પૂણે, ભારત, November 12, 2018 /PRNewswire/ --
અગ્રણી ભાગીદાર તરીકે Sterlite Techવિદર્ભ વિસ્તારમાં, પ્રત્યક્ષ રીતે 7.5 મિલિયન નાગરિકોને પ્રભાવિત કરીને, 4,000 કરતાં વધુ ગ્રામ પંચાયતોને સ્માર્ટ કનેક્ટિવિટીથી સક્ષમ બનાવશે.
વૈશ્વિક ડેટા નેટવર્ક ઉકેલ કંપની, Sterlite Tech (BSE: 532374) (NSE: STRTECH)એ મહારાષ્ટ્રમાં BharatNet-II ના અમલીકરણ માટે રૂ. 1,512 કરોડના MahaNet-I પ્રોજેક્ટને પ્રાપ્ત કર્યો છે.
(Logo: https://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
Maharashtra Information Technology Corporation Limited (MahaIT), રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી નોડલ એજન્સી, અંદાજે 13,000 ગ્રામ પંચાયતોને MahaNet-I પ્રોજેક્ટ દ્વારા જોડવાનું લક્ષ્ય ધરાવે છે. અગ્રણી અમલીકરણ ભાગીદાર તરીકે, Sterlite Tech મહારાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં 4,045 ગ્રામ પંચાયતોને જોડશે, જે 7.5 મિલિયન કરતાં વધુ લોકોને પ્રભાવિત કરશે.
પ્રોજેક્ટ પર વિસ્તૃત જાણકારી આપતાં, મહારાષ્ટ્ર સરકારના અગ્ર સચિવ-IT અને MahaIT ના ચૅરમેન અને એમડી SVR Srinivas (IAS) એ જણાવ્યું હતું, "Sterlite Tech કૅરિઅર-ગ્રેડ નેટવર્કની સંરચના કરશે, નિર્માણ કરશે અને સંચાલન કરશે, જેઓ ગિગાબાઇટ-રૅડી બ્રોડબેન્ડ ઍપ્લિકેશન્સને છેલ્લાં માઇલ સુધી ચલાવવા સક્ષમ છે. કંપનીએ ભારતીય સંરક્ષણ અને અગ્રણી ટેલ્કોઝ માટે બ્રૉડબેન્ડને સફળતાપૂર્વક રોલ આઉટ કર્યાં છે, અને હવે અમે તેમની તકનીકી તજજ્ઞતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓને તેઓ MahaNet-I માં લઈને આવે તેવી અપેક્ષા કરીએ છીએ."
તબક્કા I માં Sterlite Tech BharatNet સાથે સંકળાયેલુ હતું, અને હવે છેલ્લાં માઇલ સુધી સંકલિત ડિજિટલ સેવાઓને સક્ષમ બનાવવા BharatNet તબક્કા II માટે મહારાષ્ટ્ર સાથે ભાગીદાર બન્યું છે. નેટવર્ક ડિઝાઇન અને રોલઆઉટમાં તેનાં સઘન અનુભવ, અને વિડીયો મોજણીઓ, જીઓ-મૉનિટરિંગ, સેન્સર્સ અને એનાલિટિક્સ જેવાં અદ્યતન ડિપ્લૉયમેન્ટ ટેક્નોલૉજીસની ક્ષમતાઓને MahaNet-I સાથે જોડીને, Sterlite Tech ડિજિટલ ઇન્ડિયા વિઝનની તેની મજબૂત પ્રતિબદ્ધતાને ચાલુ રાખશે.
પ્રોજેક્ટ પર વિગતો આપતાં, Sterlite Tech ના CEO - Telecom Services Business, KS Raoએ જણાવ્યું હતું, "અમારા અનન્ય લીડ 360 ડીપ્લૉયમેન્ટ અભિગમ દ્વારા ગામડાઓની સાથે ઈ-કનેક્ટિવિટીને સુનિશ્ચિત કરતા, અમે સ્માર્ટર ડિજિટલ નેટવર્કની રચના કરી રહ્યાં છીએ. એક વખત ટ્રાંસમિશન પૂર્ણ થઈ ગયા પછી, તે વિવિધ ઍપ્લિકેશન્સ સહિત ઈ-ઍજ્યુકેશન, ઈ-હેલ્થ, અને ઈ-ગવર્નેન્સ ચલાવશે અને એ રીતે વિસ્તારમાં નાગરિકોના રોજિંદા જીવનના અનુભવોને સુધારશે."
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd (BSE: 532374) (NSE: STRTECH) વૈશ્વિક ટેક્નોલૉજી અગ્રેસર છે જે સ્માર્ટર ડિજિટલ નેટવર્ક્સની સંરચના, નિર્માણ અને સંચાલન કરે છે. Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં, ઉત્પાદનો, સેવાઓ અને સોફ્ટવેરમાં ડિજિટલ વેબ-સ્કેલ પ્રસ્તાવો સાથે ગ્રાહકોની સાથે રોકાયેલું છે. કંપની ભારત, ઇટાલી, ચીન અને બ્રાઝિલમાં વૈશ્વિક સ્તરની નિર્માણ સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડીલિવરી કેન્દ્રો ધરાવે છે. Sterlite Tech બ્રૉડબેન્ડ સંશોધન અને નેક્સ્ટ જનરેશન નેટવર્ક અનુપ્રયોગો માટે સ્માર્ટર નેટવર્ક્સ માટેના કેન્દ્ર માટેનું ભારતનું એકમાત્ર સર્વોત્કૃષ્ટતા માટેનું કેન્દ્ર છે. કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ પરિયોજનાઓમાં ઇંટ્રુઝન-પ્રુફ સ્માર્ટર ડેટા નેટવર્ક ફોર ધ આર્મ્ડ ફોર્સિસ, સિટિઝન નેટવર્ક્સ ફોર ભારતનેટ (ગ્રામ્ય બ્રોડબેન્ડ), સ્માર્ટ સિટીનો વિકાસ, અને ઉચ્ચ-ગતિ ફાઇબર-ટુ-ધ-હોમ (FTTH) કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો.
અગ્રેષિત અને સાવચેતીભર્યાં નિવેદનો: આ રીલીઝમાં Sterlite Technologies Limited અને તેની ભાવિ શક્યતાઓથી સંબંધિત ચોક્કસ શબ્દો અને નિવેદનો, અને Sterlite Technologies'ની નાણાકીય સ્થિતિ, બિઝનેસ વ્યૂહરચના, Sterlite Technologiesની કામગીરીઓના ભાવિ વિકાસ અને ભારતમાં સામાન્ય અર્થતંત્રથી સંબંધિત અન્ય નિવેદનો અગ્રેષિત નિવેદનો છે. આવાં નિવેદનો જ્ઞાત અને અજ્ઞાત જોખમો, અચોક્કસતાઓ અને અન્ય પરિબળોનો સમાવેશ કરે છે, જે વાસ્તવિક પરિણામો, Sterlite Technologies Limited ના કાર્યદેખાવો અથવા સિદ્ધિઓ, અથવા ઉદ્યોગના પરિણામોના કારક બને તેમ બની શકે છે, જે ભૌતિક રીતે જે વ્યક્ત કરવામાં આવ્યાં છે અથવા આવાં અગ્રેષિત નિવેદનો દ્વારા અમલી બનાવવામાં આવ્યાં છે તેનાંથી ભિન્ન હોય શકે છે. આવાં અગ્રેષિત નિવેદનો Sterlite Technologies' ની વર્તમાન, ભાવિ કારોબારી વ્યૂહરચનાઓ અને એ વાતાવરણ કે જેમાં Sterlite Technologies Limited ભવિષ્યમાં કાર્ય કરશે તેવી સંખ્યાબંધ ધારણાઓ પર આધારિત છે. મહત્વના પરિબળો કે જે આવાં અગ્રેષિત નિવેદનોથી વાસ્તવિક પરિણામોમાં, અન્યની સાથે સરકારી નીતિઓમાં અથવા ભારતના વિનિયમોમાં ફેરફાર, અને ખાસ કરીને, Sterlite Technologies' industryના વહીવટથી સંબંધિત ફેરફારો, અને સામાન્ય અર્થતંત્ર, બિઝનેસ અને ભારતની ક્રેડિટ પરિસ્થિતિઓમાં ફેરફારોનો સમાવેશ થાય છે. અતિરિક્ત પરિબળો જે વાસ્તવિક પરિણામો, કાર્યદેખાવ અથવા સિદ્ધિઓને ભૌતિક રીતે જુદી પાડવા માટેના કારક બની શકે છે, જેમાંના ઘણાં Sterlite Technologiesના નિયંત્રણમાં નથી, તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાં સુધી મર્યાદિત નથી, તેવાં જોખમી પરિબળોની ચર્ચા નેશનલ સ્ટૉક ઍક્ષ્ચેન્જ, ભારત અને બૉમ્બે સ્ટૉક ઍક્ષ્ચેન્જ, ભારત સાથેના Sterlite Technologiesના વિવિધ ફાઇલિન્ગ્સમાં કરવામાં આવી છે. આ ફાઇલિંગ્સ http://www.nseindia.com અને https://beta.bseindia.com/ માં ઉપલબ્ધ છે.
મીડિયા રિલેશન્સ
LK Pathak
ફોન: +91-9925012059
[email protected]
ઇન્વેસ્ટર્સ રિલેશન્સ
Vishal Aggarwal
ફોન: +91-20-30514000
[email protected]
કૉર્પોરેટ કમ્યૂનિકેશન્સ
Sumedha Mahorey
ફોન: +91-22-30450404
[email protected]
Share this article