SPJIMRનો PGMPWએ AMBAનો 'MBA Innovation Award' મેળવ્યો છે
મુંબઈ, February 13, 2019 /PRNewswire/ --
Bharatiya Vidya Bhavanનો સૌથી નવો કાર્યક્રમ SPJIMR, મહિલાઓ માટે Post Graduate Management Programme for Women (PGMPW) એ Association of MBAs (AMBA) Excellence Awards 2019ની આવૃત્તિમાં 'MBA Innovation Award' મેળવ્યો છે.
(Logo: https://mma.prnewswire.com/media/688342/SPJIMR_Logo.jpg )
PGMPW ઉદ્યોગના અગ્રણીઓ સાથે ભાગીદારીમાં ડિઝાઈન કરવામાં આવેલ 11-મહિનાનો કોર્સ છે. આ એક માત્ર કાર્યક્રમ કે જે સ્ત્રીઓ કે જેઓ કારકિર્દી વિરામ પછી કામ પર પાછા ફરવા માંગે છે તેમની જરૂરિયાતોને અનુરૂપ છે. આ કાર્યક્રમ મધ્ય કારકિર્દી વાળી મહિલા વ્યાવસાયિકોને તૈયાર કરે છે અને પદની સ્થિતિ આપે છે અને સાથે સાથે ઉદ્યોગને ટોચની પ્રતિભા લેવામાં મદદ કરે છે અને વધુ જાતીય વૈવિધ્યપૂર્ણ કાર્યસ્થળ બનાવે છે. SPJIMR ખાતે PGMPW તેના બીજા વર્ષમાં છે અને તેને સંસ્થાની નોંધપાત્ર નવીનતાઓમાંથી એક તરીકે ગણવામાં આવે છે.
AMBA એ કહ્યુ, "પ્રતિષ્ઠિત પુરસ્કાર બિઝનેસ સ્કૂલના તમામ ક્ષેત્રોમાં MBA ડિલીવરીમાં નવીનતા અને ક્રાંતિકારી વિસારસરણીની ઉજવણી છે અને તેજસ્વી નવી પદ્ધતિઓને ઓળખવા અને પુરસ્કાર આપવા માટે વિકસાવવામાં આવ્યો છે. તે નવીનતાની શોધમાં જોખમો લેવાના મૂલ્યોને પ્રોત્સાહિત કરે છે."
વિશ્વભરમાં 46 બિઝનેસ સ્કુલની રજૂઆત કરતાં લગભગ 200 B-સ્કુલ અગ્રણીઓએ AMBAના હેડક્વાર્ટર, લંડનમાં આ મહિનાની શરૂઆતમાં યોજાયેલા તેજસ્વી એવોર્ડ સમારોહમાં ભાગ લીધો હતો.
SPJIMRના PGMPW અધ્યક્ષ અને માર્કેટિંગના પ્રોફેસર Dr. Ashita Aggarwal સમારોહમાં એવોર્ડ મેળવવા માટે હાજર હતાં. Dr. Aggarwal એ પાછળથી કહ્યુ, "SPJIMR સંસ્થા તરીકે તેની સ્થિતિમાં છે કે જે બે મહત્વના લક્ષણો માટે જાણીતી છે - હિંમત અને હૃદય. આ બંને શબ્દો PGMPWના હ્રદયસમાન અને તેની અનન્ય સ્થિતિ અને હેતુ માટે છે. કાર્યક્રમ એ હકીકતની સાક્ષી આપે છે કે વ્યવસાયના નિર્ણયો ખૂબ હિંમતવાન હોઈ શકે છે અને હ્રદયથી લઈ શકાય છે. અમારા સહભાગીઓ માટે એક વર્ષ માટે, સખત, સંપૂર્ણ નિવાસી પ્રોગ્રામ, તેમના બાળકો અને પરિવારને ઘરે મૂકી કરવા માટે ખૂબ દ્રઢતા માંગી લે છે."
પ્રથમ સ્નાતક જૂથમાં, PGMPWના 90 ટકા વિદ્યાર્થીઓએ તેમની અત્યારની હાલની સ્થિતિ કરતાં વધુ ઉંચા સ્થાન પર પ્રખ્યાત સંસ્થાઓમાં નોકરી મેળવી છે. ઉમેદવારોએ સરેરાશ પગારમાં 50 ટકાથી વધુ વધારો મેળવ્યો છે.
SPJIMRના ડીન Dr. Ranjan Banerjee એ કહ્યુ, "PGMPW પ્રતિભાશાળી સ્ત્રીઓને કર્મચારી સ્થળોએ પાછા લાવવાના હેતુને સમર્થન આપવા માટેના એક મોટા પ્રયાસની શરૂઆત છે. જ્યારે આપણે પ્રારંભિક વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરવાથી ખુશ છીએ, આ એક લાંબી અને મૂશ્કેલ મુસાફરી પણ છે, અને આપણે તો માત્ર શરૂઆત કરી છે."
Andrew Main Wilson, AMBAના CEO, એ કહ્યુ: "AMBA અને Business Graduates Association (BGA) ટીમ વતી, હું આ વર્ષના AMBA Excellence Awardsના ફાઇનલિસ્ટ અને વિજેતાઓને અભિનંદન પાઠવું છું."
"ફરી એકવાર આ વર્ષે પુરસ્કાર પ્રવેશોની ગુણવત્તા ઘણી ઉંચી હતી અને અમને સિદ્ધિઓ અને નવીનતાની ઉજવણી પર ગર્વ છે જે AMBAની નેટવર્ક સ્કુલો અને તેમના વિદ્યાર્થીઓમાં સ્પષ્ટપણે પુરાવા આપે છે." એમ તેમણે ઉમેર્યુ.
SPJIMRનું મિશન 'પ્રેક્ટિસ પ્રભાવિત કરવી' અને 'મૂલ્ય આધારિત વિકાસને પ્રોત્સાહિત' કરવાનું છે. આ સ્કુલ એશિયાની મેનેજમેન્ટ માટેની સૌથી નવીનત્તમ અને સામાજીક જવાબદાર સ્કુલ બનવાની મહત્વકાંક્ષા ધરાવે છે.
ફાયનલિસ્ટની યાદી AMBAની વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ કે જેમણે 76 એન્ટ્રીઓની સમીક્ષા કરી તેમના દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવી હતી. નિર્ણાયકોએ 27 સૂચિબદ્ધ થયેલ એન્ટ્રીઓની સમીક્ષા કરી. નિર્યાયકોની પેનલ AMBAના બોર્ડના સભ્યોની, બિઝનેસ વિશેષજ્ઞો, ડીન અને મેનેજમેન્ટના અગ્રણીઓ દ્વારા બનાવવામાં આવેલ હતી.
SPJIMR વિશે:
S.P. Jain Institute of Management & Research (SPJIMR) (http://www.spjimr.org ) Bharatiya Vidya Bhavanનો એક ઘટક છે અને તેણે ભારતની ટોપ ટેન બિઝનેસ સ્કૂલ્સમાં સ્થાન મેળવ્યું છે. મેનેજમેન્ટની એક પ્રિમિયમ સ્કુલ તરીકે Bharatiya Vidya Bhavanની SPJIMR શિક્ષણશાસ્ત્રના સંશોધન અને અગ્રણી કાર્યક્રમો માટે જાણીતી છે, જેણે મેનેજમેન્ટ શિક્ષણમાં સંસ્થાને તેના અનન્ય અને વિશિષ્ટ માર્ગ માટે ઉભી રહેવામાં મદદ કરી છે. Bharatiya Vidya Bhavanની SPJIMR નું મિશન 'પ્રેક્ટિસ પ્રભાવિત કરવી' અને 'મૂલ્ય આધારિત વિકાસને પ્રોત્સાહિત' કરવાનું છે. સંસ્થા હાલમાં મુંબઈ, અંધેરીમાં તેના 45-એકરના કેમ્પસ, અને નવી દિલ્હીના કેમ્પસમાંથી કામ કરે છે. કોઈપણ અન્ય સંસ્થા સાથે અમારી ગૂંચવણને ટાળવા, પાંચ સ્ટ્રોક વાળો લોગો અને Bharatiya Vidya Bhavan સાથેના એસોસિયેશન માટે જૂઓ.
મિડીયા સંપર્ક:
Prof. Abbasali Gabula
[email protected]
+91-9821362495
એસોસિયેટ ડિરેક્ટર
એક્સટર્નલ રોલેશન્સ
S.P. Jain Institute of Management & Research
Share this article