઓને જીવંત બનાવીએ છીએ, જેના દ્વારા તકો પ્રદાન કરીએ છીએ અને વર્ષના 365 દિવસને ખીલવામાં મદદ કરીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને www.informaomot.com ની મુલાકાત લો.
કોઈ વિશેષ બ્રાન્ડને સૂચિમાં સ્થાન પ્રાપ્ત થયું છે કે નહીં તે જાણવા માટે, કૃપા કરીને Ritesh Indulkar ને + 91-9664-21-9292 પર કૉલ કરો:
મીડિયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727117
ભારતમાં Informa Markets
Photo- https://mma.prnewswire.com/media/956843/Awards_IMP.jpg
Photo- https://mma.prnewswire.com/media/956844/IMP_Jewellers.jpg
Logo- https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article