મુંબઈ, May 22, 2018 /PRNewswire/ --
ફાર્મા પેકેજીંગ ઈનોવેશન્સ માટે એક પ્રિમીયર પ્લેટફોર્મ
UBM India નો એક વિભાગ, CPhI Conferences જે સંખ્યાબંધ ફાર્માસ્યુટિકલ કોન્ફરન્સનું આયોજન કરે છે તેમણે તેમની એક પ્રીમિયર ઇવેન્ટ ''The 7th Annual InnoPack Pharma Confex' ની જાહેરાત કરી છે; જે 24 થી 25 મી મે 2018 દરમિયાન Hotel Sahara Star, મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવશે. ફાર્મા પેકેજીંગ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકોને એકઠા કરવા, નેટવર્ક, વિચારો અને જ્ઞાનનું વિનિમય, જોડાણો રચવા અને ફાર્મા પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના ભવિષ્યને આકાર આપવા માટે તમામને એક છત હેઠળ પ્રદાન કરવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનવાનું વચન કોન્ફેક્સ આપે છે. આ 2 દિવસીય કોન્ફેક્સ પેકેજિંગમાં નવીનતમ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઉકેલો પ્રદર્શિત કરવા સાથે સાથે વ્યવહારુ ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવંત પેનલ ચર્ચાઓની સાક્ષી પૂરશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/694739/Innopack_Pharma_Logo.jpg )
ફાર્માસ્યુટિકલ પેકેજિંગ માટે નવીન ટેકનોલોજી સહિત પ્રાયમરી પેકેજિંગ ફિલ્મસ, પ્રી- ફિલેબલ (પહેલેથી ભરવા યોગ્ય) સિરિંજ, બ્લિસ્ટર પેકેજીંગ ઔષધ વિતરણ પ્રણાલીઓ પસંદ કરવી, જેનરિક ઇન્જેક્ટેબલ, ઇ-કોમર્સ અને બીજા ઘણાં બધા માટે ફાર્મા પૅકેજિંગ સોલ્યુશન્સ પર WPO નો અભિગમ સાથે વૈશ્વિક પેકેજીંગ દ્રષ્ટિકોણના વિવિધ પાસાંઓ પર કોન્ફરન્સ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સંમેલન ઇન્ડસ્ટ્રીને લીડ્સ (દોરવણીઓ) નિર્મિત કરવામાં, એક્સ્પોઝર મેળવવામાં અને વધુ નવા તેમ જ કંડારાયા હોય નહીં તેવા બજારોમાં પ્રવેશ મેળવવામાં મદદ કરશે.
InnoPack Pharma, તેની શરૂઆતથી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના ઇન્ડસ્ટ્રી અગ્રણીઓ માટે અગ્રણી કોન્ફરન્સ તરીકે ઓળખવામાં આવે છે. ગયા વર્ષે 6 ઠ્ઠી આવૃત્તિએ 2 પાવર પેક્ડ દિવસોમાં દેશભરમાંથી 900 થી વધુ પ્રતિનિધિઓને આકર્ષ્યા હતા.
7 મી વાર્ષિક InnoPack Pharma Confex, ની જાહેરાત અંગે બોલતા Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે પેકેજિંગ સફળતામાં ફાળો આપનાર છે. InnoPack confex પેકેજિંગના વિવિધ પાસાંઓ પર ધ્યાન દોરવામાં મદદ કરશે, જેમાં ઉદ્યોગોને એક્સપૉઝર પેદા કરવા અને વણખેડાયેલા બજારોમાં પ્રવેશવા માટે સુવિધા આપવામાં આવશે. તે નવીનતા દ્વારા સ્થિરતા જેવા ડ્રગ પેકેજિંગ સંબંધિત ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ વ્યવહારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે."
"UBM India ત્રીજા ઇન્ડિયા પેકેજીંગ એવોર્ડ્સનું આયોજન કરવા માટે ઉત્સાહિત છે, જે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા અને નવીનતાને અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેક્ષકોને પેકેજિંગમાં સિદ્ધિઓનું અનાવરણ કરીને વૈશ્વિક ધોરણે વૈચારિક અગ્રણીઓને સન્માનિત, પ્રેરિત, અને પ્રસંશિત કરશે". તેવું તેમણે આગળ ઉમેર્યું હતું.
આ વર્ષે પણ કોન્ફેક્સ, કેટલાક અતિશય માંગ ધરાવતા ઉદ્યોગપતિઓ જેવા કે Prof. Pierre Pienaar, President, World Packaging Organisation; Daara Patel, Secretary-General, Indian Drug Manufacturers Association; Ashok Kumar Bhattacharya, Executive Director/Country Manager, Takeda Pharmaceuticals India Pvt. Ltd; Chakravarthi AVPS, Ambassador, World Packaging Organisation; Prasad Deshpande, Vice President-Supply Chain Management, Biocon; Rakesh Mehta, Senior Vice President & Head Global Sales & Marketing, Sun Pharmaceutical Industries Ltd; Tj Saravanan, Associate Director-Packaging Development (QA), Biocon Limited; Prabir Das, Vice President, Mylan; Barun Dey, Director-Packaging Development, Dr Reddy's Laboratories; Ajay Bapat, Head-Packaging Development, Emcure Pharmaceuticals; Ravipati Chandi Prasad, Head-Packaging Development, Aurobindo Pharma Ltd; Soumyanath Mishra, Head-Packaging Development, Mankind Research Centre; Gautama Buddha, Packaging Consultant; Anahita Karande, Senior Manager-Packaging Development Cell, Alembic Pharmaceutical Ltd. ની હાજરી નોંધશે જેઓ ફાર્મા પેકેજિંગના વિવિધ પાસાંઓ પર ચર્ચા અને વિચારણા કરશે.
ફાર્મા પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણીઓની ઉજવણી અને તેમની કદર કરવા CPhI Conferences 24 મી મે 2018 ના રોજ 'The 3rd edition of The India Packaging Awards' નું આયોજન કરશે. આ એવોર્ડ્સ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા અને નવીનતાને સન્માનિત કરશે અને તેવા વિચારકો અને સર્જકોની ઉજવણી કરશે જેમણે પેકેજિંગમાં નવો ચીલો ચાતર્યો છે.
આ સાંજ પ્રેરણાત્મક માસ્ટર માઇન્ડ્સને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડસ્ટ્રીના ચેમ્પિયન્સને એક અનન્ય છત્ર હેઠળ એકત્રિત કરશે અને તેમાં કોકટેલ અને ડિનર, મનોરંજનના કૃત્યો, પુરસ્કારો અને સન્માન સમારંભનો સમાવેશ થશે.
The India Packaging Awards ને નીચેની શ્રેણીઓમાં નામાંકન માટે ભારે પ્રતિસાદ મળ્યો છે:
- Excellence in Sustainable Packaging
- Excellence in Packaging Design
- Excellence in R&D
- Excellence in Enhanced User Experience
- Excellence in Packaging Machinery
- Excellence in Quality Assurance
- Excellence in Quality Control
આ વર્ષે કોન્ફરન્સમાં સંખ્યાબંધ નવીન નેટવર્કીંગ ફૉર્મટ જોવા મળશે જેમ કે i3 સેન્ટર, પ્રતિભાગી અને ભાગીદારો વચ્ચે એક વિશિષ્ટ 1 કલાકની પાવર પેક્ડ નેટવર્કિંગ તક, સ્પીડ નેટવર્કિંગ જે પ્રતિભાગીઓને એક સમૃદ્ધ અનુભવનું વચન આપે છે અને ઇન્ડસ્ટ્રી અને ઉકેલ પ્રદાતાઓ વચ્ચે લાંબા સમય સુધી ટકી શકે તેવા બિઝનેસ સંબંધોની સરળતા પ્રદાન કરે છે.
UBM India વિશે:
UBM India એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દેશભરમાં દર વર્ષે 25 મોટા પાયાના પ્રદર્શનો અને 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM India જે UBM Asia ની કંપની છે તે મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો ધરાવે છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જ પર સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે, કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @UBM, UBM Plc LinkedIn માં અમને અનુસરો.
મીડિયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article