PharmaLytica 2019 મુંબઈમાં પ્રભાવશાળી શરૂઆત માટે સજ્જ છે
મુંબઈ, June 6, 2019 /PRNewswire/ --
ભારતના સૌથી વ્યાપક વિશ્લેષણાત્મક, લેબ, ફાર્મા મશીનરી અને ઇન્ગ્રેડિએન્ટ્સ ટ્રેડ શોમાં ભાગ લેનારા 300 થી વધુ ટર્ન-કી પ્રદર્શકો
UBM India, વૈશ્વિક ફાર્મા ટ્રેડ શો અને કોન્ફરન્સના અગ્રણી CPhI/P-MEC ઇન્ડિયાના આયોજકોએ આજે જાહેરાત કરી હતી કે PharmaLytica એક્સ્પોની છઠ્ઠી આવૃત્તિ હૈદરાબાદથી મુંબઈ સ્થાનાંતરિત થશે. અગાઉ બે દિવસની ઇવેન્ટ, PharmaLytica 2019 જૂન 10-12, 2019 વચ્ચે આયોજિત બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઇમાં યોજાનારો ત્રણ-દિવસનો એક વધુ વ્યાપક શો હશે. દક્ષિણ ભારતીય બજારની નિકટતા ધરાવવાની સાથોસાથ પ્રતિષ્ઠિત ફાર્મા સંબંધિત એક્સ્પો પશ્ચિમ ભારતના પ્રભાવશાળી ફાર્મા હબ દ્વારા પૂરી પાડવામાં આવતી તકોનો પણ લાભ લેવા માંગે છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/897414/PharmaLytica_Logo.jpg )
એક્સ્પો ફાર્માસ્યુટિકલ સમુદાયને વિશ્લેષણાત્મક, લેબોરેટરી, મશીનરી, પેકેજીંગ, ફાર્મા ઇન્ગ્રેડિએન્ટ્સ અને અન્ય સંબંધિત ઉદ્યોગો સાથે વ્યવસાય કરવા અને ઉદ્યોગના નવીનતમ વલણો, નવીનતાઓ અને આચરણ અપનાવવા શક્ય બનાવશે. Pharmexcil, Confederation of Indian Pharmaceutical Industry (CiPi) અને Indian Drug Manufacturers' Association (IDMA) સહિતના એસોસિએશન દ્વારા એક્સ્પોને સારું સમર્થન પ્રાપ્ત થયું છે.
વર્તમાન આવૃત્તિમાં, PharmaLytica નોંધપાત્ર ઉદ્યોગ ખેલાડીઓ સહિતના 300 થી વધુ પ્રદર્શકોની ભાગીદારીની સાક્ષી પૂરશે, જેમાંના ઘણા PharmaLytica માં પ્રથમવાર પ્રદર્શન કરી રહ્યા છે. કેટલાક પ્રદર્શકોમાં અન્યો સાથે Elmach Packages, Shimadzu, Dockweiler AG, Micronclean, Rotarex, Bruker India Scientific, Sartorius, Schott Kaisha, Gattefosse, Perkin Elmer; Thermolab Scientific Equipments, Nicomac Cleanrooms, Mack Pharmatech, Gangwal Chemicals; Kirloskar Pneumatic, Swati Spentose, Borosil Glass Works, Accupack Engineering, NPM Machinery, Toshvin Analytical, Spinco Biotech, Scientific Research Instruments, LP Global, Bitzer India અને Anton Paar નો સમાવેશ થાય છે.
લક્ઝેમ્બર્ગ, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ચીન દેશની સહભાગિતા સાથે, તેમજ મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગણા, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, દિલ્હી અને ઉત્તરાખંડથી રાજ્યની હાજરી સાથે, PharmaLytica સમગ્ર ભારતનું એક કોંગ્રીગેશન બનવાના માર્ગે છે, જે તમામ મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રો અને ફાર્મા હબ્સ સુધી પહોંચે છે. આ વર્ષે ફાર્મા મશીનરી અને પેકેજીંગ; લેબ વિશ્લેષણાત્મક અને ક્લીનરૂમ અને API અને એક્સિપીએન્ટ્સ પેવેલિયનને સમર્પિત વિશેષ પેવેલિયન હશે. એક્સ્પોના સ્પર્શ અને અનુભૂતિના પાંસાને આગળ વધારવા માટે, મોટાભાગની અપેક્ષિત હાઇલાઇટ્સમાં એક્ઝિબિટર શોકેસનો સમાવેશ કરવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ પ્રસ્તુત પ્રેઝન્ટેશન્સમાં ભાગ લઈ શકે છે, ફાર્મા માર્કેટ પ્લેસમાં ચાલી રહેલ નવીનતાઓ અને તકનીકીના શ્રેષ્ઠ ઉદાહરણો વિશે સાંભળી શકશે. ખરીદદારો અને વેચાણકર્તાઓને કનેક્ટ કરવા, વ્યવસાયમાં સરળતા વધારવા તેમજ ક્ષેત્રીય આંતરદૃષ્ટિ વધારવા માટે વિશિષ્ટ B2B મીટિંગ ક્ષેત્ર અને કસ્ટમર ઇનસાઇટ લાઉન્જ પણ ગોઠવવામાં આવશે. અન્ય નોંધપાત્ર શોકેસ પૈકી, ભારતની ટોચની શૈક્ષણિક સંસ્થા IIT Powai (આઇઆઇટી પવઈ), બોમ્બે, મુંબઇ તેની અદ્યતન વિશ્લેષણાત્મક લેબ - Sophisticated Analytical Instrument Facility (SAIF) નું પ્રદર્શન કરશે. આ સુવિધા મૂળભૂત રીતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલૉજી, બોમ્બે, 1976 માં, ભારત સરકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સમર્થનથી બનાવવામાં આવી હતી.
PharmaLytica ની છઠ્ઠી આવૃત્તિની જાહેરાત કરતાં UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "વર્ષોથી PharmaLytica ફાર્મા ઉદ્યોગમાં વિશિષ્ટ ભાગોમાં સંપૂર્ણ મૂલ્ય ચેઇન સાથે ઉત્પાદનો અને સેવાઓ માટે અગ્રણી બજાર તરીકે વિકસિત થઈ છે.આ વર્ષે, અમે દક્ષિણ બજાર ઉપરાંત ઝડપથી વૃદ્ધિ પામી રહેલા પશ્ચિમ ભારતના ફાર્મા હબનો લાભ લેવા માટે એક્સ્પોને મુંબઇમાં સ્થાનાંતરિત કરવા અંગે ખુશી અનુભવીએ છીએ. દરમિયાન, દક્ષિણમાં જ્ઞાનને શેર કરવાના અમારા સમૃદ્ધ વારસા સાથે, હું હૈદરાબાદમાં 8-9 ઓગસ્ટના રોજ PharmaLytica Confex ના અલગ લૉન્ચની જાહેરાત કરવાની પણ ખુશી અનુભવું છું. " સંયુકત રીતે, PharmaLytica બ્રાન્ડ બજારના વલણોને વ્યૂહાત્મક રીતે નક્કર પ્રતિસાદો સક્ષમ કરવા માટે સેક્ટરમાં બદલાતી લેન્ડસ્કેપની સમજને વધુ ગહન બનાવવા માંગે છે. તે ભારતમાં એક અનન્ય ડ્રગ સેફ્ટી ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે."
"2020 સુધીમાં, ભારત ક્રમિક વૃદ્ધિ દ્વારા વૈશ્વિક સ્તરે ટોચની ત્રણ ફાર્માસ્યુટિકલ બજારોમાં સ્થાન પામશે અને વૈશ્વિક સ્તરે છઠ્ઠું સૌથી મોટું બજાર હશે. ફાર્મા કંપનીઓ નવી દવાઓ શોધવા, સંશોધન અને વધી રહેલો વિકાસ ખર્ચ, ટેકનોલોજી અમલીકરણ અને ઉત્પાદનની ગુણવત્તા સુધારવા માટે નવી પદ્ધતિઓનો પરિચય આપવા ભારે પ્રયાસો કરી રહી છે. PharmaLytica માં અમારું લક્ષ્ય, ભારતના ફાર્મા ઉદ્યોગના વધતા વ્યવસાયોમાં નવીનીકરણ સાથે કંપનીઓને પડખોપડખ રાખવી તે છે," તેવું તેમણે ઉમેર્યું હતું.
વૈશ્વિક ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર અને વૈશ્વિક સ્તરે જેનરિક દવાઓના સૌથી મોટા પ્રદાતા તરીકે ભારત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ 2015-20 દરમિયાન 55 યુએસ અબજ ડોલર સુધી પહોંચવા માટે 22.4 ટકાના CAGR પર વિસ્તરણ થવાની ધારણા છેનાણાકીય વર્ષ 18 માં ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસ 17.27 અબજ યુએસ ડોલર હતી અને નાણાકીય વર્ષ 19 (જાન્યુઆરી 2019 સુધી) માં 15.52 અબજ યુએસ ડોલરની થઈ હતી.
100 ટકા એફડીઆઈને મંજૂરી આપતા, ફાર્મા પાર્ક જેવા વિવિધ આર્થિક ચાલકો અને સરકારી નીતિઓ, બાયોસિમિલર્સ અને બાયોલોજિક્સ સેક્ટરને પ્રોત્સાહન આપતા, આનુષંગિક ક્ષેત્રો સાથે, અને મેન્યુફેકચરિંગ ખર્ચ ઘટાડતા, તે દેશના ક્ષેત્રના વિકાસ માટેના મુખ્ય ચાલક પરિબળો છે. 'ફાર્મા વિઝન 2020', ભારતને શરૂઆત-થી-અંત સુધીના દવા ઉત્પાદનમાં વૈશ્વિક અગ્રણી બનાવવા માટે રજૂ કરાયું હતું, તેણે રોકાણમાં પણ વધારો કર્યો છે.
ઇવેન્ટ વિશે વધુ જાણવા અને ઇવેન્ટમાં નિઃશુલ્ક એન્ટ્રી માટે નોંધણી કરવા, મુલાકાત લો - http://www.ubmindia.in/pharmalytica
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
PharmaLytica વિશે:
PharmaLyticaનું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે. ભારતમાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/india ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક માટે:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-022-61727117
UBM India
Share this article