ચેન્નાઇ, ભારત, October 17, 2018 /PRNewswire/ --
દક્ષિણ ભારતના સંગ્રહ પર વિશેષ ફોકસ સાથે, ભારતીય જ્વેલરી માર્કેટનો પ્રવેશદ્વાર
ભારતના ઝવેરાત મેળાના સૌથી મોટા આયોજક UBM India એ દક્ષિણ ભારત - Chennai Jewellery & Gem Fair (CJGF) માં તેના પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય B2B જ્વેલરી મેળાવડાના લૉન્ચની જાહેરાત કરી હતી. તે 20 મી - 22 મી ઑક્ટોબર, 2018 ની વચ્ચે ચેન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે યોજાશે. એક્સ્પોને પ્રખ્યાત જ્વેલરી એસોસિયેશન - Chennai Jewellers Association દ્વારા સારી રીતે સમર્થન પ્રાપ્ત થશે અને 150 પ્રદર્શકોને પ્રદર્શિત કરશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/769002/CJGF_October.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/769012/CJGF_Key_Dignitaries.jpg )
CJGF no ઉદ્દભવ GJIIE ને આભારી છે, એક શૉ કે જેનું UBM India દ્વારા વર્ષોથી, ભારતીય જ્વેલરી બજાર, ખાસ કરીને દક્ષિણ ભારતમાં પ્રવેશદ્વાર તરીકે જતન કરવામાં આવ્યું છે. તેના નવીનીકૃત અવતારમાં, ચેન્નાઇમાં UBM India નો નવો જ્વેલરી શૉ ખરેખર સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારોને સમજવા માટે આયોજકની સાબિત કુશળતાના આધારે આંતરરાષ્ટ્રીય અનુભવ પ્રદાન કરશે.
એક્સ્પોમાં લક્ઝરી પેવેલિયન્સ, આર્ટિસન ઝોન, ડીઝાઈનર ગેલેરી અને નેટવર્કીંગ નાઇટ જેવી ઘણી વિશિષ્ટતાઓ સમાવિષ્ટ કરવામાં આવશે. એક્સ્પોની મુખ્ય હાઈલાઈટ્સમાંની એક ત્રણ દિવસનો વિચારશીલ સેમિનાર હશે. તે માટેના વિષયોમાં - 'GII દ્વારા 'Identifying Synthetic Diamonds' ''How to Increase Your Business and Profits'; 'Young Generation in the Jewellery Business' અંગેની પેનલ ચર્ચા; 'Schemes in MSME for Clusters'; 'Profit Test for Retailers and Stock Management', 'How your Staff Can Help your Profits in Retailing'; 'Contemporary Issues in Diamond Testing: Experience at Gemological Institute of India' અને 'Digital Marketing for Jewellers' નો સમાવેશ થાય છે. એક્સ્પોમાં Madras Gem Museum અને Gem Institute Chennai દ્વારા Gem Museum પણ હશે, જે 2000 થી વધુ દુર્લભ અને કિંમતી રત્નોની શ્રેણી પ્રદર્શિત કરશે.
એક્સપો જ્વેલરી જથ્થાબંધ, છૂટક વેચાણકારો, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, હીરા, રત્ન, મોતી પુરવઠાકારો અને વેપારીઓ, કિંમતી ધાતુ અને જ્વેલરી માઉન્ટ કરનાર વેપારીઓ અને પુરવઠાકારો, મશીનરી ઉત્પાદકો અને વિવિધ વેપાર અને સરકારી સંગઠનોના પ્રતિનિધિઓને મળવા, કનેક્ટ કરવા, નેટવર્ક કરવા અને તેમના વ્યવસાયોને વધારવા માટે એક છત હેઠળ લાવવા માટે ઉત્તમ પ્લેટફોર્મ હશે. ભારતમાં ટાયર I, II અને III શહેરો ઉપરાંત, પ્રદર્શનમાં સિંગાપુર, બાંગ્લાદેશ, નેપાળ, મધ્ય પૂર્વ અને મલેશિયાના અન્ય દેશોના પ્રતિનિધિઓ પણ હશે.
આ વર્ષે પ્રદર્શકોની સૂચિમાં અન્યો સાથે સામેલ છે: Anmol Jewellers, CNB Diamonds Pvt. Ltd., JKS Jewels Pvt. Ltd., Anmol Swarn (India) Pvt. Ltd., S.K. Jewels, The Bombay Jewel Case Co, Mehta Gold and Diamonds, Madhava Raghava Jewellers LLP, M M Gold Palace, D N Jewels, UTSSAV CZ Gold Jewels Ltd., White Fire Diamonds India Pvt. Ltd. અને Kalinga Jewellers, Jai Gulab Dev, Laxmi Chains, Jewel 4 u, Navkar Sterling, Sankalp Jewels, Swarn Shanthi, P.R. Jewellers, Ms Diagem. As a lead up to the main show, UBM India held a series of successful road shows in Madhurai, Chennai, Ramnadhapuram and Pondicherry. મુખ્ય શૉ સુધી દોરી જતા, UBM India એ મદુરાઈ, ચેન્નઈ, રામનાધપુરમ અને પોંડિચેરીમાં શ્રેણીબદ્ધ સફળ રોડ શૉ કર્યા હતા.
CJGF પાંચ શહેરના જ્વેલરી શૉ (કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઇ અને દિલ્હી) માંનું એક છે જેનું આયોજન સમગ્ર વર્ષ દરમિયાન UBM India કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે, UBM plc એ વિશ્વના સૌથી મોટા જ્વેલરી ટ્રેડ ઇવેન્ટ - The Hong Kong Jewellery & Gem Fair નું આયોજન કરે છે.
CJGF ના લૉન્ચ પ્રસંગે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસ એ જણાવ્યું હતું કે, "અમે તાજા, નવા અને નિશ્ચિતપણે વધુ આંતરરાષ્ટ્રીય ફોર્મેટ સાથે ચેન્નઈ બજારમાં તમામ ક્રિયાઓ વચ્ચે એક નવો શૉ લૉન્ચ કરવા માટે ઉત્સાહિત છીએ. 2021-2022 સુધીમાં ભારતમાં રત્ન અને જ્વેલરી ક્ષેત્રનું માર્કેટ કદ 100-110 અબજ US$ સુધી પહોંચવાની ધારણા છે. અને આર્થિક પડકારો હોવા છતાં, જાન્યુઆરી થી જૂન 2018 દરમિયાન ભારતમાં સોનાની માંગ વધીને 338.70 ટન થઈ હતી, જ્યારે એપ્રિલ-ઓગસ્ટ 2018 ની વચ્ચે દેશના રત્નો અને જ્વેલરીની નિકાસ 13.18 અબજ US$ હતી, જે માર્કેટ માટે સારી સ્થિતિ છે."
તેમણે ઉમેર્યું હતું કે, "ગુણવત્તા સભાન ગ્રાહકો, કોર્પોરેટ બ્રાન્ડીંગ, આધુનિક રિટેલ ફોર્મેટ્સ અને વિકસિત ડિઝાઇન દ્વારા આધારભૂત, રત્નો અને જ્વેલરી સેગમેન્ટ સ્થાનિક વેચાણમાં અન્યો કરતા માત્ર આગળ વધી જાય તેવી જ અપેક્ષા નથી, પરંતુ એક લાયક અને વ્યવસાયિક ઉદ્યોગ સમુદાયનું નિર્માણ પણ કરશે જે પ્રદાન કરવા માટે CJGF સજ્જ છે."
CJGF ના લૉન્ચ પ્રસંગે બોલતા Chennai Jewellers Associationના ડિરેક્ટર Mr. Yogesh Shah જણાવ્યું હતું કે, "UBM લગભગ ત્રણ દાયકાથી જ્વેલરી ઉદ્યોગનો અભિન્ન ભાગ રહ્યો છે. આ પોર્ટફોલિયોમાં તેની કુશળતાને લીધે, Chennai Jewellery and Gem Fair ને શરૂ કરવા માટે UBM India સંપૂર્ણ રીતે તૈયાર છે. શૉ વેપાર દ્વારા અને તેના માટે એક પહેલ છે, એક ઉત્તમ સોર્સિંગ પ્લેટફોર્મ અને જ્ઞાન અને બજારના વલણોનું વિનિમય કરવાની તક છે. દક્ષિણ ક્ષેત્રમાં જ્વેલરીમાં શ્રેષ્ઠતાના સ્થાપિત અને આગામી કેન્દ્રોને સમર્થન આપવા માટે CJGF 2018 મારફત UBM India સાથે જોડાણ કરતા અમને આનંદ થાય છે." નવા શૉની જાહેરાત પર બોલતાં Chennai Jewellers Association ના ડિરેક્ટર Mr. Sultan Mohideen એ જણાવ્યું હતું કે, "ઑક્ટોબરમાં શરૂ થનાર Chennai Jewellery and Gem Fair (CJGF) ઉત્પાદકો અને રિટેલરોને મળવા અને બિઝનેસ નિર્માણ કરવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ હશે કારણ કે તે આ ક્ષેત્રમાંના મુખ્ય બજારોને સેવા આપે છે જે ભારત અને વિદેશમાં જ્વેલરોને સપ્લાય કરે છે. CJGF અમને અમારા વ્યવસાયની પહોળાઈને વિસ્તૃત કરવાની અને ઝડપથી આવશ્યક જોડાણો બનાવવાની તક આપશે."
આમાં ઉમેરતા, Chennai Jewellers Association ના ડિરેક્ટર Mr. Uday Vummidi એ જણાવ્યું હતું કે,"ઑક્ટોબર 2018 માં UBM India દ્વારા યોજાનારી આ ભવ્ય ઘટના, Chennai Jewellery and Gem Fair (CJGF) માટે અમારું સમર્થન વિસ્તારિત કરવા બદ્દલ સંપૂર્ણ આનંદ થશે. આ તીવ્ર કદ અને સ્કેલનું એક પ્લેટફોર્મ ભારતમાં આવવું મુશ્કેલ છે અને અમે CJGF ની આતુરતાથી રાહ જોઈએ છે."
CJGF વિશે:
CJGF નું આયોજન UBM દ્વારા કરવામાં આવશે જે ઑક્ટોબર 2018 માં એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર બનવા માટે Informa PLC સાથે જોડાઈ છે. DJGF વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://delhi.jewelleryfair.in/ ની મુલાકાત લો અને એશિયામાં અમારી હાજરી માટે http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article