1લો Occupational Safety & Health India (OSH) વર્ચ્યુઅલ એક્સ્પો: Informa Markets in India દ્વારા એક પ્રિમિયર ડિજીટલ ભેટ
કાર્યક્ષેત્રમાં સલામતી અને સુખાકારી વધારવા માટે પોલિસી, નવીનતાઓ અને તકો માટે હસ્તાક્ષરિત ઘટના પર પ્રકાશ
મુંબઈ, જુલાઈ, July 23, 2020 /PRNewswire/ -- Occupational Safety and Health (OSH) India વર્ચ્યુઅલ એક્સ્પો, Informa Markets in India (ભૂતપૂર્વ UBM India) દ્વારા વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગમાં સેવા આપનારો દક્ષિણ એશિયાનો સૌથી મોટો શોએ, તેના વર્ચુઅલ વેપાર પ્રદર્શન અને કોન્ફરન્સનો પ્રારંભ 16 જુલાઈ, 2020 ના રોજ કર્યો છે.
હાલમાં COVID-19 દ્વારા વૈશ્વિક ખતરો ઉભો થયો છે, અને મુસાફરી પ્રતિબંધો અને સામાજિક અંતર સહિતના કડક સલામતીનાં પગલાંએ પ્રદર્શનો ઉદ્યોગને અસર કરી છે. OSH India દ્વારા આ વર્ચુઅલ એક્સ્પો વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ક્ષેત્રની જરૂરિયાતોને સતત પૂર્ણ કરવા અને વ્યાવસાયિકોને તેમના નિર્ણાયક વ્યવસાયિક વાતચીતને ટકાવી રાખવા અને શક્ય ઉકેલો પૂરા પાડવા માટે બનાવવામાં આવ્યો છે.
British Safety Council દ્વારા ટેકો મેળવી, Hindsiam, Mac Machine Tools & Automation, Motorola, Mallcom અને Venus Health & Safety જેવા સિલ્વર ભાગીદારો અને પ્રદર્શિત ભાગીદાર, Swan Environmental Pvt Ltd., સાથે એક્સ્પો એક સામાન્ય વર્ચુઅલ પ્લેટફોર્મ હેઠળ વ્યવસાયિક આરોગ્ય અને સલામતી સંબંધિત પ્રખ્યાત બ્રાન્ડ્સ, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને સાથે લાવશે. વર્ચુઅલ ઉદ્ઘાટન મુખ્ય મહેમાન, Shri Satyajeet Rajan, IAS,એડલ મુખ્ય સુરક્ષા, શ્રમ, કૌશલ અને આબકારી, કેરળ સરકાર; માનનીય મહેમાનો, Sri K. Srinivas, ડિરેક્ટર, ફેક્ટરીઓ, બોઇલર્સ, ઓદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ અને Shri Lalit Gabhane, ડાયરેક્ટર જનરલ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ; Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India ને Mr. Pankaj Jain, ગ્રુપ ડિરેટરર - સુરક્ષા અને સલામતી પોર્ટફોલિયો, Informa Markets in Indiaની હાજરીમાં કરવામાં આવશે
વર્ચ્યુલ એક્સ્પોમાં ઉત્પાદનો અને તકનીકોનો એક પ્રચંડ ભંડાર શામેલ હશે જે કોર્પોરેટ ગૃહો અને કારખાનાઓમાં કાર્યક્ષેત્રને શ્રેષ્ઠ બનાવે છે. આમાં વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (પીપીઈ), પીગળેલા ધાતુના સંરક્ષણથી સંબંધિત રક્ષણાત્મક કપડાં અને એસેસરીઝ, ઇલેક્ટ્રિક આર્ક સંરક્ષણ અને શહેરી શોધ અને બચાવ, સાઉન્ડ લેવલ મીટર, ડોસીમીટર્સ, હીટ સ્ટ્રેસ મોનિટર, કંપન વિશ્લેષકો, લાઇટ મીટર, એર અને ડસ્ટ સેમ્પલર્સ, સેમ્પલિંગ મીડિયા, સિંગલ અને મલ્ટિ-ગેસ ડિટેક્ટર, આલ્કોહોલ શ્વાસ વિશ્લેષકો, ઇન્ડોર એર ક્વોલિટી મોનિટર, બાયો સેમ્પલર્સ, એનોમીટર્સ, ગંધ મીટર, એરોસોલ મોનિટર, ફાયર ફાઇટીંગ હેલમેટ્સ અને ગ્લોવ્સ, કટ રેઝિસ્ટન્ટ ગ્લોવ્સ, એન્ટી ફ્લેશ હૂડ, ફાયર એન્ડ વેલ્ડિંગ બ્લેન્કેટ અને ફાયર એસ્કેપ માસ્કનો સમાવેશ થાય છે. જીવન, પર્યાવરણ અને સંપત્તિને સુરક્ષિત કરવા માટેના વિવિધ આરોગ્ય ઉકેલોને પણ આ પ્રદર્શનમાં પ્રાધાન્યતા આપવામાં આવે છે.
અનલોક તબક્કામાં ઓફિસો ખોલવાની સાથે, ભારતમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય એ ખૂબ જ અઘરું કાર્ય છે, ખાસ કરીને વર્તમાન રોગચાળાની પરિસ્થિતિમાં. OSH India વર્ચ્યુલ એસ્પોએ સરકારી અધિકારીઓ, HSE નિષ્ણાતો, ઉદ્યોગ સંગઠનો અને OSH પ્રચારકોની સવારે 11 થી સાંજના 5 વાગ્યા દરમિયાન પાવરપેક્ડ કોન્ફરન્સિસ સુનિશ્ચિત સમાવી વૈશ્વિક કાર્યસ્થળ બજારમાં પ્રાપ્ત પ્રાસંગિક આંતરદ્રષ્ટિને સતત વિકસિત કરવાનો નિર્યણ કર્યો છે. વેબિનાર મુદ્દાઓ જેમકે કર્મચારી આરોગ્ય અને સુખાકારીમાં નેતૃત્વ; નવા યુગના કાર્યસ્થળ પર એર્ગોનોમિક્સની પ્રેક્ટિસ કરવી; COVID -19 પછી કાર્યસ્થળો પર માનસિક આરોગ્યનો સામનો કરવો; વૈશ્વિક કાર્યદળની સલામતી પર COVID -19 રોગચાળાની અસર; અને સંકટ ઓળખ અને જોખમ નિયંત્રણ: સફળ અકસ્માત નિવારણની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
OSH Indiaના પ્રથમ વર્ચ્યુલ એસ્પોની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "અમનેચાલુ રોગચાળા વચ્ચે કાર્યસ્થળની સલામતી અને સુખાકારી ઉદ્યોગને પહોંચી વળવા માટે એક પ્રદર્શનના રૂપમાં OSH Indiaનો પ્રથમ વર્ચુઅલ અભિગમ જાહેર કરતાં આનંદ થાય છે. આ શો વિશ્વ સ્તરીય વેબ આધારિત પ્લેટફોર્મ હશે કે જે ઉત્પાદનોનું વ્યાપક પ્રદર્શન, એક્સ્પો અને કોન્ફરન્સ દ્વારા આંતરદૃષ્ટિ અને નેટવર્કિંગ સુનિશ્ચિત કરે છે, કે જે બધા આંગળીના ટચ દ્વારા એકીકૃત રીતે ગોઠવેલા છે. રોગચાળાની વચ્ચે નવા સામાન્ય સ્થળે કામના સ્થળે પાછા ફરવા વ્યવસાયિક સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવું એ અગ્રતા અને સમયની આવશ્યકતા છે. OSH વર્ચ્યુઅલ એક્સ્પો કાર્યકારી મહિલાઓ, ઉંચાઈ પર કામ કરતા લોકો અથવા જોખમી પદાર્થો સાથે કામ કરતા લોકો માટે વ્યવસાયિક સલામતી અને આરોગ્ય, કાર્યસ્થળ અર્ગનોમિક્સ અને ખૂબ નોંધપાત્ર રીતે, જ્યારે મનોબળ ઓછું હોય ત્યારે કર્મચારીની સુખાકારી જેવા કેન્દ્રિત વિસ્તારોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરે છે. અમને ખાતરી છે કે ઉદ્યોગને અમારા પ્રયત્નો અત્યંત સુસંગત લાગશે."
Mr. Sunil Kumar Agrawal, ડિરેક્ટર, Hindsiam, મૂજબ, "COVID-19 ફાટી નીકળવાને કારણે, વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોના તમામ સ્વરૂપોની વૈશ્વિક તંગી છે, જે વ્યક્તિગત આરોગ્ય અને સલામતી માટે નુકસાનકારક હોઈ શકે છે. આરોગ્ય સંભાળ ઉદ્યોગ રોગચાળાથી પીડિત વ્યક્તિઓ અને પરિવારોની ચડતી જરૂરિયાતોને પહોંચી વળશે. આમછતાં, તે યાદ રાખવાની જરૂર છે કે આ COVID-19 પરિસ્થિતિ જ માત્ર કાર્યરત વ્યાવસાયિકો માટે ચિંતાનું કારણ નથી. વિવિધ ક્ષેત્રો ખોલવા માટે સરકારના નિયમો સાથે ઔદ્યોગિક ફાયર, ઇલેક્ટ્રિક આર્ક, પીગળેલા ધાતુઓ, ફ્લેશ ફાયર, લિક્વિડ કેમિકલ સ્પ્લેશ્સ, વન અને વનસ્પતિ અગ્નિ, સ્થિર વીજળી, ઘરેલું આગ, ધુમાડો અને ગરમી સંબંધિત Occupational Safety and Health (OSH) પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. પૂરતા પ્રમાણમાં પીપીઈ પૂરી પાડવાનો અને પૂરતા પ્રમાણમાં સંરક્ષણ સ્તરોનો અભાવ દેશના કાર્યદળનું જીવન વિખેરી શકે છે. Hindsiam તેના વ્યક્તિગત રક્ષણાત્મક વસ્ત્રો અને સાધનોની વ્યાપક શ્રેણી સાથે, જે માથાથી પગ સુધીના ભાગને આવરી લે છે અને આંતરરાષ્ટ્રીય ધોરણોને પ્રમાણિત છે, ઔદ્યોગિક, ઘરેલું અને સેવા ક્ષેત્રમાં સંપૂર્ણ માનસિક શાંતિ પ્રદાન કરે છે.
રાષ્ટ્રીય લોકડાઉનની પ્રતિકૂળ અસરોમાંની એક તરીકે ઓળખાતી માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર બોલતા, Mr. Suresh Tanwar, મુખ્ય ઓડિટ વિશ્લેષ્ક, British Safety Council નિયોક્તા ભારતીય કામદારોના માનસિક સ્વાસ્થ્યને ટેકો આપવા અને સુધારવા માટે લઈ શકે તેવા વ્યવહારિક પગલાં વિશે બોલ્યા હતા, "વિસ્તૃત લોકડાઉનને પરિણામે માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો ઉભરી આવ્યા છે. વરિષ્ઠ નેતૃત્વએ માનસિક આઘાતજનક તબક્કામાંથી પસાર થનારા વ્યક્તિઓ માટેના પરામર્શ સત્રો, તાણ આકારણી સાધન, તાણ અને અસ્વસ્થતા વ્યવસ્થાપન પરના પ્રશિક્ષણ કાર્યક્રમો જેવા EAP (Employee Assistance Program) જેવા કાર્યક્રમો કરવાની જરૂર છે. માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નોને ગુપ્તતા સાથે નિવારવા મેનેજમેન્ટે આ બધુ કરવાની જરૂર છે."
કામદારોને વાયરસ લાગવા અથવા બીજાને ચેપ લાગાડવાના બંને જોખમથી સુરક્ષિત રાખી શકવા પર બોલતાં, Mr. Tanwar એ કહ્યુ, " સંસ્થા જે પગલાં લે છે તેનાથી કામદારોને સુરક્ષિત કરી શકાય છે. હવે જયારે માસ્ક પહેરવા, 2 મીટરનું શારીરિક અંતર જાળવવા, 20 સેકંડ સુધી હાથ ધોવા જેવા સામાન્ય પગલાંને દરેક જણ જાણે છે, તે મહત્વનું છે કે આ નિયંત્રણનાં પગલાં જોખમો મૂલ્યાંકન પ્રક્રિયામાંથી બહાર નીકળવાને બદલે સાઇટ્સ પર આને લાગુ કરવા માટે હંગામી અભિગમ અપનાવવામાં આવે. સર્વગ્રાહી અભિગમમાં વરિષ્ઠ નેતૃત્વ વાતચીત, તમામ પ્રવૃત્તિઓનું જોખમ મૂલ્યાંકન અને અનુરૂપ નિયંત્રણ પગલાં, કટોકટી સંચાલન અને વ્યવસાયની સાતત્ય અને અસરકારક સમીક્ષા પદ્ધતિનો સમાવેશ થાય છે. British Safety Council ખાતે અમે આ અભિગમનું પાલન કરીએ છીએ અને તે જ લાઇનો પર અમારા ગ્રાહકોને સહાય અને મૂલ્યાંકન કરીએ છીએ."
COVID-19ના પ્રકાશમાં અને ત્યારબાદના લોકડાઉનમાં, માનસિક આરોગ્યના મુદ્દાઓ ભારતમાં કાર્યકારી વસ્તી પર વિપરિત અસર કરે છે તે એક ભયાનક વાસ્તવિકતા છે. આને સુધારવા માટે નિયોકતાઓ લઈ શકે તેવાં વ્યવહારુ પગલાંઓ પર ટિપ્પણી કરતાં, Heather Beach, સ્થાપક-નિયામક, The Healthy Work Companyએ કહ્યુ, "જ્યારે તણાવ પેદા કરે છે તેવા સંગઠનાત્મક પરિબળોનો સામનો કરવો જરૂરી છે અને જ્યારે લોકો તકલીફ અનુભવે છે ત્યારે હસ્તક્ષેપ માટે તમે આંતરિક રીતે જે ટેકો આપો છો તેનું ધ્યાન આપવું જરૂરી છે. ચિંતાઓને દૂર કરવા માટે કર્મચારીઓ સાથે વ્યક્તિગત વાતચીત કરવા અને તેમની સ્થિતિસ્થાપકતાના સંચાલન માટે જાગરૂકતા પ્રદાન કરવા માટે તમારા મેનેજરોને જરૂરી સાધનો પૂરા પાડી સહાય કરો."
OSH વર્ચ્યુઅલ એકસ્પો ખાતે કોન્ફરન્સ વેબિનારમાં સ્પીકર્સની એક રસપ્રદ લાઇન શામેલ છે, Mr. Shiv Khera, ભારતીય લેખક, કાર્યકર અને વ્યાવસાયિક વક્તા; Heather Beach, સ્થાપક અને એમડી, The Healthy Work Company; Shankar R., વડા - સલામતી, ગુણવત્તા, સિસ્ટમો, ટકાઉપણું અને પ્રક્રિયામાં સુધારો, Sterling and Wilson Solar; Srinivasu M., GM-CHSE (ફોર્મ્યુલેશન) અને વડા-ટકાઉપણું, Hetero Labs Ltd; Hitesh Lachhwani, રાષ્ટ્રીય- સલામતી વડા Hindustan Coca-Cola Beverages Pvt. Ltd. ખાતે ; Ravindra Dhapola, કોર્પોરેટ હેડ- SHE, CSR અને ટકાઉપણું, Tata Coffee Ltd; Karan Vir Singh, જનરલ મેનેજર - ફાયર એન્ડ સેફ્ટી-મુંબઈ રિફાઇનરી, Hindustan Petroleum; Mohan V.C., જનરલ મેનેજર – EHS, Bosch Ltd; Avinash Harde, વાઇસ પ્રેસિડેન્ટ - IMS HCC Ltd; Shivakumara C., હેડ- HSE, પ્રોજેક્ટ અને વિકાસ સેવાઓ, Jones Lang LaSalle; Sri. Arockiasamy, સિનિયર જનરલ મેનેજર - EHS, JMC Projects India Ltd અને Suresh Tanwar, ઓડિટ એન્ડ કન્સલ્ટન્સીના વડા, British Safety Council, India LLP, જેવા કેટલાંક.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
Informa Markets in India અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. Informa Markets in India (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
ફોટો: https://mma.prnewswire.com/media/1214852/OSH_India_Virtual_Expo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article