ચેન્નઈ, ભારત, April 12, 2018 /PRNewswire/ --
દક્ષિણ ભારતની ભવ્યતા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત સાથે, ભારતીય જ્વેલરી માર્કેટનું પ્રવેશદ્વાર
ભારતમાં જ્વેલરી મેળાઓના સૌથી મોટા આયોજક, UBM India, એ દક્ષિણ ભારતમાં તેમનાં પ્રીમિયમ ઇંટરનેશનલ B2B જ્વેલરી મેળા - Chennai Jewellery & Gem Fair (CJGF)ની જાહેરાત કરી હતી. ચેન્નાઈ સેન્ટર ખાતે 19-21મી ઑક્ટોબર, 2018 ની વચ્ચે તેને યોજવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ ઍક્સ્પોને અગ્રણી જ્વેલરી સંગઠનો - Chennai Jewellers Association દ્વારા સહયોગ પ્રાપ્ત થશે અને તે 200+ પ્રદર્શનકારો અને 1,000થી વધુ લક્ઝરીયસ જ્વેલરી બ્રાંડ્સને આકર્ષશે તેવી અપેક્ષા રાખે છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/675598/CJGF_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/675599/UBM_CJGF_Launch.jpg )
આ જાહેરાત તાજ કોરોમંડલ ખાતે પ્રમુખ મહાનુભાવો, Mr. Yogesh Shah, Director, Chennai Jewellers Association; Mr. Uday Vummidi, Director, Chennai Jewellers Association; Mr. Sultan Mohideen, Director, Chennai Jewellers Association; Mr. Jitendra Vummidi, Director, VBJ; Mr. Yogesh Mudras, Managing Director, UBM India અને UBM India and Mr. Abhijit Mukherjee, Group Director, UBM India ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
CJGF ના મૂળ GJIIE માં રહેલા છે, જે એક શૉ છે જેનું સંવર્ધન UBM India એ ભારતીય જ્વેલરી માર્કેટના ગેટવે તરીકે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં કર્યું છે. તેનાં આ નવીનીકૃત અવતારમાં, ચેન્નાઈમાં UBM India નો નવો જ્વેલરી શૉ સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારોમાં આયોજકની સાબિત થયેલ તજજ્ઞતા પર આધારિત વસ્તુત: એક આંતરરાષ્ટ્રીય અનુભવ પૂરો પાડશે.
આ ઍક્સ્પો લક્ઝરી પૅવિલિયન, સેમિનાર, કાર્યશિબિરો, પૅનલ ચર્ચાઓ, રીટેઇલ જ્વેલર્સ એવૉર્ડ્સ, હૉલ ઑફ ફેમ, અને ફેશન શૉ જેવી વિશ્વ-કક્ષાની સંખ્યાબંધ લાક્ષણિકતાઓથી ભરપૂર હશે - જે પ્રમુખ હિસ્સેદારો અને સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં આયોજિત થશે.
આ ઍક્સ્પો જ્વેલરી હોલસેલર્સ, રીટેઇલર્સ, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી નિર્માતાઓ, હીરા, રત્નાલંકારો, મોતી આપૂર્તિકારો અને વેપારીઓ, કિંમતી ધાતુઓ અને જ્વેલરીના જડતરકામ કરનારા વેપારીઓ અને આપૂર્તિકારો, મશીનરી નિર્માતાઓ અને વિવિધ વેપાર અને સરકારી સંગઠનોના પ્રતિનિધિઓ માટે, એક છતની નીચે મળવા, જોડાવા, નેટવર્ક અને તેમનાં કારોબારમાં વૃદ્ધિ કરવા માટેનો સર્વોત્કૃષ્ટ મંચ બની રહેશે.
ભારતમાં ટાયર I, II અને III શહેરોની સાથે, આ પ્રદર્શનમાં અન્ય દેશોની સાથે-સાથે સિંગાપોર, બાંગ્લાદેશ, નેપાલ, મધ્ય પૂર્વ, સિંગાપોર અને મલેશિયાના પ્રતિનિધિમંડળોનું પ્રતિનિધિત્વ રહેશે, જેઓ આ ઍક્સ્પોના સ્થાનને ઉદ્યોગના પુરવાર થયેલા અને વિશ્વાસપાત્ર સ્ત્રોત્રિકરણ માટેના કેંદ્ર તરીકે મજબૂતી આપશે.
CJGF પાંચ-શહેરો (કોલકતા, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્લી)ના જ્વેલરી શૉઝમાંથી એક છે જે UBM India દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન આયોજિત કરવામાં આવનાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, UBM plc વિશ્વના સૌથી મોટા જ્વેલરી ટ્રેડ ઈવેન્ટ - The Hong Kong Jewellery & Gem Fairનું આયોજન કરે છે.
CJGFના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં, UBM India ના Managing Director, Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ચેન્નાઇ બજારમાં તમામ ગતિવિધિઓની વચ્ચે એકદમ તાજા અને નિર્ણયપૂર્વકના વધુ આંતરરાષ્ટ્રીય નમૂનામાં અમે નવા શોનો પ્રારંભ કરતા ખૂબ ઉત્સાહી છીએ. ભારતમાં જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રનું કદ અર્ષ 2021-2022 સુધીમાં US$ 100-110 બિલિયન સુધી પહોંચી જવાની અપેક્ષા સેવવામાં આવે છે. અને આર્થિક પડકારો હોવા છતાં, ભારતની જ્વેલરીની માંગ વર્ષ 2018 માં 573.3 ટન અંદાજવામાં આવી છે જે ગત વર્ષ કરતાં 14 ટકા વધુ છે, જે બજાર માટે સારાં સંકેતો છે."
તેમણે ઉમેર્યું હતું કે, "ગુણવત્તા પ્રત્યે સજાગ ગ્રાહકો, કૉર્પોરેટ બ્રાન્ડિંગ, આધુનિક રીટેઇલ ફૉર્મેટ્સ અને વિકસિત થતી નવી ડિઝાઇનોના સહયોગ દ્વારા, જૅમ્સ અને જ્વેલરી વૃત્તખંડ ઘરેલૂ વેચાણમાં માત્ર અન્યને પછાડવાનું જ અપેક્ષિત નથી, પરંતુ એક યોગ્ય અને નક્કર મંચ પણ પૂરો પાડશે જે CJGF ઉપલબ્ધ કરાવવા સજ્જ છે."
CJGFના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં, Chennai Jewellers Association ના Director, Mr. Yogesh Shah, એ જણાવ્યું હતું, "UBM લગભગ ત્રણ દાયકાથી જ્વેલરી ઉદ્યોગનો એક અભિન્ન અંગ રહ્યાં છે. આ પૉર્ટફોલિયોમાં તેમની તજજ્ઞતાને જોતાં, ચેન્નાઈ જ્વેલરી અને જૅમ્સ ફૅરને શરૂ કરવા માટે UBM India ની પસંદગી સૌથી યોગ્ય છે. આ શૉ વેપાર દ્વારા અને તેનાં માટે કરવામાં આવેલ પહેલ છે અને જ્ઞાન તેમજ બજારના વલણોના વિનિમય માટેની એક શ્રેષ્ઠ તક છે. CJGF 2018 મારફત દક્ષિણ વિસ્તારમાં જ્વેલરીના સ્થાપિત અને ઉદ્ભવતા કેન્દ્રોને આધાર તેમજ સહયોગ પૂરો પાડવા માટે UBM Indiaની સાથે જોડાતાં અમે ખુશી અનુભવી રહ્યાં છીએ."
નવા શોની જાહેરાત પ્રસંગે બોલતાં, Chennai Jewellers Association ના Director, Mr. Sultan Mohideen એ જણાવ્યું હતું કે, "Chennai Jewellery and Gem Fair (CJGF) જેનો પ્રારંભ ઑક્ટોબરમાં થવાનો છે તે નિર્માતાઓ અને રિટેઇલરો માટે મળવા અને કારોબાર રચવા માટેનું એક ઉત્તમ મંચ બની રહેશે કેમ કે તે વિસ્તારના પ્રમુખ બજારોને સેવા પૂરી પાડશે જેઓ સમગ્ર ભારતભરમાં અને વિદેશોમાં જ્વેલર્સને આપૂર્તિ કરે છે. CJGF આપણને આપણાં કારોબારને બહોળો બનાવવાની અને જરૂરી સંપર્કોને ઝડપથી બનાવવાની તક પૂરી પાડે છે."
વધુમાં, Chennai Jewellers Associationના Director, Mr. Uday Vummidi, એ જણાવ્યું હતું કે, "UBM India દ્વારા ઑક્ટોબર, 2018 માં યોજાનારા આ ભવ્ય ઘટના - Chennai Jewellery and Gem Fair (CJGF)ને અમારો સહયોગ આપવો એ અમારા માટે સંપૂર્ણ ખુશીની બાબત છે. આ કદ અને માપનું મંચ ભારતમાં આવવું અઘરૂં છે અને અમે CJGF ની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છીએ."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા ગજાના પ્રદર્શનો અને 40 પરિસંવાદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia ની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગલોર, અને ચેન્નઈમાં કાર્યાલયો ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટૉક ઍક્ષ્ચેંજ પર નોંધણી ધરાવે છે. UBM Asia એ એશિયા ખાતે અગ્રણી પ્રદર્શનકાર છે અને ચીન, ભારત અને મલેશિયામાં તેઓ સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વભરમાં એક સૌથી મોટાં પ્યોર-પ્લે B2B પ્રસંગોના આયોજનકાર છે સતત આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે માનવીય સ્તરે જોડાણનું મૂલ્ય ક્યારે આટલું મહત્વપૂર્ણ નહોતું. UBM ખાતે, અમારા ઉંડા જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રો માટેની અમારી લગન અમને એ મૂલ્યવાન અનુભવ આપવા સક્ષમ બનાવે છે જ્યાં લોકો સફળ થાય છે. અમારાં પ્રસંગોમાં લોકો સંબંધ બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમનાં કારોબારોને વધારે છે. અમારા 3,750+ લોકો, જેઓ 20 કરતાં વધુ દેશોમાં સ્થિત છે, તેઓ ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ ઘટકો સુધીના - 50 જુદાં-જુદાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, લગન ધરાવતા લોકો અને માર્કેટને આગળ ધપાવતાં પ્રસંગો કારોબારીઓને તેમની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા માટેની ઉત્સાહજનક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ: UBM કોર્પોરેટ ન્યુઝ માટે, Twitter at @UBM , UBM Plc LinkedIn પર અમને અનુસરો
મીડિયા સમ્પર્ક:
Roshni Mitra
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article