ગ્રેટર નોઇડા, ભારત, November 30, 2018 /PRNewswire/ --
ગ્રેટર નૉઇડામાં આયોજિત થનાર દક્ષિણ એશિયાના અગ્રણી અને ઉજવવામાં આવેલ ટ્રાવેલ ટ્રેડ શૉનું 26મું સંસ્કરણ
ભારતના અગ્રણી B2B પ્રદર્શનોના આયોજક, UBM India, જાન્યુઆરી 16 થી 18, 2019 સુધી નવા સ્થળ - ઇંડિયા ઍક્સ્પો માર્ટ, ગ્રેટર નોઇડા, દિલ્લી - એનસીઆર ખાતે SATTE - સાઉથ એશિયા ટ્રાવેલ અને ટૂરિઝ્મ આદાન-પ્રદાનનું 26મું સંસ્કરણ લઈ આવવા માટે સંપૂર્ણ સજ્જ છે. આ વર્ષે, પ્રદર્શન સમગ્ર ભારતના 90 શહેરો અને 50 દેશો કરતાં વધુ દેશોમાંથી 1000 કરતાં વધુ પ્રદર્શનકારો અને પ્રતિનિધિત્વની સહભાગિતા સાથે ઉદ્યોગમાંથી જબરજસ્ત પ્રતિભાવનું સાક્ષી બન્યું હતું. SATTE સમગ્ર ટ્રાવેલ, પર્યટના અને હોસ્પિટાલિટી ઉદ્યોગની સાથે સાથે રાષ્ટ્રીય અને રાજ્ય પ્રવાસન બોર્ડ્સ (NTOs અને STOs)માંથી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને વ્યાવસાયિકોને એકત્ર થવાનું અને બિઝનેસ કરવા માટે, આર્થિક અચોક્કસતાઓનો સામનો કરવા માટે ઉકેલ દ્વારા ચલાવવામાં આવતાં નવીકરણો, અને ભારતમાં ઇનબાઉન્ડ, આઉટબાઉન્ડ પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટેનું સર્વગ્રાહી પ્લેટફૉર્મ પુરું પાડશે. SATTE પ્રવાસન મંત્રાલય તેમજ તમામ રાજ્યોના પ્રવાસન મંત્રાલયો અને સમગ્ર ભારતીય પ્રવાસ અને પ્રવાસન બંધુત્ના સતત સહકાર સાથે હાથમાં હાથ મિલાવીને વૃદ્ધિ પામ્યું છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/790036/UBM_SATTE_2019_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/790037/UBM_SATTE_Showfloor.jpg )
SATTE ને આંતરરાષ્ટ્રીય સંગઠનો/ એસોશિયેશન World Tourism Organisation (UNWTO), Indian Association of Tour Operators (IATO), Travel Agents Association of India (TAAI), Association of Domestic Tour Operators of India (ADTOI), Travel Agents Federation of India (TAFI), IATA Agents Association of India (IAAI), India Convention Promotion Bureau (ICPB), Universal Federation of Travel Agents Association (UFTAA), Pacific Asia Travel Association (PATA) અને Enterprising Travel Agents Association (ETAA) જેવાં અને ભારતીય પ્રવાસ વ્યાપાર સંગઠનોનો સતત સહકાર પ્રાપ્ત થતો રહ્યો છે.
આ ત્રિ-દિવસીય ઍક્સ્પો ઘણી ઉત્સાહી ભાગીદારીઓ અને જાહેરાતોનું સાક્ષી બનશે જે ઉદ્યોગમાં નવાં વલણોના ભાવિસૂચક હોવાનું વચન આપે છે. SATTE 2019 ગત વર્ષે તેની ભવ્ય સિલ્વર જ્યુબિલી ઉજવણી પછી, પ્રદર્શનના ત્રણ મહિના પહેલાં જ નોંધાયેલા 500 ઘરેલૂ ખરીદદારો સાથે તેનાં ડોમેસ્ટિક બાયર પ્રોગ્રામ માટે વિક્રમી સંખ્યામાં નામાંકનોનું સાક્ષી બન્યું છે. ઍક્સ્પોમાં ટૂર ઑપરેટર્સ, ટ્રાવેલ ઍજન્ટ્સ, વેડિંગ પ્લાનર્સ, કોર્પોરેટ ટ્રાવેલ નિર્ણયકારો, હોસ્પિટાલિટીના ક્ષેત્રમાં સંભવિત રોકાણકારો, લીઝર અને ટ્રાવેલ ઉદ્યોગ તેમજ અગ્રણી ટેલીવિઝન અને ફિલ્મ પ્રોડક્શન હાઉસના લોકેશન પ્લાનર્સની વિસ્તૃત શ્રેણીના મુલાકાતીઓના આવવાની અપેક્ષા રાખે છે.
અત્યાર સુધીમાં થાઇલેંડ, મલેશિયા અને શ્રીલંકા ભાગીદાર દેશો છે, ત્યારે ઇંડોનેશિયા એ SATTE 2019 માટેનું ફીચર ડેસ્ટિનેશન છે. SATTE 2019 માટેના ભાગીદાર રાજ્યો તરીકે રાજસ્થાન, ગોવા અને મધ્યપ્રદેશ છે. SATTE અન્ય થોડાં દેશો અને રાજ્યો સાથે પણ SATTE 2019ના ભાગીદાર દેશો અને રાજ્યો બનવાની ચર્ચા કરી રહ્યું છે.
SATTE ના 26માસંસ્કરણની જાહેરાત કરતા UBM India ના Managing Director, Mr. Yogesh Mudras, એ જણાવ્યું હતું, "વૈશ્વિક રીતે, ટ્રાવેલ અને ટૂરિઝ્મ એક મહત્વપૂર્ણ આર્થિક પ્રવૃત્તિ છે. ભારતમાં, ટ્રાવેલ અને ટૂરિઝ્મનો દેશની જીડીપીમાં કુલ ફાળો USD 234 બિલિયન હતો, જે 2017માં જીડીપીના 9.4% હતો અને 2018માં તેમાં 7.5 ટકાની વૃદ્ધિ થવાની અને 2018માં તેમાં વાર્ષિક 6.9% વૃદ્ધિ થઈને USD 492.2 બિલિયનની વૃદ્ધિ સાથે જીડીપીના 9.9 ટકાની વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. રોજગારમાં આ ક્ષેત્રનું કુલ યોગદાન 2017માં કુલ રોજગારીના 8 ટકાનું હતું જે 2028માં વધીને 8.4 થવાનું અપેક્ષિત છે. ટ્રાવેલ અને ટૂરિઝ્મ એ ભારત માટે ત્રીજું સૌથી મોટું વિદેશી હુંડિયામણ રળી આપતું ક્ષેત્ર છે. આ ઉદ્યોગ અભૂતપૂર્વ ગતિ સાથે આગળ વધીને ભારતના ટ્રાવેલ ક્ષેત્રે 2020 સુધીમાં $56 બિલિયનનું બજાર બની રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. જ્યારે વિદેશી પર્યટકોના આગમનમાં 15% ટકાનો અભૂતપૂર્વ દર પ્રાપ્ત થયો છે, ત્યારે ભારતીય આઉટબાઉન્ડ ટ્રાવેલ છેલ્લાં થોડા વર્ષોમાં 10 ટકા કરતાં વધારેના CAGR સાથે વધી રહ્યો છે. અમારાં ડોમેસ્ટિક ટ્રાવેલ મુલાકાતીઓ હાલમાં 1.6 બિલિયન પર જઈ ઊભાં છે જે 18 ટકાની વૃદ્ધિને પ્રતિબિમ્બિત કરે છે."
તેમણે ઉમેર્યું હતું, "ભારત સરકાર તરફથી સક્રિય પગલાં જેવાં કે વિઝાની સરળતા, રીજીયોનલ કનેક્ટિવિટી યોજના, અતુલ્ય ભારત 2.0 ઝુંબેશની શરૂઆત, સ્વદેશ દર્શનનું અમલીકરણ, PRASAD, પર્યટન પર્વ અને એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ્સ સાથે, ભારતીય પ્રવાસન ઉદ્યોગને વધુ ઉંચાઈઓએને પહોંચી રહેવા સક્ષમ બન્યો છે. ભારતીય એવિએશન ઉદ્યોગ છેલ્લાં ત્રણ વર્ષોમાં 20 ટકા કરતાં વધુની વૃદ્ધિની સાક્ષી બન્યો છે. અહીંથી SATTEના દરજ્જાના ટ્રાવેલ અને ટૂરિઝ્મ શો આટલાં નોંધપાત્ર છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો અને ભારતીય મંડળોના પીઠબળ સાથે, SATTE વલણોના વિશ્લેષણ, ભાવિ વિકાસોની આગાહીઓ, વ્યવહારૂં ઉકેલો અને અલબત્ત, બિઝનેસને ટકાવી રાખવામાં મદદ માટે પ્રયત્નશીલ છે."
SATTE 2019 પ્રદર્શનકારોનું ફલક ધરાવશે જેમાંના ઘણાં SATTE ના 26મા સંસ્કરણ માટે તેમની ઉપસ્થિતિમાં વધારો કરશે. " અન્યોની સાથે, ઇંડોનેશિયા, મલેશિયા, થાઈલેંડ, સિંગાપોર, શ્રીલંકા, નેપાલ અને અઝરબૈઝાન જેવાં પ્રદર્શનકારોએ SATTE 2019 ખાતે મોટી સ્ટૉલ જગ્યાઓ લીધી છે. અમે કતાર, આઇસલેંડ, સાઈપ્રસ અને દરિયાપારથી થોડાં વધુને SATTE ખાતે પહેલી વખત જોડી રહ્યાં છીએ. ફરી એકવાર, SATTE ભારત સરકારના પ્રવાસન મંત્રાલયની સહિત 28ની નજીક રાજ્યો સાથે સહભાગિતાનું સાક્ષી બનવા સજ્જ છે, જેમાંના ઘણાં તેમની સહભાગિતાની પ્રક્રિયાને આખરી ઓપ આપી રહ્યાં છે. સાથે જ, 2019ના સંસ્કરણ માટે, SATTE ને આઉટબાઉંડ અને ઇનબાઉન્ડ એમ બન્ને માટેના, ખાનગી વૃત્તખંડમાંથી જબરજસ્ત પ્રતિભાવ સાંપડી રહ્યો છે અને ઘણાં બધા નવા ખાનગી પ્લેયર્સના ઓનબૉર્ડ આવવાની અપેક્ષા છે. UBM India, Group Director & Publisher - Travel Trends Today, ના Pallavi Mehra એ જણાવ્યું હતું.
SATTEની સહવર્તી ઈવેન્ટ, SATTE India Conference 2019, ફરી એક વખત ઉદ્યોગ વ્યાવસાયિકોને આજના ફાસ્ટ-પેસ્ડ માર્કેટપ્લેસમાં સફળ થવા માટેના સાધનો અને તકનીકીઓ પૂરી પાડશે. આ વર્ષે, SATTE વૈશ્વિક અને રાષ્ટ્રીય મંડળો/ વિચારકો જેવાં કે World Tourism Organisation (UNWTO), ASM Global Route Development, Cruise Lines International Association (CLIA), Association of Corporate Travel Executives (ACTE) અને Network of Indian MICE Agents (NIMA) માં પદાર્પણ કર્યું છે. જ્યારે UNWTO 'Tourism and Jobs: a better future for all', જેવું શીર્ષક ધરાવતું સત્ર કરી રહી હશે, ક્રૂઝ હૉલિડે વેચતા એજન્ટો અને ઑપરેટર્સ માટે CLIA 1 કલાકના કાર્યશિબિરનું આયોજન કરશે, જેનાં પછી દિવસ 1 (જાન્યુઆરી 16, 2018)ના રોજ ક્રૂઝ ડેસ્ટિનેશન અને માર્કેટ તરીકે ભારત પર પૅનલ ચર્ચાનું આયોજન કરવામાં આવશે. દિવસ 2 (જાન્યુઆરી 17, 2019) ના રોજ SATTE ખાતે ACTE એક સમર્પિત 'Corporate Travel Day' નું આયોજન કરશે. NIMA કાર્યશિબિર અને બે બિઝનેસ સત્રો પ્રત્યેક બેઠકો અને પ્રોત્સાહનો પર અને કૉન્ફરન્સ અને પ્રદર્શનો પર અનુક્રમે દિવસ 1 અને 2 ના રોજ કાર્યશિબિર અને બે બિઝનેસ સત્રોનું આયોજન કરશે. ASM Global Route Development દિવસ 3ના રોજ 'Air Route Development and Tourism Growth' નું આયોજન કરી રહ્યું છે.
UBM India T3 દ્વારા પાવર્ડ 3rd Edition SATTE Awardsના 3જા સંસ્કરણનો પ્રારંભ કરશે, જે ટ્રાવેલ અને ટૂરિઝમ ઉદ્યોગના પ્રમુખ હિસ્સેદારોની સર્વોત્કૃષ્ટતા, સિદ્ધીઓ અને નવીકરણોને માન્યતા પ્રદાન કરવા અને ઉજવણી કરવા માટેનો પ્રયાસ હશે.
SATTE 2019 ખાતે ઉદ્યોગના વ્યક્તવ્યો અને શુભારંભો
1. Khalid Jasim Al Midfa, Chairman of Sharjah Commerce and Tourism Development Authority (SCTDA)
"SATTE શારજાહને એક આદર્શ ફેમિલી ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા માટે અને સાથે જ તેને મલ્ટિફેસેટેડ ડેસ્ટિનેશન તરીકે પ્રતિધ્વનિત કરવા માટે અમને એક સંપૂર્ણ મંચ પ્રદાન કરે છે.
"શારજાહના હોસ્પિટાલિટી સ્થાપનોએ 2016ની સરખામણીમાં વર્ષ 2017માં 8 ટકાની વૃદ્ધિ નોંધી છે અને અગાઉના વર્ષમાં 110,400થી 138,000 સુધી પહોંચી ગઈ છે. આ સંખ્યા ભારતીય પ્રવાસીઓના ફેમિલી-ફ્રેન્ડલી આંતરરાષ્ટ્રીય હોલિડે ડેસ્ટિનેશન્સમાં વધતા જતાં રસની સૂચતાત્મક છે. યુએઈમાં આદર્શ હોલિડે ડેસ્ટિનેશન તરીકે અમીરાતની વધતી જતી લોકપ્રિયતાએ પણ આ વૃદ્ધિમાં યોગદાન આપ્યું છે. કેમ કે અમે શારજાહ ટૂરિઝમની ત્રણ થીમ - સંસ્કૃતિ અને વારસો, ગેસ્ટ્રોનૉમી અને સાહસને સક્રિય રીતે પ્રોત્સાહિત કરી રહ્યાં છીએ. "
" SATTE 2019 ખાતે, અમે આગામી આંતરરાષ્ટ્રીય વૉટર સ્પોર્ટ્સ સ્પર્ધાઓ જેવી કે U.I.M. F1H2O World Championship, UIM-ABP Aquabike Class Pro Circuit World Championship - the Grand Prix of Sharjah; અને અન્ય પ્રમુખ સાંસ્કૃતિક ઘટનાઓ જેવી કે Sharjah Light Festival, World Music Festival, and Xposure International Photography Festival ને હાઇલાઇટ કરી રહ્યાં છીએ. અમે અમારા આગામી પ્રોજેક્ટસ જેવાં કે Novotel Hotel Sharjah,જે 120 રૂમ્સ અને સ્યુટ્સ સહિત 3 હોટેલ્સ, એક હેલ્થ ક્લબ, પ્રાઇવેટ સ્યુટ્સ,, બિઝનેસ સેન્ટર, પ્રાઇવેટ વર્કશૉપ્સ અને બે મીટિંગ રૂમ, સહિત સર્વોચ્ચ સ્પેસિફિકેશન્સ સાથે નિર્મિત એક 200 મી2 કૉન્ફરન્સ હૉલને હાઇલાઇટ કરીશું જે શારજાહના બિઝનેસ હોટેલ માર્કેટમાં વિસ્તરણને અંકિત કરે છે. આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે Sharjah Chamber of Commerce and Industry ની નજીક સ્થિત છે."
"અમે Pullman hotelની પણ રજૂઆત કરીશું છે જે 188 રૂમ્સ અને સ્યુટ્સ, ત્રણ કૉફી અને બેવરેજીસ વિસ્તારો, દિવસ દરમિયાન ભોજન પીરસતી એક રેસ્ટૉરેન્ટ, one serving only 'special cuisines', મોટાં મીટિંગ રૂમ્સ, બે હેલ્થ ક્લબ્સ, એક સ્પા, બે ઇનડોર સ્વિમિંગ પૂલ્સ અને એક ઓપન ઍર સ્વિમિંગ પૂલ ધરાવે છે. આ પ્રીમિયમ વિકાસો ભારતીય બિઝનેસિઝ પ્રત્યે શારજાહના હોસ્પિટાલિટી સેક્ટરની પ્રતિબદ્ધતાનું પ્રતિબિમ્બ છે. SATTE ખાતે પ્રદર્શન દ્વારા, પ્રસંગમાં ભાગ લઈ રહેલી ભારતીય ટ્રેડ અને મીડિયા બંધુત્વ પર ચીરકાલીન છાપની રચના માટેનું અમે જબરજસ્ત મંચ મેળવવાની સાથે અમારા બિઝનેસની જરૂરિયાતો અને વ્યૂહરચનાઓના આધાર માટે નવા જોડાણો કરીશું અને વિદ્યમાન જોડાણોને જાળવીશું."
2. Neelu Singh, Chief Executive Officer, Ezeego1
"ભારતમાં ડોમેસ્ટિક અને આઉટબાઉન્ડ બન્ને ટૂરિઝ્મ ઘણાં પરિબળો હોવા છતાં વર્ષો જતાં પ્રભાવકારી વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. વિકાસને પ્રભાવિત કરનાર પરિબળો મુખ્યત્વે ખર્ચની ક્ષમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને ઘરેલું અને ઇનબાઉન્ડ બંને માટે સરળીકૃત મુસાફરી દસ્તાવેજોમાં બાધાઓ છે. 2025 સુધીમાં ત્રીજી સૌથી મોટી એવિએશન માર્કેટ બનવાની ધારણાઓ સાથે, ભારત જેવાં દેશોથી આગળ નીકળી જવા માટે સજ્જ છે. UDAN (ઉડે દેશ કા આમ નાગરિક), ભારત સરકારનો દૃષ્ટિકોણયુક્ત પ્રોજેક્ટ એવિયેશન ઉદ્યોગ માટે દૂરસ્થ ક્ષેત્રોને જોડાણ પુરું પાડવાનો અને બિન-સેવાપ્રાપ્ત વિસ્તારોમાં સુલભતાને વધારવા માટેની હરણફાળ છે. સાથે જ વિસ્તાર અને ઍર એશિયા ઇંડિયા જેવા પ્લેયર્સ પ્રવર્તમાન તેમજ નવાં માર્ગો પર ફ્રીક્વન્સીને વધારી રહ્યાં છે, જે ઍર ટ્રાફિકના વૃદ્ધિ દરને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બન્ને રીતે સકારાત્મક રહેશે..ભૂતકાળમાં સ્લોડાઉન છતાં, હોટેલ ઇંડસ્ટ્રીએ 2007 થી અત્યાર સુધીમાં પ્રથમવાર 2016-17 માં 65% ઑક્યુપેન્સી નોંધાવી છે. બેઠકો, પ્રોત્સાહનો, કૉન્ફરંસ અને ઈવેન્ટ્સ(MICE) ની માંગ પર ધ્યાન કેંદ્રીત કરીને અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બિઝનેસ બન્નેમાં હોસ્ટ બનીને, ઑક્યુપેન્સીના સ્તરો નિરંતર સુધરી રહ્યાં છે. મધ્યમ ક્રમ અને બજેટ હોટેલ્સનો વિકાસ પણ લીઝર સેગમેન્ટની માંગમાં વૃદ્ધિ માટે ઈંધનનું કામ કરશે અને હોલિડેઝ અને વીક એન્ડ્સમાં વધતું જશે."
"આપણાં બંદરો આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ પ્રવાસીઓ માટે ખૂલી રહ્યાં છે. ખડતલ આંતરમાળખાકીય વિકાસ સ્પર્ધાત્મક ટ્રાવેલ પ્રોડક્ટ્સ સાથે આગળ જતાં પોર્ટ ટૂરિઝ્મના વિકાસની ખાતરી આપશે. વૉટર ટૂરિઝમ - રિવર ટૂરિઝમ, ક્રૂઝ ટૂરિઝમ, વૉટર સ્પોર્ટ્સ વધશે. SATTE જેવાં પ્લેટફૉર્મ સાથે, વિવિધ હિસ્સેદારોને ભેગાં મળીને આગળ વધવાની અને પ્રવાસન ઉદ્યોગમાં ઉપર આવવાની દેશની સંભાવનાઓને સમજવાની તક પૂરી પાડે છે."
3. Þorleifur Þór Jónsson, Senior Manager, Trade Delegations, Promote Iceland
"પ્રકૃતિ અને પ્રવૃત્તિયુક્ત પ્રવાસમાં વધેલા રસની સાથે, આઇસલેન્ડ સૌથી પસંદગીપાત્ર ડેસ્ટિનેશન છે. આઇસલેંડ જવાબદાર પ્રવાસન પર વધુ ભાર આપે છે અને અમે ભારતીય મુલાકાતીઓને પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખીએ છીએ. આ ક્ષણે SATTE એ એકમાત્ર માર્કેટિંગ પ્રવૃત્તિ છે જે આઇસલેન્ડ ને પ્રમોટ કરી રહી છે અને અમે તેને મહત્તમ સંખ્યામાં સંપર્કો સુધી પહોંચવાની એક સંપૂર્ણ તક તરીકે જોઈએ છીએ. આઇસલૅન્ડિક ટૂરિઝમ ઇંડસ્ટ્રીના બધા જ ક્ષેત્રોમાંથી અમારી સાથે અમે 8 સહ-પ્રદર્શનકારોધરાવીશું જેઓ ભારતીય બિઝનેસની સાથે મળવા આતુર છે. આઇસલેન્ડ અને ભારત (નવી દિલ્લી) વચ્ચે 7મી ડિસેમ્બર 2018 ના રોજ WOW air દ્વારા સીધી ફ્લાઇટની શરૂઆત થશે. આ જોડાણ ભારતીય મુલાકાતીઓ માટે આઇસલેન્ડ અને આઇસલેન્ડર્સમાં સીધાં પ્રવાસે જવાની વિશાળકાય સંભાવનાઓને ખૂલ્લી મૂકશે. આ સિવાય, આઇસલેન્ડમાં Keflavik Airport એ નૉર્થ અમેરિકામાં 20 જેટલાં ડેસ્ટિનેશન તેમજ યુરોપમાં 70ની નજીક ડેસ્ટિનેશન સાથે અત્યંત સારી રીતે જોડાણ ધરાવે છે. આઇસલેન્ડમાં સ્ટૉપઓવર એ આઇસલેન્ડને ઍક્સ્પ્લોર કરવા માટેનો એક પર્ફેક્ટ માર્ગ છે કેમ કે તમને ચોક્કસપણે પાછાં આવવાનું મન થશે" .
4. Pankaj Nagpal, Managing Director, Travstarz Global Group
" છેલ્લાં બે વર્ષોમાં મુખ્ય વલણ પ્રવાસીઓનો રસ નવા ઓછાં જાણીતા ડેસ્ટિનેશન પ્રત્યેનો રહ્યો છે. અમે આમાં ખૂબ જ સક્રિય રહ્યાં છીએ અને અઝરબૈઝાન, અલ્માતી, યુક્રેન, જૉર્ડન, ઈજીપ્ત અને હવે શ્રીલંકામાં DMC તરીકે અમારી કામગીરી શરૂ કરીને ઘણાં નવા ડેસ્ટિનેશન લાવ્યાં છીએ. મને ખાતરી છે કે SATTE 2019 આવાં ઘણાં નવા ડેસ્ટિનેશન માટે મંચ પુરું પાડશે જે ભારતીય બજારમાં પ્રવેશ માટે પ્રતીક્ષા કરી રહ્યાં છે. SATTE અમારા માર્કેટિંગ પ્લાનનો સદૈવ એક મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે કેમ કે તે દેશ અને દુનિયામાંથી આવતાં સહભાગીઓ અને પ્રતિનિધિઓ સાથે પ્રવાસન ઉદ્યોગ માટે દિલ્લીમાં આયોજિત સૌથી મોટો શૉ છે. આ વખતે અમારી સહભાગીતા અમારી પ્રોડક્ટના વધુ મોટાં પોર્ટફૉલિયો સાથે અને ખાસ કરીને અમે અમારી ક્રૂઝ વર્ટિકલનો આ વખતે પ્રારંભ કરી રહ્યાં હોવાના કારણે વધુ મોટી રહેશે. SATTE અમને સમગ્ર ભારતમાંથી અમારા એજન્ટ પાર્ટનર્સને મળવાની તક પૂરી પાડશે જેઓ આ ઍક્સ્પોની મુલાકાતે આવશે અને તે રીતે તેમની સાથે મજબૂત પાર્ટનરશીપનું નિર્માણ થશે. અમારા DMC vertical હેઠળ અમારા નવા ડેસ્ટિનેશનન્સની સાથે સાથે, હવે સ્ટાર ક્રૂઝ અને ડ્રીમ ક્રૂજ માટે PSA તરીકે શરૂ થતી અમારી ક્રૂઝ વર્ટિકલને શરૂ કરતા અમે ખૂબ જ ઉત્તેજિત છીએ અને અમે આશા રાખીએ છીએ કે SATTE અમને આ વર્ટિકલને ખૂબ ઝડપી ગતિએ વિકસાવવા માટેની વિપુલ તક પૂરી પાડશે. "
5. Karan Anand, Head, Relationships, Cox & Kings
"ભારત તેનાં પ્રવાસન અને પર્યટન ઉદ્યોગની વૃદ્ધિની વ્યૂહરચનાને આકાર આપી રહ્યું હોવાથી, સમગ્ર ઉદ્યોગને, સરકાર અને બિઝનેસ બન્નેને, મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે ભેગાં લઈ આવવા ખૂબ જ નિર્ણાયક છે. આંતરમાળખાગત સુવિધાઓ અને સેવા પ્રદાતાએ પણ ગ્રાહકના અનુભવોને અપલિફ્ટ કરવા માટે સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે. અમે આશા રાખીએ છીએ કે, નવી થીમ 'welcome to a bigger world of possibilities' સાથે, SATTE આ બધાં મુદ્દાઓને આગળ લઈ આવશે અને સ્પષ્ટ અને વાસ્તવવાદી અપેક્ષાઓને સુયોજિત કરવા માટે યોગદાન આપશે. SATTE તમામ ટૂરિઝ્મ પ્લેયર્સ માટે ઉદ્યોગને મંચ પૂરો પાડવામાં હંમેશા એક-એક કદમ વધુ આગળ વધતું રહ્યું છે. આગામી SATTE 2019 માં નિર્ણાયક મુદ્દાઓ અને પર્યટન ઉદ્યોગ દ્વારા આજના સમયમાં સામનો કરવો પડતો હોય તેવાં પડકારોને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ઉમેરવા જોઇએ. SATTE એ સૌથી મહત્વના ઉદ્યોગ મેળાવડાઓમાંથી એક છે જે હિસ્સેદારોને એક સાથે એક મંચ પર લઈ આવે છે. પર્યાપ્ત નેટવર્કિંગ અને બ્રાન્ડિંગ તકોની સાથે, અમે વિચારોના આદાન-પ્રદાનની અપેક્ષા રાખીએ છીએ જે અમારા કારોબારમાં અને મોટાં પ્રમાણમાં પર્યટન ઉદ્યોગમાં મૂલ્યોનો ઉમેરો કરશે. "
6. Nippun Juneja - Business Head - Special Projects & Partner Management, Dnata India
"SATTE અમને લાયકાત ધરાવતા ઉદ્યોગ ખરીદદારો અને ટ્રેડ વિઝિટર્સ સાથે કારોબાર હાથ ધરવાની અને ટ્રાવેલ અને ટૂરિઝમ ઉદ્યોગમાં Dnata India portfolio ને અગ્રણી મંચ પર રજૂ કરવાની તક પૂરી પાડે છે. સમગ્ર ભારત માટે અમારા બિઝનેસ અને માર્કેટિંગ પ્લાનના ભાગરૂપે તેને અનિવાર્ય બનાવતા, કેમ કે તે સમગ્ર ભારતમાંથી મુખ્ય પ્લેયર્સના મોટા ભાગના લોકો દ્વારા ઉપસ્થિતિ ધરાવે છે, SATTE અમને ટ્રાવેલ અને ટ્રેડ સમુદાય સાથે જોડાણ બનાવવામાં પણ મદદ કરે છે અને ટ્રાવેલ ઇંડસ્ટ્રીની જરૂરિયાતોને કેવી રીતે પૂરી કરવી તે સમજવા માટે આંતરદૃષ્ટિ પૂરી પાડતાં માર્કેટના વલણો અને શ્રેષ્ઠ અભ્યાસો માટેની અનુભૂતિ પૂરી પાડે છે. Dnata હંમેશાથી ટ્રાવેલ ઉદ્યોગમાં પાયોનિયર, નવીન અને સેવા ઉદ્યોગને નવા પ્રવાસન ઉકેલો આપવા માટે અગ્રેસર રહ્યું છે અને ટૂંકમાં India B2B સમક્ષ Gold Medal તરીકે જાણીતી તેની પ્રીમિયમ પ્રોડક્ટ્સમાંથી એકને શરૂ કરવા જઈ રહ્યું છે."
7. Isra Stapanaseth, Director, Tourism Authority of Thailand
"વિશ્વભરમાં પ્રવાસ અને પર્યટનના સંદર્ભમાં SATTE મહત્વપૂર્ણ મંચોમાંથી એક છે, જેમાં મોટાભાગના ટ્રાવેલ ટ્રેડ કારોબારો ભાગ લેવાનું અને નેટવર્કનું આયોજન કરે છે. The Amazing Thailand એ થાઇલેંડ માટે અમારો બ્રાંડ લૉગો છે. 2018 - 2019 માટે અમે 'Open to the New Shades' તરીકે ઓળખાતા કમ્યૂનિકેશન કૅમ્પેઇનને લઈને આવ્યાં છીએ જે શેડ્સની વિવિધતાની મજા માણવા અને શોધ ચલાવવા માટે ભારતીય પ્રવાસીઓને ઑફર કરવામાં આવતી પ્રોડક્ટ્સ અને સેવાઓના છુપાયેલા રત્નો અને વાર્તાકથનોને દર્શાવવા માટેની નવી માર્કેટિંગ વિભાવના છે. તે પ્રકૃત્તિ અને સમુદ્ર કિનારાઓની છાંય/ કલા અને સંસ્કૃતિની છાંય/ જીવનના માર્ગોની છાંય/ સંસ્કૃતિની છાંય. ગેસ્ટ્રોનૉમીની છાંય અને થાઇલેંડની અસંખ્ય બાબતોની છાંય હોય શકે છે. અમે SATTE 2019ખાતે મુલાકાતીઓ માટે સુંદર ક્લાસિક શૈલી કલા જેવી કે Songkram province ની Benjarong પેઇંટિંગ્સ જે બૅન્ગકૉકની દક્ષિણમાં સ્થિત છે, પણ દર્શાવવાના છીએ."
8. Datuk Musa Haji Yusof, Senior Director, International Promotion Division (Asia & Africa), Tourism Malaysia
".ભારત એક સમજદાર અને પુખ્ત બજાર છે. તેઓએ સમગ્ર વિશ્વભરમાં સઘન પ્રવાસ કર્યો છે. આંતરરાષ્ટ્રીય પાસપૉર્ટ ધરાવતા 75 મિલિયન કરતાં વધુ ભારતીયો સાથે, ભારતીયો દ્વારા 2020 સુધીમાં ધારણા કરવામાં આવેલ 50 મિલિયન આઉટબાઉન્ડ ટ્રિપ પહોંચમાં છે. આ જથ્થા સાથે, બજારમાં નવી પ્રોડક્ટ્સની માંગ રહેશે. આ હલન-ચલન માત્ર મેટ્રો શહેરોમાંથી જ નહિં પરંતુ Tier II & III શહેરોમાંથી પણ આવી રહી છે. આવું દેશમાં ઝડપી આંતરમાળખાના વિકાસના અનુભવને લીધે થઈ રહ્યું છે જેણે સૌથી નજીકના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોની સરળ સુલભતાની રચના કરી છે. બરાબર એ જ સમયે, ઍર કનેક્ટિવિટી વૃદ્ધિ જબરજસ્ત છે! ભારતીય ઍરલાઇંસ દર મહિને સરેરાશ 1-2 નવા હવાઈજહાજો લઈ આવે છે. આ નવાં ઍરક્રાફ્ટ્સ માત્ર નવા રૂટ્સ પર ઉડવા માટે જ જરૂરી નથી પરંતુ પ્રવર્તમાન સ્થળો પર વધુ આવર્તનો પૂરાં પાડે છે. મલેશિયા ઘણી નવી પ્રોડક્ટ્સ ધરાવે છે જેને અમે માર્કેટમાં મૂકવા માંગીએ છીએ. SATTE 2019 માટે, Our continuous participation in SATTE માં અમારી નિરંતર સહભાગિતા એ સુનિશ્ચિત કરશે કે આ વેચાણકર્તાઓ તેમનાં સંભવિત ગ્રાહકોને માત્ર વેચાણ માટે જ નહિં પરંતુ તેમને નવા પ્રોડક્ટ્સ વેચવા અને પૅકેજ આપવા માટે મળવા સક્ષમ બનશે. અમને વધુ મોટી જગ્યા પ્રાપ્ત થઈ રહી છે જે અમને અમારા વેચાણકર્તાઓ પાસેથી વધતી માંગને પૂરી પાડી શકવા સમર્થ બનાવે છે. "
"દક્ષિણ એશિયા વિસ્તારમાં ભારત અમારી સૌથી મોટી માર્કેટ છે. તે આ વિસ્તારમાં આવતાં લોકોના લગભગ 70 ટકાનું યોગદાન આપે છે. મુખ્ય માર્કેટ હોવાથી, અમે આ બજારમાં ખાતરીપૂર્વક વધુ ધ્યાન કેંદ્રીત અને કટિબદ્ધ છીએ. SATTE ભારતમાં એક ટોચનો ટ્રાવેલ ફેર છે અને આ વિસ્તાર દર વર્ષે અમારા માર્કેટિંગ પ્લાનમાં હોય છે. તડકો હોય કે વરસાદ, અમે હંમેશા આ ઈવન્ટમાં ભાગ લેવાનો માર્ગ શોધી લઈએ છીએ. આ પ્રતિષ્ઠિત પ્રસંગમાં અમારી સતત હાજરી મોટી સંખ્યામાં ખરીદદારોને ટેપ કરવા માટે હોય છે જેઓ માત્ર એકલાં ભારતમાંથી જ નહિં પરંતુ વિસ્તારમાંથી પણ આવે છે. અમારા વેચાણકારોએ દર વખતે જ્યારે તેઓ ઇવેન્ટમાં ભાગ લે છે ત્યારે સેલ્સ વૉલ્યૂમમાં વધારાને અનુભવ્યો છે."
SATTE વિશે:
SATTE નું આયોજન UBM દ્વારા કરવામાં આવશે જે જૂન 2018માં અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને સૌથી મોટા B2B ઈવેન્ટ્સ આયોજક બનવા માટે Information PLC સાથે જોડાયું છે. SATTE પર વધુ માહિતી માટે કૃપા કરી https://www.satte.in/ અને એશિયામાં અમારી ઉપસ્થિતિ માટે https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia હાલમાં જ અગ્રણી બી2બી માહિતી સેવાઓના જૂથ વિશ્વમાં સૌથી મોટા બી2બી પ્રસંગોના આયોજક - Informa PLC નો ભાગ બન્યું છે. એશિયામાં અમારી ઉપસ્થિતિ વિશે વધુ માહિતી માટે કૃપા કરી https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
કોઇપણ મીડિયા પૂછપરછ માટે કૃપા કરી સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article