મુંબઈ, June 5, 2018 /PRNewswire/ --
MoneyOnMobile, Inc. (OTCQB: MOMT), ભારતના સૌથી મોટા ફોન આધારિત મોબાઇલ પેમેન્ટ નેટવર્ક પૈકી એકે, MoneyOnMobile રિટેલર પ્લેટફોર્મ મારફતે Reserve Bank of India ની ચુકવણી સેવા (Bharat Bill Payment) ના લૉન્ચની જાહેરાત કરી હતી. આ નવી સેવાનો પ્રારંભ તેના રિટેલર્સને ભારતની અંદાજિત 600-800 મિલિયન જેટલી અનબેન્ક્ડ/ અંડરબેન્ક્ડ વસતી વચ્ચે ડિજિટલ ચુકવણીની સેવાઓની વધતી માંગને પહોંચી વળવા સક્ષમ કરે છે અને તેમના વર્તમાન ગ્રાહકોના માસિક ખર્ચમાં વધારો કરે છે. એંસી વધારાની સેવાઓ ઇલેક્ટ્રીક, પાણી અને ગેસ ઉપયોગિતાના બિલ ભરવાવાળાં લોકોની વિશાળ શ્રેણીથી લઈને મોબાઇલ બિલ અને ટેલિવિઝન રિચાર્જને આવરી લે છે.
(Logo: https://mma.prnewswire.com/media/650303/MoneyOnMobile_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/701194/MoneyOnMobile_80_plus_Billers.jpg )
MoneyOnMobile ના સીઇઓ અને ચેરમેન Harold Montgomery, જણાવે છે કે, "અમે અમારા રિટેલર પોર્ટલ પર 'Bharat Bill Payment' સેવાના લૉન્ચ વિશે ઉત્સાહિત છીએ. અમે માનીએ છીએ કે રિટેલરો અને તેમના ગ્રાહકો માટે તે MoneyOnMobile ને રોકડ અનુભવનું પરિવર્તન ચાલુ રાખવામાં મદદ કરશે. આટલી મોટી સંખ્યામાં સેવાઓ ઉમેરવામાં આવી રહી હોવાથી, ગ્રાહકો તેમના જીવનને સરળ બનાવવા માટે વધુ મહત્ત્વની, રોજિંદી સેવાઓની પહોંચ મેળવવા માટે તેમની રોકડને ડિજિટલ ચુકવણીમાં પરિવર્તિત કરી શકે છે."
"અમારો ધ્યેય રિટેલરોને જે જેમને તેઓ સેવા પુરી પડે છે તે સમુદાય સાથેના જોડાણને વધુ ઊંડું કરવામાં સહાય કરવાનો છે. તેમના ગ્રાહકો દ્વારા માગણી કરવામાં આવતી નવી સેવાઓ સક્ષમ કરીને રિટેલર્સ વધતી માંગને પહોંચી વળવા સક્ષમ બને છે, અને લોકો માટે નાણાકીય સેવાઓ સુધી પહોંચવા માટે મુલાકાત લઇ શકે તેવી 'વન-સ્ટોપ શોપ' બની શકે છે. આ કંપનીને અમારા રિટેલરનો આધાર વિકસાવવા, ગ્રાહક વૉલેટનો શેર વધારવા અને રિટેલર રીટેન્શનમાં વધારો કરવામાં મદદ કરે છે," MoneyOnMobile ના ચીફ ઓપરેટિંગ ઓફિસર, Will Dawson જણાવે છે.
MoneyOnMobile, Inc. વિશે
MoneyOnMobile, Inc. એ ભારત પર ફોકસ કરાયેલ એક મોબાઇલ પેમેન્ટ ટેક્નોલોજી અને પ્રોસેસિંગ કંપની છે જે મોબાઇલ પેમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે. MoneyOnMobile ભારતીય ગ્રાહકોને સામાન અને સેવાઓ માટે ચુકવણી કરવા માટે અથવા એક સેલ ફોનથી બીજામાં ફંડ (નાણાં) ટ્રાન્સફર કરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકવા માટે સક્ષમ કરે છે. તેનો ઉપયોગ એક સરળ SMS ટેક્સ્ટ કાર્યક્ષમતા તરીકે અથવા MoneyOnMobile એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ સાઇટ દ્વારા કરી શકાય છે. MoneyOnMobile સમગ્ર ભારતમાં 350,000 થી વધુ રિટેલ લોકેશન ધરાવે છે.
Bharat Bill Pay વિશે
Bharat બિલ ચુકવણી પદ્ધતિ એ Reserve Bank of India (RBI) દ્વારા પરિકલ્પિત પ્રણાલી છે જેનું સંચાલન National Payments Corporation of India (NPCI) દ્વારા કરવામાં આવે છે. ટ્રાન્ઝેક્શન્સની નિશ્ચિતતા, વિશ્વસનીયતા અને સલામતી સાથે સમગ્ર ભારતમાં તમામ ગ્રાહકોને 'કોઈપણ સમયે ગમે ત્યાં' બિલ ચુકવણીની સેવા પૂરી પાડવા સહિત તે ઇન્ટરઓપરેબલ અને સુલભતા ધરાવતી તમામ બીલની ચુકવણી માટે એકલ સ્ટોપ ઇકોસિસ્ટમ છે.
Bharat Bill Payment ચુકવણીના બહુવિધ પ્રકારો ધરાવે છે અને SMS અથવા રસીદ દ્વારા ચુકવણીની તાત્કાલિક પુષ્ટિ આપે છે. સિંગલ વિન્ડો દ્વારા તે વીજળી, ટેલિકોમ, DTH, ગેસ, પાણીના બીલ વગેરે જેવી અસંખ્ય બિલ એકત્રિકરણ શ્રેણીઓ પ્રદાન કરે છે. ભવિષ્યમાં બિલરની શ્રેણીને વિસ્તૃત કરીને તેમાં વીમા પ્રિમીયમ, મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્કૂલ ફી, સંસ્થા ફી, ક્રેડિટ કાર્ડ્સ, સ્થાનિક ટેક્સ, ઈન્વોઈસ ચુકવણી વગેરેનો સમાવેશ થઇ શકે છે. ગ્રાહક ફરિયાદોના સંચાલન માટે એક અસરકારક પદ્ધતિ પણ સ્થાપિત કરવામાં આવી છે જેથી ગ્રાહકને Bharat Bill Payment માં બિલ-સંબંધિત કોઈપણ સમસ્યાઓ માટે સહાયતા પ્રદાન કરી શકાય.
સેફ હાર્બર નિવેદન
આ રિલીઝ કોઈ પણ એન્ટિટી (અસ્તિત્વ) ની કોઈ સિક્યોરિટીઝ ખરીદવાના પ્રસ્તાવની માંગણી અથવા વેચાણના પ્રસ્તાવની રચના કરતી નથી. આ રિલીઝમાં અમારી વર્તમાન અપેક્ષાઓ, આગાહીઓ અને ધારણાઓ જેમાં જોખમો અને અનિશ્ચિતતાઓ શામેલ છે તેમના આધારે ચોક્કસ ફોરવર્ડ-લૂકિંગ (ભવિષ્ય તરફ જોનારા) નિવેદનો સમાવિષ્ટ છે. આ રિલીઝમાંના ફોરવર્ડ-લૂકિંગ નિવેદનો આને સંબંધિત તારીખથી અમને ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારા વાસ્તવિક પરિણામો, અમારા વ્યવસાય સાથે સંકળાયેલા જોખમો અને અનિશ્ચિતતાઓને લીધે આવા ફોરવર્ડ-લૂકિંગ નિવેદનમાં જણાવેલ અથવા ગર્ભિત કરતા આવશ્યકપણે ભિન્ન હોઈ શકે છે, જેમાં 6 જુલાઈ, 2017 ના રોજ દાખલ કરાયેલા ફોર્મ 10-કે માંના જોખમ પરિબળોનો સમાવેશ થાય છે. ફોરવર્ડ-લૂકિંગ નિવેદનોમાં ભવિષ્ય વિશેની અમારી અપેક્ષાઓ, માન્યતાઓ, હેતુઓ અથવા વ્યૂહરચના અંગેના નિવેદનોનો સમાવેશ થાય છે અને "અપેક્ષિત", "માનવું," "કરી શકે છે," "અંદાજ," "અપેક્ષા," "ઇરાદો, "સંભાવના", "હોવું જોઇએ", અને "હશે" અથવા સમાન શબ્દો દ્વારા ઓળખાઈ શકે છે. અમે આ અખબારી જાહેરાત (પ્રેસ રિલીઝ) માં સમાવિષ્ટ માહિતીને અપડેટ કરવા માટે કોઈ જવાબદારી સ્વીકારતા નથી, પછી ભલે તે નવી માહિતી, ભાવિ ઘટનાઓ અથવા અન્યથાના પરિણામ સ્વરૂપે હોય.
Website: http://www.MoneyOnMobile.in
Twitter: https://twitter.com/MoneyOnMobile
Facebook: https://www.facebook.com/MoneyOnMobile.Official/
LinkedIn: https://www.linkedin.com/company/moneyonmobile
YouTube: https://www.youtube.com/c/MoneyOnMobileofficial
મીડિયા સંપર્ક:
Navaz Damania
[email protected]
Vice President - Corporate Communications
MoneyOnMobile
Share this article