મુંબઈ, April 11, 2018 /PRNewswire/ --
હોમીયોપૅથીના સ્થાપક Dr. Samuel Hahnemann ના સ્મર્ણાર્થે દર વર્ષે તેમની જન્મ જયંતિ 10મી ઍપ્રિલના રોજ World Homeopathy Day (વિશ્વ હોમીયોપૅથી દિવસ) ઉજવવામાં આવે છે. Dr. Hahnemann, એક જર્મન MDએ 1976માં હોમીયોપૅથીની શોધ કરી હતી. ભારતમાં તેને એક ફ્રેન્ચ ફિઝિશ્યન Dr. John Martin Honigberger દ્વારા 1825માં Maharaja Ranjit Singhના શાસનકાળ દરમિયાન પટિયાલા ખાતે લાવવામાં આવી.
(Logo: https://mma.prnewswire.com/media/664189/Dr_Batra_s_Multi_Specialty_Homeopathy_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/664190/Dr_Mukesh_Batra.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/664188/Dr_Batra_Homeopathy.jpg )
મિશનરીઓ, વિના મૂલ્યે હોમીયોપૅથિક સારવાર પૂરી પાડીને, હોમીયોપૅથીને ભારતના દરેક ખુણે લઈ ગયા, અને તે રીતે ઔષધોપચારની આ વૈકલ્પિક વ્યવસ્થાને લોકપ્રિય બનાવી. આજે, ભારતમાં 10 કરોડ કરતાં વધુ લોકો તેમની આરોગ્ય સંભાળની જરૂરિયાતો માટે હોમીયોપૅથી પર આધાર રાખે છે.
ભારત, તેનાં 200,000 હોમેયોપૅથિક તબીબો સાથે, વિશ્વમાં સૌથી વધુ હોમીયોપૅથ્સની સંખ્યા ધરાવે છે. કુલ 135 કોલેજો છે, જે દર વર્ષે ઉત્તીર્ણ થઈને બહાર નીકળનારા 12,000 નવાં હોમીયોપૅથિક તબીબો માટે સાડા પાંચ વર્ષનો હોમીયોપૅથી અભ્યાસક્રમ પૂરો પાડે છે.
ભારતના આઠ પ્રમુખ મેટ્રો શહેરોમાં હાથ ધરવામાં આવેલ તાજેતરના IMRB અભ્યાસ (2016)એ હોમીયોપૅથી પર 100 ટકા જાગરૂકતા દર્શાવી છે, જેમાંથી 59 ટકા લોકો ઔષધોપચારની આ વ્યવસ્થાને અપનાવી છે. ભારતમાં હોમીયોપૅથીની લોકપ્રિયતા તેને દેશમાં રૂ. 5,600 કરોડની બજાર બનાવવા તરફ દોરી ગઈ છે.
ભારત સરકારે એક અલગ આયુષ (AYUSH) મંત્રાલય સુયોજિત કર્યું છે, જેમાં ગત વર્ષે ભારતમાં હોમીયોપૅથીને લોકપ્રિય બનાવવા માટે રૂ. 4,000 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે.
હોમીયોપૅથી એ વિશ્વમાં ખુબ ઝડપથી વૃદ્ધિ પામતી ઔષધોપચારની પ્રણાલી છે. World Health Organization (WHO) અનુસાર, હોમીયોપૅથી ઔષધોપચારની બીજી સૌથી મોટી વ્યવસ્થા છે. કાયદેસર રીતે તેને 86 દેશોમાં પ્રૅક્ટિસ કરવામાં આવે છે. ફ્રાંસ, જર્મની, યુકે, યુએસ અને કેનેડા એવાં દેશોમાંથી થોડાં દેશ છે જ્યાં હોમીયોપૅથી ખૂબ જાણીતી છે.
સલામત હોવાની સાથે, હોમીયોપૅથી પ્રતિરોધશક્તિનું નિર્માણ પણ કરે છે, રોગ-પ્રતિકારકતા વિકસિત કરે છે અને માંદગીઓની સામે લડવા માટે શરીરને સામર્થ્યવાન બનાવે છે. તે વિકૃતિઓના મૂળ કારણોની સારવાર કરે છે અને દીર્ઘ-કાલીન પરિણામો આપે છે.
આ પ્રસંગે, પદ્મ શ્રી પ્રાપ્તકર્તા અને Dr Batra's[TM] જૂથ કંપનીઓના ફાઉન્ડર-ચૅરમેન Dr. Mukesh Batra એ જણાવ્યું હતું કે, "હું માનું છું કે દરેક ભારતીય હોમીયોપૅથીનું સારાપાનું પ્રાપ્ત કરવાને પાત્ર છે. અમે શક્ય તેટલાં વધુ લોકો સુધી તેને પહોંચાડીને હોમીયોપૅથી દ્વારા સારવાર આપીને લોકોને સાજા કરવાના આનંદની ઉજવણી કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. અમે માત્ર આ એક જ દિવસની ઉજવણી કરવાની ઇચ્છા નથી ધરાવતા, પરંતુ અમારા તમામ ક્લિનિક્સ ખાતે વિના-મૂલ્યે પરામર્શ ઉપલબ્ધ કરાવીને સમગ્ર સપ્તાહને વિશ્વ હોમીયોપૅથી સપ્તાહ તરીકે ઉજવવા માંગીએ છીએ."
ભારતભરમાં ફેલાયેલી Dr Batra's[TM] Multi-Specialty Homeopathy માટેની તમામ 225 ક્લિનિક્સ ખાતે બધા જ દરદીઓ માટે વિના મૂલ્યે પરામર્શ ઉપલબ્ધ રહેશે. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો: https://youtu.be/syKWmxQJ3_4. વિના મૂલ્યે પરામર્શ માટે એપૉઇંટમેન્ટ માટે, 91677 91677 પર કૉલ કરો.
Dr Batra's® Group of Companies વિશે:
Dr Batra's[TM] Health Care Group ની સ્થાપના 1982માં મુંબઈ ખાતે Dr. Mukesh Batra દ્વારા કરવામાં આવી હતી. આ જૂથ આજે અગ્રણી હોમીયોપૅથિક હૅલ્થકેર કૉર્પોરેટ છે, જે અબુ ધાબી, દુબઈ, ઢાકા, ભારત, લંડન અને મનામામાં ઉપસ્થિતિ સાથે 133 શહેરોમાં 225 ક્લિનિક્સ ધરાવે છે. 2009માં, કંપનીએ તેની પ્રમુખ બ્રાન્ડ Dr Batra's[TM] Aesthetic Solutions Pvt. Ltd દ્વારા સૌંદર્યલક્ષી સેવાઓ રજૂ કરી હતી. Dr Batra's[TM] આ સૌંદર્યલક્ષી કેશ વૃદ્ધિ, ત્વચાની સંભાળ, હેર ટ્રાંસપ્લાંટેશન અને સ્લિમિંગ સૉલ્યુશન્સ જેવી વિસ્તૃત સેવાઓ પ્રસ્તુત કરે છે.
આ બ્રાન્ડએ તેના સુસ્થાપિત વિભાગ Dr Batra's[TM] Positive Health Products Private Limited દ્વારા અંગત અને સ્વાસ્થ સંભાળની પ્રોડક્ટ્સમાં પણ નોંધપાત્ર પ્રગતિ અને વિકાસ કર્યાં છે. તેનાથી Dr Batra's[TM] દ્વારા અસાધારણ યોગદાન અંકિત થાય છે કેમ કે તેનાં દ્વારા વિશ્વભરમાં, 3.5 લાખ વાળની સમસ્યા ધરાવતા દરદીઓ અને 1.4 લાખ ત્વચા સંબંધી સમસ્યાઓ ધરાવતા દરદીઓ સહિત 10 લાખ દરદીઓને વ્યક્તિગત સારવાર અને સંભાળ પૂરી પાડવામાં આવે છે.
Dr Batra's[TM] Cyber Clinic (http://www.drbatras.com) ને દર વર્ષે 4.5 લાખ કરતાં વધુ દરદીઓને ઑનલાઇન પરામર્શ આપવા માટેની સૌપ્રથમ ઑનલાઇન ક્લિનિક બનવા બદલ Limca Book of Records (Editions 2004 and 2005) સૂચીબદ્ધ કરવામાં આવ્યું છે. તેણે વિશ્વની સૌપ્રથમ એવી ટેલી-હોમીયોપૅથી ક્લિનિક પણ બનાવી છે જે એક જ સમય પર બહુવિધ-સ્થળ સાથેના જોડાણને સક્ષમ બનાવે. આ બ્રાન્ડને The Brand Trust Report - India Study 2013 દ્વારા એકમાત્ર સૌથી વધુ વિશ્વાસપાત્ર હોમીયોપૅથી પ્રથમ ક્રમાંકિત બ્રાંડ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે અને Planman Media દ્વારા વર્ષ 2012 માટે Power Brand માનવામાં આવી છે. Dr Batra's[TM] વિશ્વની પ્રથમ હોમીયોપૅથિક હેલ્થકૅર કૉર્પોરેટ છે જેને લબ્ધપ્રતિષ્ઠિત ISO 9001-2008 પ્રમાણીકરણ પ્રાપ્ત થયું છે. વધુમાં, આ બ્રાંડ સમાજના વંચિત વર્ગના લોકો માટે વિના-મૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવાના તેનાં સખાવતી કાર્ય માટે પણ ખૂબ જાણીતી છે.
મીડિયા સંપર્ક:
Rachna Sunder
[email protected]
+91-8080789076
Deputy General Manager - Marketing
Dr Batra's Healthcare
Share this article