Panchshil Realty કુશળ પર્વતારોહક બલજીત કૌરના આગામી સાહસને પ્રાયોજીત કરશે
પૂણે, ભારત, ઓગષ્ટ 8, 2022 /PRNewswire/ -- Panchshil Realty, ભારતના અગ્રણી લક્ઝરી રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના એકકે જેમણે આજે જાહેર કર્યુ કે તેઓ શ્રી બલજીત કૌર - એક કુશળ પર્વતારોહક -ને તેના આગામી સાહસ માટે પ્રાયોજીત કરી રહ્યા છે જેમાં 5 પર્વત શિખરો સર કરવાનો સમાવેશ થાય છે.
તેમના અભિયાનનો પ્રારંભિક તૈયારીનો તબક્કો 5 ઓગસ્ટ, 2022થી માઉન્ટ નનથી શરૂ થશે અને 5 સપ્ટેમ્બર, 2022 સુધી ચાલુ રહેશે. વાસ્તવિક અભિયાન 7 સપ્ટેમ્બર, 2022થી શરૂ થશે અને 15 નવેમ્બર, 2022 સુધી ચાલશે. આ અભિયાનનો ભાગ હશે એવા નેપાળના વિવિધ શિખરો નીચે મુજબ છે:
- મનાસ્લુ પર્વત પર 8000 મીટર ઓક્સિજન વિનાનું ચઢાણ
- ધૌલાગીરી પર્વત પર 8000 મીટર ઓક્સિજન વિનાનું ચઢાણ
- ત્રીજું ચરણ 8000 મીટર ઊંચો માઉન્ટ ચો ઓયુ હશે
- મુશ્કેલ શિશપંગમા પર્વત જે ફરીથી 8000 મીટર ઉંચો છે તે અભિયાનનો અંતિમ તબક્કો હશે.
- અને છેલ્લે, 6800 મીટર માઉન્ટ અમા ડબલમ, જે ખૂબ જ ટેકનિકલ શિખર છે
એક મહિનાના ગાળામાં માઉન્ટ એવરેસ્ટ, અન્નપૂર્ણા, કાંચનજંગા, માઉન્ટ લોત્સે અને માઉન્ટ મકાલુ નામના 5 વિશાળ આઠ-હજાર પર વિજય મેળવ્યા પછી બલજીતના 5 શિખરોના બીજા સેટને સર કરવાના આયોજિત પ્રયાસ શરૂ કરતાં પહેલા જ આ સંગઠન આવે છે. એક મહિનાના ગાળામાં 5 'આઠ-હજાર' શિખરો સર કરનાર પ્રથમ ભારતીય પર્વતારોહક બલજીત છે. પર્વતારોહણની દુનિયામાં આઠ હજાર સર કરનાર લોકોનો દરજ્જો ઊંચો હોય છે. આ શિખરો 8000 મીટરથી વધુ ઊંચા છે
તેણીએ આ સિદ્ધિ હાંસલ કરી તેના પોતાના રેકોર્ડ સહિત અનેક રેકોર્ડ તોડ્યા છે, 14-દિવસના સમયગાળામાં 2 શિખરો સર કરનાર પ્રથમ ભારતીય છે, અને ત્યારબાદ 7 દિવસમાં 3 પર્વત શિખરો સર કરીને બીજો રેકોર્ડ બનાવ્યો છે, જેમાં તેણીએ પોતાનો જ ભૂતકાળનો રેકોર્ડ તોડ્યો છે.
આ સહયોગ અંગે ટિપ્પણી કરતાં, શ્રી અતુલ ચોરડિયા, ચેરમેન, Panchshil Realtyએ કહ્યુ કે, "બલજીત કૌરને તેના પર્વતારોહણ સાહસોના આગલા તબક્કામાં ટેકો આપતા અમને આનંદ થાય છે કારણ કે તેણી નવા શિખરો જીતવા અને નવા વિક્રમો તોડવા માટે પ્રયાણ કરે છે. અમે તેને તેની આગામી સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ."
Panchshil Realty સાથે જોડાણ વિશે તેણીની ઉત્તેજના શેર કરતાં, શ્રી બલજીત કૌર – સ્થિરતા માટે એક અધિવકતા- એ કહ્યુ, "Panchshil Realty દ્વારા અપાતો ટેકો 8000-ers પર વિજય મેળવવાના મારા સ્વપ્નને સાકાર કરવામાં પ્રોત્સાહક પ્રોત્સાહન છે."
Panchshil Realty વિશે
2002માં સંસ્થાપિત, Panchshil Realty ભારતની શ્રેષ્ઠ લક્ઝરી રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સમાંની એક છે. રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત, ગ્રુપનો અભિગમ આયોજિત વિકાસ, મૂલ્યવાન સંપત્તિ બનાવવા અને ડિઝાઇન અને આર્કિટેક્ચર દ્વારા જીવનશૈલીના અનુભવો તૈયાર કરવા પર કેન્દ્રિત છે.
વધુ માહિતી માટે, કૃપા કરી અહીં મુલાકાત લો www.panchshil.com
ફોટો: https://mma.prnewswire.com/media/1871791/Atul_Chordia_Baljeet_Kaur_Panchshil_Realty.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1042836/Panchshil_Realty_Logo.jpg
Share this article