રણવીરસિંહ એસ્ટ્રલ પાઇપ્સનો નવો ચહેરો બનશે
અમદાવાદ, ભારત, Jan. 24, 2020 /PRNewswire/ -- ભારતના પાઇપિંગ સિસ્ટમના સૌથી વિશ્વસનીય અને અગ્રણી ઉત્પાદનકર્તા એસ્ટ્રલ પાઇપ્સએ વર્ષ 2020માં બૉલિવુડના સૌથી યુવાન સુપરસ્ટાર રણવીરસિંહ સાથે તેમની બ્રાન્ડનું નવું જોડાણ કરવા સંબંધિત નિવેદન આપ્યું છે. લોકપ્રિય અને ઉત્કૃષ્ટ પર્ફોમર રણવીર એ નવી પેઢીના સૌથી વિશ્વસનીય યુવા સ્ટાર્સ પૈકીના એક છે.
એસ્ટ્રલ પાઇપ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની નવી ભૂમિકા અંગે વાત કરતા રણવીરસિંહે જણાવ્યું હતું કે, 'એસ્ટ્રલ પાઇપ્સ પાઇપિંગ સિસ્ટમના દેશના અગ્રણી ઉત્પાદનકર્તાઓમાંથી એક હોવાથી તેનો હિસ્સો બનવું એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે. તે ખૂબ જ અદ્ભૂત બાબત છે કે, બ્રાન્ડની સર્વતોમુખીતા અને આ ક્ષેત્રમાં નવીનતા મારી સાથે તાદાત્મ્ય સાધે છે અને હું તેમની સાથે સંકળાઈને ખૂબ જ ખુશ છું.'
એસ્ટ્રલ પાઇપ્સ પાઇપિંગ ઇન્ડસ્ટ્રીમાં નવીનતાઓ લાવવા માટે તથા નવા વલણો અને માપદંડો સ્થાપિત કરવા માટે જાણીતી છે. ઇન્ડસ્ટ્રીના પરિદ્રશ્યને બદલવા માટે જાણીતી એસ્ટ્રલ પાઇપ્સએ ઇન્ડસ્ટ્રીમાં ઘણી નવી પહેલ કરી છે અને રણવીરસિંહ સાથેનું આ જોડાણ વધુ એક સુસંગત પગલું છે, જે આ બ્રાન્ડને તેના સ્પર્ધકો અને સમકાલીનોથી અલગ પાડે છે.
જ્યારે ગુણોની વાત નીકળે ત્યારે આ બ્રાન્ડ અને રણવીરસિંહ ઘણી સમાનતાઓ ધરાવે છે, જેમ કે, ઊર્જા, બહુમુખી પ્રતિભા અને કટિબદ્ધતાનું પ્રતિનિધિત્વ.
એસ્ટ્રલ પાઇપ્સના વીપી-બિઝનેસ ડેવલપમેન્ટ શ્રી કૈરવ એન્જિનિયરે જણાવ્યું હતું કે, 'સૌ કોઈ આ પગલાંની તરફેણમાં છે. આ પગલું અમારી બ્રાન્ડને આગળ વધુ પ્રોત્સાહન પૂરું પાડશે, કારણ કે, અમે માનીએ છીએ કે, રણવીરસિંહ એ અમારા માટે તદ્દન અનુરૂપ છે અને તે બ્રાન્ડને તાજગી અને નવી ઊર્જા આપશે.'
આ એક આશાસ્પદ જોડાણની શરૂઆત છે.
એસ્ટ્રાલ પાઈપો વિશે
એસ્ટ્રલ પાઇપ્સની સ્થાપના 1996માં થઇ હતી જેનો હેતુ ભારતમાં પ્લમ્બિંગ અને ડ્રેનેજ સિસ્ટમ્સના ઉત્પાદનનો હતો. આજે અમે કરોડો ઘરની જરૂરિયાત સંતોષીએ છીએ અને અતુલ્ય ગુણવત્તાના હોલમાર્ક સાથે ભારતના વિકાસ કરી રહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્રને વધારાનું જોમ પૂરું પાડીએ છીએ.
એસ્ટ્રલ પાઇપિંગ ઉદ્યોગમાં ઇનોવેશન અને નવા ટ્રેન્ડ સ્થાપવાને પ્રોત્સાહન આપે છે. નવી પાઇપિંગ ટેકનોલોજી લાવીને અને હાલની તથા નવી પ્રોડક્ટમાં સતત ઇનોવેશન કરવા પર એસ્ટ્રલ કેન્દ્રિત છે. આ ખાસ ભાર મૂકવાના કારણે બ્રાન્ડ ઊચ્ચ ધોરણો સ્થાપિત કરે છે અને બીજાની તુલનામાં ઉદાહરણરૂપ બનીને અગ્રણી સ્થાન મેળવે છે. એસ્ટ્રલ તેની ઉચ્ચ ગુણવત્તા અને ગ્રાહકની અપેક્ષા કરતા સારો દેખાવ કરવા માટે જાણીતી છે. નવી પાઇપિંગ ટેકનોલોજી રજૂ કરવાથી લઈને ઇનોવેટિવ બ્રાન્ડ કોમ્યુનિકેશન સુધી, એસ્ટ્રલનું બ્રાન્ડ મિશન ગ્રાહકોના મનમાં ઉચ્ચ સ્થાન જાળવી રાખવાનું અને વૃદ્ધિ કરવાનું તથા સાતત્યપૂર્ણ રીતે ઉચ્ચ મૂલ્યો હાંસલ કરવાનું છે.
એસ્ટ્રલ પાઇપ્સ સમગ્ર દેશમાં અત્યાધુનિક ઉત્પાદન સુવિધાથી સજ્જ છે. જેથી તે વિવિધ પ્રદેશો અને બજારોની જરૂરિયાત સંતોષી શકે છે. CPVC કમ્પાઉન્ડિંગ (45000 MT વાર્ષિક) માટે અમારી બેકગ્રાઉન્ડ ઇન્ટીગ્રેશન ક્ષમતાના કારણે અમે ખરા અર્થમાં ભારતીય ઉત્પાદક બન્યા છીએ. સમગ્ર દેશમાં અમારા છ ઉત્પાદન એકમોમાં ઓટોમેટેડ મટિરિયલ હેન્ડલિંગ અને ફિડિંગ સિસ્ટમ્સ છે. એસ્ટ્રલ પ્રોડક્શન પ્રોસેસ અને કન્ટ્રોલ SCADA સિસ્ટમ પર આધારિત છે અને અમે ઇન-હાઉસ QC ડિપાર્ટમેન્ટ ધરાવીએ છીએ જેથી ઉત્પાદનની ગુણવત્તા પર ખાસ નિયંત્રણ રાખી શકાય છે.
અમારા પાઇપ ઉત્પાદન યુનિટ્સઃ
સાંતેજ, ગુજરાત
ધોળકા, ગુજરાત
હોસુર, તમિલનાડુ
ઘિલોથ, રાજસ્થાન
સાંગલી, મહારાષ્ટ્ર
સીતારગંજ, ઉત્તરાખંડ
મીડિયા સંપર્ક:
Kairav Engineer
[email protected]
+91-7966212000
Astral Poly Technik Limited
Logo: https://mma.prnewswire.com/media/1081613/Astral_Pipes_Logo.jpg
Share this article