Akbartravels.com 2025 સુધીમાં દુબઈમાં 25 મિલિયન મુલાકાતીઓ રહે તેની ખાતરી કરવા દુબઈના DETમાં જોડાયા છે
મુબંઈ, ભારત અને દુબઈ, Nov. 2, 2022 /PRNewswire/ -- દુબઈના અર્થતંત્ર અને પર્યટન વિભાગ (DET) અનુસાર, દુબઈમાં જાન્યુઆરીથી જૂન 2022 વચ્ચે લગભગ 71.2 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આકર્ષાયા હતા, જે 2021ના આ જ સમયગાળામાં 25.2 લાખ પ્રવાસીઓની સરખામણીમાં લગભગ ત્રણ ગણા પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને, DET 2025 સુધીમાં દર વર્ષે 25 મિલિયન મુલાકાતીઓ હાંસલ કરવાનો અને વિશ્વમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ અને પુનરાવર્તિત સ્થળ તરીકે દુબઈની સ્થિતિને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખે છે.
Akbartravels.com, ભારતનું સૌથી મોટું ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ દુબઈના અર્થતંત્ર અને પર્યટન વિભાગ સાથે મળીને કામ કરી રહ્યું છે જેથી દુબઈને 2025 સુધીમાં વિશ્વમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ સ્થળ બનવાના તેના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને મેળવવામાં મદદ મળે. Ms. Benazir Nazar, CEO, Akbartravels.comએ પોતાનું મંતવ્ય રજૂ કર્યુ, "અમે સમગ્ર દેશમાં નિર્બાધ દુબઈ વિઝા પ્રક્રિયા પૂરી પાડવા માટે પ્રસન્ન છીએ. અમારું ઓનલાઈન વિઝા પ્લેટફોર્મ સુનિશ્ચિત કરે છે કે અમારા ગ્રાહકો તેમના સ્થાન, સમયપત્રક, ચોવીસ કલાકની પ્રતિબદ્ધતાઓ અથવા વધારાના સપોર્ટ અથવા પેપરલેસ એપ્લિકેશન અનુભવની ઈચ્છા રાખતા હોવા છતાં, તેમના ઘર અથવા ઓફિસમાં આરામથી સુવ્યવસ્થિત વિઝા અરજી પ્રક્રિયાની સંપૂર્ણ ઍક્સેસ ધરાવે છે. અમારા અનુભવના ભંડાર સાથે, અમારી પાસે ટ્રાવેલ બિઝનેસમાં અન્ય કોઈની સરખામણીએ સૌથી વધુ સંખ્યામાં દુબઈના વિઝાની પ્રક્રિયા કરવાનો ટ્રેક રેકોર્ડ છે. ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ કરતાં વધુ, Akbartravels.com એક એવું માધ્યમ છે જે લોકોને તેમના પ્રવાસના સપનાની નજીક લાવે છે. પ્રવાસ પ્રત્યેના પ્રેમ સાથે જોડાયેલી અમારી કુશળતા અમને અમારા ગ્રાહકો માટે સૌથી અદ્ભુત અનુભવો તૈયાર કરાવે છે.
આ ટ્રાવેલ પોર્ટલે સંપૂર્ણ ડિજિટલાઈઝ્ડ વિઝા એપ્લિકેશન સિસ્ટમ રજૂ કરી છે, જયાં ભારતીય પ્રવાસીઓ તેમના દુબઈ વિઝા ઓનલાઈન માત્ર થોડી ક્લિકમાં મેળવી શકે છે, જે તેને તેને વધુ અનુકૂળ, આર્થિક, સહાયક, સમય બચત અને ઝંઝટ-મુક્ત બનાવે છે. પ્રવાસન અને વ્યવસાય માટે UAEની મુસાફરીને સરળ બનાવવા માટે ઓનલાઇન વિઝા પ્લેટફોર્મ નિર્ણાયક છે. UAE જનારા ભારતીય પ્રવાસીઓ 30 થી 90-દિવસના વિઝા વચ્ચે પસંદગી કરી શકે છે અને વિઝાના પ્રકાર અથવા અવધિને ધ્યાનમાં લીધા વિના, એક જ પ્લેટફોર્મ દ્વારા વિઝા ફી ચૂકવવા સહિત તેમના વિઝા માટે ઑનલાઇન અરજી કરી શકે છે.
Tripadvisor's 2022 Travellers' Choice Awards મુજબ, દુબઈ ત્રણ પ્રતિષ્ઠિત ટાઈટલથી પુરસ્કૃત થયું છે: શ્રેષ્ઠ વૈશ્વિક ડેસ્ટિનેશન માટે Tripadvisor Travellers' Choice Awardsની વૈશ્વિક યાદીમાં #1, શહેર પ્રેમીઓ માટે વિશ્વનું #1 ડેસ્ટિનેશન અને 'ફૂડ લવર્સ' માટે #4 ડેસ્ટિનેશન. અમીરાતે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 82% સાથે હોટલના વ્યવસાયમાં વૈશ્વિક સ્તરે નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. આ તથ્યો અને આંકડાઓ પરથી પ્રવાસીઓમાં દુબઈની લોકપ્રિયતા સ્પષ્ટ થાય છે.
Akbartravels.com વિશે
Akbartravels.com આદરણીય Akbar Groupનો એક ભાગ છે જે ઉદ્યોગમાં ઉપલબ્ધ દરેક ટ્રાવેલ સર્વિસ માટે વન-સ્ટોપ શોપ બની, લેઝર અને કોર્પોરેટ પ્રવાસીઓને અદ્દભુત પ્રવાસ આયોજન અનુભવ પ્રદાન કરે છે. તમે ગમે તેટલા નજીક કે દૂર, ફ્લાઇટ ટિકિટો, વિઝા સેવાઓ, હોટેલ બુકિંગ, જૂથ મુસાફરી, વિશ્વભરમાં સર્વસમાવેશક પ્રવાસો, ક્રુઝ, કાર ભાડા, ફોરેક્સ અને બીજું ઘણું બધું વચ્ચે, Akbar Travels સમગ્રમાં સમર્પિત સહાય પૂરી પાડે છે અને શ્રેષ્ઠ કિંમતો અને લાભો સાથે તેને વિશેષ બનાવે છે. ઉચ્ચ પ્રશિક્ષિત વિઝા નિષ્ણાત ટીમના સ્ટાફ સાથે, Akbartravels.com એ વ્યક્તિઓ અને કોર્પોરેટ ક્લાયન્ટ્સને જટિલ દુબઈ અથવા UAE વિઝા પ્રક્રિયાઓના તમામ પાસાઓ સાથે મદદ કરવા અને માર્ગદર્શન આપવા માટે મજબૂત વૈશ્વિક પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે, તેમને યોગ્ય દુબઈ વિઝા પસંદ કરવામાં મદદ કરવાથી લઈને. તમામ દસ્તાવેજોની કાળજી અને સમયસર તેની મંજૂરી સુનિશ્ચિત કરવા માટે તેની રજૂઆત કરે છે.
મિડીયા સંપર્ક:
માર્કેટિંગ અને પીઆર ટીમ
સંપર્ક નંબર : +91-(0)22-40666444
ઈમેઈલ આઈડી: [email protected]
લોગો: https://mma.prnewswire.com/media/1902849/Akbar_Travels_Logo.jpg
Share this article