મુંબઈ, March 7, 2018 /PRNewswire/ --
MoneyOnMobile, Inc. (OTCQB: MOMT) એ Maharashtra State Road Transport Corporation (MSRTC) સાથેની ભાગીદારીની જાહેરાત કરી, જેની સ્થાપના મહારાષ્ટ્ર સરકારે 1960 માં કરી હતી. આ ભાગીદારી MoneyOnMobile ના સહભાગી રિટેલર્સને આશરે 7 મિલિયન મુસાફરો જે દરરોજ MSRTC બસ પર સવારી કરે છે, જે લગભગ 17,000 રૂટ સાથે સંકળાયેલ છે, તેમની ટિકિટો બુક કરવા માટે સક્ષમ બનાવશે.
(Logo: https://mma.prnewswire.com/media/650303/MoneyOnMobile_Logo.jpg )
MSRTC ના Deputy GM, Suhas Jadhav જણાવે છે "આ ટાઇ-અપ સાથે, અમારા ગ્રાહકો તેમની ટિકિટ કોઈ પણ MoneyOnMobileની રિટેલ આઉટલેટ્સમાંથી બુક કરી શકે છે. આનાથી અમારા ગ્રાહકો તેમની અનુકૂળતાએ મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્યોની મુસાફરી સરળતાથી કરી શકે છે. MSRTC સલામત અને ભરોસાપાત્ર સેવા છે."
MoneyOnMobile, Inc. ના ચેરમેન અને CEO, Harold Montgomery કહે છે "અમે અમારા રિટેલર્સને આ સેવા પ્રદાન કરવા માટે ઉત્સાહિત છીએ. જ્યારે અમે ઉપલબ્ધ સેવાઓના અમારા પોર્ટફોલિયોને વધારીએ છીએ, તે અમારા રિટેલર્સને વધુ ગ્રાહકોની સેવા આપવા માટે સક્ષમ બનાવે છે અને તેમના સ્ટોરમાં ગ્રાહક દીઠ ખર્ચને વધારી શકે છે."
MoneyOnMobile ના Joint Managing Director, Ranjeet Oak ટિપ્પણી કરે છે "ભારતના પશ્ચિમ ભાગમાં, મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતના અમારા રિટેલર્સ, ઇન્ટર અને ઇન્ટ્રા રાજ્યની મુસાફરી માટે બસ ટિકિટોની વધતી જતી માંગ જુએ છે; અમે MSRTC બસની ટિકિટ બુકિંગ સર્વિસ પૂરી પાડવા માટે પ્રસન્ન છીએ. MSRTC માટે ટિકિટ બુક કરવાની અમારી ક્ષમતાઓ જે મુખ્યત્વે મહારાષ્ટ્ર અને પડોશી રાજ્ય ગોવા, તેલંગણા, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશથી મુસાફરી કરે છે તે સેવા અમારા રીટેઈલર્સ દ્વારા તેમના અંતિમ વપરાશકારોને આપવામાં આવતી સેવાઓમાં ઉમેરો કરશે.
MSRTC વિશે:
Maharashtra State Road Transport Corporation સંક્ષિપ્તમાં (MSRTC, અથવા ફક્ત ST) તરીકે ઓળખાય છે, જે મહારાષ્ટ્ર રાજ્યની બસ સેવા છે, જેની 16,500 જેટલી બસો માં દરરોજ 7 મિલિયન મુસાફરો મુસાફરી કરે છે. તે મહારાષ્ટ્ર અને આસપાસના રાજ્યો ના તમામ નગરો અને શહેરોને જોડે છે. મહારાષ્ટ્ર રાજ્યના સ્થળો ઉપરાંત, MSRTC સેવા પડોશી રાજ્યોના સ્થળોને પણ આવરી લે છે. તે તમામ બસો માટે ટિકિટોના ઓનલાઈન બુકિંગની સુવિધા પણ આપે છે.
MoneyOnMobile વિશે
MoneyOnMobile ભારતીય ગ્રાહકોને સામાન ની ખરીદી કરવા અને સેવાઓ માટે ચૂકવણી કરવા માટે અથવા એક સેલ ફોનથી બીજામાં ફંડ ટ્રાન્સફર કરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા માટે સક્ષમ કરે છે. તે સરળ SMS ટેક્સ્ટ ની મારફતે અથવા MoneyOnMobile એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ સાઇટ દ્વારા ઉપયોગ કરી શકાય છે. MoneyOnMobile ના સમગ્ર ભારતમાં 350,000 રિટેલ લોકેશન છે.
Safe Harbor Statement (સેફ હાર્બર સ્ટેટમેન્ટ)
આ પ્રકાશન કોઈ પણ એન્ટિટીની કોઈ સિક્યોરિટીઝ ખરીદવા ની અથવા વેચાણની ઓફરની વિનંતી કરતી નથી. આ પ્રકાશનમાં અમારી વર્તમાન અપેક્ષાઓ, આગાહીઓ અને ધારણાઓ કે જે જોખમો અને અનિશ્ચિતતાને આધીન છે તેના આધારે ફોરવર્ડ-નિવેદનો ધરાવે છે. આ પ્રકાશનના ફોરવર્ડ-નિવેદનો આજની તારીખે અમને ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારા વાસ્તવિક પરિણામો અમારા વ્યવસાય સાથે સંકળાયેલા જોખમો અને અનિશ્ચિતતાના કારણે, આગળ જણાવેલ નિવેદનોમાં જણાવેલ અથવા ગર્ભિત વસ્તુઓથી અલગ હોઈ શકે છે, જેમાં જુલાઈ 6, 2017 ના રોજ આપેલ ફોર્મ 10-K માં જણાવાયેલી જોખમ પરિબળોનો સમાવેશ થાય છે. ફોરવર્ડ-નિવેદનો અમારી અપેક્ષાઓ, માન્યતાઓ, ઇરાદાઓ અથવા ભવિષ્ય વિશેની વ્યૂહરચનાઓ અંગેના નિવેદનોનો સમાવેશ કરે છે અને "અપેક્ષિત", "માનવું," "કરી શકે છે," "અંદાજ," "અપેક્ષા," "ઇરાદો," જેવા શબ્દો દ્વારા ઓળખી શકાય છે. અમે આ પ્રકાશનમાં સમાવિષ્ટ માહિતીને અપડેટ કરવા માટે અમે કોઈ જવાબદારી સ્વીકારતા નથી, પછી ભલે તે નવી માહિતી, ભાવિ પ્રસંગ અથવા અન્ય કોઈ પણ સ્વરૂપે હોય.
Website: http://www.MoneyOnMobile.in
Twitter: https://twitter.com/MoneyOnMobile
Facebook: https://www.facebook.com/MoneyOnMobile
LinkedIn: https://www.linkedin.com/company/moneyonmobile
YouTube: http://www.youtube.com/c/MoneyOnMobileofficial
મીડિયા સંપર્ક:
Navaz Damania
[email protected]
+91-9167122661
Vice President - Corporate Communications
MoneyOnMobile
Share this article