PharmaLytica 2019 મુંબઈના ફાર્મા હબમાં એક પ્રભાવશાળી શરૂઆત કરે છે
મુંબઈ, June 21, 2019 /PRNewswire/ --
ભારતની વિશ્લેષણાત્મક, લેબ, ફાર્મા મશીનરી અને ઇન્ગ્રેડિએન્ટ્સ ઉદ્યોગની જરૂરિયાતો પૂરી પાડતી એક પ્રિમીયર ઇવેન્ટ
UBM India, વૈશ્વિક ફાર્મા ટ્રેડ શો અને કોન્ફરન્સના અગ્રણી CPhI / P-MEC ઇન્ડિયાના આયોજકોએ, મુંબઈમાં જે ખાસ કરીને પશ્ચિમ ભારતમાં ફાર્મા હબનું કેન્દ્રબિંદુ છે ત્યાં પહેલીવાર PharmaLytica 6ઠ્ઠી આવૃત્તિનું આયોજન કર્યું હતું. અગાઉ આ શોનું આયોજન હૈદરાબાદમાં કરવામાં આવ્યું હતું. બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલ, ત્રણ દિવસની ઇવેન્ટનું ઉદ્ઘાટન ઉદ્યોગના મહાનુભાવોની હાજરીમાં Thermolab ના પ્રેસિડેન્ટ માર્કેટિંગ Mr. Pravin Mhapankar, Ms. Mayanki Gandhi, સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ, IIT મુંબઇ; Mr. Shehul Sheth, VP, Indian Pharma Machinery Manufacturer's Association ( IPMMA ); Mr. Yogesh Mudras, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર; Mr. Ritesh Modi, ડિરેક્ટર ફાઇનાન્સ, UBM India અને Mr. Rahul Deshpande ગ્રુપ ડિરેક્ટર, UBM India દ્વારા કરવામાં આવ્યું હતું.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/897414/PharmaLytica_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/900089/Inauguration_PharmaLytica_2019.jpg )
PharmaLytica ફાર્માસ્યુટિકલ સમુદાયને વર્તમાન ઉદ્યોગ વલણો, નવીનતાઓ એકત્રિત કરવા માટે અને વિશ્લેષણાત્મક,લેબોરેટરી, મશીનરી, ઇન્ગ્રેડિએન્ટ્સ, પેકેજીંગ અને અન્ય સંબંધિત ઉદ્યોગો સાથે વ્યવસાય કરવા માટે સક્ષમ કરે છે. Pharmexcil, Confederation of Indian Pharmaceutical Industry (CiPi) અને Indian Drug Manufacturers' Association (IDMA) સહિતના એસોસિએશન દ્વારા એક્સ્પોને સારું સમર્થન પ્રાપ્ત થયું છે. આ વર્ષની શરૂઆતથી, પ્રખ્યાત ફાર્મા સંબંધિત એક્સ્પો પશ્ચિમ ભારતમાં પ્રભાવશાળી ફાર્મા હબ દ્વારા પૂરી પાડવામાં આવતી તકોનો લાભ લેવા માંગે છે, જ્યારે દક્ષિણ ભારતીય બજારની નિકટતા પણ છે.
વર્તમાન આવૃત્તિમાં, PharmaLytica નોંધપાત્ર ઉદ્યોગ ખેલાડીઓ સહિતના 300 થી વધુ પ્રદર્શકોની ભાગીદારીની સાક્ષી પૂરશે, જેમાંના ઘણા PharmaLytica માં પ્રથમવાર પ્રદર્શન કરી રહ્યા છે. કેટલાક પ્રદર્શકોમાં અન્યો સાથે Elmach Packages, Shimadzu, Dockweiler AG, Micronclean, Rotarex, Bruker India Scientific, Sartorius, Schott Kaisha, Gattefosse, Perkin Elmer; Thermolab Scientific Equipments, Nicomac Cleanrooms, Mack Pharmatech, Gangwal Chemicals, Kirloskar Pneumatic, Swati Spentose, Borosil Glass Works, Accupack Engineering, NPM Machinery, Toshvin Analytical, Spinco Biotech, Scientific Research Instruments, LP Global, Bitzer India અને Anton Paar નો સમાવેશ થાય છે.
લક્ઝેમ્બર્ગ, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ચીન દેશની સહભાગિતા સાથે, તેમજ મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગણા, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, દિલ્હી અને ઉત્તરાખંડથી રાજ્યની હાજરી સાથે, PharmaLytica સમગ્ર ભારતનું એક કોંગ્રીગેશન બનવાના માર્ગે છે, જે તમામ મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રો અને ફાર્મા હબ્સ સુધી પહોંચે છે.
આ વર્ષની આવૃત્તિએ ફાર્મા મશીનરી અને પેકેજીંગ; લેબ વિશ્લેષણાત્મક અને ક્લીનરૂમ અને API અને એક્સિપીએન્ટ્સ પેવેલિયનને સમર્પિત વિશેષ પેવેલિયનની સાક્ષી પૂરી. એક્સ્પોના સ્પર્શ અને અનુભૂતિના પાંસાને આગળ વધારવા માટે, મોટાભાગની અપેક્ષિત હાઇલાઇટ્સમાં એક્ઝિબિટર શોકેસનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યાં મુલાકાતીઓ પ્રસ્તુત પ્રેઝન્ટેશન્સમાં ભાગ લીધો, ફાર્મા માર્કેટ પ્લેસમાં ચાલી રહેલ નવીનતાઓ અને તકનીકીના શ્રેષ્ઠ ઉદાહરણો વિશે સાંભળ્યું. ખરીદદારો અને વેચાણકર્તાઓને કનેક્ટ કરવા, વ્યવસાયમાં સરળતા વધારવા તેમજ ક્ષેત્રીય આંતરદૃષ્ટિ વધારવા માટે વિશિષ્ટ B2B મીટિંગ ક્ષેત્ર અને કસ્ટમર ઇનસાઇટ લાઉન્જનું આયોજન કરવામાં આવ્યું.
અન્ય નોંધપાત્ર શોકેસ પૈકી, ભારતની ટોચની શૈક્ષણિક સંસ્થા IIT પવઈ, મુંબઇ એ તેની અદ્યતન વિશ્લેષણાત્મક લેબ - Sophisticated Analytical Instrument Facility (SAIF) નું પ્રદર્શન કર્યું. આ સુવિધા મૂળભૂત રીતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલૉજી, બોમ્બે ખાતે, વર્ષ 1976 માં, ભારત સરકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સમર્થનથી બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, દિવસ 3 પર એસજીએસ એકેડેમી દ્વારા 'ફાર્મામાં GMPની ભૂમિકા અને પ્રતિબદ્ધતા' પર 3 કલાકની એક ખાસ વર્કશોપ યોજવામાં આવી હતી, જે શોમાં હાજરી આપતા ફાર્મા કોર્પોરેટ્સ માટે અમૂલ્ય બનશે.
હૈદરાબાદમાં PharmaLytica ની છઠ્ઠી આવૃત્તિના લૉન્ચ પર બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "તાજેતરના દાયકાઓમાં ઝડપી વૃદ્ધિ માટે ભારતીય ફાર્મા અર્થતંત્રની પ્રશંસા કરવામાં આવી છે. ભારતમાં ખૂબ જ આદરણીય જેનરિક બજાર તેના સંભવિત સ્તરે પહોંચી ગયું છે, આ શો ફાર્મા વ્યાવસાયિકો માટે વૈશ્વિક ફાર્મા સેક્ટરના વધતા વ્યવસાયોમાં નવીનતાની સાથે પડખોપડખ રહેવા માટે ઉદ્યોગના આનુષંગિક વિભાગમાં વધારો કરવા માટે આદર્શ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. ફાર્મા ઇન્ગ્રેડિએન્ટ્સ ઉપરાંત, કંપનીઓ વિશિષ્ટ સફળતા સાથે વિશ્લેષણાત્મક અને બાયો ટેક, લેબ સાધનો અને લેબ કેમિકલ્સ, ફાર્મા મશીનરી અને પેકેજીંગ જેવા પેટા ક્ષેત્રો તરફ ધ્યાન આપી રહી છે. PharmaLytica માં, દરેક સહભાગીને નવીનતમ ઉદ્યોગના વલણો અને નવીનતાઓ અપનાવવાની તેમજ ફાર્મા બિઝનેસ કમ્યુનિટી સાથે નેટવર્ક કરીને એક બીજાને મૂલ્યવાન અભિપ્રાય પ્રદાન કરવાની તક મળે છે."
"ફાર્મા ડોમેનમાં અમારી વધતી જતી અને અપ્રતિમ ઓફરને ધ્યાનમાં રાખીને, દક્ષિણ ઉપરાંત મજબૂત પશ્ચિમ બજારમાં અઢળક મૂલ્ય ઉમેરવા PharmaLytica ને મુંબઇમાં સ્થાનાંતરિત કરવા અંગે અમે ખુશી અનુભવીએ છીએ. દરમિયાન, દક્ષિણમાં જ્ઞાનને શેર કરવાના અમારા સમૃદ્ધ વારસા સાથે, હું હૈદરાબાદમાં 8-9 ઓગસ્ટના રોજ PharmaLytica Confex ના અલગ લૉન્ચની જાહેરાત કરવાની પણ ખુશી અનુભવું છું." તેમણે વધુમાં ઉમેર્યું.
વૈશ્વિક ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર અને વૈશ્વિક સ્તરે જેનરિક દવાઓના સૌથી મોટા પ્રદાતા તરીકે ભારત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દેશનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ 2015-20 દરમિયાન 55 યુએસ અબજ ડોલર સુધી પહોંચવા માટે 22.4 ટકાના CAGR પર વિસ્તરણ થવાની ધારણા છે. નાણાંકીય વર્ષ 18 માં ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસ 17.27 અબજ યુએસ ડોલર હતી અને નાણાંકીય વર્ષ 19 (જાન્યુઆરી 2019 સુધી) માં 15.52 અબજ યુએસ ડોલરની થઈ હતી.
100 ટકા એફડીઆઈને મંજૂરી આપતા, ફાર્મા પાર્ક જેવા વિવિધ આર્થિક ચાલકો અને સરકારી નીતિઓ, બાયોસિમિલર્સ અને બાયોલોજિક્સ સેક્ટરને પ્રોત્સાહન આપતા, આનુષંગિક ક્ષેત્રો સાથે, અને મેન્યુફેકચરિંગ ખર્ચ ઘટાડતા, તે દેશના ક્ષેત્રના વિકાસ માટેના મુખ્ય ચાલક પરિબળો છે. 'Pharma Vision 2020', ભારતને શરૂઆત-થી-અંત સુધીના દવા ઉત્પાદનમાં વૈશ્વિક અગ્રણી બનાવવા માટે રજૂ કરાયું હતું, તેણે રોકાણમાં પણ વધારો કર્યો છે.
ઇવેન્ટ વિશે વધુ જાણવા અને ઇવેન્ટમાં નિઃશુલ્ક એન્ટ્રી માટે નોંધણી કરવા, મુલાકાત લો - http://www.ubmindia.in/pharmalytica
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
PharmaLytica વિશે:
PharmaLyticaનું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે. ભારતમાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/india ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article