ભારતમાં Informa Markets, પ્રસ્તુતકર્તા પાર્ટનર DSM સાથે 'મેટર્નલ એન્ડ ચાઈલ્ડ ન્યુટ્રીશન (માતૃ અને બાળ પોષણ)' કૉન્ફરન્સના લૉન્ચની ઘોષણા કરે છે
- મિલેનિઅલ માતાઓ અને જનરેશન આલ્ફા માટે નૉલેજ ફોરમ, જે 19 અને 20 માર્ચ 2020 ના રોજ મુંબઇમાં શેડ્યૂલ થયેલ છે
મુંબઇ, Feb. 27, 2020 /PRNewswire/ -- Informa Markets, Fi India અને ચિલ્ડ્રન બેબી મેટરનિટી એક્સ્પો (સીબીએમઇ) જેવા અગ્રણી પ્રદર્શનોના આયોજકોએ 19-20 માર્ચ 2020 ના રોજ મુંબઇના ઓર્ચિડમાં 'મેટર્નલ એન્ડ ચાઈલ્ડ ન્યુટ્રીશન (માતૃ અને બાળ પોષણ)' કૉન્ફરન્સની જાહેરાત કરી છે. આ કૉન્ફરન્સ DSM Nutrition Company દ્વારા રજૂ કરવામાં આવી છે. ફૂડ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને વિટામિનો અને પોષક પ્રિમિક્સીસ પૂરા પાડવા માટે DSM એ અગ્રણી સપ્લાયર છે.
મિલેનિઅલ માતાઓની પરિવર્તનશીલ જીવનશૈલીમાં, ખાસ કરીને કોસ્મોપોલિટન શહેરોમાં પોષણ સંબંધિત પુન:પ્રાપ્તિ માટે ઉદ્યોગના ઉત્પાદનો પર આત્યંતિક નિર્ભરતા, વધતી આવક, નવા વિચારો અને ટેક્નોલોજી પ્રત્યેના વિગોપને માતૃત્વ પોષણ ઉદ્યોગને મહત્ત્વ પૂરું પાડયું છે. આ ઉપરાંત, આલ્ફા જનરેશનની નબળા આહારની આદતે પડકારોમાં ઉમેરો કર્યો છે.
આ પડકારોને ધ્યાનમાં લેતા, ભારતમાં Informa Markets ને 'મેટર્નલ એન્ડ ચાઈલ્ડ ન્યુટ્રિશન કૉન્ફરન્સ (માતૃ અને બાળ પોષણ સંમેલન)' ના પ્રીમિયર સંસ્કરણની જાહેરાત કરીને વિજ્ઞાન, પોષણ, નવીનતા અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં તાજેતરના વિકાસ અને ઉકેલો સાથે ભારતભરના સ્વાસ્થ્ય સંભાળ વ્યવસાયિકો અને ઉત્પાદકો માટે તેમના જ્ઞાન, તાજેતરના વલણો અને નવીનતાઓ શેર અને એક્સચેન્જ (અદલા -બદલી) કરવા માટે એક વિશિષ્ટ પ્લેટફોર્મની જાહેરાત કરી ને આનંદનો અનુભવ થાય છે.
નિયમનકારી સુધારણાઓ, નવીનતા અને સંશોધન જેવા પાસાઓને તે હાઈલાઈટ કરશે. ભારતમાં Informa Markets દ્વારા એફએસએસટીઆઇ (એસોસિયેશન ઓફ ફૂડ સાયન્ટિસ્ટ્સ એન્ડ ટેક્નોલોજિસ્ટ્સ (ઈન્ડિયા) અને આઈડીએ (ઇન્ડિયન ડાયેટિક એસોસિએશન) જેવી સરકારી સંસ્થાઓ GSK, Marico, Fresenius Kabi, Nestle જેવી એમએનસીમાં ફેલાયેલા 20 થી વધુ વકતાઓ (સ્પીકર્સ) નિયુક્ત કર્યા છે. ફાર્મા, ફૂડ અથવા જેનરિક ન્યુટ્રિશન ક્ષેત્રના 120 થી વધુ સન્માનિત બિઝનેસ વ્યાવસાયિકો દ્વારા આ કૉન્ફરન્સની નોંધ લેવામાં આવશે.
આ અનન્ય 2-દિવસીય કાર્યક્રમના લૉન્ચ પર બોલતા, ભારતમાં Informa Markets ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ કહ્યું કે, આ 2 દિવસીય પાવર-પૅક કૉન્ફરન્સ ભારતમાં માતૃત્વ અને બાળ પોષણની આસપાસ ફરતા મુદ્દાઓનો સામનો કરવા માટેની મુખ્ય વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરશે. જીવનના આ તબક્કે પોષણના સેવનને ક્યારેય અવગણી શકાય નહીં અને આ કૉન્ફરન્સ આપણી પોષણ ઉત્પાદક કંપનીઓને લક્ષ્ય જૂથના સ્વાસ્થ્ય અને પસંદગીઓને અનુરૂપ તેમના પ્રસ્તાવમાં નવીનતા લાવવા માટે પ્રોત્સાહિત કરશે. ભારતમાં સીબીએમઇ અને Fi India જેવા શો દ્વારા Informa Markets પોષણ અને નવીન ઉત્પાદનો માટે જાગરૂકતા અને ડિમાન્ડનું નિર્માણ કરીને વર્ષોથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીને પેરેંટિંગને સરળ બનાવી રહી છે. મને ખાતરી છે કે, DSM સાથેના જોડાણ સાથોસાથ આ કૉન્ફરન્સના લૉન્ચ સાથે, અમે આ ક્ષેત્ર માટે વર્ધિત મૂલ્યનું નિર્માણ કરીશું અને મિલેનિઅલ માતાઓ અને જનરેશન આલ્ફા માટે સ્વસ્થ જીવનનું શિક્ષણ આપવા અને સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવા માટે અનન્ય પ્રકારે એક અનુભવ પ્રદાન કરીશું."
Informa Markets વિશે
Informa Markets વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે ઉદ્યોગો અને વિશિષ્ટ બજારો માટે પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. અમારા પોર્ટફોલિયોમાં 550 થી વધુ આંતરરાષ્ટ્રીય B2B ઇવેન્ટ્સ અને અન્યો ઉપરાંત હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને રીઅલ એસ્ટેટ, ફેશન એન્ડ અપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજ, અને હેલ્થ અને ન્યૂટ્રિશન સહિતના બજારોમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારોને ફેસ-ટુ-ફેસ પ્રદર્શનો, વિશિષ્ટ ડિજિટલ વિષયવસ્તુ અને કાર્યવાહીયોગ્ય ડેટા સોલ્યુશન્સ મારફતે જોડાણ સાધવાની, અનુભવ પ્રાપ્ત કરવાની અને વ્યવસાય કરવાની તકો પ્રદાન કરીએ છીએ. વિશ્વમાં પ્રદર્શનોના અગ્રણી આયોજક તરીકે, અમે વિશિષ્ટ બજારોની વૈવિધ્યસભર શ્રેણીને જીવંત કરીએ છીએ, તકોને ઉપલબ્ધ બનાવીએ છીએ અને વર્ષના 365 દિવસ તેમની વૃદ્ધિમાં મદદ કરીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને
www.informamarkets.com જુઓ.
Informa Markets અને ભારતમાં અમારા વ્યવસાય વિશે
Informa Markets ની માલિકી Informa PLC ધરાવે છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ યુબીએમ ઇન્ડિયા) એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે, જેઓ પ્રદર્શનો, ડિજિટલ વિષયવસ્તુ અને સેવાઓ, અને કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા સ્થાનિક અને વિશ્વભરના વિશિષ્ટ બજારો અને ગ્રાહકોના સમુદાયોને, વેપાર, નવીનીકરણ અને વિકાસ માં મદદ કરવા પ્રત્યે સમર્પિત છે. દર વર્ષે, અમે દેશભરમાં ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ, અને તાલીમ સાથોસાથ 25 થી વધુ, મોટા પ્રદર્શનો, 40 કૉન્ફરન્સનું આયોજન કરીએ છીએ; જે બહુવિધ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ વચ્ચે વેપારને સક્ષમ બનાવે છે. ભારતમાં, Informa Markets મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇ ખાતે ઑફિસો ધરાવે છે. વધુ વિગતો માટે, કૃપા કરીને www.informa.com જુઓ.
DSM વિશે:
DSM એ આહાર પૂરવણી, ફૂડ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને વિટામિન્સ, કેરોટિનોઇડ્સ, ઓમેગા -3 અને 6 પોષક લિપિડ્સ, ન્યુટ્રાસ્યુટિકલ ઘટકો અને પોષણના પ્રિમિક્સીસ માટેના અગ્રણી સપ્લાયર છે. અમે અમારી અનન્ય વ્યાપક કુશળતા અને ક્ષમતાઓનો ઉપયોગ કરીને સમગ્ર નવા ઉત્પાદનની વિકાસ પ્રક્રિયા દરમિયાન કસ્ટમાઇઝ્ડ સપોર્ટ પ્રદાન કરીએ છીએ: નવીન ડિલિવરી ફોર્મ્સ, પોષક અને કાર્યાત્મક ઘટકોની આસપાસ વૈજ્ઞાનિક અને તકનીકી કુશળતા, માર્કેટિંગ અને સેલ્સ ટીમોની વૈશ્વિક હાજરી અને તેમના સહાયક કાર્યો. DSM ની વ્યાપક કુશળતા અને ક્ષમતાઓ અમારા ગ્રાહકોને એવા બ્રાન્ડ અને ઉત્પાદનો બનાવવામાં મદદ કરે છે કે જે તેમના લક્ષિત ગ્રાહકો દ્વારા અત્યંત પસંદ કરવામાં આવે છે.
કૉન્ફરન્સ સંબંધિત પ્રશ્નો માટે, કૃપા કરીને સંપર્ક કરો:
Moosab Shaikh:
+91-9773s517958
[email protected]
મીડિયા સંબંધિત પ્રશ્નો માટે, કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
Informa Markets in India
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1094998/Maternal_and_Child_Nutrition.jpg
Share this article