પૂણે, ભારત, April 26, 2018 /PRNewswire/ --
- નાણાંકીય વર્ષ 19 શરૂ થાય છે રૂ. 5,223 કરોડ ની સૌથી ઉચ્ચ ઓર્ડર બુક સાથે (YoY વૃદ્ધિ 73%)
- વૈશ્વિક સ્તરે હાજરીમાં વૃદ્ધિ - નાણાંકીય વર્ષ 18 ના નિકાસમાં 54% નું યોગદાન નાણાંકીય વર્ષ 17 માં આવકમાં 37% નો વધારો.
- પાછલા વર્ષની તુલનાએ નાણાંકીય વર્ષ 18 માં PAT માં 66% ની વૃદ્ધિ
વધુ સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સમાં એન્ડ-ટુ-એન્ડ ગ્લોબલ ટેક્નોલોજીના અગ્રણી દ્વારા આજે 31 માર્ચ, 2018 ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક અને વર્ષ માટે, તેમના નાણાંકીય પરિણામો પોસ્ટ કરવામાં આવ્યા હતા.
(Logo: http://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/682202/Sterlite_Q4FY18_Table_1.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/682203/Sterlite_Q4FY18_Table_2.jpg )
સુધરતી મૂડી કાર્યક્ષમતા સાથે સશક્ત સતત મજબૂત વૃદ્ધિ: (3-વર્ષ ની કામગીરી)
- તમામ મુખ્ય મેટ્રિક્સ (રેવન્યુ, EBITDA, PAT) પર ઐતિહાસિક કામગીરીનું પ્રદર્શન જે વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. ત્રણ વર્ષનો CAGR રેવન્યુ માટે 19% પર, EBITDA માટે 29% અને PAT માટે 47%.
- રીટર્ન રેશિયોમાં સુધારા સાથે સ્વસ્થ બેલેન્સશીટ, નાણાંકીય વર્ષ 18 થી વેપાર માટે ROCE અને ROE અનુક્રમે 30% અને 28% પર છે. ઇક્વિટી સાથે નેટ લોન 0.7x પર છે.
સતત ત્રિમાસિક વૃદ્ધિ: છેલ્લા ત્રિમાસિક કામગીરીના વલણને ચાલુ રાખતા, નાણાંકીય વર્ષ 18 એ તમામ મુખ્ય નાણાંકીય કામગીરી મેટ્રિક્સમાં વૃદ્ધિ દર્શાવી હતી.
વિગત Q4FY2018 Q4FY2017 % વૃદ્ધિ FY2018 FY2017 % વૃદ્ધિ
આવક 847 707 20% 3,205 2,594 24%
EBITDA 238 166 44% 789 542 45%
PAT 112 64 77% 334 201 66%
- અનુક્રમે 28% અને 15% પર ત્રિમાસિક 4 ના EBITDA અને PAT માર્જિન સાથે નફાકારકતા મેટ્રિક્સમાં સુધારો.
- YoY ધોરણે PAT (ચોખ્ખી આવક) માં 77% જેટલી વૃદ્ધિ, વૃદ્ધિ પામતા સંચાલન લાભ અને સુધારેલ મૂડી માળખા પર સવારી.
સશક્ત બિઝનેસ ફંડામેન્ટલ્સ: કંપનીના મજબૂત બિઝનેસ ફંડામેન્ટલ્સ વૃદ્ધિ માટેના તેના ઉચ્ચાલક છે, અને ઉચ્ચ ભાવિ દૃશ્યતા પ્રદાન કરે છે.
- ઓપ્ટિકલ-ફાઈબર મૂલ્ય શ્રૃંખલાના સંપૂર્ણ અંકુશ સાથે ડેટા નેટવર્કના એન્ડ-ટુ-એન્ડ સંકલનકર્તા તરીકે કંપનીની અનન્ય વૈશ્વિક સ્થિતિ ઉદ્યોગમાં શ્રેષ્ઠ માર્જિન સ્ટ્રક્ચર્સમાં અનુવાદિત થાય છે.
- નવા બજારો ઉમેરીને અને પ્રવર્તમાન બજારોમાં વધુ ઊંડાણથી પ્રવેશ કરીને કંપની તેની વૈશ્વિક હાજરીમાં વધારો કરી રહી છે, જેને પરિણામે નાણાંકીય વર્ષ 16 માં રૂપિયા 537 કરોડ થી નાણાંકીય વર્ષ 18 માં રૂપિયા 1,735 કરોડ જે નાણાંકીય વર્ષ 17 ની તુલનામાં 81% જેટલું વધારે છે તેનો આંતરરાષ્ટ્રીય રેવન્યુ વધીને ત્રણ ગણો થયો છે.
- સ્થાનિક અને નિકાસ વચ્ચે તેનું ભૌગોલિક રેવન્યુ વિભાજન સુસંતુલિત છે, જેમાં નાણાંકીય વર્ષ 2018 માં કુલ રેવન્યુમાં આશરે 54% નિકાસ ખાતે થાય છે. યુરોપ અને ચીન હવે સ્થાપિત મહત્વપૂર્ણ બજારો છે અને સ્થાનિક બજારમાં કંપની પોતાનું અગ્રણી સ્થાન જાળવી રાખે છે.
- ઓપ્ટિકલ કોમ્યુનિકેશન પ્રોડક્ટ બિઝનેસમાં કંપનીની ક્ષમતા વિસ્તરણના પ્રવેગ સાથે વધુ ઉચ્ચ ઉપયોગિતા દરો આગામી નાણાંકીય વર્ષમાં વોલ્યુમ વિસ્તરણને ઊંચી દૃશ્યતા પ્રદાન કરે છે.
- સ્તર 1 ના સંચાલકો સાથે કંપની ગહન ગ્રાહક જોડાણ ધરાવે છે, જેના પરિણામે વર્ષ દરમિયાન ઘણા વ્યૂહાત્મક લાંબા ગાળાના કરારો અને ઓર્ડર કંપનીને ફાળે આવે છે. જીતી જાય છે. એક વર્ષમાં ઓર્ડર બુકમાં રૂપિયા 3,018 કરોડથી વધીને રૂપિયા 5,223 કરોડ (YoY 73% વૃદ્ધિ) નો વધારો થયો છે.
- ટેક્નોલોજી આધારિત નવીનીકરણ કંપનીનું હાર્દ છે. તેની પેટન્ટની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે અને નાણાંકીય વર્ષ 18 સુધીમાં તે સંખ્યા 189 સુધી પહોંચી છે, જે માર્કેટ પહોંચ માટે વ્યૂહાત્મક સ્પર્ધાત્મક ફાયદા અને નવા ઉત્પાદનોથી વધુ ઊંચા ઉપાર્જનની તક પ્રદાન કરે છે, જે રેવન્યુનો 14% હિસ્સો ધરાવે છે.
- તાજેતરમાં જ CRISIL દ્વારા Sterlite Tech ની લાંબા ગાળાની બેંક સુવિધાઓ પર તેમની રેટિંગને 'CRISIL AA-/Positive' થી 'CRISIL AA/Stable' પર અપગ્રેડ કરી છે અને કંપનીના કમર્શિયલ પેપર પ્રોગ્રામ પર તેની રેટિંગ 'CRISIL A1+' નું પુનઃઉચ્ચારણ કર્યું છે.
છેલ્લા ત્રિમાસિકો અને વર્ષોમાં કંપનીના ઉત્કૃષ્ટ દેખાવ પર ટિપ્પણી કરતા, Sterlite Techના CEO, Dr Anand Agarwal એ જણાવ્યું હતું કે, "અમે ટકાઉ લાંબા ગાળાની કામગીરી પહોંચાડવા સાથે, વિશ્વને જોડવા માટે આગામી પેઢીના ફાઇબર અને સોફ્ટવેર આધારિત સ્માર્ટનેટવર્ક્સ નું નિર્માણ કરવામાં એક અભિન્ન ભૂમિકા ભજવી રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં ઘાતાંકીય માહિતી વૃદ્ધિ અને 5G વ્યૂહરચનાઓના કારણે અમે આગામી 10 વર્ષમાં ફાઇબર વ્યૂહરચનાનું ખૂબ મજબૂત આંદોલન જોઈ રહ્યાં છીએ."
"અમારા ગ્રાહકો તેમની જરૂરિયાતો માટે નવીનીકરણ કરવાની અમારી ક્ષમતાના ટેકા પર અમારી સાથે લાંબા ગાળાના કરારોમાં પ્રવેશ કરી રહ્યા છે. અમે સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સ માટે ટેક્નોલોજીમાં રોકાણ કરવાનું ચાલુ રાખીએ છીએ જે સૉફ્ટવેર નિર્ધારિત છે, કેન્દ્રીય રીતે સંચાલિત, સ્કેલેબલ, ઓપ્ટીમાઇઝ્ડ કેપેક્સ મોડેલ્સ સાથે ખુલ્લું સ્તોત્ર છે." એવું તેમણે ઉમેર્યું હતું.
મૂલ્ય નિર્માણની વહેંચણીની Sterlite Tech ની કોર્પોરેટ ફિલસૂફીને ધ્યાનમાં રાખીને, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા નાણાંકીય વર્ષ 18 માટે રૂ. 2 નું ડિવિડન્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies limited (BSE: 532374) (NSE: STRTECH), એક વૈશ્વિક તકનીકી અગ્રણી છે, જે સ્માર્ટ ડિજિટલ નેટવર્કની રચના, નિર્માણ અને તેનું સંચાલન કરે છે. તમામ ઉત્પાદનો, સેવાઓ અને સૉફ્ટવેર પ્રદાન કરતા ડિજિટલ વેબ-સ્કેલ સાથે Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં ગ્રાહકો સાથે જોડાય છે. ભારત, ચીન અને બ્રાઝિલમાં કંપની પાસે વૈશ્વિક ધોરણે નિર્માણકારી સવલતો છે અને ભારતમાં બે સૉફ્ટવેર ડિલિવરી સેન્ટર છે. બ્રોડબેન્ડ રિસર્ચ માટે ભારતના એકમાત્ર સેન્ટર ઑફ એક્સેલન્સ અને આગામી પેઢીની નેટવર્ક એપ્લિકેશન્સ માટે સેન્ટર ફોર સ્માર્ટર નેટવર્ક્સ માટે Sterlite Tech ઘર સમાન છે. કંપની દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સમાં સશસ્ત્ર દળો માટે ઘુસણખોરી-પ્રુફ સ્માર્ટ ડેટા નેટવર્ક, ભારતનેટ માટે ગ્રામ્ય બ્રોડબેન્ડ, સ્માર્ટ સિટીઝ ડેવલપમેન્ટ અને હાઈ સ્પીડ ફાઇબર ટુ ધ હોમ (એફટીટીએચ) નેટવર્ક્સ સ્થાપવા માટેનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો
ફોરવર્ડ લૂકિંગ (ભવિષ્ય સંબંધી) અને ચેતવણીના નિવેદનો: Sterlite Technologies limited અને તેના ભવિષ્ય અંગેના આ પ્રકાશનમાં ચોક્કસ શબ્દો અને નિવેદનો, અને Sterlite Technologies' ની અપેક્ષિત નાણાંકીય સ્થિતિ, બિઝનેસ વ્યૂહરચના, Sterlite Technologies' ની કામગીરીના ભવિષ્યના વિકાસ અને ભારતમાં સામાન્ય અર્થતંત્ર સંબંધિત અન્ય નિવેદનો ફોરવર્ડ લૂકિંગ (ભવિષ્ય સંબંધી) નિવેદનો છે. Such આવા નિવેદનોમાં જાણીતા અને અજાણ્યા જોખમો, અનિશ્ચિતતા અને અન્ય પરિબળોનો સમાવેશ થાય છે, જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા Sterlite Technologies limited ની સિદ્ધિઓ, અથવા ઉદ્યોગના પરિણામોનું કારણ બની શકે છે, જે આવા ફોરવર્ડ- લૂકિંગ નિવેદનો દ્વારા વ્યક્ત અથવા ગર્ભિત ભૌતિક રીતે અલગ પડે છે. આવા ફોરવર્ડ-લૂકિંગ નિવેદનો Sterlite Technologies'ના વર્તમાન, ભાવિ કારોબાર વ્યૂહરચનાઓ, અને વાતાવરણ કે જેમાં Sterlite Technologies limited ભવિષ્યમાં કાર્ય કરશે તે અંગેની અસંખ્ય ધારણાઓ પર આધારિત છે. મહત્વના પરિબળો જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા સિદ્ધિઓને ફોરવર્ડ લૂકિંગ નિવેદનોથી ભૌતિક રીતે જુદા પાડી શકે છે તેમાં બીજા કારણો સાથે, ભારતની સરકારી નીતિઓ અથવા નિયમોના ફેરફારો અને, ખાસ કરીને, Sterlite Technologies' ના વહીવટીતંત્ર સંબંધિત ફેરફારો, અને ભારતમાં સામાન્ય આર્થિક, વ્યવસાય અને ધિરાણની શરતોમાં ફેરફાર છે. વધારાના પરિબળો જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા સિદ્ધિઓને આવા ફોરવર્ડ-લૂકિંગ નિવેદનોથી ભૌતિક રીતે જુદા પાડી શકે છે, જેમાંથી ઘણા Sterlite Technologies' ના નિયંત્રણમાં નથી, Sterlite Technologies' દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ, ભારત અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ભારત સાથે વિવિધ ફાઈલિંગમાં ચર્ચા કરાયેલા તે જોખમમી પરિબળો તેમાં સામેલ છે, પરંતુ તેમના સુધી મર્યાદિત નથી. આ ફાઈલિંગ http://www.nseindia.com અને http://www.bseindia.com પર ઉપલબ્ધ છે.
સંપર્કો:
Corporate Communications
Sumedha Mahorey
Phone: +91-22-30450404
Email: [email protected]
Investor Relations
Vishal Aggarwal
Phone: +91-20-30514000
Email:[email protected]
Share this article