ISSA Global Biorisk Symposiumએ બોયોરીસ્ક શમન અને ચેપ નિયંત્રણ માટે પ્રતિષ્ઠિત સિમ્પોઝિયમની જાહેરાત કરી છે
- ભારતનો કાર્યક્રમ વર્ચ્યુઅલી Informa Markets in India દ્વારા international cleaning industry association, ISSA સાથે ભાગીદારીમાં ડિસેમ્બર 11, 2020ના રોજ આયોજીત કરવામાં આવશે
મુંબઈ, ભારત, Oct. 8, 2020 /PRNewswire/ -- Informa Markets in India, અગ્રણી પ્રદર્શનોના આયોજકો, જેવાંકે સુવિધા સંચાલન શો, તેમણે ISSA Global Biorisk Symposiumના ભારતના કાર્યક્રમની જાહેરાત કરી છે, ISSA, વિશ્વવ્યાપી સફાઇ ઉદ્યોગ મંડળ સાથે વ્ય્હાત્મક ભાગીદારીને પરિણામે, અને Global Biorisk Advisory Council® (GBAC), ISSAનો એક વિભાગ. સિમ્પોઝિયમનું ઉદ્દેશ સફાઇ વ્યવસાયિકોને નોવેલ કોરોનાવાયરસ અને અન્ય ચેપી એજન્ટો માટે તૈયાર કરવા, તેનો પ્રતિસાદ આપવા અને પુન:પ્રાપ્ત થવામાં મદદ કરશે.
Global Biorisk Symposiumની ભારતીય આવૃત્તિ ડિસેમ્બર 11, 2020 ને શુક્રવારના રોજ સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી વર્ચ્યુઅલી રાખવામાં આવશે. તે બેંગકોકમાં (વર્ચ્યુઅલી અને રૂબરૂ 3-4 ડિસેમ્બરે) અને શાંઘાઈમાં (ચાઇના ક્લીન એક્સ્પો (CCE) અને હોટલ પ્લસ સાથે ભાગીદારીમાં વર્ચ્યુઅલી સપ્ટેમ્બર 10, 2020 ના રોજ) યોજાનારા ત્રિપક્ષીય સિમ્પોઝિયમનો એક ભાગ હશે
બહુવિધ દેશો અને તારીખોમાં ફેલાયેલ, ISSA Global Biorisk Symposium વૈશ્વિક સફાઈ સમુદાયની નવી વ્યાખ્યા આપતા લોકો અને કંપનીઓને વિશ્વના સફાઈના દૃષ્ટિકોણની રીતને બદલવાના એકમાત્ર મિશન સાથે એકસાથે લાવે છે. વર્ચુઅલ સિમ્પોઝિયમ વેપારી, સંસ્થાકીય અને નિવાસી સફાઇ ઉદ્યોગોને શીખેલા પાઠો અને શ્રેષ્ઠ પ્રેક્ટિસ સાથે આપત્તિ વ્યવસ્થાપન અને તત્પરતા અને સ્થિતિસ્થાપકતા તેમજ કટોકટીના સમયે નેતૃત્વ પ્રદાન કરવા માટે રચાયેલ છે.
એક્સક્લુઝિવ એક-દિવસીય કાર્યક્રમની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India, એ કહ્યુ, "અમે ખ્યાતનામ ISSA Global Risk Symposiumના ભાગ રૂપે કાર્યક્રમનું આયોજન કરવા ઘણા ખૂશ છીએ. સમુદાયો દ્વારા COVID-19 લહેરની વિકસિત અસરો તરીકે, વિશ્વને અણધાર્યા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ગતિશીલ વૈશ્વિક બજારો સંગઠનોને આગળ રહેવા માટે અંધ ગતિએ નવીનતા લાવવાની ફરજ પાડે છે જ્યારે તકનીકીમાં ઝડપી પ્રગતિ તકો અને પડકાર બંને પ્રદાન કરે છે. અનુભવી વ્યવસાયી નેતાઓ નવીનતા તરફ દોરી જવાના માર્ગ શેર કરે તેમ વ્યાવસાયિકોને સાથીદારો સાથેની વાતચીતમાં જોડાવા માટે સિમ્પોઝિયમ એક અપ્રતિમ તક હશે."
"વર્ષોથી, Informa Markets in India, સુવિધા શો ઇન્ડિયા જેવા અન્ય શો ની સાથે, સ્માર્ટ શહેરો અને કાર્યસ્થળોની સેવાઓ અને સુવિધાઓની દુનિયા સાથે સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ માટે જાગૃતિ અને માંગ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે, આ સિમ્પોઝિયમના પ્રારંભ સાથે, અમે તાજેતરના વલણો, નવીનતાઓ, વિકાસ અને ઉકેલો પર જ્ઞાનને વહેંચી અને આપ લે કરી શકશું, કે જે વ્યવસાયિકોને કાર્યક્ષેત્રના ક્ષેત્રમાં નિવારણ, સંચાલન અને જાહેર આરોગ્યની પરિસ્થિતિઓની તૈયારીમાં સક્રિય પગલાં લેવામાં સક્ષમ કરશે," એવું તેમણે આગળ ઉમેર્યુ.
પાવર-પેક્ડ કાર્યસૂચિ
આ સિમ્પોઝિયમ વૈશ્વિક અને ભારતીય વિચારશીલ નેતાઓને નીચેના વિષયો પર ચર્ચા કરવા માટે ભેગા કરશે, જેમકે "ફોર્જિંગ બાયોસફ્ટી: આગામી રોગચાળો અટકાવવો;" "બાયોરિસ્ક મેનેજમેન્ટ – કાર્ય કરવા માટે વ્યુહાત્મક ફ્રેમવર્ક (પેનલ ચર્ચા);" "તમારા કાર્યસ્થળને તૈયાર કરવું (રજુઆત અને કેસ સ્ટડી)," "સ્વચ્છતા અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરો • નાનામાં નાની ડિઝાઇન;" "હેલ્થકેર મેનેજમેન્ટ-હેલ્થકેર સેક્ટરને બદલી કામ કરવાની નવી રીતો (રજૂઆત);" "ફૂડ મોનિટરિંગ સેવાઓ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇન્ટેલિજન્સ નેટવર્ક (GPHIN) - વૈશ્વિક જાહેર આરોગ્યની ધમકીઓ માટે પ્રારંભિક ચેતવણી સિસ્ટમ." અમુક સુનિશ્ચિત વક્તાઓમાં સમાવિષ્ટ છે John Low, Dr. R. Bhattacharya, Dr. K. Krishnamurthi, Patricia (Patty) Olinger, JM, RBP, Certified Forensic Operator®, Certified Bio-Forensic Restoration Specialist®, Jit Kumar Gupta, Dr. Gavin Macgregor-Skinner BVSc, MSc, MPH, MRCVS, Certified Forensic Operator®, Certified Bio-Forensic Restoration Specialist®, Rajeev Karwal, સંસ્થાપક, ચેરમેન- Milagrov Robots, Vivek Mata, મેનેજીંગ ડિરેક્ટર, Charnok Equipments.
બંધારણ
સત્રો સંક્ષિપ્ત હોય છે, જે માહિતીથી ભરપૂર પ્રોગ્રામનું પરિણામ. સિમ્પોઝિયમ નોંધણી સાઇટ દ્વારા સીધા કનેક્ટ કરીને બધા સિમ્પોઝિયમ માટે ભાગ લેવું મફત છે. પ્રશ્નો ચેટબોક્સ દ્વારા પૂછી શકાય છે અને મીટિંગ મધ્યસ્થીઓ દ્વારા વાંચવામાં આવે છે. તમારા શક્ય શ્રેષ્ઠ ઉકેલો લાવવા માટે દરેક પેનલને તેમના ક્ષેત્રોમાં ફક્ત ટોચનાં નિષ્ણાતો સાથે કાળજીપૂર્વક એસેમ્બલ કરવામાં આવી છે.
આ બીજી ઓનલાઇન તાલીમના જેવું નથી - ISSA Global Biorisk Symposiumની નિષ્ણાંતોની ટીમ અને ઉદ્યોગ અને વિશ્વના શિક્ષણવિદો SARS-CoV-2 સાથે સંબંધિત વિવિધ પહેલું પર વાત કરશે કે જે કોવિડ-19 રોગ સાથે સંકળાયેલ છે, જેમાં ફ્રન્ટલાઈન કામદારોને તાલીમ આપવાની વ્યૂહરચના, સફાઈ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ અને હિસ્સેદારો સાથે વાતચીત શામેલ છે.
પ્રસ્તુતકર્તા ફક્ત નવીનતમ વિચારો જ નહીં લાવે, પરંતુ ઘણા હમણાં વિશ્વમાં શું ચાલી રહ્યુ છે તેના વિશે વાત કરશે. વકતાઓ પાસે સમયસર અને પ્રેરણાદાયક સંદેશાઓ હશે કે જેઓ "વિશ્વના સફાઇના દ્રષ્ટિકોણની રીત બદલવા" પર વાત કરશે."
કોણ હાજર રહેવું જોઈએ?
ISSA Global Biorisk Symposium સ્વચ્છ વાતાવરણ જાળવવા અને જૈવિક જોખમોને ઘટાડવા માટે સ્વચ્છતા અને ચેપ નિયંત્રણની આવશ્યકતાઓને લગતી તેમની ઓપરેટિંગ પ્રક્રિયાઓ સુધારવા માંગતા જાહેર સુવિધાઓની દિશામાં વિશ્વવ્યાપી સંદેશાવ્યવહાર અને જાગૃતિ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓનું માળખું સ્થાપિત કરે છે.
સફાઈ ઉદ્યોગ વ્યાવસાયિકો, પર્યાવરણીય સેવાઓ કર્મચારીઓ, ફોરેન્સિક પુન:સ્થાપન ટીમો, બાયોસેફટી પ્રોફેશનલ્સ અને બાયોહઝાર્ડસ સ્પીલ રિસ્પોન્સ ટીમો, તેમજ સુવિધાના સંચાલકો જેમકે ઓફિસો, રેસ્ટોરન્ટ્સ, હોટલો, એરપોર્ટ્સ, કન્વેશન સેન્ટરો, સ્ટેડિયમ અને બધા જ કદના અન્ય જાહેર સ્થળો માટે આદર્શ છે.
લાભો
- સુવિધાની સજ્જતાનું મૂલ્યાંકન કરવાનું અને સ્ટાફને બાયિઓરિસ્ક નિવારણ અને નિયંત્રણની તાલીમ આપવાનું શીખો.
- ઇવેન્ટ પછી માંગ પરની સામગ્રીની પહોંચ મેળવો.
- સમગ્ર ઇવેન્ટ દરમ્યાન અમારા શેડ્યૂલ Q&A સત્રો દ્વારા તમને જે પ્રશ્નો હોય તે પૂછો.
- આકર્ષક, વાસ્તવિક-વિશ્વ ગ્રાહકની સફળતાની વાર્તાઓ સાંભળો અને સંબંધિત વ્યવસાયો અને સંગઠનો તરફથી શ્રેષ્ઠ પ્રેક્ટિસો શીખો.
- સ્વચ્છ વાતાવરણ જાળવવા અને જૈવિક જોખમો ઘટાડવા માટે સ્વચ્છતા અને ચેપ નિયંત્રણ આવશ્યકતાઓને લગતી ઓપરેટિંગ પ્રક્રિયાઓમાં નવીનતમ પ્રગતિઓ વિશે જાણો.
ભાગ લેતી કંપનીઓ માટે વધુ તકો અને સંસર્ગ
ISSA Global Biorisk Symposiumએ ઉદ્યોગમાં મુખ્ય નિર્ણય લેનારાઓને ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરવા માટે ઉત્સુક કંપનીઓને સક્ષમ બનાવવા, બ્રાન્ડ જાગૃતિ લાવવા અને અગ્રણી પ્રભાવક તરીકે તેમની સ્થિતિ સુધારવા નવી ડિજિટલ પ્રાયોજક તકોની ઘોષણા કરી છે.
પ્રાયોજક તકો પર વધુ માહિતી માટે www.issashow.com/symposium/en/sponsor.html ની મુલાકાત લો.
ISSA Global Biorisk Symposium વેબસાઇટ, www.issashow.com/symposium/en/home.html, બધા સિમ્પોઝિયમ પર નવીનતમ માહિતી પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે.
Global Biorisk Advisory Council® (GBAC) સાથે ભાગીદારીમાં ISSA Global Biorisk Symposium, ISSAનો એક ભાગ, વિશ્વવ્યાપી સફાઇ ઉદ્યોગ મંડળ, અને Informa Markets - ISSA Global Biorisk Symposium સમગ્ર વિશ્વમાં બહુવિધ વર્ચુઅલ સિમ્પોઝિયાનો બનેલો છે. ISSA Global Biorisk Symposium માઇક્રોબાયલ-પેથોજેનિક ધમકી વિશ્લેષણ, શમન, પ્રતિસાદ અને પુનઃપ્રાપ્તિના ક્ષેત્રમાં ગહન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે રચાયેલ છે. સિમ્પોઝિયમ નિષ્ણાતો અત્યાધુનિક સંશોધન પ્રદાન કરે છે જે વ્યાપારી, સંસ્થાકીય અને સફાઇ સમુદાયના વિશાળ વિસ્તરણ માટે અપીલ કરે છે.
ISSA વિશે
9,300થી વધુ સભ્યો સાથે - વિતરક, ઉત્પાદકો, ઉત્પાદક પ્રતિનિધિઓ, જથ્થાબંધ વેપારી, મકાન સેવા ઠેકેદારો, ઘરની સેવા પ્રદાતાઓ, રહેણાંક સફાઇ કામદારો અને સંકળાયેલ સેવા સભ્યો સહિત - ISSA સફાઇ ઉદ્યોગ માટે વિશ્વનું અગ્રણી વેપાર સંગઠન છે. સંગઠન સફાઇને વિશ્વની દ્રષ્ટિએ જોવાની રીત બદલવા માટે પ્રતિબદ્ધ છે. ધંધાકીય સાધનો સાથે, તેઓએ માનવ આરોગ્ય, પર્યાવરણ અને સુધારેલ આધાર રેખામાં રોકાણ તરીકે સફાઇને પ્રોત્સાહન આપવાની જરૂર છે. મુખ્ય ઓફિસ નોર્થબ્રુક, આઈએલ, યુએસએ છે, એસોસિયેશનની મેઇન્ઝ, જર્મનીમાં, વ્હિટબી, કેનેડા; પરમત્તા, ઓસ્ટ્રેલિયા; સિઓલ, દક્ષિણ કોરિયા; અને શાંઘાઈ, ચીનમાં રિજીયોનલ ઓફિસો છે. વધુ માહિતી માટે issa.com, ISSA's LinkedIn group પર ચર્ચામાં જોડાવો અને ISSAને અમારા Facebook page અને Twitter account ફોલો કરો. વધુ માહિતી માટે issa.com ની મુલાકાત લો, અથવા 800-225-4772 (ઉત્તર અમેરિકા) અથવા 847-982-0800 પર કોલ કરો.
GBAC, ISSAનો એક વિભાગ
માઇક્રોબાયલ-પેથોજેનિક ધમકી વિશ્લેષણ, શમન, પ્રતિસાદ અને પુન:પ્રાપ્તિના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય અગ્રણીઓની સંરચના Global Biorisk Advisory Council (GBAC), ISSAનો એક ભાગ, જૈવિક જોખમો અને પ્રવર્તમાન કટોકટીઓ દૂર કરવા, ઝડપથી સંબોધવા અને / અથવા પુન:પ્રાપ્ત કરવા માંગતા સરકારી, વ્યાપારી અને ખાનગી સંસ્થાઓને તાલીમ, માર્ગદર્શન, માન્યતા, પ્રમાણપત્ર, કટોકટી વ્યવસ્થાપન સહાય અને નેતૃત્વ પ્રદાન કરે છે.
સંસ્થાની સેવાઓમાં બાયોરિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ આકારણી અને તાલીમ, Forensic Restoration® પ્રતિભાવ અને ઉપાય, GBAC STAR™ સુવિધા માન્યતા કાર્યક્રમ, વ્યક્તિઓની તાલીમ અને પ્રમાણપત્ર, અને મકાન માલિકો અને સુવિધા સંચાલકો માટે સલાહનો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે, www.gbac.org ની મુલાકાત લો.
Informa Markets
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. Informa Markets in India (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે.
વધુ વિગતો માટે કૃપા કરી - https://www.informamarkets.com/en/regions/asia/India.htmlની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે મહેરબાની કરી સંપર્ક કરો:
Roshni Mitra - [email protected]
Mili Lalwani - [email protected]
લોગો: https://mma.prnewswire.com/media/1308707/ISSA_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1308706/Facilities_Show_India_Logo.jpg
Share this article