હૈદરાબાદ, ભારત, August 22, 2018 /PRNewswire/ --
હૈદરાબાદ ખાતે તેની 5મી આવૃત્તિમાં મુલાકાતીઓની સંખ્યામાં 24 ટકાના વધારાની સાક્ષી પૂરે છે
UBM India દ્વારા હોસ્ટ કરાયેલ PharmaLytica ની પાંચમી આવૃત્તિ, તાજેતરમાં જ હાઈટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે સફળતાપૂર્વક સમાપ્ત થઇ હતી. આ વર્ષે, મુલાકાતીઓની સંખ્યામાં 24% જેવા ધરખમ વધારા સાથે PharmaLytica એ ફાર્મા ઇન્ડસ્ટ્રીના પ્રદર્શકો પાસેથી મોટા પ્રમાણમાં હાજરી નોંધી હતી.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/726649/PharmaLytica_2018.jpg )
ભારતની સૌથી વધુ વ્યાપક વિશ્લેષણાત્મક, બાયોટેકનોલોજી, લેબ સાધનો, ફાર્મા મશીનરી અને ફાર્મા પેકેજીંગ ઇવેન્ટ તરીકેનું સ્થાન ધરાવતી PharmaLytica 2018, તાજેતરના ઇન્ડસ્ટ્રી વલણો, નવીનીકરણ અને વ્યવસાયના સંચાલન માટે ફાર્માસ્યુટિકલ સમુદાયને એક છત હેઠળ લાવી હતી.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ક્વોલિટી એશ્યોરન્સ, ટેકનોલોજી, ક્વોલિટી ક્લચર અને રેગ્યુલેટરી અને કમ્પ્લાયન્સ સ્ટાન્ડર્ડ્સમાં સુસંગત વિષયોની ચર્ચા કરવા માટે ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા ઈન્સાઈટફુલ સત્રો અને પેનલ ચર્ચાઓની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉન્ફરન્સ દ્વારા વૃદ્ધિના તબક્કા, પડકારો અને આવનારા વર્ષોમાં વૈશ્વિક ફાર્મા ઉદ્યોગમાં કેવી રીતે ઇન્ડસ્ટ્રી ફરી પાછી પોતાની છાપ ઉભી કરી શકે તેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
10-12 મી જૂન, 2019 ના રોજ મુંબઇમાં પ્રથમ વખત PharmaLytica હોસ્ટ કરીને તેના મજબૂત ફાર્મા બજાર સાથે પશ્ચિમ વિસ્તારમાં તેની પહોંચ વિસ્તારિત કરીને એક્સ્પો વધુ મોટો બનવા સજ્જ છે. લેબ અને વિશ્લેષણાત્મક, ફાર્મા મશીનરી અને પેકેજીંગ જેવા ક્ષેત્રો સાથે સાઉથ-વેસ્ટ માર્કેટને ટાર્ગેટ કરતી વખતે, PharmaLytica પણ આ પ્રદેશમાં તેની આગવી પ્રાધાન્યતા જાળવવા માટે API અને Excipients ઝોન લોન્ચ કરશે.
હૈદરાબાદ 2018 માં PharmaLytica ની પાંચમી આવૃત્તિની સમાપ્તિ પર બોલતાં, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે "અમે રોમાંચિત છીએ કે PharmaLytica 2018 ને ભારતીય અને વૈશ્વિક કંપનીઓ દ્વારા આટલી મોટી સંખ્યામાં સહભાગિતા જોવા મળી છે. UBM India ખાતે, અમે ઉત્પાદનોમાં નવીનતાને પ્રોત્સાહિત કરવા અને અમારા પ્રદર્શનોના માળખામાં વિચારોના વિનિમય માટે પ્રતિબદ્ધ છીએ. અમે આગામી વર્ષોમાં આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મને આગલા સ્તર પર લઈ જવા ઉત્સુક છીએ. ફાર્માના ક્ષેત્રોમાં અમારા વધતા જતા અને અનન્ય પ્રદાનને ધ્યાનમાં રાખીને, અમે 2019 માં PharmaLytica ને મુંબઈ સ્થાનાંતરિત કરવાનું જાહેર કરતા આનંદ અનુભવીએ છીએ, જેનો હેતુ દક્ષિણ ઉપરાંત મજબૂત પશ્ચિમી બજારમાં નોંધપાત્ર મૂલ્ય ઉમેરવાનો છે."
આ પ્રસંગે બોલતા Pharmexcilના ડિરેક્ટર જનરલ Mr. Uday Bhaskar એ જણાવ્યું હતું કે, "PharmaLytica સાથે જોડાતા મને ખુશી છે કે જે ઉદ્યોગ અને મુલાકાતીઓને નવીનતમ સાધનસામગ્રી અને વલણો સમજવામાં મદદ કરી રહી છે. તે એક એવી જગ્યા છે જ્યાં તેઓ ઉદ્યોગની સંપૂર્ણ શ્રેણીને જુએ છે અને નવા વિકાસ વિશે જાણવા મળે છે. છેવટે, FDAની માર્ગદર્શિકા મુજબ મશીનરી મહત્વની ભૂમિકા ભજવે છે, અને આ એક્સ્પો મશીનરી ઉત્પાદકો અને ઉત્પાદન નિર્માતાઓની સુવિધા પૂરી પાડે છે. હું ખુશ છું કે UBM India આ ક્ષેત્રમાં અતિ ચોક્કસ, કાર્ય કર્યું છે."
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
PharmaLytica વિશે:
PharmaLytica નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે. ભારતમાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/india ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article