મેનેજરિયલ કોસ્ટિંગ મોડલ્સ પર IMA નવો રિપોર્ટ બહાર પાડે છે
બેંગ્લોર અને મોન્ટવેલ, એનજે, April 30, 2019 /PRNewswire/ --
મેનેજમેન્ટ એકાઉન્ટિંગ (SMA) અંગે એક નવું નિવેદન 'એક અસરકારક મેનેજરિયલ કોસ્ટિંગ મોડેલ વિકસાવવું', IMA® (Institute of Management Accountants) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જે મેનેજરિયલ કોસ્ટિંગ (CFMC) માટે IMA ના વિભાવનાત્મક માળખાં (કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક) Conceptual Framework for Managerial Costing ને આગળ વધારે છે.
(Logo: https://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
આજે મોટાભાગના સંગઠનોની નિર્ણય લેવાની પ્રક્રિયા અપર્યાપ્ત ખર્ચ મોડેલ્સ પર આધારિત છે, જ્યારે આ બાહ્ય નાણાંકીય રિપોર્ટિંગ માટે સ્વીકાર્ય છે, તે આજના જટિલ વ્યવસાયિક વાતાવરણમાં કાર્ય કરતા મેનેજરોની નિર્ણય લેવાની જરૂરિયાતોને પૂરી કરવામાં નિષ્ફળ જાય છે. IMA નું નવું SMA, છ-પગલાંની પ્રક્રિયા પૂરી પાડીને આ સમસ્યાનું સમાધાન સૂચવે છે જેનો ઉપયોગ સંગઠનો મેનેજરો અને કર્મચારીઓ દ્વારા આર્થિક નિર્ણય લેવા માટે યોગ્ય ખર્ચ મોડેલ વિકસાવવા માટે ઉપયોગ કરી શકે છે.
આ SMA તેવા સિદ્ધાંતો અને વિભાવનાઓની ઓળખાણ આપે છે જેમનો ઉપયોગ સંગઠનો સંસાધનો અને કામગીરીની વર્તણૂંકને મોડેલ કરવા, અને આઉટપુટ દ્વારા સંસાધનોનો ઉપયોગ કેવી રીતે થાય છે તે માટે કરી શકે છે. આ વિભાવનાઓ પર આધાર રાખીને, સંગઠનો નીચે મુજબની પ્રક્રિયાઓ દ્વારા તેમના મેનેજરિયલ ખર્ચ મોડેલને સુધારી શકે છે:
1. વર્તમાન ખર્ચ પ્રણાલીની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું
2. સંગઠનની વ્યૂહરચના અને વ્યવસાયિક વાતાવરણનું વિશ્લેષણ કરવું
3. મેનેજરિયલ ખર્ચ મોડેલિંગ વિભાવનાઓ અંગે વિચારણા કરવી
4. સંગઠનમાં વર્તમાન મેનેજરિયલ ખર્ચ પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવું
5. સંગઠન માટે ખર્ચ મોડેલ સોફેસ્ટિકેશનના યોગ્ય સ્તરની રચના કરવી
6. સંપૂર્ણ સંગઠનમાં નવા ખર્ચ મોડલને અમલમાં મૂકવું
"કંપનીઓ દ્વારા કરવામાં આવતું મેનેજરિયલ કૉસ્ટિંગ મોટે ભાગે તેમની નિર્ણય લેવાની આંતરિક પ્રક્રિયાના સમર્થન માટે પણ પ્રયાપ્ત હોતું નથી." તેવું IMA ખાતેના પ્રોફેસર-ઇન-રેસિડન્સ અને વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ અને પૉલિસી સહ-લેખક Raef Lawson, Ph.D., CMA, CSCA, CPA, CFA, CAE દ્વારા કહેવામાં આવ્યું હતું. "આજના વ્યવસાયિક વાતાવરણમાં અસરકારક રીતે સ્પર્ધા કરી શકવા માટે સંગઠનો માટે તેવી અસરકારક મેનેજરિયલ કૉસ્ટિંગ પ્રણાલી હોવી જે સંચાલનાત્મક ખર્ચ નિયંત્રણ, નાણાંકીય યોજના અને વિશ્લેષણ (FP&A), કિંમત સંબંધિત નિર્ણયો અને ક્ષમતા વ્યવસ્થાપન જેવી સંગઠનીય જરૂરિયાતોને પૂરી પાડે તે સંગઠનો માટે અગત્યનું છે."
IMA ના મેનેજરિયલ કોસ્ટિંગ ટાસ્ક ફોર્સ દ્વારા લખાયેલ આ SMA, વ્યવસાયમાં વ્યવસાયિક એકાઉન્ટન્ટ્સની મહત્ત્વપૂર્ણ સક્ષમતાને આગળ વધારવા માટે IMA ના અવિરત પ્રયાસોનો એક ભાગ છે. ટાસ્ક ફોર્સના સભ્યોમાં Raef Lawson (chair), Gary Cokins, Doug Hicks, Kip Krumwiede, Monte Swain, અને Larry White નો સમાવેશ થાય છે.
સંપૂર્ણ રિપોર્ટ વાંચવા માટે અહીં here ક્લિક કરો.
IMA® (Institute of Management Accountants) વિશે
The Accountant/International Accounting Bulletin જે એક સૌથી મોટું અને સૌથી આદરણીય સંગઠન છે જે વિશિષ્ટપણે મેનેજમેંટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના દ્વારા 2017 અને 2018 ની પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઇયર નામ IMA® ને પ્રદાન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક રીતે, IMA સંશોધન દ્વારા વ્યવસાયને સમર્થન આપે છે, CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ, અવિરત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયતને સમર્થન આપે છે. IMA 140 દેશોમાં 100,000 થી વધુ સભ્યોનું અને 300 પ્રોફેશનલ અને વિદ્યાર્થી શાખાઓ જે મૉન્ટવેલ, એનજે, યુએસએમાં મુખ્ય મથક ધરાવે છે, IMA તેના ચાર વૈશ્વિક પ્રાંતો: અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત સાથે વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.imanet.org ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Janice Sevilla
Communications Specialist
IMA (Institute of Management Accountants)
Share this article