Star Air બેંગલુરુ, જામનગર અને હૈદ્રાબાદને જોડતાં 3 નવા રૂટ પર ઓપરેશન શરૂ કરી રહ્યુ છે; જે અસાધારણ પ્રતિભાવ મેળવી રહ્યુ છે
બેંગલુરુ, ભારત, Nov. 24, 2021 /PRNewswire/ -- 26મી ઓગષ્ટ 2021, Star Airએ જામનગરથી હૈદરાબાદ અને બેંગલુરુ બંને માટે સીધી ફ્લાઇટ સેવાઓ શરૂ કરીને પ્રાદેશિક જોડાણ યોજના UDAN હેઠળ તેની કામગીરી વિસ્તૃત કરી છે. આ 4 UDAN ફ્લાઇટ સાથે, એરલાઇને બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચે મેટ્રો ટુ મેટ્રો કનેક્શન પણ શરૂ કર્યું છે.
પ્રારંભિક ફ્લાઇટ્સમાં 100% સમયસર કામગીરી સાથે 80% પેસેન્જર લોડ ફેક્ટરનો આશ્ચર્યજનક પ્રતિભાવ જોવા મળ્યો. છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં લકી ડ્રોમાં ચાર મુસાફરોએ મફત ટિકિટ જીતી હતી.
જામનગર અને હૈદરાબાદ એરપોર્ટ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહની વર્ચ્યુઅલ અધ્યક્ષતા માનનીય નાગરિક ઉડ્ડયન મંત્રી Shri. Jyotiraditya M. Scindia અને માનનીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (Dr) VK Singh દ્વારા કરવામાં આવ્યુ છે.
જામનગરથી હૈદરાબાદ અને બેંગલુરુ માટે સીધી ફ્લાઇટ સેવાઓ શરૂ કરવી એ પ્રાદેશિક જોડાણમાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે અને આ શહેરોમાં મુસાફરોને લાભ આપવાનું વચન આપે છે.
Mr. Sanjay Ghodawat, અધ્યક્ષ - Star Air એ કહ્યુ, "અમે ઉત્સાહપૂર્વક જાહેરાત કરીએ છીએ કે અમે હવે વિશ્વના તેલીય શહેર જામનગરને હૈદરાબાદ અને બેંગલુરુ સાથે સીધું જોડ્યું છે. અમારા નવા રૂટ પરથી મળેલ પ્રતિસાદ આનંદ અને ગૌરવથી ઓછો ન હતો. જામનગર દ્વારકાધીશનું પ્રવેશદ્વાર પણ છે, બેંગલુરુ અને હૈદરાબાદના ઘણા લોકોને આ સીધી ફ્લાઇટનો લાભ મળશે. ભવિષ્યમાં અન્ય ઘણા પ્રાદેશિક એરપોર્ટને જોડવાનું અમારું લક્ષ્ય છે."
Star Air'sની આ શહેરો વચ્ચે સીધી ફ્લાઇટ સેવાઓ હવે અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે (મંગળવાર, ગુરુવાર અને શનિવાર).
Star Air વિશે:
Star Air અગ્રણી ભારતીય વ્યાપાર સંગઠન Sanjay Ghodawat ગ્રુપની શાખા છે, એવિએશન, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, એજ્યુકેશન, એનર્જી, રિયલ્ટી, રિટેલ અને ટેક્સટાઇલ જેવા વિવિધ ઉચ્ચ-મૂલ્યના બિઝનેસ વર્ટિકલ ક્ષેત્રોમાં તેની હાજરી છે. Star Air સમગ્ર ભારત સ્તરે સુનિશ્ચિત અને બિન-સુનિશ્ચિત (ચાર્ટર) ફ્લાઇટ સેવાઓ પ્રદાન કરે છે અને મુસાફરોને મહાન આરામ અને સલામતી સુનિશ્ચિત કરે છે. તેનો પ્રયાસ મુસાફરોને ખૂબ જ સસ્તું ખર્ચે વિશ્વસ્તરીય ફ્લાઇટ સેવાઓ આપીને 'રિયલ ઇન્ડિયાને કનેક્ટ' કરવાનો છે.
વધુ માહિતી માટે, કોઈપણ +91-99705 5511/+91-22-50799555 પર કોલ કરી શકે છે અથવા www.starair.in ની મુલાકાત લો.
ફોટો: https://mma.prnewswire.com/media/1059484/Star_Air_aircraft.jpg
ફોટો: https://mma.prnewswire.com/media/942915/Star_Air_Bengaluru.jpg
Share this article