પુણે, ભારત, January 18, 2018 /PRNewswire/ --
- પ્રમુખ અગ્રણી સૂચકાંકો ઑલ-ટાઇમ હાઈ: ઑર્ડર બુક થયા (રૂ. 4,573 કરોડ), આવકો (રૂ. 836 કરોડ), EBITDA (રૂ. 208 કરોડ), PAT (રૂ. 90 કરોડ)
Sterlite Tech (BSE: 532374) (NSE: STRTECH), સ્માર્ટર વેબ-સ્કેલ ડિજિટલ નેટવર્ક્સમાં ઍન્ડ-ટુ-ઍન્ડ વૈશ્વિક અગ્રણીએ આજે ડિસેમ્બર 31, 2017ના રોજ પૂરાં થતાં ત્રીજા ત્રિમાસિક માટે નાણાકીય પરિણામો જાહેર કર્યાં હતાં.
(Logo: http://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
ગત વર્ષોમાં, અમે ટેક્નોલૉજી નવીકરણ, નિર્માણ ધોરણો, અને કોર્પોરેટ ગવર્નેન્સમાં ખડતલ સામર્થ્ય મંચનું નિર્માણ કર્યું છે," પરિણામોની જાહેરાત કરતા Sterlite Techના CEO, Dr. Anand Agarwalએ જણાવ્યું હતું. "કેમકે ગ્રાહકોએ તેમનો વિશ્વાસ અમારામાં મૂક્યો છે, અમારૂં સામર્થ્ય મંચ અમને ભારત અને વિશ્વમાં કેટલાંય શહેરો અને ગામડાઓમાં વેબ-સ્કેલ નેટવર્ક્સના નિર્માણ દ્વારા વિશ્વના સૌથી મોટાં ડિજિટલ સમાવેશનમાંથી એકમાં સહભાગી થવા સમર્થ બનાવે છે."
કંપનીની ક્ષમતા-નિર્માણ વ્યૂહરચના સમય જતાં નિરંતર નાણાકીય કાર્યદેખાવમાં પરિણમી છે. છેલ્લાં કેટલાંક ત્રિમાસિકોના પરિણામોએ સાતત્યપૂર્ણ વૃદ્ધિ દર્શાવી છે, અને તે જ બાબત પ્રમુખ નાણાકીય મેટ્રિક્સમાં અત્યાર સુધીમાં સૌથી ઉચ્ચ કાર્યદેખાવ સાથે, Q3FY'18માં પણ પુનરાવર્તિત થઈ છે.
આ ત્રિમાસિકમાં, Sterlite Techએ સ્માર્ટર નેટવર્ક્સ ટેક્નોલૉજીસ, બિઝનેસ પ્રોસેસિઝ અને પ્રોજેક્ટ અમલીકરણ પર નવીકરણ દ્વારા તેની ક્ષમતાઓના નિર્માણ કાર્યને ચાલુ રાખ્યું છે.
ડેટા નેટવર્ક્સ માપ અને જટિલતામાં વૃદ્ધિ પામી રહ્યાં હોવાના લીધે, અને ટેલ્કોઝ અને સરકારો દ્વારા વિશ્વભરમાં ચલાવવામાં આવતી ડિજિટલાઇઝેશનની ઝુંબેશોના લીધે, કંપની સ્માર્ટર નેટવર્ક્સ અને વિશ્વભરમાં તેની પહોંચ માટે ઊંડાણપૂર્વકના ઉકેલો સાથે વૃદ્ધિની આગામી કક્ષાને હાંસિલ કરવાની સ્થિતિમાં છે.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd (BSE: 532374) (NSE: STRTECH), વૈશ્વિક ટેક્નોલૉજી આગેવાન છે જેઓ સ્માર્ટર ડિજિટલ નેટવર્ક્સની સંરચના, નિર્માણ અને સંચાલન કરે છે. Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં ઉત્પાદનો, સેવાઓ અને સોફ્ટવેરમાં વેબ-સ્કેલ ઑફરિંગ સાથે ગ્રાહકોની સાથે સંકળાયેલી છે. કંપની ભારત, ચીન અને બ્રાઝિલ ખાતે વૈશ્વિક સ્કેલ ઉત્પાદન સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડીલિવરી કેન્દ્રો ધરાવે છે. Sterlite Tech બ્રોડબેન્ડ રિસર્ચ માટે ભારતના એકમાત્ર સેન્ટર ફોર ઍક્સેલેન્સ અને નેક્સ્ટ જનરેશન નેટવર્ક ઍપ્લિકેશન માટે સેન્ટર ફોર સ્માર્ટર નેટવર્ક્સનું ઘર છે. કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ પરિયોજનાઓમાં ઇંટ્રુઝન-પ્રુફ સ્માર્ટર ડેટા નેટવર્ક ફોર ધ આર્મ્ડ ફોર્સિસ, રૂરલ બ્રોડબેન્ડ ફોર BharatNet, સ્માર્ટ સિટીઝ ડેવલપમેન્ટ, અને હાઇ-સ્પીડ Fibre-to-the-Home (FTTH) નેટવર્કસની સ્થાપના કરવાનો સમાવેશ થાય છે.
વધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો.
ફૉરવર્ડ-લુકિંગ ઍન્ડ કૉશનરી સ્ટેટમેન્ટ્સ: આ રીલિઝમાં Sterlite Technologies Limited અને તેનાં પ્રોસ્પેક્ટ્સથી સંબંધિત ચોક્કસ શબ્દો અને નિવેદનો, અને Sterlite Technologies'ની અપેક્ષિત નાણાકીય સ્થિતિ, કારોબારી વ્યૂહરચનાઓ, Sterlite Technologies'ની કામગીરીઓના ભાવિ વિકાસ અને ભારતમાં સામાન્ય અર્થવ્યવસ્થાથી સંબંધિત અન્ય નિવેદનો ભાવિ તરફ દેખનારા નિવેદનો છે. આ પ્રકારના નિવેદનોમાં જ્ઞાત અને અજ્ઞાત જોખમો, અચોક્કસતાઓ અને અન્ય પરિબળોનો સમાવેશ થાય છે, જે આ પ્રકારના ભાવિ તરફ દેખનારા નિવેદનો દ્વારા અભિવ્યક્ત અથવા લાગુ કરવામાં આવેલ નિવેદનોથી ભૌતિક રીતે તફાવત ધરાવતા વાસ્તવિક પરિણામો, કાર્યદેખાવ અથવા Sterlite Technologies Limitedની સિદ્ધીઓના અથવા ઉદ્યોગ પરિણામોના કારક બની શકે. આવાં ભાવિ તરફ દેખનારા નિવેદનો Sterlite Technologies'ની હાલની, ભાવિ કારોબારી વ્યૂહરચનાઓ અને એ વાતાવરણ કે જેમાં Sterlite Technologies Limited ભવિષ્યમાં સંચાલન કરનારી છે તેવાં અસંખ્ય અનુમાનો પર આધારિત છે. મહત્વના પરિબળો કે જે વાસ્તવિક પરિણામો, કાર્યદેખાવ અથવા સિદ્ધિઓની સાથે આવાં ભાવિ તરફ દેખનારા નિવેદનથી ભૌતિક તફાવતના કારક બની શકે છે તેમાં અન્યોની સાથે, સરકારી નીતિઓમાં અથવા ભારતના નિયમોમાં ફેરફાર અને, ખાસ કરીને, Sterlite Technologies' ઇન્ડસ્ટ્રીના વહિવટ સંબંધી ફેરફારો, અને ભારતમાં સામાન્ય અર્થવ્યસ્થા, કારોબાર, ક્રેડિટ સ્થિતિઓમાં ફેરફારોનો સમાવેશ થાય છે. વધારાના પરિબળો જે વાસ્તવિક પરિણામો, કાર્યદેખાવ અથવા સિદ્ધીઓની સાથે ભાવિ તરફ દેખનારા નિવેદનથી ભૌતિક રીતે તફાવતના કારક બની શકે છે, જેમાંથી ઘણાં બધાં Sterlite Technologiesના નિયંત્રણમાં નથી તેમાં, National Stock Exchange, India અને Bombay Stock Exchange, Indiaની સાથે Sterlite Technologies' દ્વારા કરવામાં આવેલ વિવિધ ફાઇલિંગ્સમાં ચર્ચા કરવામાં આવેલ જોખમના પરિબળો, પરંતુ તેના સુધી મર્યાદિત નહિં તેવાં પરિબળોનો સમાવેશ થાય છે. આ ફાઇલિંગ્સ http://www.nseindia.com અને http://www.bseindia.com પર ઉપલબ્ધ છે.
સંપર્કો:
કોર્પોરેટ કમ્યુનિકેશન્સ
Sumedha Mahorey
Phone: +91-22-30450404
Email: [email protected]
ઇન્વેસ્ટર રિલેશન્સ
Vishal Aggarwal
Phone: +91-20-30514000
Email: [email protected]
Share this article