'SATTE GenX' પ્રવાસ અને પર્યટન ઉદ્યોગના પુનરુત્થાન માટે માર્ગ મોકળો કરે છે
- એક સફળ નોંધ સાથે પ્રવાસ પર્યટન ઉદ્યોગનું એક ઉચ્ચ ઉર્જા પ્રદર્શન
- ભારત અને વિદેશમાંથી 6051 ઉપસ્થિતોની હાજરી
મુંબઈ, ભારત અને નવી દિલ્હી, Oct. 23, 2020 /PRNewswire/ -- SATTE, Informa Markets in India દ્વારા દક્ષિણ એશિયાનું સૌથી મોટું પ્રવાસ અને પર્યટન પ્રદર્શન, SATTE GenX સાથે સફળતાપૂર્વક તેના વર્ચ્યુઅલ પદાર્પણનું સમાપન કર્યુ, દક્ષિણ એશિયાનું પ્રીમિયમ વર્ચુઅલ ટ્રાવેલ પ્રદર્શન. શો 122 પ્રદર્શનકારોથી ચિન્હિત હતો અને રોગચાળા વચ્ચે ઉદ્યોગો માટે પડકારો, ઉકેલો અને આગળ જવા અંગે ચર્ચા કરવા માટે એક મંચ પર પ્રવાસ વેપાર મંડળના 6051 ઉપસ્થિતોને એકસાથે લાવ્યો છે.
SATTE GenXના ઉદ્દઘાટન સમારોહમાં Shri Prahalad Singh Patel, પર્યટન અને સંસ્કૃતિ પ્રધાન (I/C), ભારત; Shri Mansukh Mandaviya, શિપિંગ પ્રધાન (I/C), ભારત; Dr Abdulla Mausoom, પર્યટન મંત્રી, માલદીવ્સ; Mr. Harris Theoharis, પર્યટન મંત્રી, ગ્રીસ; MP Bezbaruah, સેક્રેટરી જનરલ, ભારતનું હોટલ એસોસિએશન અને ભૂતપૂર્વ પર્યટન સચિવ; Mr. Maneck Dawar, અધ્યક્ષ, SEPC; Ms. Jyoti Mayal, વાઇસ ચેરમેન, FAITH અને Mr. Subhash Goyal, પૂ. સેક્રેટરી, FAITHની અન્યોની સાથે ઉપસ્થિતિ રહી હતી. સમારોહમાં ઉદ્યોગના ટોચના નેતાઓએ હાજરી આપી હતી.
SATTE GenXના ઉદ્દઘાટન પર આવકાર આપતા, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "પ્રવાસ, પર્યટન અને આતિથ્ય ઉદ્યોગના ક્ષેત્રમાં મહામારીએ તબાહી મચાવી છે. જો મુસાફરીના નિયંત્રણો લાંબાસમય સુધી રહેશે તો WTTCએ વૈશ્વિક GDPમાં આ ક્ષેત્રના યોગદાનમાં 5.543 ટ્રિલિયન યુએસ ડોલર અને 197 મિલિયન નોકરીઓના નુકસાનનો અંદાજ લગાવ્યો છે. ભારત તેમાં અપવાદ નથી; 2020 દરમિયાન પર્યટનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જયારે વૈશ્વિક વસ્તીના 90% લોકો મુસાફરીના પ્રતિબંધો હેઠળ જીવનનું સમાધાન કરે છે અને અન્ય લોકો વાયરસના સંક્રમણના ડરથી ઘરે જ રહે છે, આ ક્ષેત્રે લગભગ સંપૂર્ણ સ્થિરતા આવી હતી. આમછતાં, પ્રવાસ, પર્યટન અને આતિથ્યના નેતાઓ મુશ્કેલીઓના આ સમયમાં મજબૂત રહ્યા છે. SATTE GenX, ઉદ્યોગ માટે એક પહેલ છે, જે આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક સ્થળોની પરેડની ખાતરી આપે છે જે આગામી સિઝનમાં ફરી ખુલી છે અથવા સંભવિત છે. તે બજારના બદલાવોને પહોંચી વળવા અને ચાલુ કટોકટી અને ધીરે ધીરે પુન:પ્રારંભની વચ્ચે વ્યવસાય કરવા માટે એક સંગઠિત બંધારણની ઓફર કરવાનો પ્રયાસ છે."
"માન્ય SOP સાથે, ભૌતિક પ્રદર્શનો ફરીથી ખોલવાની સરકારની તાજેતરની મંજૂરી સાથે, તેમણે B2B પ્રદર્શનોને "ઓદ્યોગિક અને વાણિજ્યિક વિકાસ માટેના મુખ્ય પ્રોત્સાહન પ્રદાન કરનારા તરીકે પણ માન્યતા આપી છે."
"અમે અમારા ભૌતિક પ્રદર્શનોને સુરક્ષિત રીતે ફરીથી પ્રારંભ કરવા માટે આગળ જોઇએ છીએ જેમાં 2021ના પ્રારંભમાં SATTEનો સમાવેશ પ્રવાસ અને પર્યટન ક્ષેત્રમાં આપણી સરકાર અને અમારા હોદ્દેદારોના વિશ્વાસને ફરીથી મૂકવા માટે થાય છે." તેમણે આગળ ઉમેર્યુ.
આ ડિજીટલ કાર્યક્રમ Informa Markets in Indiaના 'વર્ચ્યુઅલ B2B ઉજવણી'નો એક ભાગ છે, જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2020 ના મહિનામાં વર્ચુઅલ ટ્રેડ શો અને ઇ-કોન્ફરન્સનો શક્તિશાળી એરે છે. વર્ચ્યુઅલ B2B ઉજવણીની પહેલ, જયારે અર્થતંત્ર પોતે પાટા પર પાછા આવવા માટે તત્પર છે ત્યારે સંબંધિત સમુદાયોને મદદ કરી, અને વ્યવસાયો લોકડાઉનની મર્યાદાઓને દૂર કરી, ધ્યેય પ્રાપ્ત કરવા અને શક્તિશાળી ધાર પૂરો પાડવામાં મદદ કરે છે.
વર્ચુઅલ ટ્રેડ શોમાં પ્લેટિનમ ભાગીદારો તરીકે ઇન્ડોનેશિયા, સાઉદી અરેબ, માલદીવ્સ, થાઇલેન્ડ, દુબઇ, બાંગ્લાદેશ અને MakeMyTrip જેવા પ્લેટિનમ પાર્ટનર્સ; ફીજી, ગ્રીસ, ઉતાહ અને TravelBoutiqueOnline ગોલ્ડ પાર્ટનર તરીકે અને મોરેશિયસ, જર્મની, સોમાથિરામ અને Guideline Travels સિલ્વર પાર્ટનર તરીકે ભાગીદારી કરી હતી. Services Export Promotional Council (SEPC), ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની સલાહકાર સંસ્થા, ભારતના અંતરિયાળ પર્યટનના પુનરુત્થાન માટે વર્ચુઅલ પ્રદર્શનમાં એક વિશિષ્ટ પેવેલિયન દર્શાવ્યું હતું. શિપિંગ મંત્રાલય, ભારત સરકારે મુખ્ય ભારતીય બંદરો અને ક્રુઝ લાઇનની ભાગીદારીને સક્ષમ કરવા માટે 'ક્રુઝ પેવેલિયન' હોસ્ટ કરીને SATTE GenX ને સમર્થન આપ્યું હતું.
SATTE GenXએ સત્રો, ચર્ચા અને પ્રસ્તુતિઓની શ્રેણી હોસ્ટ કરી હતી. કોન્ફરન્સિસમાં વિચારશીલ નેતાઓએ તેમના મંતવ્યો
'આઉટબાઉન્ડ ટ્રાવેલ: બદલાતી વ્યુહરચના'; 'ક્રુઝ ટૂરિઝમ: શું ભારત લહેરો પર સવારી કરવા તૈયાર છે?'; 'પર્યટન સંગઠનો: વૈશ્વિક કટોકટીનું સંચાલન' અને 'હોસ્પિટાલિટી: હોટલ ઉદ્યોગનું ભવિષ્ય' પર શેર કર્યા હતાં.
SATTE GenXને આંતરરાષ્ટ્રીય અને ભારતીય પ્રવાસ વેપાર સંગઠનો જેમકે as Indian Association of Tour Operator (IATO), Skal Asia, Travel Agents Association of India (TAAI), Association of Domestic Tour Operators of India (ADTOI), Travel Agents Federation of India (TAFI), IATA Agents Association of India (IAAI), India Convention Promotion Bureau (ICPB), India Golf Tourism Association (IGTA), Network of Indian MICE Agents (NIMA), Outbound Tour Operators Association of India (OTOAI), Pacific Asia Travel Association (PATA), Association of Bhutanese Tour Operators (ABTO), Universal Federation of Travel Agent Association (UFTAA), BD Inbound અને Enterprising Travel Agents Association (ETAA) જેવાં દ્વારા ઘણી સારી રીતે સમર્થન આપવામાં આવ્યુ છે.
SATTE GenX ખાતે ઉદ્યોગ બોલે છે
"SATTE GenX આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રદર્શકોના યજમાન સાથે પર્યટન વૈશ્વિક ધંધાને ફરીથી શરૂ કરવામાં સહાય કરવાનો પ્રયાસ છે. આ વર્ચ્યુઅલ પહેલ એ ઉદ્યોગને મદદ કરવા માટેનો એક નવો પ્રયાસ અને એક અલગ ઉપાય છે. હું આ પ્રદર્શનમાં ભાગ લેનારા તમામ આંતરરાષ્ટ્રીય પર્યટન બોર્ડ અને સ્થાનિક કંપનીઓનો આભાર માનું છું. પર્યટન ક્ષેત્રના પુનરુત્થાન માટે આ એક સારું પગલું છે." એમ Prahalad Singh Patel, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય (I/C), ભારતએ કહ્યુ.
"હું SATTE GenXનો ભાગ બનવા માટે ઘણો ખૂશ છું. અમારી સરકારની શરૂઆતથી, અમારૂ વિઝન હંમેશાં ભારતમાં ક્રુઝ ટૂરિઝમ વિકસાવવા માટેનું હતું. અમે તમામ ભાગીદારો જેમકે બંદર, ઇમિગ્રેશન, પર્યટન વિભાગ, પોસ્ટ આરોગ્ય વિભાગ, કસ્ટમ વિભાગ, કરવેરા સંસ્થાઓ, ટૂર ઓપરેટરો વગેરેને એક સામાન્ય મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે... અમે ભારતને વૈશ્વિક ક્રુઝ ટૂરિઝમના નકશા પર મૂકવા માંગીએ છીએ. SATTE GenX ક્રુઝ ટૂરિઝમ ક્ષેત્રમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે." એમ Mansukh Mandaviya, શિંપિગ મંત્રાલય, (I/C), ભારતએ કહ્યુ.
"SATTE GenXનો ભાગ બનવાનો ઘણો આનંદ છે. SATTE અમારા માટે અગત્યના પ્રદર્શનોમાંથી એક છે. આ પડકારરૂપ સમયને પહોંચી વળવા આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. ભલે વર્ચ્યુઅલ રીતે, આ પ્રદર્શન ખૂબ પ્રોત્સાહક છે. વધુ કાર્યક્ષમતા માટે અમારે નેટવર્કિંગ માટે આવા મજબૂત વર્ચુઅલ ટૂલ્સનો ઉપયોગ કરવાની જરૂર છે... SATTE જેવા પ્રદર્શનો અમને આગળના સ્તરે લઈ જાય છે. અમને આગળના રસ્તની વધુ ખાતરી નથી, પરંતુ આ એક નવી રીતથી વ્યવસાય કરવાની તક છે." Abdulla Mausoom, પર્યટન મંત્રાલય, માલદીવ્સએ કહ્યુ.
"ભારત અને ગ્રીસ માટે, મુસાફરી ઉદ્યોગ એ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે જેણે અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ કરવામાં મદદ કરી છે. રોગચાળાએ અમને અલગ રીતે વિચારવાની ફરજ પડી છે અને આપણે નવા ધોરણ સાથે કેવી રીતે વ્યવહારને ફરીથી ગોઠવી શકીએ છે. સરહદો પર તાલીમ અને પરીક્ષણ શાસનની સાથે આરોગ્ય પ્રોટોકોલ મુસાફરો અને નાગરિકોની સલામતીની ખાતરી કરશે. આ દરેક માટે મુશ્કેલ વર્ષ રહ્યું છે, SATTE જેવી પહેલ લોકોને એકસાથે લાવવામાં મદદ કરે છે અને વેપાર કરવાનું એક મંચ આપે છે." Harris Theoharis, પર્યટન મંત્રાલય, ગ્રીસએ કહ્યુ.
"અમે SATTE GenX સાથે Informaના ભાગીદાર બનવાથી અમે ખરેખર સમ્માન અનુભવીએ છીએ. SEPCમાં અમે સ્થાનિક સેવાઓને ટેકો આપવા પ્રતિબદ્ધ છીએ અને અમારું ધ્યાન મુસાફરી અને પર્યટન ઉદ્યોગ પર છે. આપણે બધા જાણીએ છીએ કે આ ઉદ્યોગને ફરી ઉભો થતાં ઘણો લાંબો સમય લાગશે. SEPC પરથી, અમે પર્યટન ઉદ્યોગ માટે રજૂઆત કરી રહ્યા છીએ, સરકારે જેટલું કરવું જોઈએ તેટલું કર્યું નથી. SATTE GenX ખાતે પેવેલિયન મુક્યુ છે અને 75 પ્રદર્શકો માટે તેમને પ્રોત્સાહન આપવા માટે પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે." Maneck Dawar, અધ્યક્ષ, SEPC, એ કહ્યુ.
"SATTE GenX ખૂબ અસામાન્ય સમયમાં થઈ રહ્યું છે, પરંતુ SATTE ઉદ્યોગને ફરીથી સ્થાપિત કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. આ નવી મુસાફરીનો પાયો નાખશે જે આપણે આગળ લઈ જશે. તેમાં કોઈ શંકા નથી કે 9/11, SARS અને સુનામી પછી આવ્યુ તેમ ટૂરિઝમ પાછું ફરશે… SATTE પ્રાદેશિક પર્યટનના પ્રમોશનમાં મોટો ભાગ ભજવે છે." MP Bezbaruah, સેક્રેટરી જનરલ, હોટલ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને ભૂતપૂર્વ પર્યટન સચિવ, ભારત સરકારએ કહ્યુ.
"હું ખુશ છું કે નાના સંગઠન તરીકે જે શરૂ થયું તે આજે દક્ષિણ એશિયાનો સૌથી મોટો ટ્રાવેલ શો અને સૌથી સફળ ખરીદદાર-વેચાણકર્તા મીટ છે. આગળ, અમે ઇચ્છીએ છીએ કે SATTE આગામી વર્ષોમાં વિશ્વનું સૌથી મોટું પ્રવાસ પ્રદર્શન બને. ભારત દક્ષિણ એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકાનું કેન્દ્ર છે અને વેપાર પ્રદર્શનનું કેન્દ્ર હોવું જોઈએ… મને ગર્વ છે કે SATTE ગણતરી માટેનું એક બળ બની ગયું છે અને તે ભારતીય પર્યટન ક્ષેત્રને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે." એમ Subhash Goyal, હોની. સેક્રેટરી, FAITH, એ કહ્યુ.
"વિશ્વભરના 122 થી વધુ પ્રદર્શકો સાથે SATTE GenX ટ્રાવેલ ટ્રેડ બિરાદરો માટે નેટવર્ક અને ફરીથી વ્યવસાય શરૂ કરવા અને આ કટોકટીને પહોંચી વળવા માટે એક ચોક્કસ તક હશે. એક સંકટ જેણે આપણને પોતાને વિચારવા અને પુનર્ગઠન કરાવ્યુ છે." એમ Jyoti Mayal, વાઇસ ચેરમેન, FAITHએ કહ્યુ.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - https://www.informamarkets.com/en/regions/asia/India.html ની મુલાકાત લો
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra - [email protected]
Mili Lalwani - [email protected]
લોગો: https://mma.prnewswire.com/media/1317060/SATTE_Gen_X_logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article