પૂણે, ભારત, October 25, 2018 /PRNewswire/ --
Sterlite Tech (BSE: 532374) (NSE: STRTECH), વૈશ્વિક ડેટા નેટવર્ક્સ સોલ્યુશન્સ કંપનીએ, 30 સપ્ટેમ્બર, 2018 ના રોજ પૂરા થતા બીજા ક્વાર્ટરના તેના નાણાંકીય પરિણામોની જાહેરાત આજે કરી.
(Logo: https://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
કંપનીના Q2 FY'19 ના પ્રદર્શનમાં સતત વૃદ્ધિ જોવા મળી હતી, જે મજબૂત ઓપન ઓર્ડર બુક દ્વારા સમર્થિત છે, જે અત્યાર સુધીના સર્વોચ્ચ લગભગ રૂ. 9, 455 કરોડ જેટલું ઊંચું રહે છે. આમાં ભારતીય નૌસેનાના ડિજિટલ નેટવર્કની રચના, નિર્માણ અને સંચાલન માટે રૂ. 3,500 કરોડ બહુવિધ-વર્ષ પ્રણાલી એકીકરણ કરાર સમાવિષ્ટ થાય છે.
આ અવિરત વિકાસ Sterlite Tech સતત તેની અનન્ય સિલિકોન-ટૂ-સૉફ્ટવેર ક્ષમતાઓમાં વૃદ્ધિ અને વૈશ્વિક સંચાર સેવા પ્રદાતાઓ, ઇન્ટરનેટ કન્ટેન્ટ કંપનીઓ, નાગરિક બ્રોડબેન્ડ નેટવર્ક્સ અને સંરક્ષણ માટે હાઇપર-સ્કેલ ડેટા નેટવર્ક્સની રચના, નિર્માણ કરવા અને તેને પ્રબંધિત કરવા પર ધ્યાન કરે છે તેને પરિણામે છે.
"અમે વિશ્વની એકમાત્ર એવી કંપની છે જે ફોટોનિક્સ અને ગ્લાસ વિજ્ઞાનમાં કુશળતા ધરાવે છે, જે આગળ નેટવર્ક રોલ આઉટ અને પ્રોગ્રામેબલ નેટવર્ક ડિઝાઇનમાં સંકલિત છે. આ અમને 5G, FTTx, ડેટા કેન્દ્રો અને સંરક્ષણ જેવી એપ્લિકેશંસ માટે હાઇપર-સ્કેલ નેટવર્ક્સ માટે ઉકેલો પ્રદાન કરવા માટે એક અનન્ય ફાયદો આપે છે. છેલ્લા ત્રિમાસિક ગાળાઓ દરમિયાન, અમે આ તાકાતમાં રોકાણ કરવાનું અને તેમાં વૃદ્ધિચાલુ રાખ્યું છે, "Sterlite Tech ના ગ્રૂપ સીઇઓ Dr. Anand Agarwal જણાવે છે.
સામર્થ્ય અને ક્ષમતા સ્કેલ આઉટ
કંપનીની સિલિકોન-ટૂ-સૉફ્ટવેર ક્ષમતાઓની તાજેતરની સ્કેલિંગની મુખ્ય હાઇલાઇટ્સ આ મુજબ છે:
નાણાંકીય કામગીરી - Q2 FY'19
ભૂતકાળના કેટલાક ત્રિમાસિકોમાં Sterlite Techનું સુસંબદ્ધ નાણાંકીય પ્રદર્શન તેના એકીકૃત ડેટા નેટવર્ક્સ સોલ્યુશન્સ સ્ટ્રેટેજી સાથે સંરેખણમાં, આ ઉકેલો અને ક્ષમતા નિર્માણનું પરિણામ છે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં વાર્ષિક ધોરણે 47% ની CAGR ની વાર્ષિક વૃદ્ધિ સાથે કંપનીની ટોચની લાઇન વૃદ્ધિ અને સ્વસ્થ માર્જિન પ્રોફાઇલ મજબૂત રહી છે.
Q2 FY'19 માંથી નીચે મુજબની મુખ્ય નાણાંકીય હાઇલાઇટ્સ છે:
Sterlite Tech નો ભાવિ દ્રષ્ટિકોણલગભગ 9, 455 કરોડ રૂપિયાના વર્તમાન ઓપન ઓર્ડર બુક સાથે, આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટના સારા મિશ્રણના આધારે, ખૂબ સકારત્મક છે.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd (BSE: 532374) (NSE: STRTECH), એક વૈશ્વિક તકનીકી અગ્રણી છે, જે સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સની ડિઝાઇન, નિર્માણ અને સંચાલન કરે છે. ઉત્પાદનો, સેવાઓ અને સૉફ્ટવેરમાં ડિજિટલ વેબ-સ્કેલ પ્રદાન કરનાર, Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં ગ્રાહકો સાથે સંલગ્ન છે. કંપની ભારત, ચીન અને બ્રાઝિલમાં વૈશ્વિક સ્તરની ઉત્પાદન સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડિલિવરી સેન્ટર ધરાવે છે. Sterlite Tech આગામી પેઢી માટેની નેટવર્ક એપ્લિકેશન્સ માટે બ્રોડબેન્ડ રિસર્ચ અને સેન્ટર ફોર સ્માર્ટર નેટવર્ક્સ માટે ભારતના એકમાત્ર શ્રેષ્ઠતાના કેન્દ્રનું આશ્રયસ્થાન છે. કંપની દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સમાં સશસ્ત્ર દળો માટે ઘુસણખોરી-પ્રુફ સ્માર્ટ ડેટા નેટવર્ક, BharatNet માટે ગ્રામ્ય બ્રોડબેન્ડ, સ્માર્ટ સિટીઝ ડેવલપમેન્ટ અને હાઈ-સ્પીડ ફાઇબર ટુ ધ હોમ (એફટીટીએચ) નેટવર્ક્સ સ્થાપવા માટેનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો.
ભવિષ્ય અને ચેતવણી સંબંધિત નિવેદનો: Sterlite Technologies Limited અને તેના ભાવિ સાથે સંબંધિત આ રિલીઝમાં સમાવિષ્ટ કેટલાક શબ્દો અને નિવેદનો અને Sterlite Technologies Limited ની અપેક્ષિત નાણાંકીય સ્થિતિ, વ્યાપારી વ્યૂહરચના, Sterlite Technologies ના સંચાલનોના ભવિષ્યના વિકાસ અને ભારતના સામાન્ય અર્થતંત્ર સંબંધિત અન્ય નિવેદનો ભવિષ્ય સાથે સંકળાયેલા (ફોરવર્ડ લુકિંગ) છે. આવા ફોરવર્ડ-લૂકિંગ નિવેદનો Sterlite Technologies ના વર્તમાન, ભવિષ્યની વ્યવસાયિક વ્યૂહરચનાઓ અને ભવિષ્યમાં Sterlite Technologies લિમિટેડ સંચાલિત પર્યાવરણ સંબંધિત અસંખ્ય ધારણાઓ પર આધારિત છે. તેવા મહત્વપૂર્ણ પરિબળો જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા ઉપ્લબ્ધિઓને મહત્વપૂર્ણપણે આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનોથી જુદા પાડવાનું કારણ બની શકે છે તેમાં અન્યો સાથોસાથ ભારત સરકારની નીતિઓ અથવા નિયમોના ફેરફારો અને ખાસ કરીને, Sterlite Technologies Industry ના વહીવટીતંત્ર સંબંધિત ફેરફારો, અને ભારતમાં સામાન્ય આર્થિક, વ્યવસાય અને ધિરાણની સ્થિતિઓમાં પરિવર્તનોનો સમાવેશ થાય છે. તેવા વધારાના પરિબળો છે જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા ઉપ્લબ્ધિઓને મહત્વપૂર્ણપણે આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનોથી જુદા પાડવાનું કારણ બની શકે છે, જેમાંથી ઘણાં Sterlite Technologies ના નિયંત્રણમાં નથી, તેમાં સમાવિષ્ટ થાય છે National Stock Exchange, India અનેBombay Stock Exchange, India ને પ્રદાન કરાયેલી Sterlite Technologies ની વિવિધ ફાઇલિંગ્સમાં ચર્ચા કરાયેલા જોખમ પરિબળો, પરંતુ માત્ર તેમના પૂરતા માર્યાદિત નથી. આ ફાઇલિંગ્સ http://www.nseindia.com અને http://www.bseindia.com પર ઉપલબ્ધ છે.
મીડિયા સંબંધો
LK Pathak
Phone: +91-9925012059
Mail: [email protected]
રોકાણકાર સંબંધો
Vishal Aggarwal
Phone: +91-20-30514000
Mail: [email protected]
કોર્પોરેટ કમ્યુનિકેશન્સ
Sumedha Mahorey
Phone: +91-22-30450404
Mail: [email protected]
Share this article