બેંગલોર, May 7, 2018 /PRNewswire/ --
IMA® (Institute of Management Accountants)ના એક લેખ અનુસાર જ્યારે પ્રોદ્યોગિકી આગળ વધી રહી છે ત્યારે પ્રબંધન હિસાબનીશો અને વ્યવસાયે આગળ રહેલાં પડકારો અને તકોને પહોંચી વળવા માટે ઉપર ઊઠવું જ રહ્યું. આ લેખ, જે આંતરરાષ્ટ્રીય પ્રબંધન હિસાબવિધિ દિવસના અવસરે રજૂ કરાયો હતો, તેમાં જણાવાયું છે કે પ્રબંધન હિસાબનીશોના કૌશલ્યોના સમૂહમાં પ્રોદ્યોગિકી અને વિશ્લેષકો દ્વારા વ્યવસાયમાં ભજવાતી નવી ભૂમિકા સાથે સુમેળ સાધવા માટે બદલાવની જરૂર છે.
(Photo: https://mma.prnewswire.com/media/687354/IMA_Jeff_Thomson.jpg )
તાજેતરના એક IMA સર્વેક્ષણમાં જણાયું હતું કે 42 ટકા હિસાબનીશો ચિંતિત છે કે પ્રોદ્યોગિકી તેમની નોકરીઓને ખતમ કરી દેશે, જેમાં સૌથી વધુ ચિંતા એમના તરફથી આવી હતી જેઓ બિલિંગ, બજેટ બનાવવું જેવા સામાન્ય હિસાબવિધિ કામોનું ધ્યાન રાખે છે. Raef Lawson, Ph.D., CMA, CSCA, CPA, IMA ના સંશોધન અને નીતિના વાઇસ પ્રેસિડન્ટ તથા આ લેખના લેખક, માને છે કે પરંપરાગત હિસાબવિધિ ભૂમિકાઓ જે આજે અસ્તિત્વમાં છે તે થોડાં વર્ષોમાં અસ્તિત્વમાં ન રહે. જો કે, નાણાંકીય વ્યવસાયિકો માટે નવી, વધુ વ્યૂહાત્મક ભૂમિકાઓનું નિર્માણ થશે.
આ લેખ અનુસાર, થોડાં પ્રબંધન હિસાબવિધિ કૌશલ્યો ઓછા અગત્યના બની જશે, અન્યો વધુ અગત્યના બનશે, અને જો વ્યવસાયે અનુરૂપ બની રહેવું હશે તો, થોડાં નવા કૌશલ્યો-ખાસ કરીને સૂચના પ્રોદ્યોગિકી અને વિશ્લેષણના ક્ષેત્રોના-અપનાવવાં જરૂરી બનશે.
"અમે આ લેખ ને આંતરરાષ્ટ્રીય પ્રબંધન હિસાબવિધિ દિવસે પ્રસિદ્ધ કરવાનું પસંદ કર્યું કારણ કે તે ધંધામાં નાણાંકીય વ્યાવસાયિકોની ઉજવણીનો અને વ્યવસાય કેવી રીતે બદલાઈ રહ્યો છે તે વિશે વિચારવા, બંને માટેનો સમય છે," Jeff Thomson, CMA, CSCA, CAE, IMAના CEO અને પ્રમુખ કહે છે. "આ લેખ થકી, અમે વ્યવસાય માટેના પરિવર્તન કાળ ઉપર અને તમામ પ્રબંધન હિસાબનીશો માટે હાજર તકો ઉપર પ્રકાશ ફેંકવાની આશા રાખીએ છીએ."
ડિજિટલ પરિવર્તનનો લાભ લેવા અને સફળપણે મૂલ્ય નિર્માણકર્તાની ભૂમિકામાં પરિવર્તિત થવા માટે, પ્રબંધન હિસાબનીશોએ તેમના આંકડા વિશ્લેષણ કૌશલ્યને વધારવાની, તેમના વ્યૂહાત્મક પ્રબંધન કૌશલ્યોને વિકસાવવાની અને નવતર તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
"અનુરૂપ પ્રમાણનો જેવા કે CMA® (Certified Management Accountant) અને CSCA® (Certified in Strategy and Competitive Analysis) પ્રાપ્ત કરવા પ્રબંધન હિસાબનીશોને વ્યવસાયમાં જરૂરી નવા કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે, "Lawson ને જણાવ્યું. તેઓ એક યોગ્ય વિચારસરણી, વિસ્તારાયેલા સંચાર અને સંબંધ-સંચાલન કૌશલ્યો અને ટીકાત્મક રીતે વિચારવાની ક્ષમતાઓ વિકસાવવાની પણ ભલામણ કરી.
પ્રબંધન હિસાબનીશો આગળ વધતી પ્રોદ્યોગિકી અને પ્રક્રિયાઓમાં અગ્રેસર રહે તે સુનિશ્ચિત કરવા માટે, IMA પોતાના પ્રબંધન હિસાબવિધિ નિપુણતા માળખાને પુન:નિર્મિત કરી રહ્યું છે, વ્યવસાયમાં જરૂરી એવી વિકસી રહેલી જાણકારી, કૌશલ્યો અને ક્ષમતાઓ ઉપર વિચાર કરી રહ્યું છે. IMA વૈવિધ્યપૂર્ણ ઓનલાઈન અભ્યાસ કાર્યક્રમો પણ રજૂ કરે છે જેમાં બ્લૉકચેન, સ્વયંચાલિત પ્રક્રિયાઓ, ઉદ્યમ પ્રદર્શન પ્રબંધન અને આંકડાનું સંચાલન જેવા વિષયોનો સમવેશ થાય છે.
IMA® (Institute of Management Accountants) વિશે
IMA®, જેને વર્ષ 2017 માં ધ અકાઉન્ટન્ટ/ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ બુલેટિન દ્વારા વર્ષનું શ્રેષ્ઠ વ્યાવસાયિક સંગઠન નામિત કરાયું છે, તે સંપૂર્ણપણે પ્રબંધન હિસાબવિધિ વ્યવસાયની પ્રગતિ માટે કેન્દ્રિત હોય તેવા સૌથી મોટા અને સૌથી નામનાપાત્ર સંગઠનોમાંનું એક છે. વૈશ્વિકપણે, IMA વ્યવસાયને સંશોધન, CMA® (Certified Management Accountant) કાર્યક્રમ, સતત ચલતા અભ્યાસ, નેટવર્કિંગ અને ઉચ્ચતમ કક્ષાની નૈતિક ધંધાકીય પ્રક્રિયાઓની હિમાયત થકી ટેકો આપે છે. IMA પાસે 140 દેશોમાં 100,000 કરતાં વધુ સભ્યો અને 300 વ્યાવસાયિકો અને વિદ્યાર્થી સભાઓનું વૈશ્વિક નેટવર્ક છે. મોન્ટવેલ, N.J., USA, વડું મથક ધરાવતું IMA તેના ચાર વૈશ્વિક ક્ષેત્રો: અમેરિકા ખંડો, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત થકી સ્થાનીય કૃત સેવાઓ પૂરી પાડે છે. IMA વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.imanet.org ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Janice Sevilla
[email protected]
+971562088948
Communication Specialist
Institute of Management Accountants
Share this article