IndiaOnline.in ભારતમાં 5000 સ્થળોએથી ફ્રેન્ચાઇઝીઓને આમંત્રણ આપે છે
નવી દિલ્હી, September 15, 2016 /PRNewswire/ --
IndiaOnline.in Network - ભારતના 475 રાજ્યો/શહેરોના સ્થળો અને લગભગ 4000 નાના શહેરોનું ભારતનું સૌથી મોટુ નેટવર્ક, બજારમાં વિસ્તરણ માટે ફ્રેન્ચાઇઝીંગ મોડેલ તરફ આક્રમક અભિગમની અને ભારતમાં તમામ 475 શહેરો અને 4,000 નાના નગરોમાં તેની ફ્રેન્ચાઇઝી હોવાની દુરદર્શિતાની જાહેરાત કરી છે. "ભારત વર્ચ્યુઅલ બજારમાં અગ્રણી, IndiaOnline.in Network સમગ્ર દેશમાં તેના વિશિષ્ટ ફ્રેન્ચાઈઝી દ્વારા વિસ્તરણના અભિયાન પર છે," એમ Mr. Rahul Jalan, Director, IndiaOnline.in Network એ કહ્યુ.
ઉભરતાં તબક્કે પણ, ફ્રેન્ચાઇઝીંગ ઉદ્યોગ, ભારતનો સૌથી ઝડપથી વિકાસ પામતો અને હમેંશા બદલાતો રહેતો ઉદ્યોગ છે, જેમણે છેલ્લાં 4-5 વર્ષોમાં 30-35 ટકા વિકાસ જોયો છે અને હવે ઓનલાઇન અને ઇન્ટરનેટ ખેલાડીઓને આકર્ષી રહ્યો છે. KPMG અને Franchise Association of India (FAI)ના વર્તમાન રિપોર્ટ પ્રમાણે, ભારતીય ફ્રેન્ચાઇઝી અર્થતંત્ર હાલમાં $13.4 બિલિયનથી વધીને 2017માં $51 બિલિયન સુધી વધવાની સંભાવના છે. ફ્રેન્ચાઇઝી ઉદ્યોગ 2017માં GDPમાં લગભગ 4 ટકાનું યોગદાન આપે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
Mr. Jalan પ્રમાણે, "ભારતના દરેક શહેરો અને નગરોમાં દૈનિક જરૂરિયાતો માટે વિશાળ માંગ છે. તે પછી શાળામાં ફર્નિચરની જરૂરિયાત હોય કે ઘર ભાડે જોઇતું હોય, સમય અને પૈસા બચાવવા માટે લોકો માટે તેને ઓનલાઇન શોધવા સિવાય કોઇ બીજો સારો વિકલ્પ રહેતો નથી." તેમણે ઉમેર્યુ કે, "અમારું ખૂબ જ ભારતીય પોર્ટલ છે, કે જે દેશ અને તેના લોકોને તેના સમોવડિયા ભાગીદારોથી વધુ સારી રીતે સમજે છે અને IndiaOnline.inનું ફ્રેન્ચાઇઝી મોડેલ શહેર આધારિત વેબસાઇટ ઉકેલો પ્રસ્તાવિત કરી, તકો અને અન્ય સેવાઓને IndiaOnline.inના પ્લેટફોર્મ પર યાદી બનાવી કંપનીઓ અને લોકોને વિકસવામાં અને ખીલવામાં મદદ કરે છે."
IndiaOnline.in network હેઠળની દરેક શહેર-આધારિત વેબસાઇટ લોકો અને વ્યવસાયિક ઉપયોગકર્તાઓની રો-બરોજની વિવિધ સેવાઓથી સુસજ્જિત છે. પ્રત્યેક વેબસાઇટમાં ખાસ શહેર/નગરની સંપૂર્ણ સામાન્ય માહિતી વધારાની સેવાઓ જેમકે સ્થાનિક સમાચાર, વર્ગીકૃત જાહેરાતો, ઘટનાઓ વગેરે સાથે હોય છે. IndiaOnline.in Networkનો હેતુ ભારતમાં પ્રત્યેક વ્યવસાયને તેની અનન્ય સંકલિત વેબસાઇટ અને ડિરેક્ટરી લિસ્ટિંગ સેવાઓ તેની નેટવર્ક સેવાઓ મારફતે સુસજ્જીત કરવાનો છે.
IndiaOnline.in Network વિશે:
IndiaOnline.in Networkએ Pan India Internet Private Limitedની એક પહેલ છે. આ ભારતના 475 કરતાં વધુ કેન્દ્રીય પોર્ટલનું અનન્ય નેટવર્ક છે અને તે આ પ્રકારના નેટવર્કમાં સૌથી મોટું છે. તેઓ બધા શક્ય સંસાધનો અને સેવાઓ કે જેને ઓનલાઇન ઉપલબ્ધ કરાવી શકાય તેવું નેટવર્ક તેઓ પાસે છે. જયારે બધા ભારતીય રાજયો, કેન્દ્રશાસિત પ્રદેશો, મેટ્રો અને લગભગ 475 મુખ્ય શહેરો તેમને દરેક માટે સમર્પિત પોર્ટલ મારફતે આવરી લેવામાં આવ્યા છે, લગભગ 4000 દેશના બીજા નગરો તેમના સંબંધિત રાજ્ય પોર્ટલ્સ પર પેટા-સ્થળો તરીકે આવરી લેવામાં આવ્યા છે.
મીડિયા સંપર્ક:
Babita Sharma
[email protected]
Phone-011-41406106
Pan India Internet Private Limited (New Delhi)
Share this article